Amidst the whirlwinds of doubt - 11 in Gujarati Women Focused by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 11

Featured Books
Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 11

આજે અઠવાડિયા ની શાંતિ પછી ઘર માં ફરી ગુસ્સાભર્યું વાતાવરણ હતું, વાત જ એવી હતી, વચ્ચે સગાઈ કરાવી હતી એ વ્યક્તિ નો સોનાલી ના પપ્પા પર ફોન હતો કે મેઘલ ના પપ્પા એક વાર બધા સાથે મિટિંગ કરી ને વાત કરવા માંગે છે પછી સગાઈ તોડવી હોય તો ભલે તોડે એવું દબાણ છેલ્લા અઠવાડિયા થી વચ્ચે વાળા ને કરે છે તો એક વાર મિટિંગ કરી લો એના જવાબ માં સોનાલી ના પપ્પા એ હા પાડી હતી, આજે આખું ઘર સોનાલી ના પપ્પા પર આ વાતે ગુસ્સે હતું કે તમે સહમત થયા જ કેમ? તમે હા પાડી જ કેમ ?? સામે સોનાલી ના પપ્પા નો તર્ક એવો રહેતો કે આપણે ના જ પાડવી છે પણ સામે છોકરા ની અને એના પપ્પા ની ઈચ્છા છે તો ભલે એકવાર મળી ને સગાઈ તોડે, એમ પણ છોકરો અતિ જિદ્દી લાગે છે, ક્યાંક તણાવ માં આવી ને છોકરો કોઈ આડું અવળું પગલું ભરે અને એના માં –બાપ ને સહન કરવું પડે એના કરતાં ભલે ને છેલ્લી વાર મળી ને તોડે, આપણે નથી જ રાખવાની સગાઈ, આપણે ક્યાં એમને મળવા જઈએ છીએ, એમણે આવવાની અને છેલ્લીવાર મિટિંગ ની જીદ લીધી છે ક્યાં આપણે કઈ કરીએ છીએ, સોનાલી, એનો ભાઈ અને મમ્મી બધા તેના પપ્પા ના વિરુદ્ધ માં અને ગુસ્સે હતા, વાત એક જ હતી કે અત્યારે જ ફોન કરી ને ના પાડી દો કે મારા ઘર માં બધા જ ના પાડે છે એટલે છેલ્લી મીટિંગ પણ નથી કરવી, અને એ બાબતે કોઈ જ સહમત નથી, એટલે મીટિંગ કરવી પણ નથી, સોનાલી ના પપ્પા બસ એક જ વાત કરતા કે એ મેઘલ સોનાલી ને ભૂલતો નથી, ક્યાંક ખોટું પગલું ભરે એના કરતાં ભલે છેલ્લી મીટિંગ કરી લેતા પછી તો એ અને એના માં –બાપ પણ સગાઈ તોડી નાખશે અત્યારે એ આપણો નિર્ણય સ્વીકારી નથી શકતા, મિટિંગ પછી સ્વીકારી લેશે, ઘર માં ઉગ્ર ચર્ચા એ ઝઘડા નું સ્વરૂપ લઈ લીધું હતું, એક બાજુ સોનાલી, એનો ભાઈ અને મમ્મી ના પાડતા બીજી તરફ સોનાલી ના પપ્પા સંત બની લોકો નું વિચારી ને નિર્ણય લેતા, ખૂબ જ ઉગ્ર બોલાચાલી કરીને સોનાલી નો ભાઈ જાળી પછાડી ને ઘર ની બહાર નીકળી ગયો, સોનાલી પણ જોર થી પગ પછાડતી પોતાના રૂમ માં જતી રહી, એના પપ્પા સાથે ઘર માં કોઈ જ બોલતું નહીં, સામું જોવે તો પણ ગુસ્સા માં જ જોતા, પણ સોનાલી ના પપ્પા પોતાના જ વિચારો માં મક્કમ હતા કે ભલે છેલ્લી એકવાર મિટિંગ કરી લે છોકરો જીદ માં આવી ને કોઈ ખોટું પગલું ન ભરે અને કોઈ માં બાપ ને સહન ન કરવું પડે, છેલ્લી મીટિંગ કરશે તો એ "ના" ને સ્વીકારી લેશે. આમ ને આમ 3 દિવસ થઈ ગયા ઘર માં કોઈ સોનાલી ના પપ્પા સાથે વાત કરતું નહોતું, અને શનિવારે સાંજે વચ્ચે સગાઈ કરાવી હતી એ સંબંધી નો તેના પપ્પા પર ફોન આવ્યો કે તેઓ મેઘલ ના પપ્પા સાથે આવતી કાલે સવારે 10:00 વાગ્યા સુધી માં તેમના ઘરે વડોદરા પહોંચી જશે, જેવી સોનાલી ના પપ્પા એ ઘર માં વાત કરી કે આવતીકાલે મીટિંગ માટે આવશે ઘર માં બધાએ જાણે સાંભળ્યું જ નથી એવી રીતે જ રાખ્યું સોનાલી ની મમ્મી રસોડા માં કામ કરતી હતી, સોનાલી અને એનો ભાઈ જમવા બેઠા હતા સોનાલી ના પપ્પા એ બીજી વાર રીપીટ કર્યું પણ કોઈ એ સાંભળ્યું જ ના હોય કોઈ ને કઈ જ ફેર પડતો ન હોય એવી રીતે જ ત્રણેય ના રીએકશન રહ્યા, ગુસ્સા થી મન માં જ બોલતા બોલતા સોનાલી ના પપ્પા ઉપર ડ્રોઈંગ રૂમ માં જતા રહ્યા, એમ પણ એમની સાથે ઘર માં છેલ્લા ચાર દિવસ થી બધાની કિટ્ટા હતી કોઈ કઈ બોલતું નહીં, સાંભળતું નહીં કે સામે જવાબ આપતું નહીં, સોનાલી એ જમી લીધું એટલે એ ભાખરી બનાવવા લાગી અને મમ્મી ને જમવા બેસાડ્યા તેનો ભાઈ જમીને બહાર નીકળી ગયો સોનાલી તેનું કામ પતાવી ને ઉપર પોતાના રૂમ માં જતી રહી, આજે તે બહુ અપસેટ હતી, જેનાથી મુક્ત થવાથી એ ખુશ હતી એણે વિચાર્યું પણ નહોતું કે ફરી એકવાર મળવું પડશે, એને સાચે જ એના પિતા ઉપર ગુસ્સો આવતો હતો, અગર મેઘલ કંઇ ખોટું પગલું ભરે તો એના માં –બાપ ના સંસ્કાર એમાં આપણે શું? સગાઈ તો બંને પક્ષે તૂટે બંને ને સરખું દુઃખ થાય, પણ સોનાલી ના મન માં કોઈ દિવસ એવા વિચારો નહોતા આવતા કે પોતાના માં –બાપ ને પણ એવી અસુરક્ષિતતા નહોતી અનુભવવી પડતી આ એમના સંસ્કાર અને એમનો ઉછેર હતો, મેઘલ ના માં –બાપ નું એ જાણે એમણે જેવી રીતે ઉછેર્યા હોય અને સંસ્કાર આપ્યા હોય એ જ એની અંદર હોય આટલી સરળ અને સહજ વાત પોતાના પિતા કેમ નહોતા સમજતા સોનાલી ને આ વાત ઉપર ખૂબ ગુસ્સો પોતાના પિતા પર આવતો. એ સૂતા સુતા વિચાર કરતી કે આના કરતાં સારું થાત એ મેઘલ ને ક્યારેય મળી જ ન હોત, સોનાલી ને હજાર વિચાર આવતા કે મેઘલ "ના" સ્વીકારી શકતો નથી કદાચ એના જીવન માં કારકિર્દી કે સંબંધો માં કોઈ દિવસ "હાર" આવે તો એ ના જ સ્વીકારી શકે, વિપરીત પરિસ્થિતિ નો સામનો એ ના જ કરી શકે સ્વાભાવિક છે કે સગાઈ ને હજુ થોડા મહિના થયા છે, એવું પણ નહોતું કે પહેલા બંને વચ્ચે લવ હતો, સમાજ માં જ એરેન્જ સગાઈ થઈ હતી, સગાઈ પછી પણ કઈ એટલી રોમેન્ટિક વાતો કે રોમાન્સ થયો નહોતો, શરૂઆત થી જ મેઘલ ની મમ્મી ની બિચારા બનવાની માનસિકતા દેખાઈ આવી હતી, એટલે ત્યાં થી જ આગળ નહીં વધવામાં શાણપણ સોનાલી ને દેખાતી એટલે એણે ક્યારેય મેઘલ રોમેન્ટિક વાત કરે તો પણ બહુ રિસ્પોન્સ કર્યો નહોતો, સોનાલી રાત્રે સુતા સુતા વિચારતી એક એક ઘટના તેની આંખો સામે થી પસાર થતી દરેક વખતે થયેલી વાતો અને શબ્દો જાણે પસાર થતા, એવી એક પણ હૃદયસ્પર્શી , લાગણીભીની યાદ નહોતી કે એવી રોમેન્ટિક ઘટના કે શબ્દો નહોતા, કે જેનાથી મેઘલ પોતાની પાછળ આટલો પાગલ થઈ જાય કે સોનાલી એ"ના" સ્વીકારી ન શકે અને સગાઈ રાખવા માટે પોતાના પિતા ને કહી આટલું દબાણ કરે, એવું ખાસ સોનાલી ને કઈ દેખાતું જ નહોતું. હા સોનાલી ને લખવું ગમતું એટલે જ્યાર થી સગાઈ થઈ તે મેઘલ ને ક્યારેક કવિતા તો ક્યારેક ગઝલ કે પછી શાયરી ઓ જાતે બનાવી ને લખી ને મોકલતી આના થી વિશેષ તો કઈ હતી જ નહીં સોનાલી ને એ પણ નોર્મલ જ લાગતું એમાં શું બધી છોકરીઓ પોતાના ફિયાન્સ ને કઈ ને કઈ લખી ને મોકલે જ એમાં પણ કઈ ખાસ નહોતું, સોનાલી ના વિચારો માં એવી કોઈ જ વિશેષ કે ખાસ યાદ આવતી નહોતી કે જેનાથી મેઘલ "ના" ન સ્વીકારી શકે એવું ખાસ કારણ જ નહોતું તો પછી આટલા ધમપછાડા મેઘલ અને એના પપ્પા કેમ કરે ? એ ખરેખર સોનાલી ની સમાજબહાર રહેતું, સોનાલી ના વિચારો મેઘલ ના પપ્પા ના વર્તન ને જોતા, એને બહુ જ અજુગતુ લાગતું, કદાચ સામે વાળા "ના" પડે તો એ "ના " ને સ્વીકારવી જોઈએ એવું એ મેઘલ ને કેમ નહોતા સમજાવતા, ઊલટાનું એ રડતા કે સગાઈ ના તોડો, પોતાના દીકરા ને સમજાવવાની જગ્યા એ દીકરા ની જીદ ને કેમ સપોર્ટ કરતા હશે? સોનાલી ની આ સમજબહાર થઈ જતું, મેઘલ ની જગ્યા એ કદાચ સોનાલી હોત તો એના માં–બાપ સોનાલી ને જ પોઝિટિવ સમજાવી દે અને સામે વાળા એ પાડેલી " ના" નું કેવી રીતે સન્માન કરવું એ પણ શીખવાડી દે, "ના" પણ સન્માન થી સ્વીકારાય એ જીવન માં ઉતારી દે અને આ મેઘલ ના પપ્પા માં આવા કોઈ જ વિચારો સોનાલી ને દેખાતા નહીં, મેઘલ કરતાં વધારે જીદ અને ધમપછાડા મેઘલ ના પપ્પા કરતા હોય એવું લાગતું હતું, જે હોય તે એમ મન ને મનાવી સોનાલી સૂઈ ગઈ, એમ પણ એણે ક્યાં એનો નિર્ણય બદલવાનો હતો, એમની રીતે આવી ને જતા રહેશે. સોનાલી વિચારતા વિચારતા ક્યારે સૂઈ ગઈ ખબર ન રહી. સવારે ઉઠી ને સોનાલી ફ્રેશ થઈ આમ તો તે રવિવારે થોડી મોડી 7 :00 વાગ્યે ઉઠતી અને ટ્યુશન માં રજા રાખતી એટલે આરામ થી ઊઠી ને ફ્રેશ થઈ ને પોતાની ચા પણ અગાશી માં ખુરશી માં બેસી આજુ બાજુ વાવેલા ગ્રીન છોડ ને જોતી અને સવાર ના કૂણા તડકા ને અને ચા ને પોતાના ફ્રેશ મૂડ સાથે ક્યાંય સુધી એન્જોય કરતી પણ આજે થોડી વહેલી ઉઠી હતી મમ્મી ને કામ માં મદદ કરી શકે એના માટે કેમ કે એ બરાબર જાણતી હતી કે મીટિંગ માં મમ્મી નું હોવું જ જરૂરી છે, તેના પપ્પા સાથે મમ્મી નું આ ઘડી એ હોવું કેટલું જરૂરી છે તે સોનાલી જ જાણતી હતી, એ એની મમ્મી ને મેઘલ ના પપ્પા આવે એ પહેલા બધા જ કામોથી ફ્રી કરી નાખવા માગતી હતી જેથી એ બરાબર ઊભા થયા વગર એ લોકો ની મિટિંગ માં ધ્યાન આપી શકે. લગભગ 10 :45 થઈ ત્યાં એ લોકો આવ્યા, એટલે મમ્મી –પપ્પા એ આવકાર્યા પણ સોનાલી તો ફાટી આંખે જોઈ જ રહી વાત તો ખાલી સગાઈ કરાવવા વાળા સબંધી અને મેઘલ ના પપ્પા ની જ થઈ હતી પણ આ શું ???!!! મેઘલ પણ એના પપ્પા ની સાથે આવ્યો હતો અને બીજા 2 વ્યક્તિ ઓ પણ હતા જે મેઘલ ના પપ્પા ની સાથે હતા, સોનાલી એ પહેલીવાર જોયા હતા, મેઘલ ના પપ્પા એ બેસતા વેંત જ ચોખવટ કરી કે મેઘલ ની મમ્મી પણ આવવાનું કહેતા હતા પણ અમે ના પાડી કે બધા જઈ એ સારું ન લાગે એટલે એમને ઘરે રાખ્યા, અહો આશ્ચર્યમ!!!! સોનાલી ને તો આ કલ્પના બહાર જ હતું, ચા પાણી કરી ને થોડી જનરલ વાતો કરી ત્યાં મૂળ મુદ્દા પર આવ્યા, સોનાલી સ્પષ્ટ પણે નીચે બધી જ વાતો સાંભળી શકતી હતી, સોનાલી એ જોયું એના મમ્મી આવતા જતા રહેતા થોડું બેસતા પછી બહાર આવતા એમ કરતાં પણ ફુલ ફોકસ એ પપ્પા પર રાખતા, જેથી પપ્પા નું ફોકસ બીજા ના દુઃખ દર્દ પર ના જાય, અને પોતાના પર ટકી રહે.સોનાલી નીચે સાંભળી રહી બહુ જોરદાર રીતે તેમની સાથે આવેલા વ્યક્તિઓ મેઘલ ના પપ્પા ના દુઃખ દર્દ કહેતા હતા, સગાઈ રાખવા માટે સમજાવી રહ્યા હતા, સોનાલી ના પપ્પા એક જ વાત કહેતા કે મારી દીકરી ની ઈચ્છા નથી એટલે હું આગળ નહીં જ વધુ મને માફ કરો, તમને પણ આના કરતાં વધારે સારું મળે અમે ભગવાન ને પ્રાર્થના કરીશું, પણ સવાલ મારી દીકરી નો છે એટલે એની ઈચ્છા વિરુદ્ધ અમે દબાણ નહીં કરીએ, તમે જેટલું જલ્દી સ્વીકારી લેશો એટલું જ સારું છે, મેઘલ ના પપ્પા એ આ વાત સાંભળીને ત્યાંજ રડવાનું ચાલુ કરી દીધું, સોનાલી ના પપ્પા એ હિંમત આપી કે તમે થોડી હિંમત રાખો, અરે આતો સગાઈ છે લોકો ના છૂટાછેડા થાય તો નવેસર થી બીજું જીવન ચાલુ કરે આ તો માત્ર સગાઈ છે, આમાં આમ રડાય નહીં, તમે રડો તો દીકરા ને શું હિંમત અને પોઝિટિવિટી આપશો લગભગ ત્યાં બેઠેલા બધા એ આવી રીતે જ હિંમત આપી ને છાના રાખ્યા, સોનાલી ની મમ્મી એ સોનાલી પાસે પાણી મંગાવ્યું સોનાલી ઉપર પાણી આપવા ગઈ તો સોનાલી ને એ દ્રશ્ય જોઈ ને જ આઘાત જેવું લાગ્યું, મેઘલ સામે જ બેઠો હતો, સોનાલી જોતી જ રહી, નીચે આવી ને સોનાલી વિચારતી હતી કે જો તે મેઘલ ની જગ્યા એ હોય તો પોતાના પિતા ની આંખ માં એક પણ આંસુ ન આવવા દે ઉપર થી એ વિશ્વાસ થી એવું કહે કે પપ્પા જવા દો ખરેખર એ આપણા જેવા સારા ને લાયક નથી સોનાલી ક્યારેય પોતાના પિતા ને આ રીતે બધાની વચ્ચે રડવા તો ન જ દે એ પણ માત્ર પોતાની જીદ માટે ક્યારેય નહીં. પણ મેઘલ શાંતિ થી બેઠો હતો સોનાલી એ અનુમાન કર્યું કે કદાચ મેઘલ એ ઘર માં જીદ રાખી હશે કે તમારા જ કારણે સગાઈ તૂટી રહી છે તો તમે જ સગાઈ તૂટતી અટકાવો, આવું અનુમાન સોનાલી એ દ્રશ્ય જોઈ ને બાંધી રહી હતી, પણ ખરેખર એવું હતું જ નહીં એણે વારંવાર મેઘલ ને એક જ વાત કહી હતી કે પોતે સેટ નહીં થઈ શકે એનો ઉછેર અને એના ઘર નું વાતાવરણ અલગ છે એણે ક્યારેય કોઈ નો દોષ કાઢ્યો જ નહોતો, તો પછી આમ કેમ ? સોનાલી રસોડા માં રસોઈ કરતી વિચારો કરતી હતી ત્યાં જ પાછળ થી સોનાલી ની મમ્મી એ આવી ને કીધું કે મેઘલ કુમાર તારી સાથે છેલ્લી વાર એક મીટિંગ કરવા માંગે છે તું તૈયાર થઈ ને એમને બહાર લઈ જા, સોનાલી તૈયાર થયા વગર જ ચપ્પલ પહેરી ને ઊભી રહી, એને તૈયાર થવાનું મન જ નહોતું, સોનાલી ના બાઈક ની ચાવી એણે મેઘલ ને આપી, મેઘલે બાઈક શરૂ કર્યું, સોનાલી પાછળ બેસી રસ્તો બતાવતી હતી તે ઘર ના એકદમ નજીક આવેલ ગાર્ડન માં લઈ ગઈ, એક બાકડા પર તે બંને બેઠા હતા , સોનાલી ને વાત કરવાનો કોઈ જ મૂડ નહોતો, થોડીવાર પછી મેઘલે જ વાત શરૂ કરી, વાત ની શરૂઆત માં જ મેઘલ એ કહ્યું શું કરવા આટલું લાંબુ ખેંચે છે ?? સોનાલી એ ગુસ્સા થી મેઘલ સામું જોઈ ને જવાબ આપ્યો કે મેં તો ક્યારનુંય ફુલ સ્ટોપ મૂકી દીધું છે, બસ સોનાલી ના આ જવાબ થી એક પછી એક સવાલ જવાબ બંને વચ્ચે થવા લાગ્યા લગભગ 1 કલાક પછી સોનાલી એ બે હાથ જોડી ને ના પાડી કે મને ભૂલી જાવ હું આગળ વધવા નથી જ માંગતી સામે પક્ષે મેઘલ તૈયાર નહોતો, એ બસ એક જ વાત કહેતો કે એને પહેલી નજર નો પ્રેમ સોનાલી સાથે થયો હતો, એણે જ્યારે પહેલી વાર જોઈ સોનાલી મેઘલ ને ખૂબ જ ગમી ગઈ હતી, ફર્સ્ટ ઇન્ટરવ્યુ પણ નહોતું થયું મેઘલ એ સોનાલી ને પહેલી જ નજર માં લાઇફ પાર્ટનર તરીકે પસંદ કરી લીધી હતી, પણ સોનાલી વારંવાર કહેતી કે એને કોઈ જ પ્રેમ નથી થયો હજુ સુધી, જો પહેલી નજર નો પ્રેમ હોય તો બંને ને થાય, પણ સોનાલી ને નથી એવી કોઈ જ લાગણી, એ સ્પષ્ટ કરી ને થાકી ગઈ, પણ મેઘલ એની વાત પર જ હતો,કે લગ્ન કરીશ તો તારી સાથે નહિંતર કોઈ ની સાથે નહીં, મે મારા ઘર માં પણ આ કહી દીધું છે, સોનાલી ને હવે સાચું કારણ સમજાયું કે મેઘલ ના પપ્પા કેમ સગાઈ તોડવાની વાત ને લઈ ને રડતા હતા, સોનાલી એક જ વાત પર અડગ હતી કે એને એવો કોઈ જ પ્રેમ નથી થયો મેઘલ સાથે પણ નહીં કે બીજા કોઈ સાથે પણ નહીં એણે મેઘલ ને કહ્યું કે પ્રેમ માં એક ફિલિંગ હોય કે જેને પ્રેમ કરીએ એ લાઇફ માં હેપી રહે, પણ આવી જીદ ન હોય કે જબરદસ્તી ન હોય આ પ્રેમ નથી આ ઇગો છે, મેઘલ પોતાની જ એક ની એક વાત કર્યા કરતો, સોનાલી પણ એક જ વાત પર રહેતી કે એને સગાઇ નથી રાખવી, લગભગ 2 થી અઢી કલાક ની માથાકૂટ પછી બંને પોતાની વાત પર અડગ હતા, અને ઘરે પાછા આવ્યા, સોનાલી ઘરે આવી તો તેની મમ્મી એ બધા મહેમાન ને જમાડી દીધા હતા, તેની મમ્મી એ મેઘલ ને અને તેના ભાઈ ને પણ જમવા બેસાડી દીધા, બધા જમી રહ્યા અને ઉપર રૂમ માં બેઠા હતા, ચર્ચા એક જ ચાલતી કે એક ચાન્સ આપો પછી જો તમારી દીકરી ને ના ફાવે તો અમે બીજી વાર આવી રીતે નહીં આવીએ અમે સ્વીકારી લઈશું, સોનાલી ને આ વાક્ય સાંભળી ને જ ગુસ્સો આવતો કેટલી બધી જબરદસ્તી કરે છે, આ તે કઈ રીત છે? બપોર 4 વાગ્યા એટલે ચા બનાવી બધાને સર્વ કરી હવે જવા માટે બધા વિદાય લેવા લાગ્યા ત્યારે જ મેઘલ ના પપ્પા એ એક થેલી માંથી બધી જ વસ્તુ અને સાથે રૂપિયો નાળિયેર ટીપોઇ પર મૂક્યું જે સોનાલી નો ભાઈ પાછું આપી આવ્યો હતો, આ જોઈ ને સોનાલી ના મમ્મી અને પપ્પા એ બે હાથ જોડ્યા અમને માફ કરો અને પાછું લેતા જાવ અમારી દીકરી ની ઈચ્છા વિરુદ્ધ અમે સગાઈ કે લગ્ન એના નહીં જ કરીએ તમે સમજો એ વારંવાર કહેતા રહ્યા , અને પાછું એમના હાથ માં પકડાવી દીધું, મેઘલ ના પપ્પા એ બધી જ વસ્તુ ટીપોઇ પર પાછી મૂકી સડસડાટ નીચે ઊતરી ને બહાર નીકળી ગયા, એમના ગયા પછી ઘર માં એક જ ચર્ચા થઈ કે આટલી બધી જબરદસ્તી કરાય જ કેવી રીતે ?? એ પણ સગાઈ જેવી સંવેદનશીલ બાબત માં જેની સાથે બે પરિવાર નિ આખી જિંદગી જોડાયેલી હોય.