Mr. Bitcoin - 22 in Gujarati Classic Stories by Divyesh Labkamana books and stories PDF | મિસ્ટર બીટકોઈન - 22

Featured Books
Categories
Share

મિસ્ટર બીટકોઈન - 22


      પ્રકરણ:22

     "અરે બેટા હવે તો કહે થયું છે શું? તું આજે પહેલીવાર આટલો ટેંશનમાં લાગી રહ્યો છું" મહેશભાઈએ કહ્યું.

      "અરે પપ્પા શુ કહું વાત જ એવી છે,થોડી વાર પહેલા કૈલાશનો કોલ આવ્યો હતો.તેને કહ્યું કે થોડીવાર પહેલા ઓફીસ પર પોલીસ આવી છે અને તાપસ કરી રહી છે" રુદ્રાએ કહ્યું

      "પણ શેની?" મહેશભાઈએ પૂછ્યું.

        "અરે પપ્પા તેમનું કહેવું એવું છે કે મારા બીકોઈન વોલેટમાંથી એક હજાર કરોડનું ટ્રાન્સફર એક ટેરરેરિસ્ટ ઓર્ગેનાઇઝેશન વોલેટમાં થયું છે"

        "વૉટ એવું કઈ રીતે બની શકે?"

        "હું પણ એ જ કહું છું કે એવું કંઈ રીતે બની શકે.આપણે તો છેલ્લા થોડાક દિવસથી આ જમીનના મામલામાં પડ્યા છીએ તો મેં વોલેટ ખોલ્યું જ નથી."

       "તો બીજુ કોણ કોણ આ વોલેટ ખોલી શકે છે?"

      "ના બીજા કોઈ પાસે એ એક્સેસ નથી"

       "તો કઈ રીતે કોઈ આ ટ્રાન્ઝેક્શન કરી શકે?"

        "અરે પપ્પા કોઈ ટ્રાન્ઝેક્શન થયું જ નથી. મેં અત્યારે જ મારું વોલેટ ચેક કર્યું તેમાંથી કોઈ પાંચસો બીટકોઈનનું ટ્રાન્જેક્શન નથી" રુદ્રાએ કહ્યું

        "તો હવે શું કરવાનું છે?"

        "મેં આપણા વકીલને કોલ કર્યો છે.તે આવી રહ્યા છે ઓફિસે,અરે ઓલરેડી પહોંચીજ ગયા હશે" રુદ્રાએ કહ્યું.

          થોડીવાર ગાડીમાં શાંતિ છવાઈ. રોલ્સ રોયલ્સ સડક ઉપર પાણીની જેમ રેલાઈ રહી હતી. રુદ્રા અત્યારે બની શકે એટલી ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો. રુદ્રાની ગાડી જ્યારે ઓફીસ આગળ પહોંચી ત્યારે તેને નોટિસ કર્યું કે તેની ઓફીસ બહાર ત્રણ પોલીસજીપ અને એક મીડિયાની ગાડી પડી હતી. ત્યાં એ સિવાય પણ લગભગ ઘણા કર્મીઓ હતા.રુદ્રા અને મહેશભાઈ નીચે ઉતાર્યા.

       "ઓહ..હો આ આપણી પહેલા તો મીડિયા વાળા પહોંચી જાય છે.આખો દિવસ શુ નવરા જ હોય છે?" મહેશભાઈએ ગુસ્સામાં કહ્યું.

       "પપ્પા કામ છે એમનું,તમે એમની સામે કશું બોલતા નહીં.પોલીસ જે પૂછે એ જ જવાબ આપજો બાકી હું જ વાત કરીશ"

        "ઠીક છે." મહેશભાઈએ કહ્યું અને આગળ વધ્યા.

        રુદ્રા ઓફીસ પણ કોઈ ફાઈવ સ્ટાર હોટેલથી ઓછી ન હતી. ત્યાં એક ભવ્ય ગેટ હતો અંદર જવાનો. ત્યાં બોડીગાર્ડ ઉભા હતા. તેમને જરૂર ન હતી એ લોકોને અંદર જવાથી રોક્યા હતા. રુદ્રાને જોઈને મીડિયાકર્મીઓ કોઈ તરસ્યાને કૂવો મળ્યો હોય એ રીતે ભાગ્યા હતા.

       "મિસ્ટર રુદ્રા આ પોલીસ દ્વારા કહેવામાં આવતી વાત શુ સાચી છે?" એક લેડી કર્મીએ પૂછ્યું 

        "ના બિલકુલ એ ખોટું છે. હું બે દિવસથી કોઈ પર્સનલ કામમાં હતો મેં મારું વોલેટ ખોલ્યું સુધ્ધા નથી અને મેં ચેક કર્યું છે તેમાં હજાર કરોડનું કોઈ ટ્રાન્જેક્શન થયું નથી.હું તમને બતાવી પણ શકું છું કે તેમાં કોઈ 500 બીટકોઈનનું ટ્રાન્ઝેક્શન નથી."

          "જી સર અત્યારે બતાવી શકો?" એક કર્મીએ કહ્યું.

      "હા કેમ નહિ" રુદ્રાએ મોબાઈલ કાઢ્યો અને તેમાંથી છેલ્લા ટ્રાન્ઝેક્શન કાઢ્યા અને છેલ્લા ત્રણ મહિનામાં ફકત એક જ અગિયાસો બીટકોઈનનું ટ્રાન્જેક્શન બે મહિના પહેલા કરાયું હતું.

        "ઠીક છે સર તમારું વોલેટ જોઈ એ તો જણાય છે કે તમેં આ ટ્રાન્ઝેક્શન નથી કર્યું પણ આ તો તમારું નાનું વોલેટ છે.બીજું હાર્ડવેર વોલટમાંથી તો આ થઈ શક્યું હોય ને?"

          "ના પોલીસે જે એડ્રેસ આપ્યું તે આજ વોલેટનું છે." રુદ્રાએ કહ્યું.

        "તો શું પોલીસવાળા ખોટો આરોપ મૂકી રહ્યા છે?"

         "ના કદાચ કોઈ મિસ-અંડરસ્ટેન્ડીંગ થઈ છે." 

        "તો આ ભૂલનું કારણ શું હોઇ શકે?" એક કર્મીએ પૂછ્યું.હવે ત્યાં ભીડ વધી રહી હતી.

        "તમે લોકો મને અંદર જવા દેશો તો કંઈક ખબર પડશેને! હું પણ અહીં એ જ જાણવા આવ્યો છું. મને જાણ થશે એટલે તમારા સુધી હું પહોંચાડી દઈશ. સો મહેરબાની કરીને હું જઈ શકું?" રુદ્રાએ સહેજ ગુસ્સા સાથે ઉંચા અવાજે કહ્યું.રુદ્રાને ગુસ્સે જોઈ બે બોડીગાર્ડ ત્યાં આવ્યા અને બધાને ખસેડીને રુદ્રા માટે રસ્તો બનાવ્યો. રુદ્રા ત્યાંથી અંદર ગયો.
        
       રુદ્રા જ્યારે અંદર પહોંચ્યો ત્યારે ત્યાંની હાલત કઈક વિચિત્ર હતી. ત્યાં કૈલાશ અને તેનો વકલી 'મી.કુટ' એક બાજુ ઉભા હતા અને તેમના હાવભાવ પરથી જણાતું હતું કે તે લોકો રુદ્રાની જ રાહ જોઈ રહ્યા હતા. તે ઉપરાંત ત્રણ પોલીસકર્મી તેની ઓફીસમાં રહેલા રુદ્રાના મેઈન ચેમ્બરને આમથી તેમ ઉથલાવી રહ્યા હતા. રુદ્રા ત્યાં પહોંચ્યો અને કહ્યું. "હેલો ઇન્સ્પેક્ટર આ બધું શુ છે?"

       "મી.રુદ્રા તમારા પર ટેરેરિસ્ટ ફન્ડિંગનો કેસ છે. સારું થયું તમે જ અહીં આવી ગયા. તમારા વોલેટમાથી એક હજાર કરોડના બીટકોઈન એક વોલેટમાં ટ્રાન્સફર થયા છે" 

        "પણ સર તમે એ કહી રીતે ટ્રેક કરી શકો કે કોણ કોને બીટકોઇન મોકલે છે? કેમ કે આ તો ડીસેન્ટ્રેલાઈઝડ છે"

       "ગઈ કાલે એક ટેરેરિસ્ટ ઝડપાયો છે.તેની પૂછપરછ થઈ તેને કહ્યું કે તેને કહ્યું હતું કે મી.બીટકોઈન એટલે કે તમે એને ટેરેરિસ્ટ અટેક માટે એ પૈસા મોકલ્યા હતા.તેમાં જે એડ્રેસ પરથી પૈસા આવ્યા હતા એ એડ્રેસ અમે આપના સેક્રેટ્રી મી.કૈલાશને મોકલ્યું હતું.તેમનું કહેવું છે કે આ તમારું જ વોલેટ છે"

     "જી સર વોલેટ તો મારું જ છે પણ આ છેલ્લા બે મહીનેથી મેં કોઈ ટ્રાનજેક્શન નથી કર્યું"

       "અજીબ કહેવાય,શુ અમે તમારું વોલેટ જોઈ શકીએ?" 

