“ સાવી…યાર.. કદાચ છેલ્લી ફાસ્ટ નીકળી ગઈ..મેટ્રો તો હવે સવારે 5 વાગે શરુ થશે..છેલ્લે લોકલ આવે
એની રાહ જોઈએ..એય બધા સ્ટેશન કરશે.. પહોંચતા પહોંચતા ખૂબ મોડુંજ થવાનું છે” ..સારાએ ફિકર કરતા કહ્યું.. સાવી બોલી “ સારા..હવે તો ઠંડી પણ ખુબ છે હજુ વધશે..સવારે ફોરકાસ્ટ જોયેલું..કદાચ રાત્રે 3 વાગ્યા સુધીમાં 2 ડિગ્રી થઇ જશે..ઠરી જવાના છીએ આપણે..લોકલની રાહ જોવી પડશે..ટ્રેન આવી જાય તો અંદર બેસી જવાય..ઠંડી તો ના લાગે.. જોને આખું પ્લેટફોર્મ ખાલી છે કોઈ દેખાતું નથી..સિટીમાંથી ભીડ બધી સબબ તરફ નીકળી ગઈ..રસ્તામાં તોફાની એરિયા આવશે..બધા પિયક્કડ …” સારા હસી બોલી..” એય સાવી હું પણ..અત્યારે એવીજ છું..પણ ડરીશ નહીં હું છું ને..તારી રક્ષા કરીશ..કોઈ માથા ફરેલો આવશેતો હું સામી થઈશ તને કશું નહીં
થવા દઉં..” સાવીએ કીધું..”આવું બધું ના બોલને.. યાર.. કશું નથી થવાનું..થયા પહેલાંજ બીવરાવીશ નહીં..અહીં રાત્રે સાવચેત તો રહેવુંજ પડે..મારો ફોન બંધ થઇ ગયો છે..પણ ચાર્જ નથી કરવો..રૂમ પર જઈને વાત..” સાવી બોલી.. ત્યાં ટ્રેઈન આવી…સાવી.. સારા અંદર બેઠા..આખું કમ્પાર્ટમેન્ટ સાવ ખાલી…સમ ખાવા પૂરતું પણ કોઈ નહોતું.સાવીએ કહ્યું“ જેવું ધારેલું હતું એવુજ થયું..કોઈ છેજ નહીં બધું સુમસામ..” સારા બોલી “ જો તો ખરી બધી વાતો વાતોમાં..દોઢ વાગી ગયો..પહોંચતા..અઢી ત્રણ થઇ જશે..જાગવાના સમયે સુઈ જઈશું..” એમ બોલી હસી..સાવી કહે“ ખરું ગોઠવાયું શબ્દોમાં..જાગવાના સમયે સુઈ જઈશું.. તો જાગી શું ક્યારે? “ હસી પડી..
સારા નિસાસો નાખી બોલી “ ખબર નથી ક્યારે જાગીશ ?” પણ..કોઈ મારા જીવનમાં પણ આવશે.. મને જગાડશે..એની બાહોમાં નિશ્ચિંત સુવરાવશે..”
“ તેરી યાદ દિલસે..ભૂલાને ચલા હું કી અપની હસ્તી મીટાને ચલા હું .. ઘટાઓ તુમ્હે સાથ દેના પડેગા મૈં ફિર
આજ આંસુ બહાને ચલા હું….તેરી યાદ દિલસે…” નીરવ શાંતિમાં..ટ્રેઇનનાં સાવ ધીમા અવાજમાં..એક સુંદર અવાજમાં ગીત સાંભળ્યું..સાવી..સારાએ…એનાં અવાજમાં દર્દ હતું .એક ટીસ ..ચીખ..હતી..કંઠથી નહીં..નાભિથી જાણે અવાજ નીકળતો હતો..એ અવાજ ..એ દર્દની સાક્ષી સાવી..સારા બન્યા..ગીતની દરેક કડી.. કડી શબ્દો.. બન્ને સહેલીઓને સ્પર્શી ગયાં..સાવી બોલી “ આટલી રાત્રેઆ સુમસામ ટ્રેઈનમાં આવું આપણું હિન્દી..દર્દ ભર્યું ગીત કોણ ગાય છે? આટલી બધી વેદના..સંવેદનાં..ઓહ..” સારા બોલી “ ચોક્કસ તારો બર્થડે સિંગર સોહમ છે..એનોજ છે અવાજ..આપણે ટ્રેઈનમાં ચઢ્યા કોઈ નજરે
નહોતું પડ્યું..છેક છેલ્લી આડી લાઈનની છેલ્લી સીટમાં બેઠો લાગે છે એટલે ધ્યાન પડ્યું નથી આપણું.. કેવું સરસ ગાય છે..પણ એના ગીતમાં નર્યું દર્દ છે ખુબ પીડા સાથે ગાઈ રહ્યો છે..એ કોને ભૂલવા આટલી પીડા સહી રહ્યો છે? થોડી હાશ પણ થઈ સાવ એકલાં નથી આપણે સાથે કોઈ છે...સાવી એને મળવું છે આપણે?” સાવી કહે“ ના..ના..આપણે એને શા માટે એને કોઇ રીતે ડિસ્ટર્બ કરવો જોઈએ..એની કોઈ યાદો છે એનું આગવું કોઈ દર્દ પીડા છે..સારા.. કોઈની ખુશી આનંદ સુખમાં એને વધાવાય..આતો એક દુઃખી આત્મા લાગે છે..એને એ પળો એની રીતે માણવાદે ભલે દુઃખની છે..આપણે એનું દુઃખ નહિ લઇ શકીએ ના સમજી શકીએ..એ વધુ દુઃખી થશે..”
સારાએ કહ્યું“ સાવી તારી વાત સાચી છે.. આપણે કોઈનું દુઃખ કે પીડા નહીં લઇ શકીએ..એ એણેજ
ભોગવવું પડશે..આપણે વધુ દુઃખી કરીશું.. જોને મેં તને મારી આપવીતી કીધી..તે સાંભળી દુઃખ થયું હશે કે મારી સાથે કેવું કેવું વીત્યું છે કેવી પીડામાંથી પસાર થઇ છું એમાં મારી ભૂલો વાંક છે..હશે..પણ તું સાંભળી શકે..મારી પીડા લઇ ના શકે..તને શું કોઈને પણ આવી સ્થિતીઓમાંથી પસાર ના થવું પડે..ના કોઈ આવું સહન કરે..હું પ્રાર્થના કરુ છું સાવી..તને કોઈ પીડા..કોઈ દુઃખ..કોઈ રીતનું કદી સ્પર્શેજ નહીં..એ પીડા તકલીફ રસ્તોજ બદલી નાખે..” ત્યાં બીજું ગીત શરુ થયું..
“ હમને અપના સબ કુછ ખોયા પ્યાર તેરા.. પાનેકો..છોડ દિયા ક્યુ પ્યારને તેરે દર દર ભટકાને કો..પ્યાર તેરા પાનેકો..હમને અપના સબ કુછ ખોયા પ્યાર તેરા પાનેકો..વો આંસુજો બહે નહીં પાયેજો બાતે જો કહે નહીં પાયે..દિલમેં છૂપાયે ફિરતે હૈ ઘૂંટ કર મર જાનેકો પ્યાર તેરા પાનેકો..”
સાવી એકદમ ગંભીર થઇ ગઈ..એ જોવા ઉભી થયૅલી…પાછી સીટ પર બેસી ગઈ..એની આંખો ઉભરાઈ ગઈ બોલી..” સારા આ છોકરો એક કવીઝ..કોયડો..બની ગયો છે..કેમ વારે વારે સામે ભટકાય છે? હજી ઘરે નથી પહોંચ્યો. સારા કહે..” એકલ જીવ છે..પછી હસી..ઘરે જઈને શું કરે? કોણ રાહ જોઈ બેઠું છે? એની મસ્તીમાં છે ભલે દુઃખ ભરી છે..” દુનિયા છે જુદા જુદા ચરિત્ર જોવા મળે..કોઈ સુખી..કોઈ દુઃખી..કોઈ એકલા..કોઈ બેકલા..કોઈ બેબાકળા..ઘણા મારા જેવા અળખામણા ..” પછી દુઃખ ભર્યું હસી.. ત્યાં નેક્સટ સ્ટેશન આવ્યું ટ્રેઈન ઉભી રહી..પ્લેટફોર્મથી બેનશામાં ધુત્ત યુવાન ચઢયા..હાથમાં બિયર ટીન હતા.અંદર અંદર મસ્તી કરતાં સાવી સારા બેઠા હતા..એની સામેની સીટ પર બેઠાં અને એ બન્નેને ઘુરી રહ્યા..
વધુ આવતા અંકે..પ્રકરણ-26 અનોખી સફર..