સોનાલી ની મક્કમતા વચ્ચે લગભગ દોઢ મહિના જેવું થઈ ગયું હતું, કોઈ જ વાતચીત સોનાલી અને મેઘલ વચ્ચે થતી નહોતી, મેઘલ રેગ્યુલર ફોન કરતો પણ સોનાલી રીસીવ કરતી નહીં પછી મેઘલ પણ ધીમે–ધીમે ફોન ઓછા કરતો, સોનાલી ને મન માં થતું કે મેઘલ પણ શોર્ટ ટાઈમ માં સ્વીકારી લેશે કે સગાઈ તોડવા માં જ બંને ના ભવિષ્ય ના જીવન માટે સારુંછે, આ રીતે જેમ ચાલે છે એમ ચાલવા દઈ સોનાલી રાબેતા મુજબ પોતાની જોબ અને ઘર ના કામ માં ખુશ રહેતી, રોજ રાત્રે અને સાંજે ગઝલ સાંભળી ને પોતાના માં જ ખુશ રહેવાની સોનાલી ને મજા પડતી, એ હંમેશા વર્તમાન માં રહેવા માં માનતી, ભૂતકાળ અને ભવિષ્યનો બહુ વિચાર કરવાની એની આદત નહોતી, અને એટલે જ એની પર્સનાલિટી થોડી બિન્ધાસ લાગતી, સોનાલી ને કોઈ ની લાઇફ માં દખલગીરી કરવી નહીં અને પોતાના જીવન માં કોઈ ને કરવા દેવી નહીં, આ સિદ્ધાંત એને એના જીવનમાં ગમતો, અને આ વાત જ એને બીજા થી જુદી પાડતી, સોનાલીને બચપણ થી જ કોઈ ના જીવન માં રસ લેવો નહોતો ગમતો, કોણે શું કર્યું ? કેમ કર્યું ? કોણ કેવું છે ? એને કોઈ જ મતલબ નહોતો, સોનાલી ની મમ્મી સોનાલી ને ઓળખતા એટલા મોટા ભાગે એ સોનાલી પાસે આવી કોઈ જ ચર્ચા કરતા નહોતા, ઘર માં પણ લગભગ બધા સભ્યો આ વાત નું ખાસ ધ્યાન રાખતા, સોનાલી ની હાજરી માં બીજા કોઈ ની નેગેટિવ વાતો કરવાથી દૂર રહેતા, જો કોઈ કરે તો સોનાલી એ વ્યક્તિ ને સખ્ત શબ્દો માં ઉતારી પાડતી પછી ભલે એ પોતાની મમ્મી–પપ્પા કે ભાઈ–બહેન કેમ ના હોય,સોનાલી એ ઘણી બધી વખત મેઘલ ની મમ્મી નો જ્યારે ફોન આવે ત્યારે સોનાલી ના આ સ્વભાવ વિશે ખાસ ઉલ્લેખ કરતા સોનાલી એ સાંભળ્યા હતા, તેએ ઇચ્છતા હતા કે તેઓ પણ આ વાત નું ધ્યાન રાખે નહીંતર સોનાલી ના મન પર થી ઊતરી જશે તો એને વહુ નું પૂરું સુખ નહીં મળે, કદાચ આ જ સોલિડ કારણ પણ હતું કે સોનાલી ને સગાઈ રાખવી જ નહોતી, મેઘલ ની મમ્મી એ જે રીતે બીજા ના વાંક કાઢ્યો હતો અને મેઘલ ના પપ્પા જે રીતે બિચારા બનીને રડતા હતા અને પોતાના ભાઇઓ તરફ થી થયેલો અન્યાય કહેતા હતા અને એ પણ એકવાર નહીં વારંવાર આ વારંવાર ના એ નેગેટિવ વાત થી જ સોનાલી ના મન ઉપર એ બંને ની નેગેટિવ છાપ પડી હતી, સોનાલી ત્યાં જવા માંગતી જ નહોતી, મક્કમ અને અડગતા સાથે સોનાલી સગાઈ તોડી જ નાખવાના મૂડ માં હતી, એ રોજ એના પિતા ને યાદ કરાવતી કે વચ્ચેવાળા ને કહી ને સગાઈ તોડી નાખવાના નિર્ણય કહીં દો, તેના પિતા કહેતા કે હજુ હમણાં મેઘલ ના પપ્પા મળી ને ગયા છે, તો તરત ફોન કરીશું તો સારું નહીં લાગે, હજુ 10 દિવસ પછી ફોન કરીશ કે નથી ફાવતું, સોનાલી ને ગુસ્સો આવતો તે તર્ક કરતી કે સારું લાગે કે ના લાગે એ એમનો પ્રશ્ન છે આપણે આપણા તરફ થી નિર્ણય લઈ ચૂક્યા છીએ, બીજા નું શું કામ વિચારવું જોઈએ જેટલું જલ્દી કરો એટલું જ સારું એ લોકો ને બીજે નક્કી કરવું હોય તો કરી શકે છૂટું થાય તો સામે વાળા પણ સ્વીકારી ને આગળ વધી શકે, રોજ આ તર્ક સોનાલી તેના મમ્મી –પપ્પા પાસે કરતી, અને અંતે સોનાલી ના પપ્પા એ સોનાલી ની સામે જ વચ્ચેવાળા ને ફોન કરી ને શાંતિ થી બધી વાત કરી ને સગાઈ રાખવી નથી એમ જણાવી દીધું, સાથે એમ પણ કીધું કે તમે સામે મેઘલ ના પપ્પા ને પણ વાત કરી દેજો, અમે રૂપિયો નારિયેળ પાછું મોકલાવી એ છીએ, સોનાલી ને ફાઇનલી શાંતિ થઈ, તે ખુશ હતી, તેના નિર્ણય પર. તેણે તેના મમ્મી –પપ્પા ને કીધું કે હવે જે પ્રોસેસ કરવાની હોય તે અત્યારે જ કરી દેજો. એમાં વાર કરવી નથી, સામેવાળા ના જવાબ ની પણ રાહ જોવી નથી, સોનાલી ને ખબર હતી પોતાના માં –બાપ ના સ્વભાવ ની તે કોઈ ને જલ્દી શબ્દો થી કે વર્તન થી દુઃખી કરી શકતા નહોતા, એટલે સોનાલી એ દબાણ કરી ને જલ્દી કરાવવું જ પડે, સોનાલી બહુ ખુશ હતી,કે એણે આવા નેગેટિવ માણસો સાથે જીવન નહીં જીવવું પડે એ મનોમન ઈશ્વર નો આભાર માનતી કે એણે સોનાલી ને સાચો નિર્ણય લેવાની બુદ્ધિ આપી, નિર્ણય પર મક્કમ રહેવાની અડગતા આપી તે મન વારંવાર થૅન્ક યુ ફીલ કરતી, સોનાલી સ્કૂલ માં ગઈ તો પણ આ થૅન્ક યુ ફિલિંગ તેના મન માં ચાલતી જ રહી આજ નો આખો દિવસ સોનાલી નો ઈશ્વર માટે થૅન્ક યુ ફિલિંગ વાળો રહ્યો હતો. બધું ભૂલી ને સોનાલી રાબેતા મુજબ પોતાની લાઇફ જીવી રહી હતી, હવે મેઘલ ના ફોન પણ સ્ટોપ થઈ ગયા હતા, તેને લાગ્યું કે વચ્ચેવાળા એ વાત કરી દીધી હશે, હવે લાઇફ માં બધું ઓકે હતું, સોનાલી મસ્ત કોઈ પણ જાત ના સ્ટ્રેસ વગર પોતાની લાઇફ જીવી રહી હતી. પણ આ શું ???!!! અચાનક એ દિવસે સાંજે જ્યારે તે સ્કૂલ થી આવી ત્યારે તેની મમ્મી એ કીધું કે મેઘલ ના પપ્પા નો ફોન હતો કે સોનાલી ને છાબ ના કપડા પસંદ કરવા મોકલો અમે એના જ મનગમતા કપડાં લેવા માંગીએ છીએ અને મેઘલ ની મમ્મી એ પણ એવું જ કહ્યું સોનાલી એ ખૂબ જ મોટી અને ગુસ્સાવાળી આંખો સામે તેની મમ્મી સામે જોઈ ને પૂછ્યું તમે સામે શું કહ્યું ? સોનાલી ની મમ્મી એ કહ્યું કે અમે ના પાડી દીધી છે અને ફોન માં ડાયરેક્ટ જ કહી દીધું છે કે અમારી દીકરી ને અનુકૂળ આવતું નથી એટલે સગાઈ નથી રાખવી. સોનાલી ને જવાબ સાંભળ્યા પછી આગળ બહુ ચર્ચા કરવાનું મન થયું નહીં, તે ફટાફટ ચા બનાવી ને પીને પોતાના રૂમ માં ફ્રેશ થવા જતી રહી. બીજા જ દિવસે સોનાલી ના પપ્પા એ તેના ભાઈ ને મોકલી ને રૂપિયો નાળિયેર પણ વચ્ચે વાળા ના ઘરે પહોંચતું કરી દીધું હતું. સગાઈ તોડી જ નાખી હતી, અને એ સંબંધી પણ બીજા જ દિવસે મેઘલ ના પપ્પા ને બોલાવી ને રૂબરૂ વાત કરી ને રૂપિયો નારિયેળ પાછું આપવાના હતા એવી વાત પણ સોનાલી ના ભાઈ સાથે અને ફોન પર સોનાલી ના પપ્પા સાથે કરી હતી. પણ આ શું ???!!! સગાઈ કરાવવા વાળા જે સંબંધી હતા તેના ત્યાં થી મેઘલ ના ઘર ના કંઇ પણ પાછું સ્વીકારવાની ના પાડી ને એ સગાઈ કરાવવા વાળા સંબંધી પાસે મેઘલ ના પપ્પા ખૂબ જ રડવા લાગ્યા, મારા છોકરા ની એકવાર સગાઈ તૂટી ગઈ છે, બીજી વાર તૂટશે તો ત્રીજી વાર કરતા બહુ મુશ્કેલી થઈ જશે અમને, અમારી બદનામી થશે, તમે એ છોકરી ને સમજાવો થોડી સમજફેર થઈ છે, તમે ગમે તેમ કરી સમજાવો હું બે હાથ જોડું, પણ સગાઈ નથી તોડવી, આ ઇમોશનલ પ્રેશર વાળો ફોન રાત્રે સોનાલી ના ઘરે તેમના સંબંધી નો આવ્યો કે મેઘલ ના પપ્પા આજે આવી વાત કરતા હતા, સોનાલી ના ઘર માં તો સન્નાટો છવાઈ ગયો, બધા ડ્રોઈંગ રૂમ માં જ બેઠા હતા,કોઈ કોઈ ની સાથે 2 મિનિટ બોલ્યું જ નહીં. સોનાલી એ મૌન તોડતા પોતાના પિતા ને કહ્યું કે મને એ ઘર માં સાચે જ બહુ ફાવે, પુરુષો તો બધા દિવસે કામ કરવા કે ઓફિસ જતા રહે અને રાત્રે આવે, પણ જેની સાથે મારે આખો દિવસ ઘર માં રહેવાનું છે એ મેઘલ ના મમ્મી સાથે મને સ્વભાવ કે મન કે વિચારો એક ટકા જેટલું પણ મળતું નથી, મને ખરેખર સેટ નહીં થાય, અને એમાં મેઘલ ના મમ્મી ને માટે પણ સારું છે, એમની પણ ઈચ્છા હોય વહુ માટે ની, પોતાના દીકરા ને આટલો મોટો કર્યો હોય તો એમને પણ આશા હોય કે વહુ સાથે મનમેળ ની, સારા જીવન ની, એમનું મને નથી ખબર પણ મને મારી ખબર છે કે હું એમની સાથે સેટ નહીં થઈ શકું, એમનું બધું વધારે નેગેટિવ અને દેશી ટાઇપ નું જડતાભર્યું છે, એમને એમના માં ભળે એવી છોકરી મળી જ જશે, પણ મારે આગળ નથી જ વધવું, જો પરાણે સગાઈ રાખી ને વધીશું તો બંને નું ખરાબ થશે એના કરતા આગળ નથી જ વધવું. સોનાલી ની મમ્મી એ પણ આ વાત માં સંમતિ દર્શાવી, સોનાલી ના પપ્પા પણ આ વાત સાથે અડગ જ હતા, એમનું પણ એવું માનવું હતું કે અત્યારે એ લોકો ઇમોશનલ અને કદાચ વધારે પડતું વિચારી ને દુઃખી થાય છે, પણ બધું બધાને મળી જ રહે. સોનાલી ના ભાઈ પણ મક્કમ હતો તેણે પપ્પા સામે જોઈ ને કહ્યું પાછું આપેલું રૂપિયો નારિયેળ પાછું આપણે લેવાનું થતું નથી, તમે વચ્ચે જે સંબંધી છે એમને કહી દેજો કે મેઘલ ના પપ્પા પાછું ના લેતો નદી માં જઈ ને પધરાવી દેજો, પણ અહીંયા બધું પૂરું થાય છે, આગળ વાત કરવાની થતી નથી. ઘર માં બધાનો એક જ મત અને એક જ વિચાર હતો. બધા શાંતિ થી વાત કરી છૂટા પડ્યા સોનાલી નો ભાઈ તેના ભાઈબંધ સાથે બહાર ગયો, સોનાલી ઉપર પોતાના રૂમ માં ગઈ, તેણે બહુ જ હળવાશ અને હાશકારો અનુભવ્યો હતો, તે ધીમા અવાજે પોતાની ફેવરીટ ગઝલ સાંભળતી અને બહાર અગાશી માંથી ઠંડો પવન અનુભવતી શાંત, શાંત વાતાવરણ ને પોતાના મન માં જાણે ભરી રહી હતી. લગભગ 10 દિવસ થઈ ગયા હતા આ વાત ને ત્યાં તો વચ્ચે વાળા સબંધી નો સોનાલી ના પપ્પા પર ફોન આવ્યો કે મેઘલ ના પપ્પા એમના બીજા 2 –3 માણસો ને લઈ ને તેમના ઘરે ગયા હતા અને 3 થી 4 કલાક સુધી ચર્ચા ચલાવી હતી અને ત્યારે પણ તે ખૂબ જ રડ્યા કે છોકરી ને સમજાવો કે સગાઈ ના તોડે, તેને અમે સાચવીશું, બસ એ છોકરી મેઘલ ની મમ્મી ની સામું જોઈને નિર્ણય ના કરે એને સમજાવો, સોનાલી ના પપ્પા એ ફોન માં બધી જ વાત સાંભળ્યા પછી કહ્યુ હતું કે તે સોનાલી ને ફોર્સ નહીં કરે અને કોઈ ને કરવા પણ નહીં દે સગાઈ અમારા તરફ થી તૂટેલી જ છે એમને માનવું હોય તો મને ના માનવું હોય તો નહી, સ્પષ્ટતા કરી ને સોનાલી ના પપ્પા એ ફોન મૂક્યો. હવે ઘર માં પણ આ બાબત ની કોઈ ચર્ચા કરતું નહીં, બધા એવી જ રીતે રહેતા જાણે કંઇ બન્યું જ નથી.