        "હા હા કેમ નહિ" કહી રુદ્રાએ વોલેટ બતાવ્યું.

        "આમા હિસ્ટ્રી ડીલીટ તો ન થઈ શકે ને?"

      "એક મિનિટ સર હું તમને બીટકોઈન સ્કેનની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને બતાવું." કહી રુદ્રાએ કોમ્પ્યુટરમાં તે વેબસાઈટ ખોલી.ત્યારબાદ તેને તેનું વોલેટ એડ્રેસ નાખ્યું.તેમાં તેની બધી માહિતી દેખાઈ.

        "મને સર સમજાતુ નથી કે તમે કેમ આ વધુ વિખી રહ્યા છો?" રુદ્રાએ પોલીસ દ્વારા વેરવિખેલ થયેલ રૂમ જોતા કહ્યું.

       "અમે એક એક વસ્તુ ચેક કરી રહ્યા છીએ.જેથી એ ખબર પડી શકે કે તમારું કોઈ આવા 'ટુકડીઓ' સાથે સબંધ છે કે નહીં" 

         રુદ્રાએ મી.કુટ સામે જોયું. આથી તે આગળ આવ્યા અને તેમની કાર્યવાહી સ્વરૂપે રુદ્રાના છેલ્લા એક મહિનાનો ટ્રેક જી.પી.એસ સહિત જે તેમને થોડીવાર પહેલા જ બનાવ્યો હતો તે ઇન્સપેક્ટરને આપ્યો.

        "મિસ્ટર રુદ્રા અહીં ઘણું કન્ફ્યુઝન છે અને મામલો નેશનલ સિક્યોરિટીનો છે તો તમારે કોર્ટમાં તમારી પેશી ન થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં જ રહેવું પડશે."

        "મતલબ જેલમાં?" રુદ્રાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

        "હા"

       "અરે સર પણ આજે શનિવાર છે અને કોર્ટ તો છેક હવે સોમવારે ખુલશે તો ત્યાં સુધી તમે મારા દીકરાને જેલમાં રાખશો?" મહેશભાઈએ મૌન તોડતા સહેજ ગુસ્સા મિશ્રિત વ્યગ્ર સ્વરે કહ્યું.

        "જી અમારી પાસે કોઈ બીજો રસ્તો નથી.તમે ચિંતા ન કરો તેને અમે ત્યાં કોઈ તડલીફ નહિ આપીએ"

         રુદ્રાએ કુટ તરફ જોયું.કુટે કહ્યું "રુદ્રા અત્યારે બીજો કોઈ ઓપશન નથી. હું જાણું છું કે તમારા માટે અઘરું છે પણ અત્યારે એન્ટી-સિપેન્ટરી બેલ નહીં મળે અને આ કેસમાં તો ખાસ. તમે સાચા છો અને એ કોર્ટના પહેલા જ સેશનમાં પ્રુવ હું કરી દઈશ" ફૂટે કહ્યું.

        "સો સર મારે એક કોલ કરવો છે શું હું કરી શકું.પછી હું તમારી સાથે આવવા તૈયાર છું" રુદ્રાએ કહ્યું.

       "સ્યોર" 

       રુદ્રા મોબાઇલ લઈને બહાર ગયો અને તેની પાછળ મહેશભાઈ પણ નીકળ્યા.તેઓ ખૂબ ચિંતામાં દેખાઈ રહ્યા હતા. રુદ્રાએ બહાર જઈ કોઈકને ફોન જોડ્યો.

       "હેલો અંકલ" રુદ્રાએ કહ્યું.

       "બોલ,બોલ દીકરા ઘણા સમય બાદ યાદ કર્યો." સામેથી એક ઘેરો અવાજ આવ્યો

       "તમે પણ ઇલેક્શન સિવાય ક્યાં યાદ કરો છો?"

        "અરે હોતું હશે હું તને દર મહિને કોલ કરી જ લવ છું આતો આ સમયે થોડો દુબઇ આવ્યો છું એથી થોડું એ રહી ગયું"

         "અંકલ એ બધી વાત પાછી અત્યારે હું થોડો મુસીબતમાં ફસાયો છું"રુદ્રાએ આખી વાત કહી.

        "બેટા બે મિનિટ રાહ જો હું પાછો કોલ બેક કરું છું"કહી સામેથી કોલ કટ થયો

  ********

ક્રમશ: