સાત આઈડિયા સફળતાના
મિત્રો સફળતાનો જાદુ વિજ્ઞાન આધારિત છે . એટલે કે હવે વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરીને આ વસ્તુ પુરવાર કરી છે કે તમારા વિચારો તમારી લાગણીઓ તમારી માન્યતાઓ તમારું જીવન બદલી શકે છે .
સફરજનના ઝાડ પરથી સફરજન તૂટીને પડે તો એ નીચે જ પડશે આ ગુરુત્વાકર્ષણનો નિયમ છે . એવી જ રીતે આકર્ષણનો સિદ્ધાંત પણ એક નિયમ છે જે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલો છે .
ક્વોન્ટમ ફિઝિક્સ મુજબ દરેક વસ્તુ ઉર્જા છે . આપણું અર્ધજાગ્રત મન 90% શક્તિ સાથેનું એક જબરદસ્ત ઉર્જા નું સ્થાન છે . આપણા જીવનમાં લેવાયેલા બધા જ નિર્ણયો પાછળ આ અર્ધજાગ્રત મન કાર્ય કરે છે .
ન્યુરો પ્લાસ્ટીસીટી ના આધારે માનવ મગજમાં નવી નસોની જોડાણો બની શકે છે અને આપણા મગજનું માળખું પણ બદલાઈ શકે છે . સાદી ભાષામાં એનો અર્થ એવો કે તમે તમારા અર્ધજાગ્રત મનને રી પ્રોગ્રામ કરી શકો છો એની નિર્ણય લેવાની આદતો બદલી શકો છો .
આકર્ષણનો સિદ્ધાંત કોઈ જાદુ નથી . પરંતુ માનવ મગજ અને ઊર્જાના વૈજ્ઞાનિક નિયમો પર આધારિત છે . જો આપણે આપણા વિચારોને નિયંત્રિત કરીએ દ્રઢ વિશ્વાસ રાખીએ અને સકારાત્મક અભિગમ અપનાવીએ તો જીવનમાં ઇચ્છિત પરિણામો પામી શકાય છે . આધુનિક વિજ્ઞાન હવે આ સિદ્ધાંતોને સમર્થન આપે છે .
મિત્રો તમારું અર્ધજાગ્રત મન એને બનાવેલી પેટન્સ ને ફોલો કરે છે . અને એ જ પ્રમાણે નિર્ણયો લેવાય છે .અને એ જ પ્રમાણેની પરિસ્થિતિ તમારા જીવનમાં આકર્ષિત થાય છે . જો તમારે આમાં બદલાવ જોઈતો હોય તો તમારે તમારા અર્ધજાગ્રત મનની પેટન્સ એટલે કે આદત બદલવી પડશે . જ્યારે કોઈ વસ્તુ તમારી આદત બની જાય છે ત્યારે તમારા અર્ધજાગ્રત મનને એ આસાન લાગે છે અને એટલે એમાં ખલેલ કે વિરોધ નથી કરતું . અને તમારા કામ સફળતા તરફ આગળ વધે છે . અર્ધજાગ્રત મનની આ પેટર્નસ તોડવા માટે તમારે તમારી આદતોને બદલવી પડશે . એ પણ એક દિવસમાં નહીં થાય પણ ધીરે ધીરે નાના પગલાં લઈને તમારે તમારા અર્ધજાગ્રત મનને તૈયાર કરવું પડશે . આમ કરવાથી મને કોઈ જ તકલીફ થતી નથી એવું એની સમજમાં આવશે એટલે નવો પ્રોગ્રામ થવા માંડશે . આદતો બદલવા કે પેટન્સ ને તોડવા નીચે આપેલી આઈડીયાઓનો ઉપયોગ કરો.
૧ તમે રોજ જમણા હાથથી બ્રશ કરો છો તો આજથી ડાબા હાથથી બ્રશ કરવા પ્રયત્ન કરો .તમે જમણા હાથથી લખતા હો તો આજથી પ્રયત્ન કરો કે રોજ બે ચાર લાઈન ડાબા હાથથી લખી શકાય .
૨ નવી ભાષા શીખો . તમને ગુજરાતી આવડે છે તો હવે મરાઠી ભાષા કે બીજી કોઈ ભાષા બોલવાનું લખવાનું ચાલુ કરો .
૩ નવી રમત રમવાનું ચાલુ કરો. ધારો કે તમને ક્રિકેટ રમવાનું ગમે છે આવડે પણ છે પણ હવે ફૂટબોલ રમવાનું કે વોલીબોલ રમવાનું ચાલુ કરો .
૪ રોજ જે સમય પર જાગો છો એના કરતાં એક કલાક પહેલા જાગો અને ધ્યાન કરો .
પ મારાથી નહીં થાય એના બદલે હું કેવી રીતે કરી શકું એવો અભિગમ અપનાવો .
૬ તમારી ઈચ્છાઓ બધા સાથે શેર કરો .જ્યારે તમે વધારે લોકોને તમારી ઈચ્છાઓ વિશે વાત કરશો ત્યારે તમારું અર્ધજાગ્રત મન તમને શરમથી બચાવવા માટે તમારી ઈચ્છાઓ પૂરી કરવાના રસ્તા ગોતશે .
૭ ડર કે આગે જીત હે . તમારા ડરને ઓળખો અને એમાંથી બહાર નીકળવાના ધીમે ધીમે પ્રયત્ન ચાલુ કરો . ધ્યાન આપો કયું કામ કરવાનું કંટાળો આવે છે અને પછી એ કામ ટાળવાને બદલે જલ્દીથી જલ્દી પૂરું કરો .
" હું સ્વસ્થ સમૃદ્ધ અને સુખી છું " આ વાક્યને ઊંધું વાંચો ને ઊઘુ લખો . રોજ જમણો બુટ પહેલા પહેરતા હો તો હવેથી ડાબો બુટ પહેલા પહેરો .તમારી આદતો તોડો . મિત્રો રોજ આવી રીતે એક નાનું નાનું પગલું લઈ તમે તમારા અર્ધજાગ્રત મનની પેટન તોડી શકશો અને પછી જ્યારે તમને આ બધું શક્ય બનતું લાગશે . ત્યારે તમારા અર્ધજાગ્રત મનમાં નવી નશોનું જોડાણ થવા માંડશે અને તમારું પ્રોગ્રામિંગ બદલાશે .
ધન્યવાદ
પંકજ ભારત ભટ્ટ .