Garbhpaat - 3 in Gujarati Horror Stories by VIKRAM SOLANKI JANAAB books and stories PDF | ગર્ભપાત - 3

Featured Books
  • കിരാതം - 5

    വർഷങ്ങൾക്കു മുൻപ് ഈ ലില്ലി കുട്ടിയെ ഞാൻ അറസ്റ്റ് ചെയ്തിട്ടുണ...

  • അവിഹിതം?

    ഈ കഥ നടക്കുന്നത് ഇന്ത്യയിലാണ്.  മുഖംമൂടി ധരിച്ച് ഒരു വ്യക്തി...

  • ആരാണ് ദൈവം ?

    ആരാണ് ദൈവം ?   ദൈവം എന്താണ്? അല്ലെങ്കിൽ ദൈവം ആരാണ്? എന്റെ ജീ...

  • ബ്രാം സ്റ്റോക്കറുടെ ഡ്രാക്കുള - 2

    storyകഥ ഇതുവരെ :- മെയ് പതിനഞ്ചാം തീയതി ആയിരുന്നു. ടർവിനോ ന്റ...

  • I SAW A ANGEL

    I saw a angel. I call her lexi  "ഹേയ്, ഹലോ.ആരെങ്കിലും എന്നെ...

Categories
Share

ગર્ભપાત - 3

ગર્ભપાત - ૩

  ઢીંગલી અચાનક સોફા પરથી ઊભી થઈ અને એક વિચિત્ર પ્રકારનું અટ્ટહાસ્ય કરતી હવામાં અધ્ધર થઈ. તેના ભૂરા અને રેશમી વાળ ચારે બાજુ હવામાં ઉડવા લાગ્યા. એકદમ સોહામણી અને રૂપાળી લાગતી તે ઢીંગલી અત્યારે કોઈ બિહામણી ચુડેલ હોય તેવી લાગી રહી હતી....

   માહિબાની હાલત અત્યારે કફોડી હતી. આવી અગોચર ઘટના નજરોનજર નિહાળીને તે જાણે કોઈ પૂતળું હોય એમ એક જગ્યાએ ખોડાઈને ઊભાં રહી ગયાં હતાં. ઢીંગલીનું ભયાનક રૂપ જોઈને એને તેની સામું જોવાની હિંમત નહોતી થઈ રહી. માહિબાએ સાંભળ્યું હતું કે જો કોઈ ભૂત કે ચૂડેલની આંખોમાં જુએ તો એ સામેના વ્યક્તિના શરીર પર કબજો કરી લેશે.

  અત્યારે તો એમના મન મસ્તિષ્કમાં ડર સિવાય બીજું કંઈ દેખાતું નહોતું. ઢીંગલી પણ વધુને વધુ બીહામણી બની રહી હતી. માહિબાએ નોંધ્યું કે હવામાં જ ઢીંગલીનું કદ ધીમે ધીમે વધી રહ્યું હતું. 

  અચાનક માહિબાની નજર સામેની દિવાલ પર પડે‌ છે. દિવાલ પર અંગ્રેજોના સમયની બે જોટાવાળી બંદૂક લટકી રહી હતી. કારતૂસનો પટ્ટો પણ સાથે જ રાખેલો હતો. આઝાદી પછી હવે આ બંદૂકનો ઉપયોગ થવાનો‌ નહોતો છતાં પોતાની અમીરી અને જૂના સમયની પોતાના ખાનદાનની શિકારવૃતિને દર્શાવવા ખાતર તેને આવી રીતે બધા જુએ એમ રાખેલી હતી. 

માહિબાએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના દિવાલ પાસે પહોંચીને બંદૂક ઉતારી લીધી. ધ્રુજતા હાથે કારતુસના પટ્ટામાંથી કારતુસ કાઢીને બંદૂકમાં નાખે એ દરમિયાન એક બે કારતુસ નીચે પણ પડી ગયા. જેમ - તેમ કરીને બંદૂકની બંને નાળમાં કારતુસ ભરાવીને માહિબાએ બંદૂકને લોડ કરી. બંદૂકને લોડ કર્યા બાદ માહિબા જાણે પોતે કોઈ શિકારી હોય એમ ઢીંગલી સામે બંદૂક તાકીને ઊભાં રહ્યાં. 

પોતાની સામે બંદૂક તાકેલી જોઈને એ બિહામણી બનેલી ઢીંગલી માહિબા સામે ખંધું હસી. ધીમે ધીમે એનું હાસ્ય અટ્ટહાસ્યમા ફેરવાઈ ગયું અને આખા ઓરડામાં એનું હાસ્ય ગુંજવા લાગ્યું. 

  " માહિબા, તમે મને મારશો?? તમે મને ન ઓળખી?? " ઢીંગલીએ અટ્ટહાસ્ય કરતાં કરતાં માહિબાને પૂછ્યું.

ઢીંગલીને આમ વિચિત્ર અવાજમાં બોલતી જોઈને માહિબાના કપાળ પરથી પરસેવો નીતરીને ગાલ પર રેલાવા લાગ્યો હતો. 

" ક...ક...ક... કોણ છે તું?? " માહિબાએ ધ્રજતા હોઠોએ પૂછ્યું. તેમના મોઢામાંથી શબ્દો પણ સરખી રીતે નહોતા નીકળી રહ્યા.

" હું તમારી નાનકડી પૌત્રી !! જેને તમે જનમવા જ ન દીધી. એના જન્મ પહેલાં તમે એને ગર્ભમાં જ મરાવી નાખી. મને ન ઓળખી?? ..." અટ્ટહાસ્ય સાથે ઢીંગલીએ જવાબ આપ્યો. 

ઢીંગલીના મોંઢેથી આ શબ્દો સાંભળીને માહિબાનો ચહેરો સફેદ પડી ગયો. કાપો તો લોહી ન નીકળે એવી એની હાલત હતી. 

  " મારે કોઈ પૌત્રી નથી. તું કોઈ ચૂડેલ હોય એવું મને લાગે છે પણ હવે તું મારા હાથે નહીં બચે." એમ બોલતાંની સાથે માહિબાએ હાથમાં રહેલી જોટાળી બંદૂકનો ઘોડો દબાવી દીધો. 

બંદૂકમાંથી કોઈપણ જાતનો અવાજ ન આવ્યો એટલે માહિબા આશ્ચર્ય પામી ગયાં. તેમણે જોયું તો બંદૂકમાંથી માત્ર ધૂમાડાના ગોટા નીકળી રહ્યા હતા. કદાચ કારતુસ પડ્યા પડ્યા બગડી ગયા હશે એમ વિચારી માહિબાએ ગળે થૂંક ઉતારીને બીજી વખત ઘોડો દબાવ્યો પણ ધૂમાડા સિવાય કંઈ ન થયું. 

માહિબાની આ હરકત પર ઢીંગલી જોર જોરથી હસવા લાગી. " મરેલીને તમે કેટલીક વાર મારશો માહિબા?? " માહિબા સામે પોતાની ભયંકર આંખો કાઢીને ઢીંગલીએ કહ્યું. 

  માહિબાએ પોતાને બચાવવા માટે બૂમ પાડવાની કોશિશ કરી પણ તેનો અવાજ જાણે ગળામાંથી નિકળી જ નહોતો રહ્યો. 

  ઢીંગલીએ હવે ભયંકર સ્વરૂપ ધારણ કરીને એક તીણી ચીસ પાડી. તેની ચીસનો અવાજ એટલો તીવ્ર હતો કે ફાનસ અને બારીના કાચની સાથે સાથે માહિબાના કાનના પડદા પણ ફાટી ગયા. 

  ઢીંગલીએ અચાનક પોતાના એક હાથને માહિબા સામે લાવીને હવામાં ઊંચો કર્યો એ સાથે માહિબા પણ આપોઆપ હવામાં અધ્ધર થયાં. 

   ઢીંગલીનો ક્રોધ જાણે ચરમ પર હતો. તેની ભૂરી આંખોમાંથી સફેદ બનેલી આંખો હવે એકદમ લાલ બની ગઈ હતી. તેણે હવામાં ઊંચા કરેલા પોતાના હાથને જોરથી જમીન તરફ ખેંચ્યો એ સાથે જ માહિબા હવામાંથી નીચે જમીન પર પટકાયાં. 

    પછડાટ એટલી જોરદાર હતી અને સાથે માહિબાનું વજન પણ થોડું વધારે હોવાથી એને બમણું વાગ્યું હતું. માહિબાને લાગ્યું કે પોતાની કમર જાણે ભાંગી ગઈ હતી અને માથામાંથી લોહી પણ નીકળી રહ્યું હતું. પોતે ઊભા થઈ શકે એવી હાલતમાં નહોતાં. 

  પોતે હવે આ ચૂડેલ જેવી ડરામણી ઢીંગલીથી બચી નહીં શકે એમ માની પોતાને છોડી મૂકવા એમણે ઢીંગલી સામે હાથ જોડ્યા. પરંતુ ઢીંગલી પર એમના હાથ જોડવાથી કોઈ ફરક ન પડ્યો હોય એમ તે એક કાતિલ હાસ્ય સાથે માહિબા સામે ઊભી હતી.

   અચાનક માહીબાએ જોયું તો ઓરડામાં બારીના કાચના ટુકડા તેમજ ફાનસના કાચ આપોઆપ મૂળ જગ્યાએ ગોઠવાઈ રહ્યા હતા. પોતાની પાસે પડેલી બંદૂક અને કારતૂસનો પટ્ટો પણ જેમ હતા તેમ ગોઠવાઈ ગયા. ઓરડામાં જાણે કંઈ બન્યું જ નહોતું એમ બધું વ્યવસ્થિત થઈ ગયું. 

  એક તીણા અને ડરામણાં અવાજ સાથે ઓરડાનો દરવાજો ધીમે ધીમે ખૂલ્યો. માહિબાના આશ્ચર્ય વચ્ચે તે ઢીંગલી હળવા પગલે તે દરવાજામાંથી બહાર નીકળી ગઈ. 

   માહિબાને લાગ્યું કે તે હવે બચી જશે. ઢીંગલીએ તેને જીવીત છોડી દીધી છે, આથી તે શરીરમાં ભયંકર પીડા હોવા છતાં એકદમ હરખમાં આવી ગયાં. 

   અચાનક માહિબાએ જોયું તો તેની સાડીનો એક છેડો આપોઆપ છુટો પડીને પોતાના પગમાં વીંટળાઈ રહ્યો હતો. હજુ માહિબા આગળ કંઈપણ વિચારે એ પહેલાં માહિબા એક પગ હવામાં અધ્ધર હોય એવી રીતે સાડીના છેડા સાથે નીચેની ફર્શ પર ઢસડાવા લાગ્યાં. જાણે એકસાથે દસ લોકો પોતાને ખેંચી રહ્યા હોય એવી ઝડપથી માહિબા ઢસડાઈ રહ્યાં હતાં. 

   માહિબાએ જોયું તો તે ઢીંગલી હવે પહેલાંની માફક સુંદર બની ગઈ હતી. તે ધીમા પગલે બીજી તરફ આવેલા મમતાના ઓરડા તરફ જઈ રહી હતી. સીડીઓની બીજી તરફ આવેલો મમતાના ઓરડાનો દરવાજો ધીમેથી ખૂલે છે અને તે ઢીંગલી દરવાજે પહોંચીને હસતી - હસતી જાણે માહિબાને આવજો કહેતી હોય એમ પોતાના નાનકડા હાથ માહિબા તરફ હવામાં લહેરાવે છે.  તે પછી‌ અચાનક દરવાજામાં અદ્રશ્ય થઈ જાય છે.

  અચાનક સીડીઓ નજીક આવતાં પોતાનો કોઈએ હવામાં ઘા કર્યો હોય એમ માહિબા હવામાં ઉછળ્યાં. પોતાનું મોત નજીક આવેલું જોઈને માહિબા પોતાની આંખો બંધ કરી લેય છે. પોતે જે પાપ કર્યું હતું એ માટે ઈશ્વરને પ્રાર્થના કરવાનો સમય પણ‌ હવે તેમની પાસે નહોતો. માહિબાના ગળામાંથી એક ચીખ નીકળી પરંતુ તે જાણે હવામાં જ વિલીન થઈ ગઈ. 

   સવારે ભીમાની બૂમાબૂમથી બધાં સફાળા જાગી જાય છે. બધા નોકર - ચાકર તેમજ મમતા અને સાવિત્રી પણ પોત પોતાના ઓરડામાંથી બહાર નીકળીને ભીમો ઊભો હતો ત્યાં દોડીને પહોંચે છે. ભીમાને શું થયું તે પૂછતાં ભીમો ધ્રુજતાં - ધ્રુજતાં સામે રહેલી સીડીઓ પર આંગળી ચીંધે છે.

  ભીમાએ બતાવેલું દ્રશ્ય જોઈને ત્યાં ઊભેલા દરેકનાં રૂંવાડા ઊભાં થઈ જાય છે. બધાંએ જોયું કે ઉપરના ઓરડાઓની વચ્ચે નીચે આવવાની સીડી પર માહિબાનો મૃતદેહ લટકી રહ્યો હતો. માહિબાની અડધી સાડી તેમના ગળામાં થઈને સીડીઓ પર બનાવેલ લાકડાની આડશ વચ્ચેના ભાગમાં વીંટળાઈ ગઈ હોય છે. માહિબાની આંખોના ડોળા અને જીભ પણ બહાર નીકળી ગઈ હોય છે. 
     
    આવું ભયાનક દ્રશ્ય જોઈને સાવિત્રીના મોંઢેથી જોરદાર ચીખ નીકળી જાય છે......

( વધુ આવતા અંકે )

  અત્યાર સુધીની સ્ટોરી આપને કેવી લાગી એ વિશે આપના કિંમતી પ્રતિભાવો જરૂરથી આપશો.