Chotho Aekko - 1 in Gujarati Classic Stories by Anwar Diwan books and stories PDF | ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 1

Featured Books
Categories
Share

ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 1

પ્રકરણ એક

નાસ્તાની ટ્રે પર પુરો હાથ સાફ કર્યા બાદ જેક આરસરે તેને એકબાજુ ખસેડી દીધી.ત્યારબાદ તેણે કોફી પોટમાં નજર નાંખી જોકે તે પણ ખાલી થઇ ગયો હતો.આરસરે લાંબો નિસાસો નાંખ્યો અને સિગારેટ સળગાવીને રૂમની દિવાલોનુંનિરીક્ષણ કરવા લાગ્યો.
તેને યાદ આવ્યું કે તે સેન્ટ સેવિન જેવી તદ્દન વાહિયાત હોટેલમાં પણ રહી ચુક્યો છે જેની તુલનાએ આ હોટલ તો સારી હતી અને સૌથી મોટી વાત એ હતીકે આ હોટલથી વધારે સસ્તી હોટેલ આખા પેરિસમાં જડે તેમ ન હતી.
આરસરે ઘડિયાલ પર નજર નાંખી , જો પેટરસનને મળવાનો સમય થઇ ગયો હતો.આ એપોઇમેન્ટનો ખ્યાલ આવતા જ તેને એ નિરસ રેલયાત્રા યાદ આવી ગઇ જે પ્લાઝા એન્થની હોટલથી શરૂ થઇને ડર્બોક, એકવેલિસ કોન્કોર્ડ ફ્રેન્કલિન રૂઝવેલ્ટથી થઇને અંતે અલામા માર્સેલુ પર સમાપ્ત થશે.
તેના વિચારો તેના ભૂતકાળ પર પહોચ્યા જો સમયે તેને સાથ આપ્યો હોત તો તે પણ આજે ધનવાન વ્યક્તિ હોત તેની પાસે પણ એસી કાર હોત જેને વર્દીધારી શોફર ચલાવતો હોત જો કે તે બધી તેની ભૂતકાળની વાતો હતી.
જેકે જલ્દી જલ્દી જેકેટ પહેર્યુ અને આયના પર નજર નાંખી.તેની ઉંમર પચાસની આસપાસ થઇ ગઇ હતી પણ તે હજી પણ શરીરે હૃષ્ટપુષ્ટ હતો.જો કે તેના માથા પરનાં વાળ ઓછા થઇ ગયા હતા પણ વાદળી રંગની આંખો અને ગુલાબી ગાલ ધરાવતો તેનો ચહેરો આજે પણ એટલો જ આકર્ષક લાગતો હતો.જો કે તેની તોંદ વધી ગઇ હતી જેના કારણે જેકેટ તેના પેટ પર એટલું આકર્ષક લાગતું ન હતું.આ ઉપરાંત તેને પોતાના સુટમાં ઘણી બેચેની થતી હતી.જો કે તેનો સુટ નામાંકિત દરજીએ સિવ્યો હતો પણ લાંબો સમય થઇ ગયો હોવાને કારણે સુટ તેની સુંદરતા ગુમાવી ચુક્યો હતો.જો કે જેકે મનોમન વિચાર્યુ કે તેનો દેખાવ હજી પણ પ્રભાવશાળી છે ભલે તેનો ચહેરો પહેલા જેવો આકર્ષક નથી પણ તે રોબદાર લાગે છે.
જેકે બારીની બહાર જોયું.ધીમી ગતિએ ટ્રાફિક ચાલુ હતો કારો અને અન્ય અલગ અલગ વાહનોનો અવાજ બારીમાંથી થઇને રૂમમાં આવતો હતો.
તે બારી પાસેથી હટી ગયો.ચાલ હવે ઓવરકોટ પહેરી લઉ અને નિકળું.ત્યારે જ તેને વિચાર આવ્યો કે તેને ઓવરકોટની સાથે ફેલ્ટ હેટ પણ પહેરવી પડશે અને જ્યારે પ્લાઝા એન્થની હોટલ પહોંચીશ ત્યારે હેટ સાચવવા માટે તે છોકરીને ઓછામાં ઓછી ત્રણ ફ્રાંકની ટીપ આપવી પડશે આમ વિચારીને તેણે ઓવરકોટ પહેરવાનો વિચાર ત્યાગી દીધો.તેણે પોતાની બ્રીફકેશ ઉઠાવી, રૂમની બહાર આવીને દરવાજા પર તાળુ માર્યુ અને લિફટની તરફ આગળ વધી ગયો.
બરાબર તે જ સમયે અન્ય એક વ્યક્તિ લિફટની બાજુનાં રૂમમાંથી બહાર નિકળ્યો પોતાનો દરવાજો બંધ કરીને તે લિફટની પાસે આવ્યો અને બટન દબાવ્યું.
તેને જોઇને જેકે પોતાની ચાલ ધીમી કરી દીધી અને તેને ધ્યાનથી જોયો.તેના જેવો મનોહર વ્યક્તિ તેણે આજ સુધી જોયો ન હતો.તેનું શરીર પાતળુ પણ મજબૂત, વાળ કાળા ભમ્મર હતા, તેનું નાક ગરૂડ જેવું અને આંખો મોહક હતી.જેકને વિચાર આવ્યો કે તે જરૂર અભિનેતા હશે.તેના શરીર પર જે કપડા હતા તે પણ ખાસ્સા મોંઘા હતા અને જૂતા અને બેલ્ટ તો જુક્કીનાં જ હશે.નેકટાઇ પણ ઇટાલિયન છે.
આ દરમિયાન તે વ્યક્તિ લિફટમાં દાખલ થઇ ગયો હતો અને જેકનાં પહોંચવાની રાહ જોઇ રહ્યો હતો જેથી તે લિફટનો દરવાજો બંધ કરી શકે.
જેવો જેક અંદર આવ્યો તેના નાકમાં મોંઘા સેન્ટની ગંધ પ્રવેશી હતી.
ઓ ગોડ શુ માણસ છે..તેને જોઇને જેકને ઇર્ષ્યાની લાગણી પેદા થઇ હતી.તેની આંગળીમાં હીરાની અંગુઠી હતી અને કાંડા પર ઓમેગાની સોનાની ઘડિયાલ હતી અને બીજા હાથ પર પ્લેટિનમનું બ્રેસલેટ પહેર્યુ હતું.
બહુ સુંદર દિવસ છે તે વ્યક્તિએ જેકને કહ્યું...જે લિફટનો દરવાજો બંધ કરવામાં પરોવાયેલો હતો.તેનો અવાજ પણ રણકદાર હતો.વસંતમાં તો પેરિસ લાજવાબ હોય છે.
હાં....જેકે ટુંકમાં જવાબ આપ્યો જો કે તેને એ વાતની નવાઇ લાગતી હતી કે આ ધન્ના શેઠ એક સાધારણ હોટેલમાં શું કરી રહ્યો છે.તે સમયે જ પેલી વ્યક્તિએ પોતાના ખિસ્સામાંથી સોનાનો સિગારેટ કેસ કાઢ્યો જેના પર તેના નામનાં પ્રથમાક્ષર કોતરાયેલા હતા જે હીરાથી જડેલા હતા.
મને લાગે છે કે તમને સિગારેટનો વાંધો નહિ હોય તેણે સિગારેટ કેસ જેકની સામે ધર્યુ અને ખિસ્સામાંથી સિગારેટ સળગાવવા માટે રત્ન જડિત ડનહિલ લાઇટર કાઢ્યું.નીચે પહોંચીને તેણે જેકની સામે ડોકુ હલાવ્યુ અને ફરી રિસેપ્શન કાઉન્ટર પર જઇને પોતાનાં રૂમની ચાવી સોંપી અને હોટલની બહાર નિકળી ગયો.
આરસર આ હોટલમાં ત્રણ અઠવાડિયાથી હતો અને આ દરમિયાન તેને રિસેપ્શન કલાર્ક અને દરવાન સાથે ખાસ્સી ઓળખાણ થઇ ગઇ હતી.પોતાના રૂમની ચાવી કાઉન્ટર પર મુકતા તેણે પુછ્યું આ કોણ છે.કેવિલે આરસર તરફ જોયું.તે મોસ્ય ક્રિસ્ટોફર ગ્રેનવિલ છે જે કાલ રાતે જ જર્મની પહોંચ્યા છે.
જર્મની....પણ તે તો અંગ્રેજી બોલે છે.
તે અંગ્રેજ જ છે મોંસ્ય આરસર...
લાગે છે લાંબો સમય સુધી રોકાશે...
તેમણે એક અઠવાડિયા માટે રૂમ બુક કરી છે.
આરસરનાં ચહેરા પર ધુર્ત સ્મિત ફરકી ગયું.બહુ યોગ્ય સમયે પેરિસ આવ્યા છે વસંતમાં તો પેરિસની યુવાની ચરમકક્ષાએ હોય છે કહીને આરસર બહાર ચાલ્યો ગયો.મેટ્રો રેલ્વે તરફ આગળ વધતા જેક આરસર વિચારતો હતો કે ગ્રેનવિલ જેવો ધનાઢય પેરિસનાં તદ્દન સસ્તી હોટલમાં કેમ રોકાયો છે....જરૂર કોઇ વાત હશે તેનું સિગારેટ કેસ જ વીસ હજાર ફ્રાંકનું હશે.થોડીવારમાં તેણે બીજા તમામ વિચારો મગજમાંથી કાઢી નાંખ્યા અને પેટરસન અને તેના વાહિયાત બિઝનેશ આઇડિયા અંગે વિચાર કરવા લાગ્યો.
દોઢ વર્ષ પહેલા આરસરે પેટરસન જેવી વ્યક્તિ માટે કામ કરવા તરફ ધ્યાન પણ આપ્યું ન હોત પણ હવે પરિસ્થિતિ બદલાઇ ગયેલી છે.
વર્તમાન સમયે જેક મેટ્રોનાં સેકન્ડ કલાસ કમ્પાર્ટમેન્ટમાં બેઠો હતો જે તેના ભૂતકાળમાં સરકી ગયો હતો.દોઢ વર્ષ પહેલા તે લ્યુસેન( સ્વીત્ઝર્લેન્ડ)માં એક ફાયનાન્સિયલ સંસ્થામાં સિનિયર પાર્ટનર હતો.તેની ફર્મનું સ્વીસમાં એકાઉન્ટ હતું જે અબજોનું હતું.રોલ્ફનો સમાવેશ તે સમયનાં અબજોપતિઓમાં થતો હતો અને તેનું એકાઉન્ટ તેમની પાસે હતું.આરસર અને રોલ્ફની પત્ની હેલ્ગા રોલ્ફ મુડીરોકાણની દેખરેખ રાખતા હતા.
આરસર બહુ મહત્વાકાંક્ષી હતો અને તેની હાલની સ્થિતિ પણ તે આકાંક્ષાઓને કારણે જ સર્જાઇ હતી.ત્યારે તેને ગુપ્ત બાતમી મળી હતી કે ઓસ્ટ્રેલિયાની એક ખાણમાં નિકલ નિકળવાની સંભાવના છે તું તે કંપનીનાં શેર ખરીદી લે કારણકે જેવી આ વાત બહાર આવશે લોકો ધડાધડ તે કંપનીનાં શેર ખરીદવા માંડશે અને તેની કિંમતો આકાશે આંબશે...ત્યારે ઓછા ભાવે ખરીદેલા શેર ઉંચા ભાવે વેચી નાંખજે તું રાતોરાત કરોડપતિ થઇ જઇશ.આરસરને પણ આ વાતમાં દમ લાગ્યો હતો અને તેણે રોલ્ફનાં એકાઉન્ટમાંથી નાણાં કાઢ્યા અને શેરોની ખરીદી કરી હતી તેણે વિચાર્યુ હતું કે જ્યારે ભાવો ઉંચા જશે ત્યારે તે તેને વેચી દેશે જો કે કિસ્મતને કંઇક બીજુ જ મંજુર હતું.તે કંપની કંગાળ થઇ ગઇ હતી અને નફો તો દુર આરસરે જે રકમ એકાઉન્ટમાંથી કાઢી હતી તે પણ પરત કરી શક્યો ન હતો.
તે સમયે જો રોલ્ફની પત્ની હેલ્ગા રોલ્ફે તેને સાથ આપ્યો હોત તો આજ જેવી પરિસ્થિતિ સર્જાઇ ન હોત.ત્યારે હેલ્ગાએ તેને સાથ આપવાનો ઇન્કાર કરી દીધો હતો ત્યારે આરસરને હતું કે રોલ્ફ તેના પર ધોખેબાજીનો કેસ કરશે પણ તેણે આરસર વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરી ન હતી કારણકે રાલ્ફને ખબર હતીકે તેની પત્ની હેલ્ગા અને આરસર વચ્ચે અનૈતિક સંબંધો હતા અને જો તે કેસ કરશે તો તે દરમિયાન જો તે આ વાતનો ખુલાસો કરશે તો તેને ખાસ્સી બદનામી સહન કરવી પડશે આથી તેણે મૌન સાધ્યુ હતું પણ તેણે આરસરની હાલત કફોડી કરી નાંખી હતી તેણે પોતાનું એકાઉન્ટ આરસરની ફર્મ પાસેથી પાછુ ખેંચી લીધુ હતુ.આ એકાઉન્ટનાં દમ પર જ તે ફર્મ ચાલતી હતી.આ ઉપરાંત બજારમાં એ વાત ફેલાવી દીધી હતી કે આરસર ધોખેબાજ છે.તેના કારણે તેની ફર્મ ડામાડોલ થઇ ગઇ હતી અને તેના અન્ય ભાગીદારોએ જેકને પચાસ હજાર આપીને પાણીચુ પકડાવ્યું હતું અને ફર્મને બંધ કરી દીધી હતી.જેકના જીવન પર તેનો ખાસ્સો દુષ્પ્રભાવ પડ્યો હતો કોઇ કંપની તેને લેવા તૈયાર ન હતી.
આરસર આંતરરાષ્ટ્રીય ફાયનાન્સિયલ કન્સલ્ટન્ટ અને નિષ્ણાંત હોવાની સાથોસાથ લલનાપ્રિય પણ હતો.સંપન્ન પ્રૌઢાઓ તેની જાતિય ક્રિયાઓને કારણે તેને પસંદ કરતી હતી તે ફ્રેન્ચ, જર્મન અને ઇટાલિયન ભાષાઓ કડકડાટ બોલી શકતો હતો.જો કે તેની નાની ભૂલે તેને બરબાદ કરી નાંખ્યો હતો જો તેમ ન બન્યું હોત તો તેની સ્થિતિ કંઇક અલગ હોત જો કે આજે તો તેને બે છેડા ભેગા કરવામાં પણ આંટા આવી જતા હતા.બે ટાઇમનાં ભોજન માટે પણ વલખા મારવા પડતા હતા.
એ સમય દરમિયાન એડમંડો શેપિલો નામનાં એક દક્ષિણ અમેરિકને આરસરનો સંપર્ક કર્યો હતો અને ઓફર આપી હતી કે જો તે તેની પ્રમોશન કંપનીની કાયદાકીય બાબતો સંભાળવા તૈયાર હોય તો અઠવાડિયાનાં સો ડોલરનો પગાર અને દસ ટકા કમિશન આપવા તે તૈયાર છે.તેમની યોજના એક કરોડની છે આ સાંભળીને આરસરે તરત જ હા પાડી દીધી હતી.
ત્યારે એડ શેપિલોએ તેને એક યોજનાની રૂપરેખા સમજાવી હતી જે અનુસાર તેમની કંપની યુરોપમાં સ્થળે સ્થળે હોલિડે કેમ્પ બનાવવા માંગે છે.કંપનીનો માલિક જો પેટરસન માંગ અને પુરવઠાની બાબતમાં કમાલનો છે.આ બિઝનેશ માટે ઇરાનનાં શાહ સાથે વાત ચાલી રહી છે અને શાહે પણ તેમાં રસ દાખવ્યો છે.
આરસર ચુપચાપ આ વાતને સાંભળતો રહ્યો હતો તે સારી પેઠે જાણતો હતો કે યુરોપની ઘણી કંપનીઓએ આ બિઝનેશ ચાલુ કરી દીધો છે અને મોટાભાગની કંપનીઓ ખોટમાં ચાલી રહી હતી.
ફરી જ્યારે તે સ્ટેશન પર ગાડી બદલતો હતોત્યારે તેણે પોતાની જાતને આશ્વાસન આપતા કહ્યું કે શી ખબર ઇરાનનો મુર્ખ શાહ આ બિઝનેશમાં પેટ્રો ડોલરરોકે પણ ખરો..અને તે કંપની નફો કરતી થઇ જાય અને મારૂ તકદીર ચમકી પણ જાય.
આ વિચારોમાં મગ્ન તે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ પ્લાઝા એન્થની પહોંચ્યો હતો જ્યાં એડ શેપિલો તેની રાહ જોઇ રહ્યો હતો.તેના ચહેરા પર હંમેશા સ્મિત ફરકતું રહેતું હતું અને તે હંમેશા લોકોને ઉષ્માભેર મળતો હતો.જો કે હાલમાં તેનો ચહેરો ઉદાસ હતો જે જોઇને આરસરનું હૃદય થડકી ગયું હતું.
કંઇ ગરબડ છે શુ આરસરે પુછ્યુ....
ગરબડ તો નથી પણ એક અડચણ પેદા થઇ છે.શેપિલોએ આરસરને ખુરસી પર બેસવાનો ઇશારો કરતા કહ્યું..જો કે કોઇ એવી અડચણ નથી કે તે દુર ન થાય...થયું એમ છે કે શાહે આપણી યોજનામાં રોકાણ કરવાનો ઇન્કાર કરી દીધો છે.
આ તો ખરેખર દુર્ભાગ્યપુર્ણ છે...
હાં...શેપિલોએ જવાબ આપ્યો,શાહ નહિ તો અન્ય કોઇ આપણી યોજનામાં રોકાણ કરવા તૈયાર થશે.તમારે ચિંતા કરવાની જરૂર નથી.મિસ્ટર પેટરસન તમને મળવા માંગે છે.તે ખુશમિજાજ વ્યક્તિ છે પણ આજે તેમનો મુડ ઓફ છે એટલે તેમની હાંમાં હાં જ મેળવવી રહી.
આરસર લાંબો સમય સુધી શેપિલો તરફ તાકી રહ્યો.
તમે મને એ કહો કે પેટરસન મને કામ પર તો રાખશેને...
મને લાગે છે કે અઠવાડિયાના સો ડોલર તેના માટે મોટી રકમ નથી અને તે તમારી યોગ્યતાથી પણ પ્રભાવિત છે ચાલ હું તમારી તેમની સાથે મુલાકાત કરાવી દઉ કહીને શેપિલો આરસરને એક ખુણામાં લઇ ગયો જ્યાં પેટરસન પીવામાં મગ્ન હતો કદાચ તે ચાર પાંચ પેગ લગાવી ચુક્યો હતો.
તે પ્રમાણમાં ઠિંગણો હતો પણ શરીર સ્થુળ, નાક ગોળ અને આંખો મક્કાર હતી.તેના પર નજર પડતા જ આરસરને ખ્યાલ આવી ગયો કે તે નશામાં છે.તે તદ્‌ન અમેરિકન લાગતો હતો તેનો પોશાક અમેરિકનોની જેમ જ ભડકીલો હતો અને અવાજ ઉંચો હતો.તેના મોંમા સિગાર હતી.પેટરસન નશાર્ત આંખે તેને થોડીવાર તાકી રહ્યો અને ત્યારબાદ એક ખુરસી તરફ ઇશારો કરીને બોલ્યો તો તુ આરસર છે....શું પીશ..
આરસરે કહ્યું માર્ટિની...
એડ શેપિલોએ મને જણાવ્યું કે તે અમારી પ્રમોશન સ્કીમ જોઇ છે તેના વિશે તારો શો ખ્યાલ છે..
મને લાગે છે કે તમારી પ્રમોશન સ્કીમ બહુ લાભદાયક સાબિત થવી જોઇએ...
તે તો થશે પેટરસને કહ્યું પણ મને એ સમજાતું નથી કે સાલા પેલા શાહે આ યોજનામાં રોકણ કરવાનો ઇન્કાર કેમ કર્યો છે....
આ મામલે તો હું ત્યાં હાજર હોત તો જ કંઇક કહી શકત..
તમે વકીલો હંમેશા અવળા હાથે જ કાન પકડાવો છો...પેટરસને કહ્યું...હું કહું છું કે એડ કાલે સાઉદી જાય છે તો તમે પણ તેની સાથે જાવ તે સાલા આરબો પાસે ડોલર જ ડોલર છે.
હું એડ સાથે સાઉદી જવા તૈયાર છું પણ અઠવાડિયે સો ડોલરનાં પગારે નહિ...
સો ડોલરનાં પગારે કોણ જવાનું કહે છે પેટરસને જણાવ્યું હું તમને પુરો ખર્ચ આપીશ અને જો કોન્ટ્રાક્ટ મળ્યો તો તેના બે ટકા કમિશન પણ આપીશ.
આરસરે વિચાર્યુ આ અમેરિકનો પણ કમાલનાં છે નાણાંની લાલચ આપીને કોઇપણ કામ કરાવી લે છે.
ત્યાં તમારી કોઇ ઓળખાણ છે...આરસરે પુછ્યું
કેમ ત્યાં કોઇ ઓળખાણ કરી કે નહિ પેટરસને એડને પુછ્યુ.
ઓળખાણ તો ત્યાં જઇને પેદા કરવી પડશે એડે જણાવ્યું.
એટલી વારમાં પેટરસનનો ગ્લાસ ખાલી થઇ ગયો અને તે શેપિલો તરફ જોવા માંડ્યો.શેપિલો તેનો ઇશારો સમજી ગયો અને વેઇટરને બોલાવી પેટરસનનો ગ્લાસ ભરવા જણાવ્યું.આરસરે વિચાર્યુ ચાલો તે બહાને મિડલ ઇસ્ટની સફર થઇ જશે.ખબર નહિ ત્યાં જઇને નસીબ ખુલી જાય અને ત્યાં કોઇ કામ જ મળી જાય.થોડી વાર બાદ જ્યારે વેઇટર ખાલી ગ્લાસ ભરતો હતો ત્યારે ગલિયારામાં શોર સંભળાયો.
એક મહિલા અને તેની સાથે બે વ્યક્તિઓ લિફટની કતાર તરફ આગળ વધતા હતા તેમની પાછળ પાછળ હોટલનો આસિસ્ટન્ટ મેનેજર હતો જેની પાછળ કુલી તે મહિલા અને તેની સાથેના બે માણસો સાથે સામાન લઇ જતા હતા.
તે મહિલાને જોઇને આરસરનું હૃદય થડકી ગયું હતું
તે હેલ્ગા રોલ્ફ હતી.
આરસરે હેલ્ગાને ત્યારથી જોઇ ન હતી જ્યારથી રોલ્ફનાં પૈસા ગપચાવીને પોતાના કરતુતો પર પરદો નાંખવા હેલ્ગાનો સહયોગ પ્રાપ્ત કરવા તેને બ્લેકમેલ કરવાનો વ્યર્થ પ્રયાસ કર્યો હતો.
તેણે પોતાના ચહેરા પર હાથ ઢાંક્યો તે ચાહતો હતો કે તેના પર હેલ્ગાની નજર ન પડે.
હેલ્ગા પહેલા કરતા વધારે સુંદર લાગતી હતી તેને રમણીય ડ્રેસ પહેર્યો હતો અને તેની ચાલમાં રઇશી ટપકતી હતી.તે આત્મવિશ્વાસની મુર્તિ લાગતી હતી.હેલ્ગાને જોઇને આરસરનાં મનમાં ઇર્ષ્યાનો ભાવ પેદા થયો હતો તેના પતિ હરમાન રોલ્ફનાં મોત બાદ તો તેની સુંદરતામાં વધારો થયો હોય તેમ લાગતું હતું તેના અંગેઅંગમાં આત્મવિશ્વાસ ટપકતો હતો.
હેલ્ગા સાથે જે બે માણસો હતા તે તેની સાથે ચાલતા હતા તેમાંથી જે કદમાં લાંબો હતો તે નીચે નમીને વાત કરતો હતો.બીજો જે બટકો હતો તે હેલ્ગાની પાછળ ચાલતો હતો.
જ્યારે હેલ્ગા અને તેનો સ્ટાફ લિફટ દ્વારા ઉપર ગયો ત્યારે પેટરસને કહ્યું જોરદાર આઇટમ છે...કોણ હતી તે...
પેટરસનનો રસ જોઇને આરસરે વિચાર્યુ કે આ અભદ્ર અમેરિકન પર પ્રભાવ પાડવાની આ યોગ્ય તક છે.
તે મેડમ હેલ્ગા રોલ્ફ હતી..
હેલ્ગા રોલ્ફ...તમારા કહેવાનો અર્થ તે ઇલેકટ્રોનિક ઉદ્યોગપતિ હરમાન રોલ્ફની પત્ની હતી...
હરમાન રોલ્ફનાં અવસાનને તો ત્રણ ચાર મહિના થઇ ગયા છે..આરસરે જણાવ્યું. હવે હેલ્ગા રોલ્ફ જ તેમનાં બિઝનેશ કોર્પોરેશનની માલિક છે અને સાંભળ્યું છે કે તે બહુ સારી રીતે બિઝનેશ સંભાળી રહી છે.
પેટરસનની આંખો ખુલ્લી રહી ગઇ...એમ ..તો તેની સાથે પેલા બે ટકાના લોકો કોણ હતા.
જે લાંબો હતો તેનું નામ સ્ટેનલે વિનબાર્ન છે જે તેનો કાયદાકીય સલાહકાર છે જે તેના બિઝનેશની કાયદાકીય બાબતોની દેખરેખ રાખે છે.બીજો જે બટકો હતો તેનું નામ ફ્રેડ્રિક લોમન છે અને તે કોર્પોરેશનનો ઉપાધ્યક્ષ છે.હેલ્ગાની કોર્પોરેશન અબજોની છે હું જ્યાં સુધી જાણું છુ હેલ્ગાની સંપત્તિ જ એક અબજ કરતા વધારે છે.
ઓહ...પેટરસને લાંબોશ્વાસ છોડતા કહ્યું બહુ માલદાર છે.
હા તે તો છે જઆરસરે માર્ટિનીનો ગ્લાસ ખાલીને ટેબલ પર મુકતા કહ્યું.
આના માટે વધુ એક ડ્રિંક લાવો પેટરસને શેપિલોને કહ્યું.
શેપિલોએ જ્યારે વેઇટરને આંગળીનાં ઇશારે અમારી ટેબલ પાસે બોલાવ્યો ત્યારે પેટરસને આરસરને પુછ્યુ તમને તેના વિશે સારી એવી જાણકારી છે મારો કહેવાનો મતલબ છે શું તમે તેને જાણતા જ હશો.
ખરેખર તો આ સમયે આરસરે તેનું મોં બંધ રાખવાની જરૂર હતી પણ નશામાં તેની જીભ ઢીલી પડી ગઇ તેણે કહ્યું કેમ નહિ હું તેને સારી રીતે ઓળખું છુ એક સમયે હું અને હેલ્ગા સાથે રોલ્ફ માટે મુડીરોકાણ કરતા હતા અને મારે તો તેની સાથે ઘનિષ્ટ સંબંધો હતા.
પેટરસન આરસરથી ખાસ્સો પ્રભાવિત થયો અને પુછ્યું શું તુ તેની સાથે બિસ્તર પર પણ ગયો હતો.જો કે આરસરે તેનો જવાબ આપવાને બદલે કહ્યું એટલું જ કહીશ કે અમારે સારા એવા સંબંધ હતા.પેટરસને સિગારનો લાંબો કસ લેતા કહ્યું હુ બધુ સમજી ગયો.તેણે પુછ્યું કે તે અબજોપતિ છે.આરસરે માર્ટિનીનો ગ્લાસ ખાલી કરતા કહ્યું હશે...
પેટરસને આરસર તરફ જોતા કહ્યું કે પણ હાલ તો તમે તેના માટે કામ કરતા નથી.
આરસરે મનમાં જ કહ્યુ જો જે કોઇ બફાટ કરી ન બેસતો.તેણે કહ્યું કે ના હમણાં તો હું તેના માટે કામકરતો નથી અમારે ઝઘડો હતો તે બહુ મિજાજી છે.આરસરે માર્ટિનીની ચુસ્કી લેતા કહ્યું કે સાઉદી જવા માટે ટિકિટો બુક થઇ જાય તો મને જણાવી દેજો કે મારે ત્યાં જઇને શું કરવાનું છે.
પેટરસને તરત કોઇ જવાબ આપવાને બદલે પોતાની ડ્રિંક પુરી કરીને થોડો સમય વિચાર કરીને કહ્યું નાણાંનો પ્રબંધ જો આ હોટલમાં જ થઇ જતો હોય તો આરબો પાસે જવું જ શું કામ...
આરસર તેની સામે તાકી રહ્યો.
હું સમજ્યો નહિ મિસ્ટર પેટરસન આ હોટલમાં જ કેવી રીતે બંદોબસ્ત થઇ જશે..
થોડુ દિમાગથી કામ લો મિસ્ટર આરસર આ હેલ્ગા નામની મહિલાને તમે સારી રીતે ઓળખો છો તેને યોજના વિશે જણાવો આપણે બસ થોડા લાખની જરૂર છે અને એટલી રકમ તો તેના માટે ચણા મમરા જેવી છે.
આ સાંભળતા જ આરસરને પરસેવો વળી ગયો
મિસ્ટર પેટરસન હું તમને ખાતરી આપુ છું કે મેડમ રોલ્ફ તમારા હોલિડે કેમ્પ માટે એક કાણી પાઇ પણ રોકશે નહિ હું તેને સારી રીતે ઓળખુ છુ તેને આ વાત કરવાનો કોઇ ફાયદો નથી...
પેટરસન લાંબો સમય સુધી પેટરસનને તાકી રહ્યો અને ત્યારબાદ તેણે શેપિલો તરફ જોયુ.
અહી કબાબઘર ક્યાં છે...મને ભૂખ લાગી છે..આમ કહીને તે ઉભો થઇ ગયો અને આરસર તરફ જોઇને કહ્યું કે તમે એ મેડમ સાથે મારી મુલાકાત કરાવી દો હું મારી રીતે તેની સાથે વાત કરીશ અને જો તમે આટલું પણ ન કરી શકતા હોય તો તમને કામ પર રાખવાનો કોઇ ફાયદો નથી હું એવા લોકોને જ કામ પર રાખું છુ જે કામ કરવાનુ જાણે છે.આમ કહીને તે કબાબઘર તરફ ચાલ્યો ગયો શેપિલો પણ તેની જગાએથી ઉભો થઇ ગયો.
સાંભળી લીધુંને જેક કે પેટરસને શું કહ્યુ..મને લાગે છે કે આ કામમાં કોઇ મુશ્કેલી પડે તેમ નથી.એ મહિલાને તમે સારી રીતે ઓળખો છો આમ કહીને શેપિલો પણ પેટરસનની પાછળ ચાલ્યો ગયો.
સેંડવિચનો લંચ કરીને આરસર તેના રૂમમાં પાછો ફર્યો હતો અને તેણે પોતાની જાતને સારી રીતે કોસવા માંડી હતી કે તેણે કેમ હેલ્ગા સાથેના સંબંધો અંગે પેટરસનની સામે ફિશિયારી મારી હતી મને લાગે છે કે હવે હું ઘરડો થઇ ગયો છું એક વર્ષ પહેલા આ ભૂલ મે કરી ન હોત પણ હવે શું કરૂ...ત્યારબાદ તેણે પોતાના ટ્રાવેલર્સ ચેક તપાસ્યા અને તેને સમજાયું કે તેની પાસે નાણાં ખુટી ગયા છે અને હાલ ના તો તેને કોઇ ધંધો છે ના તો તેને કોઇ ઓફર મળેલી છે..હેલ્ગાનો સંપર્ક કરી શકાય તેમ નથી.પાછલી વખત જ્યારે તેને મળ્યો ત્યારે તેણે બ્લેકમેલિંગ માટે તેને દસ વર્ષ જેલમાં સડાવવાની ધમકી આપી હતી.આરસર સારી રીતે જાણતો હતો કે જો તે હેલ્ગાને પેટરસન જેવી વ્યક્તિની મુલાકાત કરવાનું કહેશે તો તેનો કેવો પ્રતિભાવ પડશે પણ તેને મળવું પણ જરૂરી છે.જો કે તેને સમજાતું ન હતું કે આ કામ કેવી રીતે કરવું.
તેણે પોતાની જેકેટ ઉતારી અને બિસ્તર પર લાંબો થઇને આ સમસ્યાનું સમાધાન વિચારવા માંડ્યું તે મોટાભાગે આ રીતે તેની સમસ્યાઓનું નિવારણ કરતો હતો.જોકે માર્ટિનીને કારણે તે બિસ્તર પર પડ્યો તે સાથે જ તેની આંખ લાગી ગઇ હતી અને જ્યારે તેની આંખ ખુલી ત્યારે અંધારૂ પડી ગયું હતુ તે લગભગ ત્રણ કલાક ઉંઘ્યો હતો.તે જ્યારે ઉઠ્યો ત્યારે તેને તેના રૂમનું બારણું કોઇ ખખડાવતું હોવાનું લાગ્યું તેણે પોતાની ઘડિયાલ પર નજર નાંખી રાતનાં આઠ વાગ્યા હતા તેને લાગ્યું કે રૂમ સાફ કરવા કદાચ મેડ આવી હશે.તેણે ચિડાઇને તેને અંદર આવવા કહ્યું.ત્યારે જ દરવાજો ખુલ્યો અને ક્રિસ્ટોફર ગ્રેનવિલ પુરા ઠાઠમાઠ સાથે રૂમનાં દરવાજા પર ઉભેલો જણાયો.આરસર તેને જોઇને ચોંકી ગયો અને બિસ્તરમાં બેઠો થઇ ગયો.
ગ્રેનવિલે પોતાના રણકદાર અવાજમાં કહ્યું માફ કરજો મે તમારા આરામમાં ખલેલ પાડી છે હું તે માટે તમારી માફી માંગું છું.
કોઇ વાત નહિ અંદર આવો...
વાત એમ છે કે મારી પાસે સિગારેટ ખતમ થઇ ગઇ છે અને બજાર દુર છે મે વિચાર્યુ સિગારેટ તમારી પાસેથી જ લઇ લઉ.
આરસર તેના સુંદર ચહેરા તરફ જોઇ રહ્યો અને તેના મનમાં એક વિચાર આવ્યો અને તે પથારીમાંથી ઉઠીને તેની નજીક જઇ બોલ્યો તમારે જેટલી સિગારેટ જોઇએ તેટલી લઇ જાવ.પહેલા હું મારી ઓળખાણ આપુ મારૂ નામ જેક આરસર છે તમારુ નામ શું છે....
મારૂ નામ ક્રિસ્ટોફર ગ્રેનવિલ છે.
તમે અંગ્રેજ લાગો છો.
હું અંગ્રેજ જ છું.
આરસર ધ્યાનથી તેના શાનદાર સુટ અને પ્લેટિનમ તથા સોનાનાં બ્રેસલેટને જોઇ રહ્યો હતો.
હું હમણાં જ આરામ કરીને ઉઠ્યો છું જો તમને વાંધો ન હોય અને સમય હોય તો અંદર આવો.
અરે હું તમારા આરામમાં ખલેલ પાડવા માંગતો નથી.જો કે તે રૂમમાં પડેલી એક આરામખુરસી પર બેઠો અને કહ્યું કે ઘણી અનોખી હોટલ છે.
એ તો છે જ પણ છતાં ઘણી સુવિધાજનક છે.
જો કે આ હોટલને સુવિધાજનક કહેવા કરતા તેનેસસ્તી કહેવી વધારે સારુ છે.
આરસરે તેની વાતમાં સહમતિ પુરાવતા કહ્યું કે નિસંદેહ આ હોટલ પેરિસની સૌથી સસ્તી હોટલ છે.
મને પણ તે ખબર છે હું મોટાભાગે હોટલોનાં રેટ અંગે પુછપરછ કરતો જ હોઉં છુ અને એ કારણે જ આ હોટલમાં હું રોકાતો હોઉં છું.
આરસરે કહ્યું કે તેનો અર્થ તો એ જ છે કે તમારો ભપકો તદ્‌ન બનાવટી છે.
ભપકો હંમેશા બનાવટી જ હોય છ મિસ્ટર આરસર.જ્યાં સુધી મારૂ અનુમાન છે તમે લાખોપતિ છો
કાશ એમ હોત આરસરે ઠંડો નિશ્વાસ છોડતા કહ્યું કે હું એક આંતરરાષ્ટ્રીય ફાયનાંસ્યિલ કન્સલટન્ટ છું જો તમને વાંધો ન હોય તો હું પુછી શકું કે તમે શું કામ કરો છો.
ગ્રેનવિલે પોતાનાં પગ લાંબા કર્યા અને તેના ચમકદાર જુતા તરફ જોઇ રહ્યો.
હું તકવાદી છું અને હાલમાં હું અવસરની તલાશમાં છું મારા માટે તો આ દુનિયા જ અવસરનો પટ છે.પોતાની સિગારેટની રાખને ખંખેરતા આરસરે પુછ્યું અવસરવાદી...અને તેણે વિચાર્યુ કે તેણે તેના વિશે સાચું જ કહ્યું છે.
પણ તમે તો ખાસ્સા સંભ્રાંત લાગો છો તમે કોઇ તો ધંધો કરતા હશો...
સંભ્રાંતનો અર્થ મારો દેખાવ અને મારો સાજો સામાન તરફ તમારો કોઇ ઇશારો હોય તો...તેમ કહીને તેણે પોતાના કાંડા પરનાં બ્રેસલેટને સ્પર્શ કરતા કહ્યું કે દરેક તકવાદી પાસે આ પ્રકારનો સાજોસામાન હોય છે જો તે કંગાળ હોય તો તે કશું જ કરી શકે નહિ.
ગ્રેનવિલે વાત તો પોતાના માટે કરી હતી પણ તે આરસર પર વધારે લાગુ પડતી હતી અને તે વાતથી તેને આઘાત લાગ્યો હતો.
હું તમારી વાત સાથે સંમત છું પણ તમે મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો.
કયો પ્રશ્ન...
એ જ કે તમે શું કરો છો...
હાલમાં તો હું કશું જ કરતો નથી અને આગામી સમયમાં હું શું કરીશ તેની મને ખબર નથી.તકવાદી હંમેશા આશા પર જ જીવતો હોય છે.
આરસરે વિચાર્યું કે જો આ વ્યક્તિ સાથે થોડી ચાલાકીથી કામ લેવામાં આવે તો પેટરસનની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે આ વિચારતા જ આરસરે કહ્યું કે હું જો તમારા માટે અવસર ઉભો કરુ તો ....
ગ્રેનવિલે ઉત્તર આપતા કહ્યું કે તે હંમેશા સારા અવસરની તલાશમાં તત્પર રહે છે.જો આ નિરસ રૂમની બહાર જઇને સાથે સ્પેગેટી ખાઇએ તો કેમ રહેશે...મે આજ સવારથી કશું ખાધુ નથી અને ખાલી પેટે મારૂ મગજ ચાલતું નથી.
આરસરને ખાતરી થઇ ગઇ કે આ વ્યક્તિ જ તેની સમસ્યાનો ઉકેલ આણી શકે તેમ છે અને તે વિચાર આવતા જ તે ઉભો થઇ ગયો.
સ્પેગેટી શું કામ સ્ટીક ડિનર કરીએ તો કેમ રહેશે બિલ હું આપી દઇશ તેની ચિંતા ન કરશો ચાલો.
ડિનર દરમિયાન ગ્રેનવિલે અનેક વિષયો પર વાત કરી હતી આરસર તેની વાતોને ધ્યાનથી સાંભળતો રહ્યો અને તે તેના જનરલ નોલેજ અને વાક્પટુતાથી ખાસ્સો પ્રભાવિત થયો હતો.જ્યારે ડિનર પુરૂ થયું ત્યારે ગ્રેનવિલે પોતાના છરી કાંટાને એક તરફ રાખતા ડિનર માટે આરસરનો આભાર માનતા કહ્યું કે આ સ્વાદિષ્ટ ડિનર માટે બહુ આભાર હવે બિઝનેશની વાત કરીએ તમે સારા અવસર અંગે કશું કહ્યું હતું.
આરસર પોતાની ખુરસી પર આરામથી બેસીને પોતાના દાંત ખોતરતો હતો.
મને લાગે છે કે આપણે એકબીજાને લાભદાયી સાબિત થઇ શકીએ તેમ છે પણ વાત આગળ વધારતા પહેલા હું તમારા અંગે વધારે જાણવા માંગુ છું.તમે તમારી જાતને તકવાદી કહો છો તેનો અર્થ શો છે...એ અંગે વિસ્તારથી જણાવો..
વાત એમ છે કે પનીર વિના ડિનરની મજા અરધી થઇ જાય છે જો તમારૂ બજેટ રજા આપતું હોય તો...
મારૂ બજેટ કોફી સિવાર કશાયની રજા આપતું નથી આરસરે દૃઢતાથી કહ્યુ.
તો કોફી પણ ચાલશે..ગ્રેનવિલે હસતા હસતા કહ્યું.હું મારા વિશે કંઇપણ કહું તે પહેલા તમારા મનમાં શું છે તે જણાવશો તો વધારે સારૂ રહેશે.
આરસરે કહ્યું મને કોઇ વાંધો નથી..તેણે વેઇટરને બે કોફીનો ઓર્ડર આપતા ગ્રેનવિલને જણાવ્યું.હું એક એવી કંપનીનો કાયદાકીય સલાહકાર છું જે યુરોપમાં હોલિડે કેમ્પનું નિર્માણ કરવા માંગે છે.આ કંપનીનો માલિક એક અમેરિકન છે અને તે રોકાણ માટે વીસ લાખ ડોલર મેળવવા માંગે છે.તે આમ તો બહુ અકડુ છે પણ હું તેને તમને કામ પર રાખી લેવા માટે મનાવી લઇશ.આમ તો આ વાત મને હાલમાં જ સુઝી છે અને તેની સાથે હું વાત કરીશ કે તમને શું કામ આપે.કામ અંગે પણ હું તેની સાથે વાત કર્યા બાદ જ તમને કશું જણાવી શકીશ.મને વિશ્વાસ છે કે તમારી પર્સનાલિટીથી તે પ્રભાવિત થશે પણ તેની સાથે વાત કરતા પહેલા તમારા વિશે હું સારી રીતે પરિચિત થઇ જઉં તે વધારે શ્રેયસ્કર રહેશે.
જે હોલિડે કેમ્પો વિશે તમે વાત કરી તેના વિશે તો મે સાંભળ્યું છે કે લોકો તેમાંથી હાથ પાછા ખેંચી રહ્યાં છે પર્યટકો હોલિડે કેમ્પોને વધારે પસંદ કરતા હોય તેમ લાગતું નથી.
આરસરે માથુ હલાવતા વિચાર્યુ કે માણસ બેવકુફ તો નથી તે દરેક વાત અંગે જાણકારી ધરાવે છે.
આ અંગે આપણે પછી વાત કરીશુ હવે તમારા વિશે મને વધારે જાણકારી આપો.
ગ્રેનવિલે પોતાનો સોનાનો સિગારેટ કેસ ખોલ્યું અને તે ખાલી જણાયા બાદ તેણે આરસર સામે પ્રશ્વસુચક દૃષ્ટિએ જોયું.
તમારી પાસે સિગારેટ છે કે સિગારેટ વિના જ ચલાવવું પડે તેમ છે.
આરસરે વેઇટરને સિગારેટનું પેકેટ લાવવાનો ઇશારો કર્યો.જ્યારે બંનેએ સિગારેટ સળગાવી ત્યારે આરસરે કહ્યું હવે ફટાફટ બોલવા માંડો...
ગ્રેનવિલે આરસર તરફ સ્મિત વેરતા જોયું
દોસ્તો મને ક્રિસનાં નામે બોલાવે છે તમે પણ મને એ નામે બોલાવી શકો છો.સ્પષ્ટ કહું તો હું જિગોલો છું.હું ધનાઢ્ય પ્રૌઢાઓની કામાગ્નિને શાંત કરવાનું કામ કરૂ છું આમ તેને ગંદો ધંધો કહેવાય છે પણ ગમે તેમ તે એક ધંધો છે.તેને એ લોકો જ ધૃણાની નજરે જુએ છે જેમને પ્રૌઢાઓની શારિરીક જરૂરિયાતોની કશી તમા હોતી નથી.તમે કોઇ પણ હોટેલમાં જાવ ત્યાં તમને એવી પ્રૌઢાઓ જોવા મળશે જે વેઇટર, બારમેનની પાછળ પડેલી રહે છે અને કોઇ એકલ પુરૂષની તાકમાં રહેતી હોય છે.સંખ્યાબંધ અનાકર્ષક પ્રૌઢાઓ હોય છે જે ચાહે છે કે તેમને કોઇ પુરૂષ લાડ લડાવે, તેના નખરા સહન કરે અને તેની સાથે સારી રીતે વિલાસ કરે.આ પ્રકારની મહિલાઓ તે માટે પુરી કિંમત આપતી હોય છે.તમને મારી પાસે જે સાજો સામાન દેખાય છે તે તમામ પ્રૌઢાઓ તરફથી મળ્યો છે.આ બ્રેસલેટ એવી પ્રૌઢાએ આપ્યો હતો જેને એવું લાગતું હતું કે હું તેને પ્રેમ કરૂ છું.આ સોનાનું સિગારેટ કેસ એક ઓસ્ટ્રિયન કાઉન્ટેસે આપ્યો હતો જે જિદ કરતી હતી કે હું રોજ સાથે તેની સાથે ડાન્સ કરૂ.જો કે તેને સ્ટ્રોક પડવા માડયા હતા અને તેનાથી મારો પીછો છુટ્યો હતો.મારી ઉંમર હાલમાં ઓગણપચાસની છે અને હું વીસ વર્ષથી પ્રૌઢાઓની કામાગ્નિને શાંત કરવાનું કામ કરી રહ્યો છું.આ જ મારો ધંધો છે.
આ સાંભળતા આરસરને ખાસ્સો આનંદ થયો કેમ કે તેણે એના વિશે સાચુ અનુમાન કર્યુ હતું.
મને લાગે છે કે તમારુ કહેવું સાચુ છે કે પનીર વિના ડિનરની મજા અધુરી રહી જાય છે.
જો પેટરસન જ્યારે પ્લાઝા એન્થની હોટેલ પાછો ફર્યો ત્યારે અરધી રાત થઇ ગઇ હતી અને તે જ્યારે કાઉન્ટર કલાર્ક પાસે પોતાના રૂમની ચાવી લેતો હતો ત્યારે આરસર તેની પાસે આવીને ઉભો રહી ગયો.તે બે કલાકથી તેની લોબીમાં રાહ જોતો હતો.
ગુડ ઇવનિંગ મિસ્ટર પેટરસન.
કટાણું મોં કરીને જો પેટરસને તેની સામે જોયું
શું વાત છે....
હું તમને એક જરૂરી વાત કરવા માંગું છું મિસ્ટર પેટરસન.
તો બારમાં ચાલો.
જ્યારે તે બંને બારમાં આવીને બેઠા અને વેટરે તેમને ડ્રિન્ક આપ્યું ત્યારે પેટરસને પુછ્યું પેલી હેલ્ગા રોલ્ફનું શું થયુ....
મને લાગે છે કે મેડમ રોલ્ફને રોકાણ માટે મનાવી શકાય તેમ છે આરસરે કહ્યું.
પેટરસને તિરછી નજરે તેના તરફ જોયું. તમે તેની સાથે વાત કરી...સવારે તો તમે કહેતા હતા કે આપણાં બિઝનેશમાં તે ફુટી કોડી રોકવા માટે પણ તૈયાર નહિ થાય.
ત્યારે મને તેમ લાગ્યું હતું મિસ્ટર પેટરસન પણ ખાસ્સો વિચાર કર્યા બાદ હું તે નિર્ણય પર પહોંચ્યો છું કે તેને મનાવી શકાય તેમ છે.
તમે તેનો સંપર્ક કર્યો....
મિસ્ટર પેટરસન ના તો મે તેનો સંપર્ક કર્યો છો અને ના તો મારો કોઇ એવો ઇરાદો છે પણ મને વિશ્વાસ છે કે તેને આપણાં ધંધામાં વીસ લાખ ડોલરની રકમ રોકવા માટે મનાવી શકાય તેમ છે.
વાત ગોળગોળ ફેરવ્યા વિના સીધી વાત કરો....
મિસ્ટર પેટરસન આ વાત જાણતા પહેલા એક વાત સમજી લો કે હેલ્ગા એક નિમ્ફોમેનિયાક છે..
નિમ્ફોમેનિયાક.....એ શું હોય છે...
નિમ્ફોમેનિયાક એવી મહિલા હોય છે જે સેક્સ માટે હંમેશા તૈયાર રહેતી હોય છે.
તમારો અર્થ તે હંમેશા કામાતુર રહે છે....
તે તેના કરતા પણ વધારે છે....હું હેલ્ગાને છેલ્લા વીસ વર્ષથી ઓળખું છું મિસ્ટર પેટરસન...તેના માટે સેક્સ એટલું જ જરૂરી છે જેટલું તમારા અને મારા માટે ભોજન જરૂરી છે.
આ સાંભળતા પેટરસન વિચારમાં પડી ગયો...
દેખાવમાં તો તે જોરદાર છે તમને લાગે છે કે હું તેની સાથે સેક્સ કરીને તેને સંતોષ આપું તો તે રોકાણ માટે તૈયાર થઇ જશે...
આ સાંભળીને આરસરે પેટરસન તરફ જોયું અને તેના ચહેરા પર શીળીનાં ચાઠા જોઇને તેને વિચાર આવ્યો કે આપણાં ચહેરાને આપણે જે રીતે જોઇએ છે તે જ રીતે બીજા પણ જોતા હોત તો કેટલું સારુ રહેત...
ના મિસ્ટર પેટરસન એ શક્ય નથી...હેલ્ગાને વિશિષ્ઠ પ્રકારનાં પુરૂષોમાં રસ છે તે લાંબા, વયમાં નાના, હેન્ડસમ, બોલચાલમાં માહેર અને જર્મન, ફ્રેન્ચ અને ઇટાલિયન ભાષાઓ ધારાપ્રવાહી રીતે બોલનારા વધારે પસંદ છે.
બહુ અઘરી મહિલા છે....
તે અબજોપતિ છે એટલે તે વિશિષ્ઠ હોય તે સ્વાભાવિક છે...
પેટરસને પોતાની નાકને વલુરતા કહ્યું કે એડ શેપિલો માટે તમારો શો વિચાર છે તે યુવાન છે...હેન્ડસમ છે અને સ્પેનિશ પણ બોલ ી શકે છે.
આરસરે નકારમાં માથુ હલાવ્યું...
એડ તેને પોતાની તરફ ખેંચી શકશે નહિ..મારો વિચાર છે કે આપણે એવા વ્યક્તિની તલાશ કરવી જોઇએ જેને જોતા જ હેલ્ગા તેની તરફ ખેંચાય...હું હેલ્ગાને સારી રીતે ઓળખું છું એકવાર તે કોઇને પસંદ કરે તો તેના માટે ગમે તે કરવા તૈયાર થઇ જશે..ત્યારબાદ એક અઠવાડિયા પછી તે વ્યક્તિ તેને આપણી યોજના વિશે જણાવશે અને તેનો અભિપ્રાય માંગશે અને કહેશે કે મારે મારી કંપની માટે વીસ લાખ ફ્રાંકની જરૂરિયાત છે જો તે હું નહિ મેળવી શકું તો મને નોકરીમાંથી પાણીચું મળી જશે..હેલ્ગા આ વાતને સહન કરી શકશે નહિ કારણકે તેની ખાસિયત છે કે જેને તે પસંદ કરે છે તેના તરફ તે ઉદાર છે.તે તેને તરત જ વીસ લાખ આપવા રાજી થઇ જશે જેની હું ગેરંટી આપું છુ...
પણ પહેલા એવા કોઇને ખોળવો પડશે જેને જોઇને હેલ્ગા આશિક થઇ જાય...
પેટરસનની વાત સાંભળીને આરસરને શાંતિ વળી અને તે ખુરસી પર શાંતિથી બેઠો..
મિસ્ટર પેટરસન જો મે એવા કોઇને ખોળ્યો ન હોત તો આટલી રાતે તમને પરેશાન કર્યા જ ન હોત મને પગાર જ એ વાતનો મળે છે કે હું તમારી સેવા કરૂ અને તમને યોગ્ય સલાહ આપું..
પેટરસન સીધો થઇને તેની તરફ તાકી રહ્યો..
આટલી જલ્દી કોઇને શોધી લીધો...
તે હેલ્ગાને માફક આવે તેવો છે તેને જોતા જ તે તેના પર લટ્ટુ થઇ જશે....
આટલી જલ્દી કેવી રીતે કોઇને શોધી કાઢ્યો....
આરસર આ સવાલનો જવાબ ગોખીને આવ્યો હતો અને ગ્રેનવિલને પણ સારી રીતે તેણે પટ્ટી પઢાવી હતી...
તે પ્રોફેશ્નલ જિગોલો છે મિસ્ટર પેટરસન અને ધનાઢ્ય પ્રૌઢાઓની કામાગ્નિ શાંત કરવામાં તે લાજવાબ છે.થોડા વર્ષ પહેલા તેણે મારી એક પ્રૌઢ કલાયન્ટની બહુ સારી સેવા કરી હતી ત્યારથી હું તેને ઓળખું છું અને સંયોગવશાત આજે બપોરે જ મારી તેની સાથે મુલાકાત થઇ હતી અને તેને જોતા જ મને આપણી સમસ્યાનું સમાધાન તે કરી શકશે તેમ લાગ્યું હતું.તમે એક વાર તેને મળી લો તો તમને પણ અંદાજ આવી જશે...
પેટરસને કટાણું મોં કરતા કહ્યું કે જિગોલો તો તદ્‌ન થર્ડ કલાસ લોકો હોય છે...તમને લાગે છે કે હેલ્ગા આ રીતે ખેંચાઇ આવશે...
મને એ વાતમાં શંકા નથી કે તે હેલ્ગાને પોતાની તરફ આકર્ષી નહિ શકે....જો તેમ ન હોત તો મે તમારો સમય બરબાદ કર્યો જ ન હોત...
કંઇવાંધો નહિ કાલે અગિયાર વાગે તેને લઇને આવી જજો...
ગ્રેનવિલે જ આરસરને તે પોતે પેટરસનને કેવી રીતે અને ક્યાં મળશે તે અંગે જણાવ્યું હતું.જો તે નહિ માને તો કંઇ નહિ તેના ખર્ચે સારુ લંચ તો કરી શકીશુ..તેને કહેજો કે હું તેને કાલે એક વાગે રિટ્‌ઝનાં કબાબગૃહમાં મળીશ જો તેની મરજી હોય તો આવે નહિ તો કંઇ નહી...
મને લાગે છે કે આ હોટલમાં તેને તમે મળો તે યોગ્ય નથી ક્યાંક એવું ન થાય કે હેલ્ગા તમને બંનેને જોઇ જાય...ઉપરાંત તે બહુ બિઝી છે પણ તે તમને કાલે એક વાગે રિટઝમાં મળી શકે તેમ છે..
તે બિઝી છે તો શું થયું તેને ગરઝ છે તેણે અહી આવવું જોઇએ...
આપણે પણ ગરઝ તો છે મિસ્ટર પેટરસન આ ઉપરાંત તે હાઇ કલાસ જિગોલો છે મને લાગે છે કે આપણે તેની સાથે રિટ્‌ઝમાં જ મુલાકાત કરવી જોઇએ...
એક જિગોલોનાં આટલા નખરા...
જરૂર હોય તો ગમે તેના નખરા ઉઠાવવા પડે છે અને જ્યારે તે હેલ્ગાને વીસ લાખ રૂપિયા રોકવા માટે મનાવી લેશે ત્યારે તેના નખરા આપણને યોગ્ય લાગશે..
વાંધો નહિ...હું કાલે એક વાગે રિટ્‌ઝમાં તેને મળીશ..કહીને પેટરસને ખિસ્સામાંથી સો ડોલરની નોટ કાઢીને આરસરને આપતા કહ્યું આ તમારા ખર્ચા માટે રાખો..આરસરે નોટ ખિસ્સામાં મુકી અને ત્યાંથી રવાના થઇ ગયો...
આરસર અને પેટરસન રિટ્‌ઝનાં કબાબગૃહમાં બેઠા હતા અને પોણા કલાકથી ગ્રેનવિલની રાહ જોતા હતા પણ ગ્રેનવિલ હજી પહોંચ્યો ન હતો અને પેટરસન વારંવાર તેની ઘડિયાલ તરફ જોતો હતો...
એ સાલો જિગોલો તેના મનમાં શું સમજે છે...હજી સુધી તેના ઠેકાણા નથી..ગુસ્સામાં પેટરસન બબડતો હતો...એ જ સમયે ગ્રેનવિલ કબાબગૃહમાં પ્રવેશ્યો હતો અને ત્યાં ઉભા રહીને ચોતરફ નજર દોડાવી રહ્યો હતો તે જ સમયે પેટરસનની તેના પર નજર પડી અને તે તેને જોતો જ રહી ગયો...તેની પર્સનાલિટી અને વેશભૂષાથી તે પ્રભાવિત થયો હતો...તે જ સમયે હોટલનો મેનેજર તેની પાસે પહોંચ્યો અને ઝુકીને કહ્યું ગ્રેનવિલ તમે...લાગે છે તમે તો અમને ભૂલી જ ગયા છો...
મેનેજરે આ વાત ફ્રેન્ચમાં કરી હતી અને પેટરસનને તેની વાત જરા પણ સમજાઇ ન હતી...
પેટરસને આરસરને પુછ્યું કે મેનેજરે તેને શું કહ્યું....
તેણે ગ્રેનવિલનું સ્વાગત કરતા કહ્યું કે તમે તો અમને ભૂલી જ ગયા છો...
પેટરસને આરસરને કહ્યું કે મેનેજરે મારુ સ્વાગત તો આ રીતે કર્યુ ન હતુ હું તો અહી ઘણીવાર આવી ગયો છું...
અરે હેનરી તમે...ગ્રેનવિલે મેનેજરની સાથે હાથ મિલાવતા કહ્યું કે મને લાગ્યું હતું કે તમે રિટાયર થઇ ગયા હશો...
પેટરસને આરસરને કહ્યું કે લાગે છે કે તેને આખો સ્ટાફ ઓળખે છે...
આરસરે પેટરસનને કહ્યું કે અહીનો જ નહિ આખી પેરિસમાં કોઇ એવું રેસ્ટોરન્ટ નથી જ્યાંનો સ્ટાફ ગ્રેનવિલને ઓળખતો નહિ હોય...
તે સમયે જ ગ્રેનવિલ તેમની ટેબલ પાસે પહોંચ્યો...તેણે જેકને સંબોધન કરતા કહ્યું હલ્લો જેક...અને પેટરસન તરફ જોતા કહ્યું કે તમે પેટરસન હશો...મને લોકો ગ્રેનવિલ કહે છે...
ત્યારે જ મેનેજર મેનું લઇને ગ્રેનવિલની પાસે પહોંચ્યો...ગ્રેનવિલે મેનેજરને કહ્યું કે મેનું મિસ્ટર પેટરસનને આપો...તે યજમાન છે હું તો મહેમાન છું....
તે મેનું પેટરસન માટે કાળા અક્ષર ભેંસ સમાન હતું કારણકે તે ફ્રેન્ચમાં હતું આથી ત્રણેયે પોતાનુસાર જ વાનગીઓ મંગાવી.ભોજન દરમિયાન ગ્રેનવિલે પેટરસન સાથે અનેક વિષય પર વાતો કરી હતી અને પેટરસન તેના નોલેજથી ખાસ્સો પ્રભાવિત થયો હતો..જમ્યા બાદ તેમણે ઉત્તમ પ્રકારનું ડ્રિન્ક લીધુ જેનાથી ગ્રેનવિલ સંતુષ્ઠ થયો હતો...તેણે પેટરસનને કહ્યું કે હવે ધંધાની વાત કરીએ...તમે મારા વિશે જાણવા માંગતા હશો તો હું જ તમને મારા વિશે જણાવું...હું એક અંગ્રેજ છું અને કેમ્બ્રિઝમાં અભ્યાસ કર્યો છે..જર્મન, ફ્રેન્ચ અને ઇટાલિયન હું બોલી શકું છું..ટેનિસ અને પોલોનો ખેલાડી છું..મહિલાઓમાં મને રસ છે..પિઆનો સારી રીતે વગાડી શકું છું...જ્યારે મારો અભ્યાસ પુરો થયો ત્યારે મારા પિતા તેમના બિઝનેશમાં મને જોડવા માંગતા હતા પણ મને બિઝનેશમાં કોઇ રસ ન હતો મને ત્યારે લાગ્યું કે હું ધનાઢ્ય પ્રૌઢાઓની દૈહિક ઇચ્છાઓ પુરી કરીને જીવન પસાર કરી શકું છું અને વીસ વર્ષથી હું એ જ કામ કરી રહ્યો છું..હું મારા આ બિઝનેશમાં ખાસ્સો સફળ છું...જેક આરસરે મને જણાવ્યું કે હેલ્ગાની દેખરેખ માટે તમને મારા જેવા નિષ્ણાંતની જરૂરિયાત છે.મેડમ રોલ્ફને હું મળ્યો નથી પણ મને મારી જાત પર વિશ્વાસ છે કે તે મારા હાથમાં આવી જશે..તમે તમારા બિઝનેશને આગળ વધારવા માટે હેલ્ગા રોલ્ફ પાસેથી વીસ લાખ ડોલર ચાહો છો જો તમે અને હું જો કોઇ નિર્ણય પર પહોંચીએ તો આ રકમ હું તમારા માટે મેળવી શકું તેમ છું..
પેટરસને સિગારનો કસ લેતા કહ્યું કદાચ....
કદાચ નહિ હું તે રકમ તમારા માટે ચોક્કસ પ્રાપ્ત કરીશ...
પેટરસન વિચારમાં પડી ગયો જ્યારે આરસર ઉત્સુકતાપુર્વક તેની સામે જોઇ રહ્યો હતો.
તમે તે વ્યવસ્થા કેેવી રીતે કરશો...
તમારે તેની સાથે કોઇ લેણદેણ નથી...મને મારુ કામ કરતા એક બે અઠવાડિયા લાગી જશે પણ રકમ હું જરૂર પ્રાપ્ત કરી લઇશ...પેટરસને હુંકારો ભરતા કહ્યું કે તો એ કામમાં લાગી જાવ...ગ્રેનવિલે કોફીની ચુસ્કી લેતા કહ્યું મારી કેટલીક શરતો છે...એ કહેવાની જરૂર નથી કે તેમાં જે ખર્ચ થશે તે તમારે ભોગવવો પડશે....મારો કહેવાનો મતલબ છે કે મારે મેડમ રોલ્ફની સતત મુલાકાત કરવી પડશે અને તે માટે મારે પ્લાઝા એન્થની હોટલમાં એક રૂમ જોઇશે, એક લક્ઝરી કાર જોઇશે અને શરૂઆતમાં તેના પર ખર્ચ કરવા માટે પાંચ હજાર ડોલર જોઇશે..
પેટરસનને વિચારવાનો મોકો આપ્યા વગર આરસરે કહ્યું કે વીસ લાખ હાંસલ કરવા માટે આ કોઇ વધારે ખર્ચ નથી તમે તે રોકાણ માટે મને વિમાનમાં સાઉદી મોકલવા તૈયાર હતા.
પેટરસને કહ્યું મને મંજુર છે...પણ એક વાત યાદ રાખજો ગ્રેનવિલ જો કામ નહિ થાય તો હું તમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઇશ..આ સાંભળીને ગ્રેનવિલનાં ચહેરા પરથી હાસ્ય વિલાઇ ગયું અને તેનો ચહેરો કઠોર થઇ ગયો તેણે સખત અવાજમાં કહ્યું મિસ્ટર પેટરસન હું તમને એ યાદ અપાવવા માંગુ છું કે હું એક અંગ્રેજ છું કોઇ અમેરિકન નથી જે તમારી ધમકીથી ડરી જશે...મે તમને કહી દીધું કે હું મેડમ રોલ્ફ પાસેથી વીસ લાખ અપાવીશ અને તમે મને ધમકી આપી રહ્યાં છો જો તમારે કામ કરાવવું હોય તો તે હું મારી શરતો પર જ કરીશ તમારી ધમકી પર નહી કરૂ...
પેટરસને ઢીલા પડતા કહ્યું તમે ખોટા જ ઉશ્કેરાઇ જાવ છો મે તો ખાલી જ આ વાત કરી હતી હું એ વાતની માફી માંગુ છું..
તો પૈસા માટે જેકની સાથે વાત કરી લેજો પ્લાઝા એન્થની હોટલમાં શિફ્ટ થતા પહેલા મને પાંચ હજાર ફ્રાંક મળી જવા જોઇએ...મારી એક એપોઇન્ટમેન્ટ છે તો હું નિકળું છું કહીને ગ્રેનવિલ ત્યાંથી નિકળી ગયો...
ગ્રેનવિલનાં ગયા બાદ પેટરસને આરસરને કહ્યું આ તો બહું મિજાજી છે..
ગમે તે હોય તે આપણાં માટે વીસ લાખ ડોલર મેળવી શકે તેમ છે...