" કેવો દેખાવડો હતો નઈ પેલો ! કોણ હશે એ ! એની આંખો કેવી મોટી અને આકર્ષક હતી ! શું નામ હશે તેનું ! "
આવા ઘણા પ્રશ્નો તથા ભાવો વિધી ની અંદર જાગી રહ્યા હતા .
આવા ભાવો અને પ્રશ્નો ના વલય સાથે વિધી એ આંખો મીંચી .
બીજા દિવસે સવાર થી વિધી અને તેની ટોળકી ની ધીંગા મસ્તી ચાલુ થઈ ગઈ .
" અરે ચાલો બધા ટોળકી જમવા માટે બેસી જાઓ " શીતલ બેન એ બધા ને બૂમ પાડી બોલાવ્યા
ટોળકી આવી અને સાથે જ જમવા બેસી
આમ દિવસો પસાર થતા રહ્યા
એક દિવસ શીતલ બેન , વનિતા બેન જ્યોતિ અને વિધી બધા ખરીદારી કરવા માટે નજીક ના દુકાને જઈ રહ્યા
" જ્યોતિ ચાલ ને મોડું થાય છે " વિધી નીચે હોલ માંથી બૂમ પાડી રહી .
" અરે આવું છું બાપા " જ્યોતિ ઘડિયાળ પેહરતા પેહરતાં નીચે ઉતરી
" જ્યોતિ કેટલું મોડું કરે છે બહાર મમ્મી અને કાકી ક્યારના રાહ જુવે છે " વિધી આગળ જતાં જતાં બોલી રહી
" હા વિધીડા હા " જ્યોતિ પાછળ આવતા આવતા બોલી
અને ચારે જણ બજાર માટે રવાના થઈ ગયા
શીતલ બેન અને વનિતા બેન દુકાન માંથી ઘરવખરી નો સમાન લઈ રહ્યા હતા જ્યારે જ્યોતિ લીસ્ટ પકડી ને ઊભી હતી
" વિધી બેટા , આગળ ની દુકાને થી પેલો પૂજા નો સમાન તો લઈ આવ " વનિતા બેન એ વિધી ને કહ્યું
" હાં મમ્મી જાવ છું " વિધી હાથ માં પૂજા ના સમાન ની લીસ્ટ જોતા જોતા આગળ જઈ રહી
ત્યાં જ અચાનક તે કોઈક સાથે અથડાઈ
" અરે , ઓ થોડું જોઈ ને ચાલ ને કે દેખાતું .....…. " વિધી થોડી અટકી
" માફ કરજો " સામેથી અવાજ આવ્યો
" હે ... " વિધી વિચારી રહી કે આ તો પેલો જ છોકરો છે સ્ટેશન વાળો
" ના ના મારો ભ્રમ થયો લાગે છે તે છોકરો અહીંયા ક્યાંથી હોય " વિધી પોતાના મનને મનાવતા બોલી રહી .
" કદાચ એ હોઇ પણ શકે ! " વિધી વિચારતા વિચારતા આગળ દુકાન માં ગઈ અને સમાન લઈ રહી
" બેટા મંગલું , આ લે લીસ્ટ અને આમાં જે પણ સમાન લખેલો છે તે સરખો જોઈ અને પેક કરી દે , જા "દુકાનદારે પોતાના નોકર મંગલુ ને લીસ્ટ થમવતા કહ્યું
મંગલું લીસ્ટ લઈને સમાન પેક કરવા માટે ગયો .
" ઓ કાકા આ પેકેટ નું બોક્સ આપી દયો ને " થોડો જાણ્યો જાણ્યો અવાજ વિધી ને સંભળાયો
તેણે બાજુ માં જોયું તો બે ઘડી જોતી જ રહી ગઈ
" આ તો પેલો જ છોકરો છે " વિધી એક્ટસ પેલા છોકરા ને નીરખી રહી
" આ લે આ જ બોક્સ લેવાનું હતું ને " દુકાનદાર પેલા છોકરાં ને બોક્સ આપતા બોલ્યાં
" હાં કાકા , આ જ બોક્સ હતું " પેલો છોકરો દુકાનદાર ને પૈસા ચૂકવી જઈ રહ્યો
વિધી તેને પાછળ થી જતા જતા જોઈ રહી
" બેટા આ લે તારો સમાન લીસ્ટ મુજબ જ છે " દુકાનદાર વિધી નો સમાન મૂકતા બોલ્યો
પણ વિધી નું ધ્યાન તો પેલો છોકરો જઈ રહ્યો તેની પીઠ પર જ હતું
" બેટા આ તારો સમાન " દુકાનદાર બોલ્યો પણ વિધી તો પેલા છોકરા માં જ ધ્યાન પરોવી બેસી હતી
" અરે બેટા " દુકાનદારે થોડી વિધી ને હલાવી
" હા કાકા " વિધી નું થોડું ધ્યાન ભંગ થયું
" ક્યારનો કહું છું , આ લે તારો સમાન અને લીસ્ટ બધું જોઈ લેજે " દુકાનદાર સમાન અને લીસ્ટ થમાવતા બોલ્યો .
" હાં " વિધી બધો સામાન લીધો અને આગળ પોતાના મમ્મી અને કાકી ને ત્યાં ગઈ
" લઈ લીધો બધો સમાન " જ્યોતિ એ પૂછ્યું
" હાં હો બધો જ સામાન લઈ લીધો " વિધી સમાન આપતા બોલી
" ચાલો હવે ઘરે બહુ મોડું થઈ ગયું છે આમ પણ ઘરે જઈને રસોઈ પણ બનાવવાની છે " શીતલ બેન બોલ્યાં
ચારે જણ ઘર તરફ જઈ રહ્યા હતા પણ વિધી આંખો જાણે બજાર માં કોઈક ને શોધતી હોઈ તેમ ફરી રહી
તે આજુ બાજુ બધી જગ્યા એ તે છોકરાને શોધી રહી
" કોને શોધે છે વિધી ? " જ્યોતિ બોલી
" કોઈને નહિ " વિધી નજર ફેરવતા બોલી
" તો ચાલ હવે મોડું થાય છે " જ્યોતિ વિધી નો હાથ પકડી ને લઈ જાય છે .
ઘરે આવતા જ જમી પરવારી ને વિધી આડી પડી પણ તેના મગજ માં પેલા છોકરાં ના જ વિચારો ચાલતા હતા .
આમ ક્યારેક ક્યારેક પેલો છોકરો વિધી ને દેખાઈ જતો .
" કોણ હશે આ ! લાગ્યો તો અહીંયા નો જ ! " વિધી એક દિવસ પોતાના જુલા પર બેસી ને વિચાર કરી રહી .
વિધી નો આ યથાક્રમ ચાલતો રહ્યો .....
એક દિવસ અચાનક વિધી ઘરે જઈ રહી હતી ત્યાં જ તેની સ્કૂટર નું ટાયર પંચર પડી ગયું .
" અરે .... આને પણ અત્યારે જ પંચર પડવું હતું હે મા હવે અહીંયા મેકીનિક ક્યાંથી શોધું " વિધી સ્કૂટર સાઇડ માં લગાવી વિચારી રહી ......
" એક કામ કરું જ્યોતિ ને જ ફોન કરું " વીધી પોતાના બેગમાં ફોન શોધતી હતી ત્યાં જ તેને યાદ આવ્યું કે પોતે ફોન તો ઘરે જ ભૂલી ગઈ હતી .
" હે મા શક્તિ ફોન તો ઘરે ભૂલી ગઈ " વિધી પોતાના માથા પર ટપલી મારતાં બોલી " હુ પણ સાવ ડફોળ છું "