Chotho Aekko - 7 in Gujarati Classic Stories by Anwar Diwan books and stories PDF | ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 7

Featured Books
Categories
Share

ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 7

જેક આરસર હિલાયસ વિલામાંથી તેના ભાડે રાખેલા વિલા તરફ જતો હતો ત્યારે તે ખાસ્સો ખુશ હતો કારણકે તે હેલ્ગાને એ પરિસ્થિતિમાં લઇ આવ્યો હતો જ્યાં તેની પાસે પૈસા આપવા સિવાય બીજો કોઇ વિકલ્પ ન હતો.પરમ દિવસે મારા ખિસ્સામાં દસલાખ હશે અને એ પૈસા આવતા જ હું ન્યુયોર્ક રવાના થઇ જઇશ જ્યાં જઇને ફરીથી હું મારૂ ટેક્સ કન્સલ્ટીંગનું કામ પાછુ શરૂ કરી દઇશ અને ત્યારબાદ મારી સ્થિતિ મજબૂત થઇ જશે.આ વિચાર કરતા કરતા તે પોતાના વિલામાં આવ્યો જ્યાં તેણે રેન્ટ પર લીધેલી મર્સિડિઝ પાર્ક કરી અને પગથિયા ચઢીને રૂમમાં ગયો અને જતાની સાથે જ તેણે કહ્યું કે ક્રિસ કામ થઇ ગયું છે... પણ અંદરથી કોઇ અવાજ ન આવ્યો અને તે જોઇને આરસરનાં ભવાં તણાઇ ગયા....
તે દોડીને બેડરૂમમાં ગયો પણ ગ્રેનવિલ ત્યાં પણ ન હતો તે બાથરૂમમાં ગયો તે પણ ખાલી હતો તે આખા વિલામાં ફરી વળ્યો ક્યાંય ગ્રેનવિલનો પત્તો ન હતો તે ગાયબ થઇ ગયો હતો....
આરસરનાં ગયા બાદ ગ્રેનવિલ એક આરામખુરસીમાં બેઠો અને તેણે સિગારેટ સળગાવી અને કશ લેતા લેતા વિચારવા માંડ્યો કે હવે માત્ર ત્રણ દિવસની વાર છે ત્યારબાદ હું દસલાખનો માલિક થઇ જઇશ આ રકમ હાથ લાગતાં જ હું વેસ્ટઇન્ડિઝ ચાલ્યો જઇશ જ્યારે મામલો રફેદફે થઇ જશે ત્યારે પાછો આવીશ અને આટલા પૈસા હાથમાં આવ્યા બાદ તો હું મારી પસંદની ઓરતો સાથે એશ કરીશ આ બુઢ્ઢીઓને તો મારી પાસે ફરકવા પણ નહિ દઉં....ગ્રેનવિલ આ વિચારોમાં જ ગુમ હતો ત્યાં તેણે તેની પાછળ કશો અવાજ સાંભળ્યો તે ઉભો થયો અને પાછા વળીને જોયું તો તેને આશ્ચર્ય થયું કે દરવાજા પર સેજેટી અને બેલમોન્ટ ઉભા હતા....
તમે લોકો અહીં શું કરો છો તમે જો જિનેવા જવાનાં હતાને....
સેજેટીએ કહ્યું અમે અમારો ઇરાદો બદલી નાંખ્યો છે અને બેલમોન્ટ તરફ જોતા કહ્યું કે કેમ જેક મારી વાત બરાબર છે ને....
જો કે બેલમોન્ટે કોઇ જવાબ આપ્યો ન હતો અને તે ત્યાં જ ઉભો રહ્યો અને ઠંડી નજરે ગ્રેનવિલ તરફ તાકી રહ્યો હતો...આ સમયે તેમનાં ચહેરા પર ક્રુરતા રમી રહી હતી અને તે જોતા જ ગ્રેનવિલનાં મનમાં ખતરાની ઘંટડી વાગી હતી...એ ગભરાઇ ગયો અને તેણે પુછ્યું કે અહીં શું કરવા આવ્યા છો....
સેજેટીએ કહ્યું કે અમે તને લેવા આવ્યા છીએ...
મતલબ...
તને અંગ્રેજી સારી રીતે આવડે છે..સેજેટીએ કહ્યું કે અમારો અર્થ સાફ છે કે અમે તને લેવા આવ્યા છીએ....
જો કે ગ્રેનવિલે પણ પોતાની જાત પર કાબુ રાખતા તેમના તરફ ઘુરકિયુ કરતા કહ્યું કે હું તમારી સાથે ક્યાંય જવાનો નથી તમને તમારા કામનાં પૈસા મળી ગયા છે હવે અહીંથી દફા થઇ જાવ...
બચ્ચું તારી ગરમી તારી પાસે રાખ અને આ વખતે કોઇ ટોમેટો સોસ નથી આ વખતે જે થશે તે અસલી થશે આમ કહેતા તેણે તેના ખિસ્સામાંથી સાયલેન્સર લગાવેલ ઓટોમેટિક પિસ્તોલ કાઢીને ગ્રેનવિલ તરફ નિશાનો તાકતા કહ્યું કે આ જોઇ રહ્યો છું ને આ તારા લમણામાં એક કાણું કરશે જેમાંથી ટોમેટો સોસ નહિ પણ તારૂ લોહી નિકળશે...આ સાંભળતા જ ગ્રેનવિલ શિયાવિયા થઇ ગયો અને કાંપતા અવાજે કહ્યું એને મારી સામેથી દુર કર...
એને દુર કરવી હોય તો ચુપચાપ અમારી સાથે ચાલ અમે તને કારમાં બેસાડીને લઇ જઇશું અને જો કોઇ હોંશિયારી કરવાનો પ્રયાસ કર્યો તો માત્ર એક જ ગોળીમાં તારૂ કામ તમામ થઇ જશે...
તમે મને ક્યાં લઇ જવાનાં છો અને મારી સાથે શું કરવાના છો...ગ્રેનવિલનાં મોંમાંથી શબ્દો પણ મુશ્કેલીથી નિકળતા હતા...
ચુપ રહીશ તેટલું તારી તબિયત મારે સારૂ રહેશે... ચુપચાપ અમારી સાથે ચાલ....
સેજેટી અને બેલમોન્ટે તેને કારમાં બેસાડ્યો અને તેને ત્યાં લઇ ગયા જ્યાં બર્ની તેમની રાહ જોઇ રહ્યો હતો..
ગ્રેનવિલને જોતાં જ તે ઉભો થઇ ગયો અને કહ્યું કે ઓહ, મિસ્ટર ગ્રેનવિલ આ આપણી પહેલી મુલાકાત છે પણ આપણો એક કોમન ફ્રેન્ડ છે જેક આરસર....
આમ તો બર્નીનાં ચહેરા પર સ્મિત હતું પણ તેની આંખો જોઇને ગ્રેનવિલને ગભરાટ થવા માંડ્યો હતો તેણે બહું ધીમા અવાજે કહ્યું કે તમે મિસ્ટર આરસરને ઓળખો છો...
બર્નીએ કહ્યું હાં હું તેને ઓળખું છુ તું શાંતિથી બેસ હું તારી સાથે વાત કરવા માંગું છું....
ગ્રેનવિલનું શરીર ડરથી કાંપી રહ્યું હતું તે ચુપચાપ ત્યાં પડેલી ખુરસી પર બેસી ગયો...
તે કાંપતા સ્વરે બોલ્યો મને એ સમજાતું નથી કે તમે મારી સાથે શું વાત કરવા માંગો છો....
હું બધી વાત સમજાવું છું વાત એમ છે કે આરસર મારી પાસે આવ્યો હતો એણે મારી પાસે એવા બે વિશ્વાસુ માણસો માંગ્યા હતા જે એક કિડનેપિંગનું નાટક કરી શકે અને એ માટે આરસરે મને એક હજાર અને આ બંનેને ચાર ચાર હજાર આપ્યા હતા પણ મને એ ખબર પડી છે કે તમે આ નાટક દ્વારા વીસ લાખ પડાવવા માંગો છો પણ તમે એ જાણો છો કે કિડનેપિંગ એવો ગુનો છે જેની સજા મોત હોય છે અમે અમારો જીવ જોખમમાં મુકીને કામ કર્યુ આથી અમને લાગે છે કે અમને વધારે પૈસા મળવા જોઇએ...
તો તમારે એ માટે આરસર સાથે વાત કરવી જોઇએ ને મને શું કામ અહી લાવ્યા છો....
સવાલ તો સારો છે કે તને શું કામ અહીયા લાવ્યા છીએ અને એનો જવાબ એ છે કે આ વખતે તમારૂ અસલમાં અપહરણ થયું છે અને આ નકલી નહિ પણ અસલી અપહરણ છે.
મને તો તમારી વાત સમજાતી નથી....
મિસ્ટર ગ્રેનવિલ તમે અને આરસર બંને અનાડી છો તમારો પાલો એવી મહિલા સાથે પડ્યો છે જે અબજોપતિ છે અને તે તમારી તરફ આકર્ષિત છે અને તમે માત્ર વીસ લાખ પડાવવા માંગો છો આજે કિડનેપિંગની રેન્સમનો ભાવ સિત્તેર લાખની આસપાસ ચાલી રહ્યો છે તેવામાં હવે પરિસ્થિતિ હું હેન્ડલ કરીશ અને તમને તેને પરત કરવાનાં એક કરોડ માંગીશ તેમાંથી પાંચ લાખ આરસરને આપીશ જો તમે સહકાર આપશો તો....
સહકાર મતલબ....
સહકાર એટલે કે બને કે તમારી પ્રેમિકાને ડરાવવા માટે તમારી આંગળી કે કાન કાપીને મોકલવો પડે તો તેવામાં તમને કોઇ તકલીફ ન થવી જોઇએ.સેજેટી આવા મામલાને સારી રીતે હેન્ડલ કરે છે તે તમારું અંગ કાપીને તેના પર લોખંડ ગરમ કરીને ત્યાં ચાંપી દેશે તમને પીડા થશે પણ તે માત્ર થોડો સમય માટે જ થશે જો કે એવો સમય નહિ આવે તમારી પ્રેમિકા એ પહેલા જ તમારા માટે પૈસા આપી દેશે હવે મારે આરસરને મળવું પડશે તેણે જ મારા અને હેલ્ગાની વચ્ચે મિડિયેટરની ભૂમિકા ભજવવી પડશે. હું અરધા કલાકમાં પાછો આવી જઇશ એ દરમિયાન સેજેટી અને બેલમોન્ટ તમારો ખ્યાલ રાખશે...
ક્રિસ, અપહરણ અને માફિયા આ ત્રણ વાત જ હેલ્ગાનાં મનમાં ચાલી રહી હતી.મારે તરત જ મારા બેન્કર બર્નની પાસે જઇને પૈસાનો બંદોબસ્ત કરવો પડશે જેથી પેલો સુઅરનો બચ્ચો આરસર મને મળવા આવે તો હું રૂપિયા આપી શકું.
હિકલ તેની હિંમત કેવી રીતે થઇ કે તે એવું કહી શકે કે ક્રિસે જાતે તેનું અપહરણ કરાવ્યું છે તે તેની ઇર્ષ્યા કરે છે તે ચાહે છે કે હું આખું જીવન એકલી જ રહું પણ મારૂ તો અંગે અંગ ક્રિસને માંગે છે.
ટામેેટાનો સોસ .... તે તો તદ્દન બકવાસ કરે છે....ક્રિસે તેમની પાસેથી છુટવા માટે પ્રયાસ કર્યો હશે તે કારણે જ તેઓએ તેને મારીને લોહીલુહાણ કરી નાંખ્યો હશે...દરવાજો ખુલ્લો હતો.. બને કે ક્રિસ સ્ટોપર મારવાની ભૂલી ગયો હોય તેને લાગ્યું હોય કે તેણે સ્ટોપર મારી દીધી છે....તે આમ તો મનોમન બોલતી હતી પણ ધીરે ધીરે તમામ વાતો તે મોટેથી બોલવા લાગી હતી અને તેનો અવાજ સાંભળીને જ હિકલ અંદર આવ્યો હતો તેને જોતા જ હેલ્ગાએ કહ્યું કે હું પૈસાનો બંદોબસ્ત કરવા માટે બેંકમાં જઇ રહી છું અને સાંજ સુધી પાછી આવી જઇશ...
તમે મારી એક વાત માનો મેડમ...
હું તારી કોઇ પણ વાત માનવાની નથી તારી જીભ વધારે ચાલવા માંડી છે તને કોઇ અધિકાર નથી તું મિસ્ટર ગ્રેનવિલ પર ખોટો આરોપ લગાડું...હું તેને કોઇપણ ભોગે માફિયાની ચંગુલમાંથી છોડાવી લાવીશ અને ત્યારબાદ તેની સાથે લગ્ન કરીશ અને કાન ખોલીને સાંભળી લે જ્યારે મારા ગ્રેનવિલ સાથે લગ્ન થઇ જાય તો તારે તેમની પણ મારી જેમ જ સેવા કરવી પડશે જો તને મંજુર હોય તો નોકરી કરજે નહિતર છોડી દેજે....
જેવી તમારી મરજી મેડમ...
ત્યારબાદ હેલ્ગા નીચે આવી અને પોતાની રોલ્સ રોઇસમાં બેસીને બેંક ગઇ...
હિકલ પોતાના રૂમમાં ગયો અને તે એક જુની ડાયરી શોધવા માંડ્યો હતો અને જ્યારે તેને ડાયરી મળી ત્યારે તેમાંથી એક નંબર શોધીને એ નંબર લખી લીધો અને ત્યારબાદ તેણે પેરિસ ફોન કર્યો હતો...
આખા ઘરમાં તલાશ કર્યા બાદ આરસર રૂમમાં આવીને એક ખુરસીમાં બેસી ગયો તેને ખબર પડતી ન હતી કે આખરે ગ્રેનવિલ ગયો ક્યાં.....તેને એણે સમજાવી દીધો હતો કે તેને ક્યાંય બહાર જવાનું નથી... જ્યારે તેણે હેલ્ગા પાસેથી નાણાં પડાવવાની વાત ફિક્સ કરી દીધી ત્યારે તે ક્યાં ગયો....ના તે ગાયબ નહિ થયો હોય પણ તે ડરી ગયો હશે આખરે તે એક જિગોલો છે અને તેઓ મોટાભાગે ડરપોક હોય છે....હું અહીંથી બહાર ગયો તે સાથે તે અહીંથી બહાર નિકળ્યો અને રેલવેસ્ટેશન ગયો હશે ત્યાંથી તે સ્વીત્ઝર્લેન્ડ છોડીને નિકળી ગયો હશે...મારા નસીબ જ ફુટલા છે... હવે હું કયા મોઢે હેલ્ગા પાસે જઇશ અને જો હું તેની પાસે નહી જાઉં તો તે ખબર નહિ તેના માટે કેવી મુસીબતો ઉભી કરશે....મારી ભલાઇ તો એમાં જ છે કે હું પણ અહીંથી ક્યાંક ગાયબ થઇ જાઉં.
એ જ વખતે દરવાજાની ઘંટડી વાગી અને તે સાથે તેના હૃદયનાં ધબકારા પણ વધી ગયા હતા....તેને તો લાગ્યું કે ક્યાંક હેલ્ગાએ પોલીસને જાણ કરી હશે પણ જ્યારે ઘંટડી વાગવી બંધ ન થઇ ત્યારે આરસરે દરવાજા પાસે આવીને દરવાજો ખોલ્યો અને દરવાજા પર તેણે બર્નીને ઉભેલો જોયો જેને જોઇને તેને ખતરાની ગંધ આવી હતી...
બર્ની અંદર આવ્યો અને તેણે પુછ્યું અરે ... મિસ્ટર આરસર કેમ છો....
આરસરે જબરજસ્તી મ્હો પર સ્મિત લાવીને પુછ્યું અરે બર્ની તું અહી કેવી રીતે...
હું એક મામલે તારી સાથે વાત કરવા આવ્યો છું એમ કહીને તે રૂમમાં પડેલી ખુરસી પર બેસી ગયો....
બોલ શું વાત છે...
મિસ્ટર ગ્રેનવિલનું અપહરણ થઇ ગયું છે...
તેણે નવાઇ દર્શાવતા કહ્યું ગ્રેનવિલનું અપહરણ થઇ ગયું છે....
જી...
કોણે કર્યુ તેનું અપહરણ....
મે કર્યુ છે તેનું અપહરણ...તું એકદમ અનાડી છું..મે તેનું અપહરણ કર્યુ છે અને આ વખતે કોઇ નાટક નથી પણ વાસ્તવમાં જ તેને ઉઠાવી લેવાયો છે અને આ કામ હવે મે હાથમાં લીધું છે હવે ગ્રેનવિલને પાછો લેવાની કિંમત હેલ્ગાએ એક કરોડ આપીને ચુકવવી પડશે.....જેમાંથી પાંચ લાખ તને અને પાંચ લાખ ગ્રેનવિલને આપીશ બાકીનાં હું રાખી લઇશ...આ કામમાં તારે મધ્યસ્થીની ભૂમિકા ભજવવી પડશે....તારે વિલા જઇને કહેવું પડશે કે હવે રેન્શમની રકમ વીસ લાખથી વધારીને એક કરોડ કરી દેવાઇ છે...
એક કરોડ ....આરસરે મ્હોં ફાડીને પુછ્યું આટલી રકમ હેલ્ગા ક્યારેય નહિ આપે.....
જ્યારે ગ્રેનવિલનો એક કાન કાપીને મોકલીશું તો જરૂર તે એ રકમ આપશે...
તું એમ કર તું જ આ વાત તારી રીતે પતાવી લે મારે તેની સાથે કોઇ સંબંધ નથી...
તારે સંબંધ રાખવો પડશે..આમ કહીને તેણે તેનાં ખિસ્સામાંથી એક રિવોલ્વર કાઢી જેના પર સાઇલેન્સર લગાડેલું હતું તેણે એ રિવોલ્વર આરસર તરફ તારી અને કહ્યું તને જેટલું કહેવામાં આવે તારે એટલું કામ કરવાનું છે અને સ્હેજે આનાકાની કરીશ તો પોલીસને અહીં તારી લાશ મળશે અને તેમને ક્યારેય એ ખબર નહિ પડે કે તને કોણે પરલોક પહોંચાડી દીધો છે...
રિવોલ્વર જોતાની સાથે જ આરસરનાં હાથ પગમાં કંપારી આવી ગઇ હતી...વાંધો નહિ હું તમે લોકો જેમ કહેશો તેમ જ કરીશ...
બર્નીએ કહ્યું કે તું સમજદાર છું...તેણે થોડું રોકાઇને પુછ્યું કે મે સાંભળ્યું છે કે તે હેલ્ગાને વીસ લાખનો બંદોબસ્ત કરવા માટે ત્રણ દિવસની મહેતલ આપી છે...સારૂ કર્યુ....તેને ભાગદોડ કરવા દે ....ત્રણ દિવસ પછી જઇને તેને કહેજે કે હવે વીસ લાખ નહિ પણ એક કરોડ આપવા પડશે નહિતર ગ્રેનવિલનો કાન કાપીને મોકલી દેવામાં આવશે...
એ જ વખતે ફોનની ઘંટડી રણકવા માંડી હતી....
જા જઇને ફોન ઉઠાવ....
આ ફોન ગ્રેનવિલનો હતો અને તેણે તો ફોન પર જ રોકકળ શરૂ કરી દીધી હતી કે તેનું અપહરણ કરી લેવાયું છે અને તે બધું તેની ભૂલને કારણે જ થયું છે....
ફોન સાંભળીને આરસરને ચક્કર આવી ગયા....
બર્નીએ કહ્યું કે મને ખબર છે કે ફોન ગ્રેનવિલનો હતો મેં જ એને ફોન કરવા કહ્યું હતું જેથી તને એ ખ્યાલ આવી જાય કે હું ગપગોળો ચલાવતો નથી...હવે તું તારો પાસપોર્ટ મને આપી દે જેથી તું સ્વીત્ઝર્લેન્ડ છોડીને કયાંય ન જઇ શકું પણ તેમ છતાં જો તે એવો પ્રયાસ કર્યો તો તારી સાથે કોઇપણ દુર્ઘટના થઇ શકે છે...મારા માણસો તારા પર ચોવીસ કલાક નજર રાખશે...ચાલ હું નિકળું છું...એમ કહીને બર્ની ત્યાંથી નિકળી ગયો અને જે કારથી આવ્યો હતો તેમાં જ તે પાછો ચાલ્યો ગયો.....
હેલ્ગાએ પોતાના બ્રોકર સાથે મુલાકાત કરી અને તેના શેર વેચવાની વાત કરી અને કહ્યું કે તેને વીસ લાખ રોકડાની જરૂર છે અને આ રકમ પણ તેને આવતીકાલે જ જોઇએ છે...
મેડમ શેર વેચવા યોગ્ય નથી કારણકે આજકાલ મંદી ચાલી રહી છે જો તમે કહો તો બેંક તમને વીસ લાખની લોન આપી શકે તેમ છે...
તો મને લોન આપી શકશો...
જી મેડમ લોન જરૂર મળી જશે....
પણ હું તે રકમ કોઇ અન્ય સ્વિસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માંગું છું જેનો નંબર અને બેંકનું નામ તમને હું ફરી જણાવીશ...
અમને કોઇ તકલીફ નથી મેડમ...
તો ફરી થેંક્યું વેરી મચ...કહીને હેલ્ગા બેંકથી બહાર નિકળી ગઇ...
સાંજે જ્યારે તે વિલા પહોંચી ત્યારે આઠ વાગી ગયા હતા તે જ્યારે તેની કાર પાર્ક કરીને ઉપર ગઇ ત્યારે હિકલે જ દરવાજો ખોલ્યો હતો...
હિકલ જો સવારે મે તને ખાસ્સી ખરી ખોટી સંભળાવી હતી જે માટે મને માફ કરી દેજે ...મિસ્ટર ગ્રેનવિલને કારણે મારી હાલત એવી થઇ ગઇ હતી અને મે મારા પરથી કન્ટ્રોલ ગુમાવી દીધો હતો... જો તે મને સાંત્વના ન આપી હોત તો કદાચ મે કશું અજુગતુ કરી નાંખ્યું હોત...
હું તમારી મનોસ્થિતિને સારી રીતે સમજું છું મેડમ...જ્યારે તમે મિસ્ટર રોલ્ફનાં પત્ની બનીને આવ્યા તે દિવસથી જ હું તમારી પ્રસંશા કરતો આવ્યો છું અને જે વાતની મેં હંમેશા પ્રસંશા કરી છે તે તમારૂ સાહસ છે અને મને વિશ્વાસ છે કે તમારૂ સાહસ તમને હંમેશા સાથ આપશે...મને વિશ્વાસ છે કે જો તમે સાહસની સાથે કામ લેશો તો આ મામલાને સારી રીતે સમજી શકશો અને તમારી તમામ મુશ્કેલીઓ દુર થઇ જશે...
મને હિંમત આપવા બદલ ધન્યવાદ હિકલ...
ત્યારબાદ હિકલ ત્યાંથી બહાર નિકળી ગયો હતો...
હેલ્ગાએ ઉંઘની ગોળી લીધી અને તે બેડ પર આડી પડી હતી...
બીજા દિવસે સવારે જ્યારે હિકલ કોફી લઇને આવ્યો ત્યારે તેણે કહ્યું કે આજે આખો દિવસ હું ટેરેસ પર બેસીસ મારે ઘણી વાતોનો વિચાર કરવાનો છે...
મને લાગે છે કે મેડમ જો તમે ફરવા જાવ તો તમારૂ મન હળવું થશે...
તો ઠીક છે હું ફરવા જાઉં છું કહીને હેલ્ગાએ કોફી પીધી અને ત્યારબાદ તે ન્હાવા માટે ચાલી ગઇ હતી...
હવે હેલ્ગાને એ ખબર જ ન હતી કે હિકલે તેને કેમ ફરવા જવાની સલાહ આપી હતી કારણકે તે ફાકલ નામની વ્યક્તિનાં ફોનની રાહ જોઇ રહ્યો હતો અને તે ચાહતો ન હતો કે જ્યારે તેનો ફોન આવે ત્યારે હેલ્ગા ઘેર હોય...આથી હેલ્ગા જ્યારે બહાર નિકળી ત્યારબાદ તે એ ફોનની ઉત્સુકતાપુર્વક રાહ જોઇ રહ્યો હતો અને આખરે અગિયાર વાગ્યાની આસપાસ તે ફોન આવ્યો હતો...
સાંજે જ્યારે હેલ્ગા ઘેર પાછી પહોંચી ત્યારે તેણે હિકલની પાસે એક પોલીસ કર્મચારીને ઉભેલો જોયો તેણે હિકલને એના વિશે પુછપરછ કરી તો હિકલે જણાવ્યું કે તે તેના લાયસન્સની તપાસ કરવા આવ્યો હતો..ત્યારબાદ હેલ્ગા તેના બેડરૂમમાં ગઇ અને હિકલ વિલાનાં દરવાજા બંધ કરીને તેના રૂમમાં ચાલ્યો ગયો...ત્યાં જઇને તેણે ચશ્મા ચઢાવ્યા અને ફાકને જે રિપોર્ટ આપ્યો હતો તે તેણે વાંચવા માંડ્યો આ રિપોર્ટ તે પોલીસ કર્મચારીએ જ આપ્યો હતો જેને હેલ્ગાએ હિકલની પાસે જોયો હતો....
બીજા દિવસે સવારે સાડા સાત વાગે જ્યારે હેલ્ગાની આંખ ખુલી ત્યારે તેને સ્હેજે પુરેપુરો વિશ્વાસ હતો કે આરસર આવશે અને તે જ્યારે આવશે ત્યારે હું તેના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દઇશ અને ત્યારબાદ ક્રિસ તેને પાછો મળી જશે...
થોડીવાર બાદ હિકલ કોફી લઇને આવ્યો જો કે તેનો ચ્હેરો થોડો વિચિત્ર લાગતો હતો અને તેને જોઇને હેલ્ગા પણ બેચેન થઇ ગઇ હતી..કોફી પીધા બાદ હેલ્ગા ન્હાવા માટે ગઇ અને જ્યારે ન્હાઇને તૈયાર થઇને તે જ્યારે બેઠક રૂમમાં આવી ત્યારે હિકલ પણ આવ્યો પણ ત્યારે તેણે ઘરમાં જે કપડા પહેરવાનાં હોય તેના બદલે સુટ પહેર્યો હતો અને તેને આ કપડામાં જોઇને હેલ્ગાને નવાઇ લાગી હતી...
મેડમ હું તમારી સાથે થોડી વાત કરવા માંગું છું પણ એક નોકર તરીકે નહિ પણ એક શુભચિંતક તરીકે તમને કશું કહેવા માંગું છું.....
તે આ કપડા કેમ પહેર્યા છે...
કારણકે હું તમને જે કહેવા માંગુ છુ તેમાં વચ્ચે કોઇ રોકટોક ચાહતો નથી જો તમે મારી વાત નહિ સાંભળો તો હું નોકરી છોડીને ચાલ્યો જઇશ..એમ કહીને તે એક ખુરસી ખેંચીને તેના પર બેસી ગયો...હિકલે આ પહેલા કયારેય આવું વર્તન કર્યુ ન હતું...
હું તારી પુરી વાત સાંભળીશ પણ તને નોકરી છોડીને જવા નહિં દઉં તો તું તારી વાત કર જે તારે કરવી છે....
વાત એ છે કે મારે એક ભત્રીજી છે જે મારી બહેનની છોકરી છે જેણે પંદર વર્ષ પહેલા એક જીન ફોકન નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા જે એક ફ્રેન્ચ હતો તે એક પોલીસ અધિકારી છે જેની કુશળતાને કારણે તેને ઇન્ટરપોલમાં ટ્રાન્સફર કરાયો હતો તે એક ઇમાનદાર અધિકારી છે...મને તમને એ કહેતા ખેદ થાય છે કે જ્યારે તમારી ગ્રેનવિલ સાથે પહેલી મુલાકાત થઇ ત્યારે જ મને તેના પર શંકા ગઇ હતી મને તે યોગ્ય લાગ્યો ન હતો આથી જ મે ફોકનને ફોન કરીને પુછ્યું હતું કે ગ્રેનવિલનો કોઇ પોલીસ રેકોર્ડ તો નથીને....
તારી હિંમત કેવી રીતે થઇ કે મારી રજા વગર તે ગ્રેનવિલનાં બારામાં પુછપરછ કરી તું ઇર્ષ્યાથી પાગલ થઇ ગયો છું હું મિસ્ટર ગ્રેનવિલ વિશે કશું જ સાંભળવા તૈયાર નથી..
હિકલ આ સાંભળીને ઉદાસ થઇ ગયો પણ તેમ છતાં તેણે કહ્યું કે મારી વાત તમારે સાંભળવી પડશે મેડમ તમને સંતોષ આપવા માટે પુરેપુરા પુરાવા છે જે સાબિત કરી શકે છે કે હું જે કહું છું તે એકદમ સત્ય છે....કાલે રાતે એક પોલીસ અધિકારીએ મને એ રિપોર્ટ આપ્યો હતો જે મારા ભત્રીજા જમાઇએ જિનેવાથી અહીે મોકલાવ્યો હતો અને આ એ રિપોર્ટની ફોટોકોપી છે...મિસ્ટર ગ્રેનવિલ ત્રણવાર બીજા વિવાહ કરવા માટે જર્મન પોલીસમાં વોન્ટેડ છે...
દ્વિવિવાહ..હેલ્ગાએ નવાઇથી પુછ્યું.....
જી મેડમ...આ રિપોર્ટ અનુસાર પ્રૌઢાઓનાં પૈસા પર ઐશ કરવો એ ગ્રેનવિલનો ધંધો છે...તે એકલ પ્રૌઢાને પટાવીને તેના પૈસા પર એશ કરે છે અને જ્યારે તેનાથી તે ધરાઇ જાય ત્યારે બીજી કોઇ પ્રૌઢાને ફસાવી લે છે...
હેલ્ગા આ સાંભળતા જ પિત્તો ગુમાવી બેઠી હતી અને તેણે બરાડો પાડીને કહ્યું કે હુ તારી કોઇ અગડંબગડં સાંભળવા માંગતી નથી....
જો કે તેના પર ધ્યાન આપ્યા વિના હિકલે તેની વાત ચાલુ જ રાખી અને કહ્યું કે અપહરણની વાત એકદમ પોકળ હતી અને પોલીસે એ વાત પર મ્હોર મારી છે કે બે દિવસ પહેલા જ મિસ્ટર આરસર અને મિસ્ટર ગ્રેનવિલને પોલીસે તમારી રોલ્સમાં જોયા હતા અને એક પોલીસ કર્મચારીએ તેમને રોક્યા હતા અને તેમનાં કાગળો જોવા માંગ્યા હતા.મિસ્ટર આરસરે તેમનું કાર્ડ બતાવ્યું હતું અને મિસ્ટર ગ્રેનવિલે તેમનો પાસપોર્ટ બતાવ્યો હતો અને જ્યારે મિસ્ટર આરસર તમને મળવા આવ્યા ત્યારે તમને કહ્યું હતું કે મિસ્ટર ગ્રેનવિલ સાથે તેમની ક્યારેય મુલાકાત થઇ ન હતી અને પરમ દિવસે જ તેઓ સાથે હતા...
આ સાંભળતા જ હેલ્ગાની મુઠ્ઠીઓ ભિંચાઇ ગઇ અને તેણે રોષભેર કહ્યું કે તે જિગોલો છે અને હરામજાદો મારી સાથે લગ્ન કરવા માંગે છે....હેલ્ગામાં આ પરિવર્તન જોતા હિકલને આશા બંધાઇ હતી..હેલ્ગા ઉભી થઇ ગઇ અને તેના ચહેરા પર કઠોરતા છવાઇ ગઇ હતી...
દિલનાં મામલામાં ઔરતો હંમેશા મુરખ હોય છે હિકલ...હેલ્ગાએ તેના ખભા પર હાથ મુક્યો અને કહ્યું કે હવે તું એ જ કપડા પહેર જે રોજ ઘરમાં પહેરે છે...
જે આજ્ઞા મેડમ...
હેલ્ગાએ ધ્યાનથી હિકલને જોયો અને કહ્યું કે જ્યારે એક કલાક બાદ આરસર અહી આવે તો તેને સીધો મારી પાસે મોકલજે એની સાથે તો હું જ મારી રીતે પતાવી લઇશ...
હેલ્ગાનાં અવાજમાં જે રૂક્ષતા હતી તે સાંભળ્યા બાદ હિકલને આશ્વાસન મળ્યું હતું તેણે કહ્યું યસ મેડમ....
હેલ્ગા ખરેખર તો ક્રોધથી ખળભળી ગઇ હતી અને હિકલનાં નિકળ્યા બાદ હેલ્ગાએ એ રિપોર્ટ વાંચ્યો જે હિકલે ત્યાં મુક્યો હતો...

આરસર તેના બિસ્તર પર આડો પડ્યો હતો...તે રાતે ઉંઘી જ શક્યો ન હતો તેને એ વાતે ગભરાયેલો હતો કે તે માફિયાની ચંગુલમાં ફસાઇ ગયો છે અને ગ્રેનવિલ કરતા પણ તેની હાલત વધારે કફોડી છે હવે તેને તેનાં ગ્રેનવિલનાં નકલી અપહરણની યોજના બદ લ ખેદ થઇ રહ્યો હતો કારણકે જો તેણે એ ન કર્યું હોત તો આ મુસીબતમાં ફસાયો ન હોત...પણ હેલ્ગા સાથે બદલો લેવાની વાત અને વીસ લાખની લાલચે તેની અક્કલ આડે પરદો નાંખી દીધો હતો તેને એ વાતનો અફસોસ થઇ રહ્યો હતો કે તેણે આ નકલી અપહરણ માટે બર્ની જેવા ઠગની મદદ લીધી હતી....તેમાંય હવે હેલ્ગા પાસે જઇને ગ્રેનવિલને છોડાવવા માટે વીસ લાખને બદલે એક કરોડ આપવાની વાત કરવાનાં વિચારે જ તેને કંપારી ચડતી હતી.જો કે તેને ખબર હતી કે તેને આ વાત કર્યા વિના તેની પાસે બીજો કોઇ ઓપ્શન જ નથી..પણ તે વિચારતો હતો કે જ્યારે તે આ વાત કરશે ત્યારે તેની પ્રતિક્રિયા કેવી હશે..તે આમ તો એક કરોડ આસાનીથીા આપી શકે તેમ છે પણ તે આટલા રૂપિયા આપવા તૈયાર થશે ખરી એ વાતે તેને વિચારતો કરી મુક્યો હતો...જો એ એને જ લપેટામાં લેવાની વાત કરશે કે તેને પૈસા જ આપવાનો ઇન્કાર કરી દેશે તો અને બર્નીએ મને ગ્રેનવિલનો કાન કાપીને હેલ્ગા પાસે લઇ જવા કહ્યું તો....આરસરનાં મગજમાં સેંકડો સવાલો ઘુમરાઇ રહ્યાં હતા જેના તેની પાસે કોઇ જવાબ ન હતાં....
