7 Idea Safadtana - 7 in Gujarati Human Science by PANKAJ BHATT books and stories PDF | ૭ આઈડિયા સફળતા ના - પ્રકરણ 7

Featured Books
Categories
Share

૭ આઈડિયા સફળતા ના - પ્રકરણ 7

સાત આઈડિયા સફળતાના ભાગ ૭ 

વર્તન
તમારું વર્તન તમારી સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે .

આપણા સમાજમાં આપણે અવારનવાર સફળતાને શૈક્ષણિક યોગ્યતા, કૌશલ્ય અને બુદ્ધિમત્તા સાથે જોડીએ છીએ . પરંતુ આપણે એક મહત્વપૂર્ણ પાસું ભૂલી જઈએ છીએ જે લાંબા ગાળે સફળતાને પ્રભાવિત કરે છે . આપણું વર્તન એ આપણા મૂલ્યો , માન્યતાઓ અને વિચારોનું પ્રતિબિંબ છે . આપણું વર્તન આપણે અન્ય લોકો સાથે કેવી રીતે વાતચીત કરીએ છીએ કેવી રીતે પડકારનો સામનો કરીએ છીએ અને આપણા ધ્યેય તરફ કેવી રીતે આગળ વધીએ છીએ તેને આકાર આપે છે .

" in every situation try to respond rather than react "  

દરેક પરિસ્થિતિમાં પ્રતિક્રિયા આપવાની બદલે પ્રતિભાવ આપવાથી સફળતા નો દ્વાર ખુલે છે .


મોટાભાગના લોકોનું અર્ધજાગ્રત મન પ્રતિક્રિયા આપવા માટે પ્રોગ્રામ થયેલું છે અને એના કારણે જીવનમાં સફળતા મેળવવામાં અડચણો આવે છે .

સચિન તેંડુલકર અને વિનોદ કામળી બંને જ પ્રતિભાશાળી ક્રિકેટરો હતા. આજે જ્યારે એમાંથી એકને સફળ અને બીજાને નિષ્ફળ જોઈએ છીએ ત્યારે તપાસીએ તો ખબર પડશે કે મૂળમાં તેમની અંદર ફક્ત તેમના વર્તનમાં જે ફરક હતો એના કારણે સચિન તેંડુલકરને સફળતા પ્રાપ્ત થઈ .

સફળ લોકો પડકારોને અવરોધ તરીકે નહીં પણ શીખવાની તક તરીકે જુએ છે.
સફળ લોકો હંમેશા નવું શીખવા માટે નવું જાણવા માટે તત્પર હોય છે .
સફળ લોકો પોતાની ભૂલો માટે બીજાને દોષ આપતા નથી . જવાબદારી સ્વીકારી કાર્ય પૂરું કરે છે .
સફળ લોકો નિષ્ફળતાને અવરોધ ન માની સીડી માને છે અને એનો ઉપયોગ કરી શીખ મેળવી આગળ વધે છે .
સફળ લોકો સંબંધોની કિંમત સમજે છે અને તેના માટે સમય ફાળવે છે .

સફળ થવા માટે તમારા વર્તનમાં પરિવર્તન લાવવા અમુક આઈડિયાઓનો ઉપયોગ કરો .
૧ . લિસ્ટ બનાવો તમારા મિત્રોમાં તમારા સંબંધોમાં કોની સાથે તમને ફાવે છે અને એનું કારણ શું છે એમના એવા કયા ગુણ છે અને એ તમારી સાથે કેવું વર્તન કરે છે જેથી તમારું એમની સાથે જામે છે .

૨ . જેવું વર્તન તમે ઇચ્છો છો કે બીજા તમારી સાથે કરે . એવું વર્તન તમે ધ્યાન આપી બધા સાથે કરવા નો પ્રયત્ન કરો .

૩ . નાની નાની વાતથી શરૂઆત કરો . વોચમેન કે લિફ્ટ મેનને ગુડ મોર્નિંગ કહો .

૪ . બને એટલું ચહેરા પર સ્માઈલ રાખવાની કોશિશ કરો .

૫ . તમારા પરિવાર તમારા મિત્રોને પુછો કે એમને તમારું વર્તન કેવું લાગે છે અને શું એમાં ફેરફાર કરવાની જરૂર છે .

૬ . યાદ રાખો સંબંધ બનાવવામાં ઘણી મહેનત અને સમય લાગે છે . પણ તોડવા માટે ફક્ત એક પ્રતિક્રિયા પૂરતી છે .

૭ . સામેવાળાને હંમેશા શાંતિથી સાંભળો અને એની વાત પૂરી થાય પછી ક્ષણ ભર વિચારી કોઈ પ્રતિભાવ આપો .

દરેક વ્યવસાયમાં આપણે જોઈએ છીએ કે લોકો ખૂબ જ પ્રતિભાશાળી હોય છે . પણ કોઈ સફળ થાય છે તો કોઈ નિષ્ફળ , મારા બિલ્ડિંગની નીચે જ વાત કરું તો બે કરિયાણાની દુકાન છે એકમાં હંમેશા ભીડ હોય છે અને એક હંમેશા ખાલી હોય છે . બંને પાસે સામાન તો એક સરખો જ છે . જે મૂળભૂત ફરક છે તે બંનેના વ્યવહારનો છે એમના વર્તનનો છે .

આપણે ભલે કેટલા પણ હોશિયાર કે કુશળ હોઈએ આપણું વર્તન જ અંતે આપણી સફળતાનું નિર્ધારણ કરે છે . આપણું વર્તન આપણા સંસ્કારો દેખાડે છે . સારી વાત એ છે કે વર્તન ને પરિવર્તન કરી શકાય છે . જો તમે પ્રયત્ન કરો પ્રતિસાદ મેળવો અને ધીરજ રાખો તો તમે ચોક્કસપણે તમારા વર્તનને સુધારી શકો છો . જે તમને તમારા વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં વધુ સફળતા તરફ દોરી જશે .

યાદ રાખો સફળતા એ માત્ર તમે શું જાણો છો તે નથી . પરંતુ તમે તમારા જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરો છો અને તમે અન્ય લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરો છો તે પણ છે . તમારું વર્તન તમને તમારા લક્ષયો સુધી પહોંચવામાં મદદ કરે છે અથવા તમને પાછળ ખેંચે છે . પસંદગી તમારા હાથમાં છે . 

ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .