માહી તેના રૂમમાં બેઠી છે. તેની પાસે સાઇના આવી છે. માહીના ઘરે અલગ સન્નાટો છે. સાઇના જીદની સાથે કમ્પ્યુટર પર કામ કરતી હતી. એ વાત માહીને ખબર હતી. જીદે માહીને સાઇના અને નયનની વાત પણ કરી હતી. સાઇનાના હાથમાં એક ટપાલ હતી. માહી હવે વાતને આગળ વધારતા બોલી. “હાતો સાઇના તારો કેહવાનો મતલબ છે કે, તારા પ્રેમી નયનને સ્નેહા કેશની જાણ હતી. જેથી, તેને તને મૂકીને ગુજરાત જવું પડ્યું?”
સાઇનાએ માથું હામાં ધુણાવ્યું.
“મતલબ કે જીદને આપણી કંપનીમાં લાવવી એ એક સમજી વિચારેલી ચાલ હતી?”
સાઇનાએ ફરી માથું ધુણાવ્યું. “હા”
“અને આજે આપણી સાથે આ, જે કંઈ થઈ રહ્યું છે. તેની જિમ્મેદાર હું છું?” માહીના આંખમાં આંસુની ધાર વેહવાં લાગી.
સાઇના એકદમથી અચકાતી બોલી. “ના માહી એના માટે તું ખુદને દોષી ન માન. તને આ વાતની બિલકુલ જાણ જ નહતી.”
“પણ જે થયું એતો મારા લીધે જ થયુને...!”
એ સમયે વિનય અને રોમ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમને આ વાત સાંભળી લીધી. એટલે વિનય બોલ્યો. “જે થયું એને સુધારવાનો મોકો હજું પણ છે.”
અચાનક આવી પોહચેલા વિનય અને રોમને જોઈ માહી અચંબિત થઈ ગી. પછી એક નિસાસો છોડીને બોલી. “મોકો?”
“હજું જીદ જીવતી છે અને તેને કંઈ નહીં થાય.” રોમ બોલ્યો.
વિનયે સાઇના તરફ જોયું અને તેના હાથમાં ટપાલ જોઈ બોલ્યો. “તમારા હાથમાં શું છે?”
“તેમાં સ્નેહા કેસનું સબૂત છે.” માહી બોલી.
સાઇનાએ તે ટપાલ વિનયના હાથમાં મૂકી.
“પ્રિય સાઇના હું નયન. કદાચ તને ઠેશ પોહચડવામાં મે કોઈ કસર નથી છોડી. પરંતુ, આ બધું અચાનક થયું. જયારે હું ગુજરાત જવાં નીકળ્યો. ત્યારે રાતના સમયે બે ત્રણ માણસો એક કાર લઈને એકદમથી નાની ગલીમાં વળ્યાં. તે કારમાં એક પુરુષ, સ્ત્રી અને બાળક હતા. જેમના મોંઢા બાંધીને રાખ્યાં હતાં. હું આ બધું ગલીના ખૂણેથી જોઈ રહ્યો હતો. જેમાં સૌ પેહલા બાંધેલા મોંઢે જ એક કેસરી ટીશર્ટ વાળો યુવાન તે પુરુષને ગાડીની બહાર કાઢી ગળે ચપ્પુ મારી ત્યાંજ એક કોથળામાં પૂરી એમ્બ્યુલન્સમાં નાંખી દીધો. પછી બીજા બે માણસે તે સ્ત્રીને ગાડીમાંથી બહાર કાઢી અને તેના મોંઢેથી પટ્ટી કાઢી.”
વિનયે ટપાલનું પત્તું ફેરવ્યું.
“તે સ્ત્રીએ બંને હાથ જોડયા અને રડતા અવાજે બોલી. મારી દીકરીને છોડી દો. એનો કોઈ કસુર નથી.
એટલે કેસરી ટીશર્ટવાળો બોલ્યો. કસુર તારા પતિનો પણ ન હતો. કસુર માત્ર તારો જ છે. જે ભોગવશે એ બધાં.
તને એમ કે તું પોલીસ સાથે મળીને આ વાતની જાણ કરીશ. હવે તારા પરિવારને કોણ બચાવે છે એ હું પણ જોવું.
પાછળથી એક માણસ આવ્યો. તેના હાથમાં નાની બાળકી હતી. તેને એ નાની બાળકીના ગળે હાથ ફેરવ્યો અને તે રડતી બાળકી એકદમથી ચૂપ થઈ ગઈ. મને અંધારામાં બદ્ધુ સરખું ન દેખાયું પણ થોડી જ વારમાં તેના ગાળામાંથી લોહીની ધાર વેહવા લાગી અને આ જોઈ મારી આંખો ફાટી ગઈ, મારી રાડ ક્યારે નીકળી ગઇ તેની મને જ જાણ ન રહી. તે લોકો મને જોઈ ગયાં એટલે હું ત્યાંથી એકદમ ભાગ્યો અને નીકળી ગયો.
હું સમયે એરપોર્ટ ન પોહચી શક્યો અને અહીંયા કલકત્તામાં જ ફસાઈ ગયો.
વિનયે ટપાલનું એક પત્તું નીચે મૂક્યું અને બીજું પત્તું વાંચવા લાગ્યો.
“થોડા દિવસોબાદ મેં તે સ્ત્રીનો ફોટો છાપામાં જોયો. જેમાં તેનું નામ સ્નેહા લખ્યું હતું. આટલો સમય છુપાવા છતાં તેઓએ મને શોધી કાઢ્યો અને માથા પર બંદૂક રાખી મને મારવા જ જઈ રહ્યા હતાં કે, બે ઓફિસર ત્યાં આવી પહોંચ્યા જેમના ડરથી તેઓએ મને શૂટ ન કર્યો. જતાં જતાં મને કહેતા ગયા અહીંયાથી ચાલ્યો જા અને ફરી પાછો ન આવતો. જો ફરી અહીંયા કોઈ સાથે જોયો તો એને પણ મારી નાખવામાં આવશે. એટલે પછી મજબૂરીમાં મારે તને ખોટું કેહવુ પડ્યું. જેથી, એ લોકો તને નુકશાન ન પોહચાડે. જો મને માફ કરી શકે તો મને ફરી ટપાલ મોકલજે. તારો અને ફક્ત તારો જ નયન.
ગળે ખંજવાળતો રોમ ટપાલની છેલ્લી લાઈન બોલ્યો. “તારો અને ફકત તારો જ નયન. ઓહ... પ્રેમી પંખીડા.”
વિનયે પેહલા રોમ તરફ જોયું પછી માહીને કહ્યું. “માહી તું અને સાઇના રોમ સાથે તમારી ઓફિસે જઈને સ્નેહના કમ્પ્યુટરને ચેક કરો.”
“વિનય તું ક્યાં જાય છે?” રોમ બોલ્યો.
“હું ત્યાં જવ છું જ્યાંથી આ આદમની કહાની શરૂ થઇ.”
માહી બોલી. “મતલબ!”
“ચંદ્રમંદિર.” વિનય બોલ્યો.
વિનયની વાત સાંભળી રોમે તેને જીદની પુસ્તક ગાડીમાં મૂકી છે તે યાદ અપાવ્યું.
***