પ્રકરણ:21
રુદ્રાએ પંચમહાલમાં એક બંગલો ખરીદ્યો હતો. તે દિયાના લગ્ન બાદ તરત જ પંચમહાલ ગયો હતો. તેને એક બંગલો ત્યાં પસંદ કર્યો હતો. તે બંગલો જંગલથી થોડો અંદર હતો. ત્યાં લગભગ પ્રાકૃતિકની જે આઇડિયલ ડેફીનેશન અપાય છે તે બધું હતું. જેમ કે બાંગલાની પાછળ એક નદી હતી.અને આજુબાજુનો વિસ્તાર પથરાળ હતો. તેની સાથે જ રુદ્રાએ જોઈ આશ્ચર્યચકિત થયો હતો કે ત્યાં રહેલી નદીનું પાણી એ હદે ચોખ્ખું હતું કે નીચે રહેલ ગોળ પથ્થર એકદમ સ્વચ્છ દેખાઈ રહયા હતા. તે બાંગલાના માલિકે જણાવ્યું હતું કે તે નદી સીધી પહાડોમાથી વહે છે અને દૂર ગામોમાં જાય છે અહીં એવી કોઈ વસ્તી નથી,જે આ પાણીને ગંદુ કરી શકે. રુદ્રાએ એ બાંગલામાં ઘણા નોકરચાકર અને ગાર્ડસ રાખ્યા હતા. ત્યાં તે ફક્ત એક મોબાઈલ અને લેપટોપ તથા 'શ્રી ઇશોપનિષદ' તેની સાથે લાવ્યો હતો. તથા તેને સમજવા માટે જરૂરી ટીકાઓ પણ લાવ્યો હતો. તેનો જીવવાનો ક્રમ તેને બદલ્યો હતો. તેને રાત્રે જલ્દી સુઈ સવારે ચાર વાગ્યે ઉઠવાનું શરૂ કર્યું હતું. શરૂઆતની ઘણી તફલિકો બાદ તેને તે ખૂબ માફક આવ્યું હતું. તે સવારે પાંચ વાગ્યા સુધી નાસ્તો પતાવીને ખુલી બાલ્કનીમાં ખડ-ખડ વહેતા પાણીના સંગીતમાં સવારના દસ વાગ્યા સુધી ઇશોપનિષદનું અધ્યન કરતો. તે બાદ બોપરના જમવાના સમય સુધી તે નદીની પાસે એક 'બીચ ચેર' લગાવીને બેસતો. તે લગભગ બે કલાક ત્યાં જ બેસતો. કોઈ પણ કામ કર્યા વગર પ્રકૃતિને નિહાળ્યા કરતો. બપોરે જમ્યા બાદ થોડો સમય આરામ કરતો અને ત્યારબાદ બે-ત્રણ કલાક મહાભારત વાંચતો,તે સાંજે એક મુવી જોઈ લેતો.
રુદ્રાએ આ દરમિયાન ઘણીવાર દિયા સાથે વાત કરવાની ટ્રાય કરી હતી,પણ તેનો મોબાઈલ સ્વીટચ-ઓફ આવી રહ્યો હતો. તેને ફક્ત હાલ-ચાલ પૂછવા જ ફોન કરી રહ્યો હતો. હવે દિયા તેના માટે દોસ્તથી વધારે કાઈ નહોતી. તેને જ્યારે ઇશોપનિષદ વાંચ્યો ત્યારે તે ઘણો પ્રભાવિત થયો હતો.તેમાં રહેલી જુદી જુદી થિયરી જેમ કે ચેતન ભગવાન અને અસાધારણ પ્રકૃતિ,ત્યાગ અને આનંદ,પ્રકૃતિમાં ક્રિયા અને આત્મામાં સ્વતંત્રતા.એક સ્થિર બ્રહ્મ અને બહુવિધ ક્રિયાઓ,વિદ્યા અને અવિદ્યા, જન્મ, કાર્ય અને જ્ઞાન,તે ઉપરાંત પ્રકૃતિ અને પરમાત્મા વિશે જે કઈ લખેલું છે,તે સાચે જ તેના મનને મોહી ગયું હતું. ત્યારબાદ તેને દિયાનો વિચાર ક્યારેય મનમાં આવતો જ નહીં. તે લગભગ ત્રણ મહિના ત્યાં રહ્યો હતો. ત્યારબાદ વનીતા બહેનના ખૂબ કહેવાથી તે વડોદરા આટો મારવા પહોંચ્યો હતો.
*****************
સવારના છ,વડોદરા
રુદ્રા કાલે જ વડોદરા આવ્યો હતો.તે લગભગ હવે દસ બાર દિવસ રોકાવવાના કાર્યક્રમ સાથે જ આવ્યો હતો. અત્યારે ડાઇનિંગ ટેબલ પર રુદ્રા,મહેશભાઈ અને વનિતા બહેન સાથે નાસ્તો કરવા બેઠા હતા. આજે પણ રુદ્રાની પસંદગીનો નાસ્તો પીરસાયો હતો.
"રુદ્રા બાજુવાળા રાહુલભાઈને બહુ તાવ આવ્યો છે.તે કાલે કહેતા હતા.તો એમને જરા જોઈ આવજે ને" મહેશભાઈએ કહ્યું.
"હા હું જોઈ આવીશ,નવ વાગ્યા આજુ બાજુ"
"તને આ ઉપનિષદ વાંચવાનો શોખ કેમ જાગ્યો અચાનક?" મહેશભાઈએ પૂછ્યું.
"અરે પપ્પા,મને તો પહેલેથી શોખ હતો પણ આ કામમાં જ રહી ગયું. તમે એકવાર વાંચો એટલે તમને લગભગ તમારી બધી વાંચેલી બુકો ઝાંખી લાગે"
"સત્ય છે આપણા ગ્રંથોને તો જાણવા જ જોઈએ." વનિતા બહેને કહ્યું.
"અરે હા તારી મમ્મી કહેતી હતી કે ગઈ વખતે તું જેના લગ્નમાં ગયો એ છોકરી તને પસંદ હતી"મહેશભાઈએ કહ્યું.
"જી હતી." રુદ્રાએ હતી પર ભાર મુકતા આગળ કહયુ."સાચે જ ધર્મગ્રંથો વિચારવાનો દ્રષ્ટિકોણ બદલી નાખે છે. તમને ખબર છે એને જેની સાથે લગ્ન કર્યા એ કોણ હતું? એ બીજું કોઈ નહિ તે એજ છોકરો હતો. જેને મેં મારૂ એડમિશન કેન્સલ કરીને સીટ તેને આપી હતી.જો કદાચ મેં એ ન કર્યું હોત તો અત્યારે વાત કઈક જુદી હોત"
"તે તારી સીટ અને પ્રેમ બન્ને લઈ ગયો તું દુઃખી નથી?" મહેશભાઈએ ફરી કહ્યું.
"નહિ,પપ્પા મારી પાસેથી કોઈ કશું લઈ નથી ગયું. સીટ તો મેં તેને આપી છે,કેમ કે તેને જરૂર હતી. અને દિયા ભગવાને તેને આપી કદાચ મારે એની જરૂર હતી. તમને આજે સારી લાગતી વસ્તુઓ જ્યારે ભગવાન લઈ એ ત્યારે સમજવું કે તે તમારા માટે ભવિષ્યનું મીઠું ઝહેર હતું એટલે ભગવાને લઈ લીધું એમાં દુઃખ શુ?" રુદ્રાએ નિર્ભાવ અવાજે કહ્યું.
મહેશભાઈ તેની તરફ જોઈ રહ્યા.રુદ્રામાં આ ઉંમરે આટલી સમજદારી છે તે જોઈ તેમને આશ્ચર્ય થયું હતું. તેમને સમજાતું હતું કે ઉપનિષદ પઠનની કઈ હદે વિચાર પરિવર્તન થાય છે.હવે માહોલ હલકો કરવો થોડો જરૂરી હતો.તેમને કહયુ "રુદ્રા આ ઉપનિષદ વાંચીને આવું જ્ઞાન મળતું હોય તો તારી મમ્મીને પણ વંચાવને" લગભગ બધા સાથે જ હસ્યા હતા.
"અરે રુદ્રા એ બધું છોડ,મેં એક જમીન જોઈ રાખી છે.ખરીદવાનું વિચારું છું કેમ રહેશે?" મહેશભાઈએ કહ્યું.
"અરે તમારે ક્યાં ખેતી કરવી છે તો જમીન લેવી છે" વનિતા બહેને કહ્યું.
"અરે જમીન છે.હું ના કરું તો કોઈ નહિ મજૂર રાખી લઈશું,જમીન હોય તો ગમે ત્યારે કામ આવે."મહેશભાઈએ કહ્યું.
"જો પપ્પા અત્યારે રીયલ એસ્ટેટની હાલત કેટલી ખરાબ છે જાણો છો ને? કઈ હદે ભાવ પડ્યો છે.લોકો એક પ્લોટ પર એક પ્લોટ ફ્રી આપી રહ્યા છે" રુદ્રાએ હસતા હસતા કહ્યું.
"રુદ્રા આપણે 2028 માં જીવીએ છીએ.ભાવ ભલે ઘટ્યો પણ જમીન હોવી જરૂરી છે,અને એ તો સારું છે ને કે ભાવ ઘટ્યો છે.આપણે કયા વેચવા માટે ખરીદી રહ્યા છીએ" મહેશભાઈએ કહ્યું.
"વાત તો સાચી છે.ક્યાં જોઈને રાખી છે?" રુદ્રાએ કહ્યું.
"વડોદરાથી થોડે દુર.લગભગ અઢીસો વિઘા છે" મહેશભાઈએ કહ્યું.
"શુ ભાવ કહે છે?" રુદ્રાએ પૂછ્યું.
"વિઘાના પાંચ લાખ" મહેશભાઈએ કહ્યું
"બાર-સાડા બાર કરોડની જમીન છે એમને? તો લઇ લો મને શું પ્રોબ્લેમ હોય.પણ હા હું વિસ દિવસ જ અહીં છું તો એ પહેલાં કરી લો.તો હુ પણ ભૂમિપૂજનમાં જોડાઈ શકું" રુદ્રાએ કહ્યું.
"ઠીક છે તો તારા મમ્મીના નામેં લઇ લઈએ." મહેશભાઈએ કહ્યું. વનિતા બહેન બન્નેની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા કેમકે તેમને આ વિષયમાં વધારે કોઈ માહિતી નહોતી.
***************
ત્યારબાદ રુદ્રા અને મહેશભાઈ તે જમીન જોવા ગયા હતા,અને બને એટલી જલ્દી જમીનના કાગળિયા કરી રુદ્રાએ પેમેન્ટ કર્યું હતું. ત્યારબાદ બીજા જ દિવસે ભૂમિપૂજન ગોઠવાયું હતું. રુદ્રાને હતું કે તે દિયાને આમંત્રણ આપે પણ તેનો કોલ નહોતો લાગી રહ્યો. આથી તે તેના ઘરે જ તેને મળવા જતો રહ્યો હતો. ત્યાં તેનું મકાન વહેંચાયું હતું અને તેઓ યુ.કે રહેવા ચાલ્યા ગયા એવું કહેવાયું હતું. હવે તેની પાસે કોન્ટેકટનો કોઈ રસ્તો ન હતો,કેમ કે દિયા લગભગ કોઈ સોશિયલ મીડિયા પર એક્ટિવ ન હતી અથવા એકાઉન્ટ બદલ્યા હતા.
ભૂમિપૂજન બાદ રુદ્રાને એક કોલ આવ્યો હતો.તે કૈલાશનો કોલ હતો.તેને તે કોલ રિસીવ કર્યો હતો.તેમાં જે વાત થઈ તે સાંભળીને તે હેબતાયો હતો.તેને સમજાઈ રહ્યું નહોતું કે એવું કંઈ રીતે બની શકે.રુદ્રાએ તેની ઓફીસ અને વર્ક એરિયા હવે વડોદરામાં જ ફેરવી હતી.
"પપ્પા મારે ઓફિસે થોડું અરજન્ટ કામ આવી ગયું છે" રુદ્રાએ કહ્યું.
"તો અહીં તો બધું લગભગ પૂરું જ થઈ ગયું છે.તું જા કોઈ પ્રોબ્લેમ નહીં" મહેશભાઈએ કહ્યું.
"પપ્પા તમે સાથે ચાલો હકીકતમાં એક પ્રોબ્લેમ થઈ ગઈ છે" રુદ્રાએ કહ્યું.
"કાઈ તફલિક તો નથી ને?" મહેશભાઈએ ચિંતાતુર અવાજે કહ્યું.
"પપ્પા બહુ મોટી પ્રોબ્લેમ છે"
"અરે પણ છે શું?"
"તમે ગાડીમાં બેસો હું રસ્તામાં કહું છું.મમ્મીને જાણવવાની કોઈ જરૂર નથી" રુદ્રાએ કહ્યું અને ગાડી રસ્તા પર લીધી.તેને વનિતાબહેનને કોઈ જરૂરી કામથી જઈ રહ્યા છીએ એમ કહી નીકળ્યા હતા.
*********
ક્રમશ: