" બસ બસ હવે ચાલો હુ જાવ મારી બસ આવી ગઈ " વિધી બેગ લેતા બોલી
" ઠીક છે જાઓ મિસ ભુલક્કડ " પેલો છોકરો બોલ્યો
" બાય " વિધી બોલી
" બાય , ફરી મળ્યા " પેલો છોકરો બોલ્યો
વિધી બસ પાસે પહોંચી પાછળ વળી ને જોયું
" ઓ .... મિસ્ટર ભૂતડા , મારું નામ વિધી છે મિસ ભુલક્કડ નહિ " વિધી એ મંદ હાસ્ય સાથે કહ્યું
" હા વિધી ભુલક્કડ બસ " પેલો છોકરો હસ્યો
" અને હા સાંભળો " વિધી બોલી
" હા બોલો " પેલો છોકરો બોલ્યો
" હસતા હોઉં ત્યારે બોવ જ ક્યૂટ લાગો છો ભૂતડું " આમ કહી વિધી બસ માં બેસી ત્યાં તો બસ જતી રહી .......
પેલો છોકરો પણ મંદ હાસ્ય સાથે પોતાની બુલેટ લઈને જતો રહ્યો ........
મહિના માં એક વાર , પખવાડિયા માં એક વાર , અઠવાડિયા માં એક વાર અને હાલ તો રોજ બંને એક બીજા ને મળતા ......
બન્ને સાથે બુલેટ રાઇડ તો ક્યારેક શોપિંગ તો ફરવા , પિકચર જોવા અને ક્યારેક ક્યારેક તો જમવા માટે પણ જોડે જ જતા
આમ મુલાકાતો નો સિલસિલો વધતો ગયો અને બન્ને એક બીજા ની નજીક આવતાં ગયાં ....
" ભૂતડું ઓ ભૂતડું " વિધી પેલા છોકરા ની મસ્તી કરી હેરાન કરી રહી
" શું છે ભુલક્કડ વિધી " પેલો છોકરો બોલ્યો .
" આ તારા વાળ માં કંઇક લાગ્યું છે " વિધિ બોલી
" ક્યાં લાગ્યું છે સારા તો છે વાળ " પેલો છોકરો વાળ સરખા કરતા કરતા બોલ્યો .
" તો આ શું છે " વિધી વાળ ખેંચતા બોલી
" ઓય , વિધિડી શું કરે છે વાળ છોડ મારા " પેલો છોકરો વાળ છોડવતા બોલ્યો .
" અરે બાપા વાળ છોડ તું ભૂતડા " પેલા છોકરા એ વિધી ના વાળ પકડ્યા
" છોડ હવે વિધિડા " પેલો છોકરો બોલ્યો
પેલા છોકરા વાળ છોડવાના પ્રયાસ સાથે અજાણતા જ વિધી નો હાથ ઝાલ્યો .
વિધી એ આ જોયું તેનાં શરીરમાં જાણે ઝણઝણાટી ફેલાઈ ગઈ તેણે વાળ છોડ્યા .
" હા એમ , હુ પણ તારા કરતાં ઓછો તોફાની નથી હો વિધીડા ...." પેલો છોકરો વાળ સરખા કરતા બોલ્યો .
" હા .... " વિધી તેને જ નિહાળી રહી ......
" હા ..... એમ શું જોઈ છે વિધી " પેલા છોકરા એ વિધી ના પીઠ પર હળવી ટપલી મારતાં કહ્યું
" કાઈ નઈ " વિધી બોલી
" અરે બોલને " પેલો છોકરો બોલ્યો
" કાઈ નઈ , જ્યારે સમય આવશે ત્યારે કહી દઈશ " વિધી બોલી
" ચાલો તો હવે હું તને ઘરે મૂકી જાવ હા " પેલો છોકરો ઊભો થયો
" હા ચાલ આમ પણ ઘણું મોડું થઈ ગયું છે " વિધી બોલી .
અને બંને બુલેટ પર બેસી ને વિધી ના ઘર તરફ જવા માટે રવાના થઈ ગયા .
અહીં જશવંત ભાઈ અને ઘર માં બધા જ લોકો ને વિધી અને આ છોકરા વિશે ખબર હતી મહેશ ભાઈ અને બધા લોકો એ વિધી ને પેલા છોકરા સાથે ઘણી વાર જોઇ હતી .
પણ ક્યારેય વિધી સામે પોતાને બધું ખબર છે એવી જાણ થવા નહોતી દીધી .
વિધી ઘર માં આવી અને સોફા પર બેઠી .
" આ લે પાણી " હર્ષ વિધી ને પાણી આપતા બોલ્યો
" હા " વિધી પાણી નો ગ્લાસ લેતા બોલી .
" શું વિધી બેટા કેવું ચાલે છે " જશવંત ભાઈ બુક માં કંઇક લખતા બોલ્યાં .
વિધી ને લાગ્યું સામાન્ય રીતે પપ્પા પૂછે છે
" બસ સારું પપ્પા બધું સારું છે " વિધી પાણી પીતા પીતા બોલી .
" સારું છે ને પેલા છોકરાં ને ? " જશવંત ભાઈ બોલ્યાં
" કોણ છોકરો પપ્પા " વિધી બોલી
" એ જ છોકરો જેની સાથે તું આખો દિવસ પોતાનો સમય વિતાવે છે " વનિતા બેન પાણી નો ગ્લાસ લેતા બોલ્યાં
" એ ........... " વિધી બોલતા અટકી .
" આજે ક્યાં મોટા તળાવે ગયા હતા કે ફરવા ? " મહેશ ભાઈ એ પૂછ્યું .
" ના ..... હા ..... " વિધી થોડી ઘબરાઈ
" હા તો વનિતા ભાભી પેલો છોકરો જ અત્યારે સોસાયટી ના ગેટ પર મૂકી ગયો ને " શીતલ કાકી એ ઉમેર્યું .
" પપ્પા એ ફક્ત ..... " વિધી બોલી
" આ બધું શું છે વિધી હવે કઈક બોલીશ ? " વિધી ના મમ્મી વનિતા બેન એ પૂછ્યું
" મમ્મી ..... એ ..... " વિધી થોડી અચકાતી હતી બોલવામાં
" એ શુ વિધી " વનિતા બેન ગુસ્સા માં બોલ્યાં
" મમ્મી , હુ ખોટું નઈ બોલીશ પણ મને એ છોકરો ગમે છે " વિધી બોલી
" ગમે છે એટલે ..? " વિધી ના કાકી શીતલ બેન એ પૂછ્યું
" ગમે છે એટલે કાકી હું પ્રેમ કરું છું એને અને એને મન થી વરી ચૂકી છું . પોતાનો માની ચૂકી છું " વિધી બોલી ગઈ ...
"તુ ઓળખે છે એ છોકરા ને કે કાઈ ખબર પણ છે તને એ છોકરા વિશે ? અને કહે છે કે પ્રેમ કરે છે અને મન થી વરી ચૂકી
છે ! આ બધું બોલવામાં સારું લાગે ખરી દુનિયા ની વાસ્તવિકતા અલગ છે વિધી .... " વિધી ના મમ્મી બોલી રહ્યા ......