Chotho Aekko - 2 in Gujarati Classic Stories by Anwar Diwan books and stories PDF | ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 2

Featured Books
Categories
Share

ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 2

હેલ્ગા રોલ્ફ વિશ્વની ધનાઢ્ય મહિલાઓમાંની એક હતી અને તે હાલમાં પ્લાઝા એન્થની હોટલનાં પોતાનાં સ્યુટમાં સુગંધિત પાણીનાં ટબમાં સ્નાન કરી રહી હતી તેનાં લાંબા પગ પાણીમાં હલચલ પેદા કરતા હતા. તેણે પોતાના ઉરજ પોતાના હાથમાં પકડી રાખ્યા હતા.આમ તો મોટાભાગે તે વીઆઇપી ક્લાસમાં જ મુસાફરી કરતી હતી અને એર હોસ્ટેસ તેની આસપાસ ફરતી રહેતી હતી પણ તેને લાંબી ફલાઇટનો કંટાળો આવતો હતો ખાસ કરીને જ્યારે તેને સ્ટેનલે વિનબાર્ન અને ફ્રેડ્રિક લોમન જેવા નિરસ લોકો સાથે મુસાફરી કરવી પડતી હતી.જો કે તેને એ ખબર હતી કે રોલ્ફ ઇલેકટ્રોનિક કોર્પોરેશનને ચલાવવા માટે જરૂરી હતાં.
જ્યારે તેણે પ્રારંભે કોર્પોરેશનનું અધ્યક્ષાનું પદ સંભાળ્યું ત્યારે તેણે સ્ટેનલે વિનબર્ન અને લોમનની છુટ્ટી કરી દેવાનો વિચાર કર્યો હતો પણ જ્યારે ઉંડો વિચાર કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે બંને ખુબજ કાર્યકુશળ હતા અને તેમને હટાવીને કોર્પોરેશનનું જ અહિત થાય તેમ છે આથી તેણે તેમને જાળવી રાખ્યા હતા.
લોમને જ ફ્રાંસમાં કોર્પોરેશનની બ્રાંચ ખોલવાની વાત રજુ કરી હતી અને તે માટે તેણે ફ્રાંસનાં વડાપ્રધાન સાથે વાત કરી હતી અને પ્રોત્સાહન આપ્યું હતું અને હેલ્ગાને પણ સમજાવ્યું હતું કે ફ્રાંસમાં શાખા ખોલવાનાં ઘણાં ફાયદા છે...લોમને હેલ્ગાને જણાવ્યું હતું કે હું અને વિનબાર્ન ફ્રાંસ સરકાર સાથે મંત્રણા માટે પેરિસ જઇશું...હેલ્ગા એ વિચાર કર્યો કે વસંત ઋતુમાં પેરિસ જવાનો વિચાર જ રોમાંચકારી છે...આથી તેણે વિન અને લોમનને તેમની સાથે જવાની વાત કરી જે સાંભળીને તે બંને હેરાન થઇ ગયા હતા...જો કે સાત કલાકની લાંબી ફલાઇટ બાદ તે અત્યારે તો બાથ ટબમાં હતી અને તે વિચારતી હતી કે તે કેમ અહી આવી હતી..વસંત ઋતુમાં પેરિસ અદ્‌ભૂત હોય છે પણ એકલી વ્યક્તિ માટે કે વિનબાર્ન અને લોમન જેવા નિરસ લોકો તેની સાથે હોય તો તેનો કોઇ અર્થ નથી..તેમાંય મીડિયા તેની પાછળ જ હતું જે વાત તેના માટે અસહ્ય હતી..
હેલ્ગાએ તેના લાંબા પગ પાણીમાં હલાવતા જ તેમાંથી છલ છલનો અવાજ થતો હતો..તેને વિધવા થયે પાંચ મહિના થઇ ગયા હતા અને તે હવે તેના પતિની સમગ્ર સંપત્તિની માલિક હતી તેની પોતાની જ વ્યક્તિગત સંપત્તિ એક અબજ કરતા વધારે હતી...પેરેડાઇઝ સિટીમાં તેનું એક ડિલક્સ હાઉસ હતું...ન્યુયોર્કમાં એક ગેસ્ટ હાઉસ હતું...સ્વીત્ઝર્લેન્ડમાં એક ડિલક્સ વિલા હતું..તેની પાસે બધું જ હતું પણ તે સ્વતંત્ર ન હતી..તે ગમે તે કરતી મીડિયાની તેના પર નજર રહેતી હતી તેને છાપાઓથી નફરત હતી.
જો કે તે વર્કહોલિક હતી તેને કામનો નશો રહેતો હતો.જ્યારે તેના પતિ હરમન રોલ્ફનું અવસાન થયું ત્યારે તેણે વિચાર્યુ હતું કે હવે તેને જે પુરૂષ પસંદ પડશે તેની સાથે રંગરેલિયા મનાવશે..પણ તેને ત્યારે સમજાયું કે જો તે પબ્લિસિટીથી દુર રહેવા માંગતી હોય તો તેને અફેરો મામલે સાવધાન રહેવું પડશે.આ પાંચ મહિના દરમિયાન તેણે ત્રણ વખત સેક્સ કર્યું હતું.એક ન્યુયોર્કમાં હોટેલનાં વેઇટર સાથે બીજો એક પ્રૌઢ સાથે જેને જોઇને લાગે નહિ કે તે બિસ્તરમાં કંઇ કરી શકતો હશે અને ત્રીજો એક ગંદો હિપ્પી હતો જેને તેણે પોતાની કારમાં લિફ્ટ આપી હતી જેણે હેલ્ગાની વાસના પાછલી સીટમાં સંતોષી હતી.આવું ક્યાં સુધી ચાલશે...હું દરેક રીતે સંપન્ન છું પણ જાતીય રીતે અતૃપ્ત છું..જો કે મને જાતીય આવેગો હર સમય પરેશાન કરે છે અને તેને સંતોષવા માટે તે આતુર રહે છે...મારે એક પતિ શોધવો જ પડશે એવો પુરૂષ જે તેની પાસે જ રહે અને તેની જાતીય ઇચ્છાઓને સંતોષી શકે...તેની સાથે રહેવામાં બદનામીનો કોઇ ડર જ ન રહે...ત્યારબાદ હેલ્ગા ટબમાંથી બહાર નિકળી અને આદમકદ આયના સામે ઉભા રહીને પોતાના શરીર પર નજર કરી.તે ચુમ્માલીસ વર્ષની હતી પણ તેના શરીર પર ઉંમરની કોઇ અસર વર્તાતી ન હતી.યોગ્ય ડાયેટ અને બ્યુટિશ્યનોની સલાહને કારણે તે સુઘડ રહી શકી હતી.તે સ્વસ્થ અને લાંબા કદની હતી.તેનો નાક નક્શો સુંદર હતો,વાળ લાંબા, પાતળી ગરદન, નાક સુડોળ, ભરાવદાર સ્તન યુગ્મ, ભરેલા નિતંબ, પાતળી કમર, રોમ રહિત હાથ પગ, ગુલાબી હોઠ, માદક ચાલ અને ચંચળ નયનની તે માલિક હતી..જો કે તેને લાગતું હતું કે આટલી સુંદરતાનો શો ફાયદો જ્યારે તેનો કોઇ પ્રસંશક જ ન હોય...કોઇને એ ખ્યાલ પણ નથી કે તેનું આ શરીરે કેટલું સુખ આપી શકે છે અને મેળવી પણ શકે છે..હેલ્ગાએ પોતાના શરીરને પુછતા પુછતા જ આ પ્રકારનાં વિચારો કર્યા હતા.
તે બાથરૂમમાંથી પોતાના રૂમમાં આવી ત્યારે તેણે જોયું કે નોકરાણીઓ તેનો સામાન ખોલી ગઇ હતી.તેણે વિનબાર્ન અને લોમનને કબાબગૃહમાં ભોજનની હા પાડી હતી.તેણે શરીર પર ભડકીલા વસ્ત્રો ધારણ કર્યા અને ઘરેણા પણ પહેર્યા હતા.તે લિફ્ટ વડે નીચે ગઇ હતી જ્યાં પહોંચતા વિનબાર્ન અને લોમન તેની પાસે ઉભા રહી ગયા...બંને તેને ભોજનકક્ષમાં લઇ ગયા જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે લોકો તેને જ તાકી રહ્યાં હતા.તેને પણ ખબર હતીકે તે તમામનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી.જો કે સંયોગવશાત હેલ્ગાએ એ ટેબલ પસંદ કર્યુ હતું જેની સામે પેટરસન બેઠો હતો.હેલ્ગા પર નજર પડતા જ પેટરસને મનોમન કહ્યું કે આરસર સાચું જ કહેતો હતોકે તેના જેવી સુંદર મહિલાને ગ્રેનવિલ જેવો વ્યક્તિ જ વશ કરી શકે તેમ છે.ભોજન દરમિયાન પેટરસન બહુ ધ્યાનપુર્વક હેલ્ગાને જોઇ રહ્યો હતો.જ્યારે હેલ્ગા વિનબાર્ન અને લોમન સાથે પાછી ગઇ તે પછી પણ પેટરસન ડ્રિન્ક લેતો રહ્યો હતો.હેલ્ગા જ્યારે લિફટ વડે પોતાના રૂમમાં જતી હતી ત્યારે વિચારતી હતી કે હવે પાછુ એનું એ જ થશે...સુવાની ગોળીઓ લઇને બિસ્તર પર જવું પડશે..શું એવો સમય આવશે જ્યારે હું મારી ઇચ્છાઓને પુરી કરી શકીશ..
પોતાના સ્યુટમાં પહોંચીને તે બારી પાસે જઇને ઉભી રહી અને નીચે ચાલતા ટ્રાફિકને જોતી રહી.નીચે પેરિસનો કોલાહલ હતો લોકો પોતાનાં એશોઆરામમાં મશગુલ હતા..પણ હેલ્ગા એકલી હતી તેણે બારી પરનાં પરદા નીચા કર્યા પોતાના સ્યુટ પર નજર ફેરવી અને તેણે નક્કી કર્યુ કે પતિ જ તેની તમામ સમસ્યાઓનો એકમાત્ર ઉકેલ છે...તેણે પોતાના કપડા ઉતાર્યા અને નિર્વસ્ત્ર જ બાથરૂમમાં ગઇ..ત્યાં કબાટમાં જોયું તો ઉંઘની ગોળીઓની શીશી હતી..ત્યાંથી તે પાછી બેડરૂમમાં આવી અને એક નાઇટડ્રેસમાં બિસ્તર પર આડા પડીને વિચારવા માંડી કે મારા જેવી સુંદરી જ્યારે બિસ્તરમાં જાય છે ત્યારે ત્યાં તેનો પ્રેમી વાટ જોતો હોય છે અને એક હું છું જે ઉંઘની ગોળીઓ લઇને સુવે છે...જોકે થોડા સમય બાદ ઉંઘની ગોળીઓએ તેની અસર દાખવવા માંડી ત્યારે તે વિચારતી હતી કે મારી તમા મ સમસ્યાઓનો ઉકેલ એક હેન્ડસમ રફ એન્ડ ટફ પતિ જ છે..ત્યારબાદ ઉંઘનાં કારણે તેની આંખો ભારે થવા માંડી હતી....
હેલ્ગા જ્યારે મીઠા તાપમાં હોટલની બહાર નિકળી ત્યારે તેની નજર એક પ્રેસ ફોટોગ્રાફર પર પડી જેને તે આ પહેલા પણ જોઇ ચુકી હતી તેને જોતા જ તેના શરીરમાંથી ધ્રુજારી પસાર થઇ જતી હતી જો કે હેલ્ગાએ તેને જોઇને સ્મિત આપ્યું હતું અને હાથ હલાવીને તેનું અભિવાદન કર્યુ હતું.તેને અત્યારસુધી એ તો ખ્યાલ આવી જ ગયો હતો કે મીડિયા સાથે સારો વ્યવહાર કરીને જ નેગેટિવ પબ્લિસિટીથી બચી શકાય તેમ છે.તે ત્યાંથી પગપાળા ચેમ્પિયન એલી પર આવેલા ફોકેટ બાર એન્ડ રેસ્ટોરન્ટ તરફ રવાના થઇ હતી.પેરિસનું વાતાવરણ મનમોહક હતું.ચેસ્ટનટનાં વૃક્ષો પર યૌવન છવાયું હતુ.સહેલાણીઓ આમ તેમ ફરી રહ્યાં હતા અને ચોતરફ ચહલ પહલ જણાતી હતી.આ મનમોહક વાતાવરણનો આનંદ ઉઠાવતા હેલ્ગા ફોકેટે બાર એન્ડ રેસ્ટોરન્ટ પહોંચી અને એક ખુણામાં જઇને બેસી ગઇ..ત્યારે જ વેટર તેના ટેબલની સામે આવીને ઉભો રહી ગયો જે તેના શેમ્પેન રંગનાં ઉની કોટથી ખાસ્સો પ્રભાવિત થયો હતો.હેલ્ગા આરામથી બેઠી હતી અને આસપાસનાં આડંબરપ્રિય અમેરિકન મહિલાઓને જોઇ રહી હતી જેમણે રત્ન જડિત ચશ્મા અને વિચિત્ર પ્રકારની હેટ પહેરી રાખી હતી.વિનબાર્ને તેને પોતાની સાથે લંચ કરવા કહ્યું હતું પણ હેલ્ગાને તેની નિરસ વાતોમાં કોઇ રસ ન હતો આથી તેણે શોપિંગનું બહાનુ કરીને તેની સાથે લંચ લેવાથી બચી હતી.હેલ્ગાએ પોતાની હેન્ડબેગમાંથી સિગારેટ કેસ કાઢીને તેમાંથી સિગારેટ કાઢી ત્યાંજ કોઇએ હીરા જડિત સિગારેટ લાઇટર વડે તેની સિગારેટ સળગાવવા માટે ધર્યુ હતું.હેલ્ગાએ આરામથી સિગારેટ સળગાવી અને માથું ઉંચકીને જોયું.તેને કેવી રીતે ખબર હોય કે ગ્રેનવિલ એક કલાકથી હોટલની બહાર તેની રાહ જોઇ રહ્યો હતો અને તેના પર નજર રાખીને તેનો પીછો કરતો કરતો તેની પાછળ આવ્યો હતો અને તેની બાજુની જ સીટમાં બેઠો હતો.તેની ભૂરી આંખોમાં જોતા જ હેલ્ગાનાં શરીરમાં કામ લહેર દોડી ગઇ હતી.તેણે મનોમન જ વિચાર કર્યો કે મર્દ છે...તેની મુસ્કાન પણ મનમોહક છે....બંને એકબીજાને જોઇ રહ્યાં હતા..
પેરિસની વસંતની તો બધા જ પ્રસંશા કરે છે પણ જો કોઇ સાથી ન હોય તો વસંત ઋતુ પણ ખટકે છે..
હેલ્ગાએ પુછ્યુ કેમ તમે પણ એકલા છો....
ગ્રેનવિલે પુછ્યું શું હું પણ તમને એ જ સવાલ કરી શકુ...
હેલ્ગાએ તેના જવાબમાં માત્ર સ્મિત વેર્યુ અને કહ્યુ કે તમે પુછી શકો છો અને તેનો જવાબ છે કે હું અહી એકલી છું..
તો તો આપણાં બંનેનો અભાવ પુરો થઇ ગયો હવે આપણે બંને સાથી વગરનાં નથી...
તેની હાજરજવાબીથી હેલ્ગા પ્રભાવિત થઇ અને તેણે સામે સ્મિત વેર્યુ હતું.
આમ તો તે હંમેશા મર્દોને પટાવી લેતી હતી પણ તેને હંમેશા પસ્તાવું પડતું હતું...આવું તેની સાથે વર્ષોથી થતું હતું આથી જ તેણે પ્રેમીઓની પસંદગી કરવામાં થોડી સાવધાની રાખવા માંડી હતી.જો કે હાલમાં મનમોહક વાતાવરણ, વ્હીસ્કીનાં નશા અને થોડી બેદરકારીને કારણે તે લપસી હતી...
હુ તો એક વર્ષથી પેરિસ આવી નથી પણ મને તો અહી બધું એમ જ લાગી રહ્યું છે....
કોઇ વસ્તુ ક્યારેય એની એ રહેતી નથી દરેક વસ્તુ સમય સાથે બદલાતી રહે છે હવે તમે આ લોકોને જ જુઓ ગ્રેનવિલે રસ્તા પર જતા લોકો તરફ ઇશારો કરતા કહ્યું કે તેમને જોઇને લાગે છે કે મારા અને તમારા જેવા લોકો જુના થઇ ગયા છે હવે તો આ લાંબા વાળ વાળા, ખભા પર ગિટાર લટકાવીને ફરતા લોકોનો જમાનો આવી ગયો છે..
જો કે હેલ્ગાનું ધ્યાન તેની વાતો પર ન હતું તે તો તેને જ જોવામાં મગ્ન હતી. તે સતત દસ મિનિટ સુધી બોલતો રહ્યો અને ત્યારબાદ તેણે એકાએક પુછ્યું કે હું તમને બોર તો કરતો નથી ને...
બિલ્કુલ નહિ મને તો તમારી વાતો બહુ રસપ્રદ લાગે છે...
તે હેલ્ગાને જોઇને હસી પડ્યો અને હેલ્ગા વિચારતી હતી કે શું મર્દ છે...
ગ્રેનવિલે તેને કહ્યું કે જો તમે કોઇને સમય ન આપ્યો હોય તો મારી સાથે લંચ કરો...અહીથી થોડે દુર જ એક જોરદાર રેસ્ટોરન્ટ છે..
હેલ્ગાનાં મનમાં રોમાંચ પેદા થઇ રહ્યો હતો તેણે વિચાર્યુ કે બહુ ચાલુ આઇટમ છે જો કે ઉંમરમાં તો તે મારાથી નાનો છે પણ કેવી રીતે મને તાકી રહ્યો છે...હેલ્ગાએ કહ્યું હાં હા..જરૂર પણ તે પહેલા આપણે એકબીજાનો પરિચય આપીએ.મને હેલ્ગા રોલ્ફ કહે છે..કહીને તેણે ધ્યાનથી તેના તરફ જોયું કે તે શું પ્રતિક્રિયા આપે છે..જો કે મોટાભાગે જ્યારે તે પોતાનું નામ આપતી ત્યારે લોકો આશ્ચર્યથી તેની સામે જોતા જ રહી જતા હતા પણ ગ્રેનવિલે કોઇ પ્રતિક્રિયા આપી ન હતી.
મારૂ નામ ક્રિસ્ટોફર ગ્રેનવિલ છે કહીને તેણે વેટરને બિલ આપવા કહ્યું અને તેની ચુકવણી કરતા હેલ્ગાને કહ્યું તમે થોડીવાર રોકાવ હું મારી કાર લઇને આવું છું.જ્યારે તે ઉઠીને ત્યાંથી ગયો ત્યારે તેની પીઠ જોઇને હેલ્ગાએ વિચાર્યુ કે હેન્ડસમ , રફ એન્ડ ટફ છે તેણે વિચાર્યુ કે મારા લાયક ચીજ છે...જો કે ત્યારે જ તેને વિચાર આવ્યો કે તે હંમેશા પુરૂષોની પસંદગીમાં થાપ ખાઇ જાય છે.બોનમાં પેલા યુવાન સાથે દોસ્તી કરી તો તે બાલિશ નિકળ્યો હતો..નસાઉમાં પેલો હૃષ્ટ પુષ્ટ તેને મળ્યો તો તેને માત્ર જાદુ ટોણામાં જ રસ હતો...ત્રીજો કેટલો સોહામણો અને તગડો હતો પણ તે બ્લેકમેલર હતો..આમ પુરૂષોની બાબતમાં મેં હંમેશા ભૂલો કરી છે પણ આ વખતે કદાચ તેનું નસીબ તેને સાથ આપી રહ્યું છે...એટલામાં જ ગ્રેનવિલ તેની મર્સિડિઝ લઇને આવ્યો અને હેલ્ગાને પોતાની બાજુમાં બેસાડી એટલી વારમાં તો તેની કાર પાછળ કારોનો ઢગલો લાગ્યો હતો અને તેમણે હોર્ન મારવા શરૂ કર્યા હતા.
પોતાની કારને આગળ વધારતા ગ્રેનવિલે કહ્યું કે પેરિસવાસીઓમાં કાર ચલાવવાની તમીઝ જ નથી જરા કોઇ કાર રોકાઇ નથી કે તેઓ આભ માથે ચડાવી લે છે.હેલ્ગાએ કહ્યું કે મને તો પેરિસમાં કાર ચલાવવાનાં નામથી જ ડર લાગે છે..ગ્રેનવિલે કહ્યું કે સુંદરીઓએપેરિસમાં કાર ચલાવવી જ ન જોઇએ તેમની સાથે તો કોઇ કાર ચલાવનાર જોઇએ.
હેલ્ગાને તેની વાતો પસંદ પડતી હતી અને તેની કાર ચલાવવાની સ્ટાઇલ પણ તેને ગમી ગઇ હતી.તેણે પુછ્યું કે આ મર્સિડિઝ છેને..
હાં
બહુ જોરદાર ગાડી છે હું આ પહેલા કયારેય મર્સિડિઝમાં બેઠી નથી..
શહેરની બહાર સડકો પર કાર ચલાવા માટે તો જોરદાર ગાડી છે પણ શહેરમાં...
ત્યારે ગ્રેનવિલે પોતાની મર્સિડિઝ એક સાંકડી ગલીમાંથી કાઢી અને પાર્કિંગ લોટમાં લાવીને ઉભી કરી દીધી.હેલ્ગા કારમાંથી ઉતરવા માટે દરવાજાનાં હેન્ડલ પર હાથ મુકતી હતી ત્યાં ગ્રેનવિલ ઝડપથી પોતની સીટ પરથી ઉતર્યો અને દરવાજો ખોલીને ઉભો રહી ગયો..હેલ્ગા તેની આ ઝડપ અને સભ્યતાથી ખાસ્સી પ્રભાવિત થઇ.તેણે ગ્રેનવિલની પ્રસંશા કરતા ક્હયું વેરી મેનરલી...
હવે જો મારા અને તમારામાં સભ્યતા નહિ હોય તો કોનામાં હશે..ગ્રેનવિલે કહ્યું કે પેલી રેસ્ટોરન્ટ અહીથી થોડે દુર છે ત્યાં ચાલીને જવું પડશે.ગ્રેનવિલ તેનો હાથ પકડીને તે રેસ્ટોરન્ટ પાસે આવ્યો જો કે રેસ્ટોરન્ટને જોઇને હેલ્ગાનો ઉત્સાહ મરી પરવાર્યો કારણકે તે આલિશાન રેસ્ટોરન્ટોમાં જ જતી હતી અને આ રેસ્ટોરન્ટ કોઇ ઢાબા જેવી લાગતી હતી.ગ્રેનવિલ તેને લઇને અંદર ગયો ત્યારે તેનો મેનેજર ગ્રેનવિલ પાસે આવ્યો અને તેનું સ્વાગત કર્યુ.ગ્રેનવિલે જ્યારે હેલ્ગાનો પરિચય કલાડ સાથે કરાવ્યો તો હેલ્ગા ક્લાડનુ પુરૂ નામ સાંભળીને આશ્ચર્યચક્તિ રહી ગઇ કારણકે તે પેરિસનો સૌથી નામાંકિત શેફ હતો.ગ્રેનવિલ તેને એક સુંદર મજાનાં ખુણામાં લઇ ગયો જેની સજાવટ જોઇને હેલ્ગા દંગ રહી ગઇ કારણકે તેણે આ પ્રકારની સજાવટ આ પહેલા જોઇ ન હતી.હેલ્ગાએ બેસવા માટે ખુરસી સરકાવતા કહ્યું મને તો કલ્પના પણ ન હતી કે પેરિસમાં આવું સ્થળ હશે...
ગ્રેનવિલે કહ્યું કે અહીનું ભોજન તો જોરદાર છે તેણે કલાડને જમવાનું મોકલવા જણાવ્યું..
ભોજન બાદ સ્વીટ ડિશ આવતા પહેલા ગ્રેનવિલે પોતાના રત્નજડિત સિગારેટ કેસમાંથી હેલ્ગાને એક સિગારેટ ધરી...
બહુ સુંદર સિગારેટ કેસ છે...હેલ્ગાએ સિગારેટ લેતા કહ્યું...ગ્રેનવિલે જણાવ્યું કે આ સિગારેટ કેસ તેને એક ઓસ્ટ્રીયન કાઉન્ટેસે ભેટમાં આપ્યું છે...તેને ત્યારે એ વાત યાદ આવી ગઇ હતી કે કે આ સિગારેટ કેસ માટે તેને એ પ્રૌઢા સાથે બાથરૂમમાં કલાકો સુધી ડાન્સ કરવો પડ્યો હતો..
હેલ્ગા તેના ચહેરાને ધ્યાનથી જોઇ રહી હતી તે જાણે કે તેના મનોભાવોને વાંચવાનો પ્રયાસ કરતી હતી...
તમે પેરિસ કયા કામસર આવ્યા છો...
જો કે ગ્રેનવિલે તેને ટાળવાનાં અંદાજમાં કહ્યું કે બિઝનેશ અને એશ કરવા...તમે જણાવો તમે તો કદાચ અહી કપડાની ખરીદી માટે આવ્યા હશો...
હું મારા બિઝનેશ મામલે પેરિસ આવી છું અને થોડી ઘણી શોપિંગ પણ કરીશ...
ગ્રેનવિલે હેરાન થવાનો અભિનય કરતા કહ્યું હું માની શકતો નથી કે તમારા જેવી સુંદરી બિઝનેસ કરતી હતી આમ કહીને તેણે પોતાના માથા પર હાથ લગાવતા કહ્યું કે ઓહ હુ કેટલો બેવકુફ છું કે તમને ઓળખી શક્યો નહી તમે તો મેડમ રોલ્ફ છો...
એટલીવારમાં વેટર આઇસક્રીમ લઇને પહોચી ગયો તે કારણે તે ચુપ થઇ ગયો..
વેટર આઇસક્રીમ મુકીને ચાલ્યો ગયો અને તે બંનેએ આઇસક્રીમને ન્યાય આપવો શરૂ કર્યો..ગ્રેનવિલે સ્મિત કરતા કહ્યું તો તમે રોલ્ફ ઇલેક્ટ્રોનિક કોર્પોરેશનની માલિક છો..એક પણ દિવસ એવો જતો નથી જ્યારે મીડિયામાં તમારા અંગે કોઇ ન્યુઝ આવતા નથી...તમારી સાથે મુલાકાત મારા માટે તો સૌભાગ્યની વાત છે...એ પણ સંયોગ જ છે કે આપણે બંને એક જ હોટલમાં રોકાયા છીએ...
હું ધનાઢ્ય છું પણ મારી દોલતે મારી સ્વતંત્રતા છિનવી લીધી છે...જેના કારણે મને હંમેશા એકલતાનો અનુભવ થાય છે...મારે હંમેશા મારા વર્તનનું ધ્યાન રાખવું પડે છે..
મને તમારી મુશ્કેલીનો ખ્યાલ આવે છે મીડિયા હંમેશા જ તમારી પાછળ રહે છે તેમને એ જાણવાની જિજ્ઞાસા રહે છે કે તમારો બિઝનેશ કેમ ચાલે છે તમે કઇ નવી કંપની ખરીદો છો..તમે કોને મળો છો...તમને કોણ મળવા આવે છે આ બધી વાતો તેઓ મરચુ મસાલો નાંખીને છાપતા હોય છે...
જો કે હેલ્ગાએ ઉત્સુકતાથી પુછ્યું કે તમે શું બિઝનેશ કરો છો..
જો કે ગ્રેનવિલે તે વાતનો ઉત્તર ટાળતા કહ્યું કે ભોજનનાં સમયે બિઝનેશની વાત કરીને તેની મજા ખરાબ કરવાનો કોઇ અર્થ નથી...અને તે પેરિસની મનોહરતા અંગે રસપ્રદ રીતે વાતો કરતો રહ્યો જેણે હેલ્ગાને ખાસ્સી પ્રભાવિત કરી હતી..જ્યારે વેટરે કોફીનાં કપ મુક્યા ત્યારે પણ ગ્રેનવિલ જ બોલતો હતો જો કે હેલ્ગાને તેનો કોઇ કંટાળો આવ્યો ન હતો...
મે આ પહેલા નાતો આટલું સ્વાદિષ્ટ ભોજન કર્યુ છે ના તો આટલી રસપ્રદ વાતો સાંભળી છે...
ભોજન તો અહીનું એ વન છે જ રહી વાત વાતોની તો જો મારી સાથે તમારા જેવી સુંદરી હોય ત્યારે વાતો પણ આપોઆપ રસપ્રદ બની જાય છે અને હવે તો મને તમારી સોહબતમાં પણ મજા પડી રહી છે..જો કે મારે એક એપોઇન્ટમેન્ટ છે અને હું હોટલ છોડી રહ્યો છું..કહીને ગ્રેનવિલ બિલ ચુકવવા ચાલ્યો ગયો..થોડીવાર બાદ બંને મર્સિડિઝમાં હોટલ તરફ જતા હતા ત્યારે ગ્રેનવિલે કહ્યું કે જો કાલેપણ આવી જ મુલાકાત થઇ જાય તો કેવું રહેશે..હું પ્રોમિસ કરૂ છું કે કાલે હું થોડી ઓછી વાતો કરીશ..ગ્રેનવિલનાં ચહેરા પર દિલફેંક સ્મિત તરવરતું હતું..તેણે કહ્યું કે અહી આવું જ જોરદાર રેસ્ટોરન્ટ છે અને મારી સાથે ત્યાં ડિનર તમને પસંદ પડશે...હેલ્ગાએ કોઇપણ સંકોચ વગર તે માટે હાં પાડી..
હોટલ પહોંચીને ગ્રેનવિલ હેલ્ગાની સાથે સાથે લિફ્ટ સુધી ગયો જ્યાં સુધી લિફટ નીચે ન પહોંચી ત્યાં સુધી તેઓ એકબીજાને જોતા રહ્યાં હતા...
જો તમને વાંધો ન હોય તો હું તમને હેલ્ગા કહી શકું..તમારૂ નામ બહું સુંદર છે...
હેલ્ગાએ કહ્યું મે તમને એ માટે ઇન્કાર કર્યો નથી..
તો કાલે રાતે આઠ વાગે આ લોબીમાં મુલાકાત થશે...
હેલ્ગાએ હાં કહી અને તેના હાથને સ્પર્શ કર્યો અને લિફ્ટમાં તે પોતાના સ્યુટમાં પહોંચી...
જોપેટરસન એક કુંજમાં બેઠો બેઠો હેલ્ગા અને ગ્રેનવિલને જોઇ રહ્યો હતો જ્યારે હેલ્ગાની લિફ્ટ નજરોથી ઓઝલ થઇ ત્યારે તે પેટરસન તરફ ગયો...
કોઇ જ મુશ્કેલી પડે તેમ નથી મિસ્ટર પેટરસન ...બસ ત્રણ ચાર દિવસમાં આ પંછી મારી કેદમાં હશે...
કહીને ગ્રેનવિલ રિસેપ્શન કાઉન્ટર પર ગયો અને ત્યાં જઇને એક કાર્ડ અને પરબિડિયું માંગ્યું જે તેને આપી દેવાયું હતું.
ગ્રેનવિલે કાર્ડ પર હેલ્ગાને નામે એક સંદેશ લખ્યો - ઉત્તમ સંગત બદલ આપનો આભાર...ક્રિસ..
તે કાર્ડ પરબિડિયામાં બંધ કરીને કલાર્કને આપતા તેણે કહ્યું કે આ કાર્ડ મેડમ રોલ્ફને મોકલજો અને સાથે બાર ગુલાબનાં ફુલ પણ મોકલજો અને ફુલની કિંમત મારા એકાઉન્ટમાં નાંખી દેજો...
ગ્રેનવિલ હોટલની બહાર આવ્યો અને પોતાની મર્સિડિઝ તરફ આગળ વધી ગયો...