સાત આઈડિયા સફળતાના ભાગ પાંચ
વિપુલતા
મિત્રો " બધું પૂરતું છે ! " બધું જ ભરપૂર છે ! આ વાક્યોને જીવનમાં ઊંડે ઉતારવાની જરૂર છે .
અભાવની મનોવૃત્તિ માંથી નીકળી સમૃદ્ધિની મનોવૃત્તિ તરફ જવાની જરૂર છે .
આપણા પૂર્વજો પાસે જે હતું એના કરતાં આપણી પાસે વધારે જ છે . પણ આપણા અભાવની મનોવૃત્તિના કારણે આપણને બધું ઓછું જ લાગે છે . " હજુ પૂરતું નથી " " મારે વધુ જોઈએ છે " " બધુ ઓછું પડે છે " જ્યારે આપણે આ માન્યતા માંથી છૂટશુ ત્યારે જીવનમાં પરિવર્તન આવશે .
અભાવની મનોવૃતિમાં મનુષ્યનું ધ્યાન ફક્ત કમીઓ તરફ હોય છે . એને લાગે છે કે એણે જે મળ્યું છે એ પૂરતું નથી . જેના કારણે ડર , તણાવ અને ઈર્ષા અનુભવે છે . બીજાની સફળતા જોઈ પોતાને નાનો અને ગરીબ માને છે . જેના કારણે એ દુઃખી થાય છે .
જ્યારે તમારી મનોવૃત્તિ સમૃદ્ધિ વાળી હોય છે ત્યારે તમારું ધ્યાન તમે શું મેળવ્યું છે એના તરફ હોય છે . અને એના માટે તમે ઈશ્વરનો આભાર માનતા હો છો . ત્યારે તમને બીજાઓની સફળતા જોઈને આનંદ થાય છે . જ્યારે તમારી મનોવૃત્તિ આવી હોય છે ત્યારે બ્રહ્માંડ તમને વધુ આપે છે .
આ દુનિયામાં ઈશ્વરે બધું જ ભરપૂર બનાવ્યુ છે . અને જેમ જેમ જરૂર પડશે એમ વધુને વધુ એ આપતો જ જશે . આ સૃષ્ટિ પર જ્યારે વસ્તી ઓછી હતી ત્યારે પણ બધું જ ભરપુર હતું . અને આજે દુનિયાની વસ્તી આટલી બધી વધી ગઈ છે તો પણ કોઈ જ કમી નથી . ઊલટાનું પહેલા કરતા અત્યારે વધારે સારી સુવિધાઓ મળે છે . દુનિયામાં ભરપૂર પૈસા છે , દુનિયામાં ભરપૂર પાણી છે , દુનિયામાં ભરપૂર જમીન છે , દુનિયામાં ભરપૂર ઓક્સિજન છે , દુનિયામાં ભરપૂર સારા લોકો છે , કીડીને કણ હાથીને મણ અને આપણને પણ જે જોઈતું હશે એ બધું જ મળી રહેશે એ વિચાર નું વાવેતર કરો .
અભાવની મનોવૃત્તિ થી સમૃદ્ધિની મનોવૃત્તિ તરફ જવા માટે નીચેના આઈડિયાઓ નો ઉપયોગ કરો.
૧ તમારી પાસે શું છે એની તરફ ધ્યાન આપો અને એના માટે ઈશ્વરનો આભાર માનો . આ વાર્તા તમે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં વાંચી રહ્યા હશો તો તમારી પાસે એ છે એ વાતનો આભાર માનવો .
૨ " બધુ ભરપૂર છે " આ મંત્રનો જાપ કરો . તમને આપવાથી બ્રહ્માંડમાં કાંઈ ઓછું નથી થઈ જવાનું . ઈશ્વર પાસે બધાને બધું જ આપવાની તાકાત છે .
" અહમ બ્રહ્માસ્મિ " તમારી અંદર બ્રહ્માંડનો અંશ છે . તમે પોતે ઈશ્વરના સંતાન છો એટલે તમે એના વારસદાર છો અને તમને તમારો હક જરૂર મળશે .હા પણ એ હક માટે તમારે એક કાબેલ સંતાન બનવું પડશે .
૩ સફળ લોકોથી તુલના કરવાનું બંધ કરો . એમના માટે ખુશી અનુભવો . એમની સફળતા જોઈ ઈર્ષા કરવાને બદલે એમને આશીર્વાદ આપો .
૪ લોકોને મદદ કરો , દાન કરો , દયા કરો, પૈસા હોય તો પૈસા આપો , જ્ઞાન હોય તો જ્ઞાન આપો , આપવાથી ઘટવાનું નથી વધવાનું છે આ હંમેશા યાદ રાખો . ક્યારેક કોઈ ગરીબ તમારી પાસે એક રૂપિયો માંગે તો એને સો રૂપિયા ખુશી થી આપો .ખુશીથી આપશો તો ૧૦૦ ના ૧૦૦૦ પાછા મળશે પણ જો દુઃખી થઈને આપશો તો તમારા ₹100 ઓછા થઈ જશે .
પ હિલ સ્ટેશન પર ફરવા જાઓ , નદીએ નાહવા જાઓ , ખેતરો માં લટાર મારવા જાઓ પ્રકૃતિ સાથે જેટલા જોડાયેલા રહેશો એટલો વધારે તમને વિપુલતા નો અનુભવ થશે .
અભાવથી સમૃદ્ધિ તરફની મનોવૃત્તિ માટે ઓલ ધ બેસ્ટ . તમારા મનમાં અભાવના થયેલા અંધકારને દૂર કરવા આભાર નો દીવો સળગાવો અને સમૃદ્ધિનું અજવાળું પામો .
આપણી બહારની દુનિયા આપણી અંદરની દુનિયાનું પ્રતિબિંબ છે . જ્યારે આપણે અંદરથી માની લઈશું કે બધું પૂરતું છે ત્યારે બહારની દુનિયામાં પણ સંપૂર્ણતા જોવા મળશે .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .