Mr. Bitcoin - 8 in Gujarati Classic Stories by Divyesh Labkamana books and stories PDF | મિસ્ટર બીટકોઈન - 8

Featured Books
Categories
Share

મિસ્ટર બીટકોઈન - 8

         પ્રકરણ 8
  

       રુદ્ર બીજા દિવસે પણ સતત તે વિશે વિચારી રહ્યો હતો.તેને એક બુક વાંચી હતી.જેમાં લખેલું હતું કે જે વસ્તુ પર તમને થોડો પણ ડાઉટ હોય તે વસ્તુ પર એક સેન્ટ પણ ઇન્વેસ્ટ કરવો નહીં.એવું નહોતું કે રુદ્રને બીટકોઇન પર પૂરો ભરોસો નહોતો,પણ નવી ટેકનોલોજી, ભવિષ્યના પડકાર,કોઈ ડિજિટલ કોઈન.રુદ્ર સતત એના વિશે જ વિચારી રહ્યો હતો.તેને એક ક્વોટ મગજમાં આવ્યો 'રિસ્ક લીધા વગર પછતાવવા કરતા રિસ્ક લઈને પછતાવવું વધુ સારું છે.' તેને મન બનાવ્યુ કે તે બીટકોઇનમા ઇન્વેસ્ટ કરશે.

                દિવસો વીતતા ગયા.આખરે તે દિવસ પણ આવી ગયો.આજે શનિવાર હતો.કાલે રવિવાર હતો.કાલે બીટકોઇન પબ્લિક સેલ માટે ઇન્ડિયા ટાઈમ મુજબ સાડા દસ વાગ્યે અવેલેબલ થવાનો હતો.રુદ્રએ નક્કી કર્યું હતું કે તેની પાસે રહેલા બધા રૂપિયાથી બીકોઈન ખરીદશે.તેને સ્ટોકમાર્કેટમાં ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા હતી,તેને તે માટે તપાસ કરી તો જાણ થઈ કે તેના માટે કોઈ બ્રોકરમાં એકાઉન્ટ જોઈ.સાથે પાનકાર્ડ વગેરે,તે તેનાથી શક્ય નહોતું અને અહીં કોઈ ડોક્યુમેન્ટ રિકવાઇડ નહોતા.

            બીજે દિવસે રુદ્ર સવારમાં વહેલો તૈયાર થયો હતો.તેના પપ્પા શનિવારે રાત્રે હોટેલમાં ભીડ હોવાથી મોડા જ ઘરે આવે છે.જે રુદ્રને ખબર હતી,પણ ગઈ કાલે લોકો કઈક વધારે જ ઉમંગથી ઉમટ્યા હતા. મહેશભાઈને હિસાબ પતાવીને ઘરે પહોંચતા લગભગ સવારના ચાર થયા હતા. તે બપોર પહેલા જાગવાના નહોતા.રુદ્રએ જોયું કે તેના મમ્મી રસોડામાં નાસ્તો બનાવી રહ્યા છે.તે ઘરના બીજા માળે ગયો.હકીકતમાં આ માળ પર સ્ટોરરૂમ હતો.રુદ્રએ તેની સેવિંગ્સ અહીંયા એક જુના પટારામાં સંતાડી રાખી હતી.તે જાણતો હતો કે જો પપ્પાને આની ખબર પડશે તો કોઈ ફાલતુ વસ્તુ ગિફ્ટના નામે લાવીને એને આપી દેશે.રુદ્રએ તે પટારો ખોલ્યોમતેમાં બે પાંચસોની,ત્રણ હજારની અને બાકી બધી સો-પચાસની નોટ હતી.રુદ્રએ તે ગણ્યા તે પુરા છ-હજાર પાંચસો રૂપિયા હતા.તેને તે બધા ભેગા કરી,ખિસ્સામાં એ રીતે નાખ્યા કે બહારથી ખબર ન પડે.એટલી જ વારમાં તેને મમ્મીનો સાદ સાંભળ્યો.તે રુદ્રને નીચે નાસ્તો કરવા બોલાવી રહ્યા હતા.રુદ્ર પટારો બંધ કરીને નીચે નાસ્તો કરવા ચાલ્યો ગયો.

            રુદ્ર રસોડામાં પ્રવેશ્યો.તેને રસોડામાં નજર કરી.આજે ચા-ભાખરી માખણનો નાસ્તો હતો.પડોશીના ઘરેથી આવેલું તાજા જ માખણની સુવાસ આખા રસોડામાં ફેલાઈ હતી.કદાચ શહેરમાં આવું માખણ મળવું દુર્લભ છે.માખણ જ કેમ ગામડાની શુદ્ધતા ના તોલે કદાચ શહેરી જીવન ન આવી શકે.શહેરમાં કદાચ બધું મિલાવટી થતું જાય છે.જ્યારે શહેરી જીવન અને ગામડાના જીવનની સરખામણી કરીયે ત્યારે 'ધૂમકેતુ'ની 'ગોવિંદનું ખેતર' નામની વાર્તા યાદ આવી જાય.રુદ્રએ નાસ્તો કર્યો,પણ તેનું ધ્યાન અત્યારે બીજે હતું.તેને તેના મમ્મીને કહ્યું "મમ્મી મને આજે તમારો મોબાઈલ આપશો? બધા મિત્રો ગેમ રમી રહ્યા છે?" 

         "હા હા કેમ નહીં પણ બપોર સુધી જ હો.." વનિતાબહેને કહ્યું.તે ખુશ હતા કે રુદ્ર હવે નોર્મલ થઈ રહ્યો છે,તે કોઈ ફાલતુ બુકો મૂકી મિત્રો સાથે ગેમ્સ રમી રહ્યો છે.પાછલાં ઘણા સમયથી તેને કોઈ મેમરી અટેક આવ્યો નહોતો.વનિતા બહેનને થયું કે જો તે ના કહેશે તો રુદ્ર ફરી કોઈ દળદાર પુસ્તક ખોલીને બેસી જશે.

           "હા મમ્મી પાકું,બપોરે જમવાના સમય સુધી જ"રુદ્રએ ઉત્સાહ સાથે કહ્યું.

            રુદ્ર કદાચ મોબાઈલથી બીટકોઇન ખરીદી શક્યો હોત પણ તેની પાસે જે પૈસા હતા તે ફિઝિકલ ફોર્મમાં હતા.તેને એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડે તેમ હતા.તેનો ઉપાય પણ રુદ્રએ પહેલેથી જ વિચારીને રાખ્યો હતો.રુદ્રએ તે પહેલાં તેના ફ્રેન્ડસ ફોન કરીને કહી દીધું કે કોઈ તેના વિશે પૂછે તો કહેવું કે તે તેમની સાથે છે.આ પહેલીવાર નહોતું.આવુ તે પહેલાં પણ કરી ચુક્યો હતો.

             રુદ્ર ગામના બસસ્ટેન્ડ પાસે ગયો.તેની પાસે એક થેલો હતો અને ત્યાં બસની રાહ જોવા લાગ્યો.તેને નજીકના તાલુકામાં જવું હતું.ત્યાં તેને એક સાયબર કેફે જોયું હતું.તે દિવસોમાં સાઇબર કેફેનું ચલણ ધીરે ધીરે વધતું જતું હતું.રુદ્ર એક વખત કોઈ કાનૂની કાગળો બનાવવા તેના પપ્પા લઈ ગયા ત્યારે ત્યાંગયો હતો.રુદ્રના ઘરે પણ કોમ્પ્યુટર હતું પણ ઈન્ટરનેટ ન રહેતું.તે સમયે અત્યાર જેવી નેટની સુવિધા નહોતી.રુદ્ર તે દિવસે પપ્પા કામ પતાવે નહિ ત્યાં સુધી ત્યાં કોમ્પ્યુટર ચલાવવાની જીદ પકડી હતી.અંતે હારીને તેના પપ્પાએ એ માની હતી.રુદ્ર જાણતો હતો કે ત્યાં તેનું કામ થઈ જશે ફક્ત સાઇબરકેફે વાળાને મનાવવાનો હતો.

               તે લગભગ દસ વાગ્યે ત્યાં પહોંચ્યો હતો.તેને કેફેવાળાને જોયો.તે તેજ વ્યક્તિ હતો જે તે આગલી વખતે આવ્યો ત્યારે હતો.તે તેની પાસે ગયો અને કહ્યું. "અંકલ એક હેલ્પ જોઈએ છે મારે"

         "બોલ બેટા?,તું એકલો તારી સાથે કોઈ નથી?" કેફેવાળાએ પૂછ્યું.

     "અંકલ મારે તમારું કોમ્પ્યુટર ચલાવવું છે થોડીવાર" રુદ્રએ કહ્યું

      "અરે તને આવડે છે કોમ્પ્યુટર ચલાવતા,અને તું શું કરીશ કોમ્પ્યુટર ચલાવી ને?" 

     "હા આવડે છે અને અંકલ હું જે રેગ્યુલર ચાર્જીસ છે તે પેય કરી દઈશ" રુદ્રએ કહ્યું

     "તો મને શું વાંધો હોય શોખથી યુઝ કરી શકે છે એક કલાક માટે ચાલીસ અને અડધી કલાકના વીસ રૂપિયા "

     "મારે એક કલાકનું જ કામ છે"રુદ્રએ પચાસની નોટ આપતા કહ્યું.

      "ઠીક છે જા ખૂણામાં જે પીસી છે ત્યાં બેસી જા" 

      "અંકલ એક્ચ્યુઅલી મારે બીજી મદદ જોઈતી હતી"રુદ્રને હવે એક અઘરું કામ કરવાનું હતું અને એ હતું જૂઠું બોલવાનું.તેને જૂઠું બોલવાની ઈચ્છા ન હતી પણ સાચું બોલવાથી કઈ વળવાનું નહોતું.કેમ કે ફેંકેવાળાને બ્લોકચેઇન ટેકનોલોજી,પેઇપાલ,અને બીટકોઇન વિશે સમજાવશે તો તેને મદદ નથી મળવાની કેમ કે ફેંકે વાળો તે વાતો સમજી શકવાનો નહોતો. તેને કહ્યું "અંકલ મારા સ્કૂલની ફિઝ ભરવાની છે અને સ્કૂલ વાળાએ નવું ઓનલાઈન ફી લેવાનું ચાલુ કર્યું છે,હું તમને પૈસા રોકડા આપી દઈશ"

      "ના બેટા એવી કોઈ સર્વિસ અમારે ત્યાં અવેલેબલ નથી,તું તારા પપ્પાનું એકાઉન્ટ યુઝ કરી લે ને"

      "અંકલ એ પપ્પા એટલું ભણેલા નથી.એમની પાસે જે એકાઉન્ટ છે એમા નેટ બેંકિંગ નથી અને આજે મારી ફિઝ ભરવાનો છેલ્લો દિવસ છે પ્લીઝ અંકલ" રુદ્રએ થોડી કરૂણતા ઉમેરતા કહ્યું.

         "ઉમ...ઠીક છે ચાલ બોલ કેટલા રૂપિયા ભરવાના છે"

           "છ હજાર એકસો અંકલ" રુદ્રએ વધેલા રૂપિયા આપતા કહ્યું.

         "ઠીક છે આ લે મારુ ડેબિટ કાર્ડ તું યુઝ કરી લઈશ ને?"
  
         "હા અંકલ"રુદ્રએ મુસ્કુરાતા કહ્યું. 

          "ઠીક છે,ઓટીપી માટે મને કહેજે"

          "ઓકે અંકલ" કહી રુદ્ર છેલ્લા ટેબલ પર ગયો અને ત્યાં અલાયદું પડેલા એક કોમ્પ્યુટર પર બેઠો,રુદ્ર માટે સારી વાત એ હતી કે તે કોમ્પ્યુટર એ રીતે ગોઠવાયું હતું કે કોઈ રુદ્ર શુ કરી રહ્યો છે તે જોઈ શકે તેમ નોહતું.

             તેને સૌપ્રથમ તેના મમ્મીનો મોબાઈલ યુઝ કરી એક જીમેઈલ આઈડી બનાવી પછી એક પે-પલનું એકાઉન્ટ એ આઈડીથી બનાવ્યું. લાસ્ટ સ્ટેપ રૂપે તેને તેમાં પૈસા એડ કરવા ડેબિટકાર્ડની ડિટેઇલ એડ કરી અને ઓટીપી માંગી તે દાખલ કર્યો.તે સમયે ડોલરનો ભાવ લગભગ 47 રૂપિયા આસપાસ હતો આથી લગભવ એકસો ત્રીસ ડોલર તેના એકાઉન્ટમાં આવ્યા.રુદ્રએ ડેબિટકાર્ડ પાછું આપ્યું. થોડીવાર સમય છે ત્યાં સુધી તે ગેમ રમવા માંગે છે.તેવું કહી ફરી કોમ્પ્યુટર પર આવ્યો.તેને મોઇનપલ વેબસાઈટ લોડ કરી તેનું પેઈપાલ એકાઉન્ટ એડ કર્યું.ત્યારબાદ તેને પોતાનું બીટકોઈન વોલેટ ક્રિએટ કર્યું.તેમાં બાર શબ્દોનો એક રિકવરી ફેઝ આવ્યો.રુદ્રએ બેગમાંથી એક નોટ કાઢી અને તેમાં તે કોડ બે વાર અલગ અલગ પેજ પર લખ્યો અને ક્રોસ ચેક કર્યો અને પછી તેનો ફેવરિટ પાસવર્ડ તેને તેમાં એન્ટર કર્યો.

               તેનું લગભગ બધું કામ પૂરું થઈ ગયું હતું હવે ફક્ત તેને સાડા દસ વાગવાની રાહ હતી.તેને ઘડિયાળમાં જોયું લગભગ પાંચમિનિટની જ વાર હતી.તેને મોઇનપલ પર જઈને ચેક કર્યું.તે પણ પાંચ મિનિટ વેઇટ ફોર બીટકોઈનનું પૉપ-અપ દેખાડી રહ્યું હતું.રુદ્રને તેના વિશે વિચાર આવ્યો કે તે આવડી ઉંમરમાં શુ કરી રહ્યો છે.તેને પોતાના પર જ હસવું આવ્યું.હકીકતમા તે પોતે પણ જાણતો હતો કે તે પોતે માનસિક બીમાર છે પણ તેને પોતાની આ સ્થિતિ પસંદ હતી.તે નોર્મલ લોકો કરતા ખૂબ ઉંચી કક્ષાનું વિચારી શકતો.તે તેમના કરતા ખૂબ વધારે વાંચી શકતો.તેને પોતાની આ સ્થિતિ વિશે સહેજ પણ અફસોસ નહોતો.

ક્રમશ: