સાત આઈડિયા સફળતાના ભાગ 8 છેલ્લો
વળતર
મિત્રો સામાન્ય માણસો દરેક કાર્ય વળતર માટે જ કરતા હોય છે . આપણા અર્ધજાગૃત મનનું પ્રોગ્રામિંગ એવી રીતે થયેલું છે . કોઈપણ કાર્ય કરીએ એટલે મને શું મળશે? મારો શું ફાયદો ? આ પ્રશ્ન સ્વાભાવિક છે .આકર્ષણ ના નિયમને ફોલો કરવાથી અગણિત ફાયદા થશે .
આકર્ષણનો નિયમ એ આ પૃથ્વી પર જીવતા મનુષ્ય માટે વરદાન છે . આ નિયમ કહે છે કે તમે જેવા વિચારો રાખો છો જેવી માન્યતાઓમાં માનો છો અને જેવી લાગણીઓ અનુભવો છો તેવું જ જીવન તમે આકર્ષિત કરો છો . જો તમે સકારાત્મક વિચારો રાખશો તો તમે સકારાત્મક પરિણામ મેળવશો અને જો તમે નકારાત્મક વિચારો રાખશો તો તમે નકારાત્મક પરિણામો મેળવશો . આ નિયમમાં વિશ્વાસ રાખવાથી અમાપ લાભો મળે છે . પરંતુ ક્યારેક ઈચ્છિત પરિણામો મેળવવામાં સમય લાગે છે . આવી પરિસ્થિતિમાં દ્રઢ રહેવું અને પ્રેરિત રહેવું એ મહત્વપૂર્ણ છે . સફળતા માટે તમારે આકર્ષણ ના નિયમ પર અતુટ વિશ્વાસ કેળવવો પડશે .
આકર્ષણ ના નિયમમાં વિશ્વાસ રાખવાથી અનેક ઇનામો મળે છે . સૌથી મોટું ઇનામ એ છે કે તમે તમારા જીવનના સર્જક બનો છો . તમને એ સમજાય છે કે તમારા વિચારો અને લાગણીઓ તમારા વાસ્તવિક જીવનને આકાર આપે છે . આ જાગૃતિ તમને વધુ સભાનતા સાથે જીવવા અને તમારા વિચારોને જાણી જોઈને નિયંત્રિત કરવા પ્રેરિત કરે છે .
બીજો ફાયદો એ છે કે તમે તમારા જીવનમાં વધુ સુખ અને આનંદ અનુભવો છો . અને એટલે તમે સકારાત્મક વિચારો રાખો છો ત્યારે તમે સકારાત્મક લાગણીઓ અનુભવો છો . આ સકારાત્મક લાગણીઓ તમારા જીવનમાં વધુ સારી બાબતો આકર્ષિત કરે છે . જે તમને વધુ સુખી બનાવે છે આ એક સકારાત્મક ચક્ર બને છે જે તમારા જીવનમાં વધુ સુખ અને આનંદ લાવે છે .
આકર્ષણનો નિયમ તમને વધુ આશાવાદી બનાવે છે . તમે એ સમજો છો કે તમારા વિચારો તમારા વાસ્તવિક જીવનને આકાર આપે છે તેથી તમે હંમેશા આશાવાદી રહેવાનો પ્રયાસ કરો છો . આ આશાવાદ તમને જીવનની મુશ્કેલીઓ સામે લડવામાં મદદ કરે છે અને તમને વધુ દ્રઢ બનાવે છે .
આકર્ષણ ના નિયમમાં વિશ્વાસ રાખવાથી તમે વધુ કૃતજ્ઞ બનો છો. તમે તમારા જીવનમાં જે સારું છે તેની કદર કરવાનું શીખો છો અને આ કૃતજ્ઞતા તમારા જીવનમાં વધુ સારી બાબતો આકર્ષિત કરે છે . તમે જેટલા વધુ કૃતજ્ઞ બનશો તેટલી વધુ સારી બાબતો તમારા જીવનમાં આવશે .
આકર્ષણનો નિયમ તમને વધુ જવાબદાર બનાવે છે . તમે સમજો છો કે તમારા વિચારો અને લાગણીઓ તમારા જીવનને આકાર આપે છે તેથી તમે તમારા વિચારો અને લાગણીઓ માટે જવાબદારી લેવાની શીખો છો . આ જવાબદારી તમને વધુ પરિપક્વ અને સંતુલિત બનાવે છે .
આકર્ષણ ના નિયમ નો ઉપયોગ કરીને તમે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો . તમે તમારા વ્યવસાયમાં સફળ થઈ શકો છો . તમારા સંબંધોને સુધારી શકો છો . તમારું સ્વાસ્થ્ય સુધારી શકો છો . અને વધુ સુખી અને સંતુષ્ટ જીવન જીવી શકો છો .
કેટલીક વાર તમારી ઈચ્છાઓ પૂરી થવામાં સમય લાગે છે . આ સમયમાં પ્રેરિત રહેવું મુશ્કેલ થઈ જાય છે . તમે નિરાશ થઈ શકો છો અને વિશ્વાસ ગુમાવી શકો છો .
યાદ રાખો તમે જ્યારે બ્રહ્માંડ પાસે કંઈક મોટું માંગશો ત્યારે એ તમારી પરીક્ષા લેશે .તમારી સામે નવા અવરોધો આવશે અને જો તમે એનાથી હાર માની અને આકર્ષણ ના નિયમ પરનો વિશ્વાસ ખોઈ બેસશો તો સફળતા ના નિયમ ખબર હોવા છતાં તમને નિષ્ફળતા પ્રાપ્ત થશે .
દાદા સાહેબ ફાળકે જેમને ભારત સિનેમા જગતના પિતામહ કહેવાય છે . એમણે એમના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી સફળતા પ્રાપ્ત કરી . એમનું સપનું હતું ભારતીય ફિલ્મ બનાવવાનું એ પણ એ સમયમાં જ્યારે આપણે અંગ્રેજોના ગુલામ હતા . આવી પરિસ્થિતિમાં એમની પાસે જોઈતા પૈસા ન હતા છતાં તેમણે વિદેશ જઈ ટેકનીક શીખી ત્યાંથી ઉપકરણો મંગાવ્યા અને બધું જ જાતે શીખ્યા . આ બધું કરવા પાછળ એમનું ઘર સુધા વેચાઈ ગયું હતું . પણ તેમનું ધ્યાન ક્યારે આ તકલીફો તરફ નહતુ . તેમનો ધ્યેય ફક્ત ભારતીય ફિલ્મ બનાવવાનું હતું . એ સમયે સ્ત્રીઓને ફિલ્મમાં કામ કરવા માટેનું બંધન હતું . આવા અગણિત અવરોધો હોવા છતાં તેમણે એ બધા પાર કર્યા અને 1913 માં " રાજા હરિશ્ચંદ્ર " નામની ફિલ્મ બનાવી . ભારતીય સિનેમાના પાયાના પથ્થર ગણાતા દાદા સાહેબ ફાળકે ના માનમાં ભારત સરકાર દર વર્ષે ' દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ' આપે છે . જે ફિલ્મ ઉદ્યોગમાં સર્વોચ્ચ સન્માન છે . " હરિશ્ચંદ્રા ચી ફેક્ટરી " આ મરાઠી ફિલ્મ છે . સબ ટાઈટલ સાથે મળી જશે . જોવો અને તમારો આકર્ષણ ના નિયમ પર નો વિશ્વાસ મજબૂત બનાવો .
છેલ્લે એટલું કહીશ કે આકર્ષણ નો નિયમ એ એક શક્તિશાળી સાધન છે . જે જીવનના કોઈ પણ પડાવ પર તમારા હાથમાં આવે તો એનો ઉપયોગ તમારા જીવનને આકાર આપવા માટે કરજો . તમારા વિચારો , તમારી માન્યતાઓ , તમારી લાગણીઓ તમારું જીવન બનાવે છે . આ જાદુ નથી વિજ્ઞાન છે . જ્યાંથી પણ જેટલી પણ માહિતી મળે ભેગી કરો અને પોતાનો વિશ્વાસ મજબૂત બનાવો .બુક્સ વાંચો , વીડિયો જુઓ , સફળ લોકોના ઇન્ટરવ્યૂ સાંભળો . બ્રહ્માંડ જ્યારે તકો ઉભી કરે તો એને ઝડપીને પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરો. આશા છે કે તમે આ લેખમાંથી કંઈક શીખ્યા હશો . તમારા જીવનમાં આકર્ષણ ના નિયમોનો ઉપયોગ કરી સફળતા પ્રાપ્ત કરશો એવી ઈશ્વરને પ્રાર્થના .
ધન્યવાદ
પંકજ ભારત ભટ્ટ .