આરસર વિચારતો હતો કે જો બર્નીએ તેનો પાસપોર્ટ ન લીધો હોત તો હું રફુચક્કર થઇ જાત...આમ તો બર્નીએ તેને પાંચ લાખ આપવાનો વાયદો કર્યો છે પણ તેને તો દસલાખ મળવાની આશા હતી....જો કે વિચારોથી છુટકારો મેળવવા માટે તે પથારીમાંથી ઉભો થઇ ગયો અને ન્હાવા માટે ચાલ્યો ગયો જ્યારે તે બહાર આવ્યો ત્યારે સવા દસનો સમય થયો હતો અને તે જ વખતે ફોનની ઘંટડી રણકી ઉઠી તેણે ફોન ઉઠાવ્યો તો સામે બર્ની હતો જેણે તેને કહ્યું કે થોડીવાર બાદ તું હેલ્ગાને મળવા જજે મને વિશ્વાસ છે કે તું કામ પુરૂ કરીને જ પાછો આવીશ તે કોઇ મુસીબત ઉભી કરશે તેવું મને લાગતું નથી...
હેલ્ગાનાં મામલે કશું જ કહેવાય નહિ તે એકદમ તરંગી છે...
તો એમ કર તું ઠીક અગિયાર વાગે વિલા પહોંચ તું ત્યાં પહોંચીશ તેના અરધા કલાક બાદ હું ગ્રેનવિલની હેલ્ગા સાથે વાત કરાવીશ તેનાથી કામ સરળ થઇ જશે...કહીને બર્નીએ ફોન મુકી દીધો...
આરસર ત્યાં જ ટહેલવા માંડ્યો અને વિચાર્યું કે જો ગ્રેનવિલ હેલ્ગા સાથે ફોન પર સારી રીતે વાત કરશે તો તે પરાસ્ત થઇ શકે છે પણ તેના માટે એ જરૂરી છે કે હેલ્ગાને તેના માટે હજી આસક્ત હોય..તેને આ વાતે તો વિશ્વાસ બેઠો પણ તેને એ વિશ્વાસ ન હતો કે બર્ની તેને એક ફદિયુંય આપશે....બર્નીએ બેરર બોન્ડ માંગ્યા છે જો કે વિચારતો હતો કે હું એટલો મુર્ખ નથી કે હેલ્ગા પાસેથી બેરર બ ોન્ડ લઉં હું તો તેને મારી રકમ ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહીશ...આમ થાય તો જ તેનો હાથ ઉપર રહેશે.તેને ત્યારે માત્ર પચાસ લાખ આપીશ અને બાકીનાં મારી પાસે રાખીશ અને ગ્રેનવિલને હું મારા હિસ્સામાંથી દસલાખ આપીશ...આ વિચારે આરસરનાં ચહેરા પર ચમક આવી ગઇ તેણે કપડા પહેર્યા અને બહાર આવીને મર્સિડિઝમાં સવાર થઇને તે હેલ્ગાને મળવા માટે રવાના થઇ ગયો...
ત્યાં પહોંચીને તેણે ઘંટડી વગાડી ત્યારે હિકલે દરવાજો ખોલ્યો અને તેને ઉપરથી નીચે સુધી ધ્યાનથી જોયો..
હિકલને જોઇને આરસરે જબરજસ્તી તેના ચહેરા પર સ્મિત લાવીને કહ્યું કે હેલ્લો હિકલ કદાચ મેડમ મારી રાહ જોતા હશે...
હિકલે ટુંકમાં કહ્યું જી.....અને તે તેને ઘરની અંદર લઇ ગયો જ્યાં હેલ્ગા બેઠી હતી...
હિકલે આરસરનાં આવવાની સુચના આપી અને હેલ્ગાએ આરસર તરફ જોયા વિના તેને ઇશારાથી બેસવા જણાવ્યું...હિકલે એ રીતે ખુરસી ગોઠવી કે તેઓ એકબીજાની સામે રહે...
હેલ્ગાએ હિકલને કહ્યું કે તું જઇ શકે છે...
યસ મેડમ કહીને હિકલ ત્યાંથી નિકળી ગયો...