લગભગ બે વર્ષ પહેલા જ્યારે જેક આરસર લ્યુસેનની એક જાણીતી આંતરરાષ્ટ્રીય લો ફર્મમાં સીનિયર પાર્ટનર તરીકે કામ કરતો હતો ત્યારે એક દિવસ તેને એક ટેલિફોન કોલ આવ્યો હતો...બીજી તરફથી એક અમેરિકન એસેન્ટ ધરાવતો અવાજ આવ્યો હતો કે હું મોસિસ સીજલ બોલું છું તમે મને ઓળખો છો..આરસર રોજ હેરાલ્ડ ટ્રીબ્યુન વાંચતો હતો એટલે તે મોસિસિ સીજલનાં નામથી પરિચિત હતો તેને ખબર હતી કે તે એક માફિયા છે અને ચોરીનાં મામલે એફબીઆઇને તેની તલાશ હતી...
હાં મિસ્ટર સીજલ હું તમારા અંગે જાણું છું આરસરે બહું સાવધાનીપુર્વક જવાબ આપતા જણાવ્યું હતું...
તો ધ્યાનથી મારી વાત સાંભળ હું તારી પાસે સલાહ લેવા માંગું છું જે માટે તને ફી ચુકવવામાં આવશે એક માણસ જે હરમન રોલ્ફ નામનાં ઉદ્યોગપતિનો કન્સલ્ટન્ટ હોય તેની મહત્તાથી હું વાકેફ છું. હું કાલે રાત્રે આઠ વાગે બર્નીનાં રેસ્ટોરન્ટમાં આવીશ તું ત્યાં પહોંચી જજે અને મારી વાત સાંભળ્યા બાદ તારી ફી કહેજે કહીને તેણે ફોન મુકી દીધો હતો.થોડીવાર આરસર વિચારતો રહ્યો કે તેને ખબર છે કે સીજલ હિસ્ટ્રીશીટર અને વોન્ટેડ અપરાધી છે એ સિવાય તે એ વાતે પણ પરિચિત હતો કે માફિયાને ઇન્કાર કરવો એ જાનનું જોખમ છે આથી તેણે પોતાના ભાગીદારોને કંઇપણ જણાવ્યા વિના સીજલને મળવા જવાનું નક્કી કરી લીધું હતું.બર્નીનું રેસ્ટોરન્ટ એક નાની ગલીમાં હતું જેની હાલત તદ્દન ફટીચર હતી.આરસર જ્યારે એ રેસ્ટોરન્ટમાં આવ્યો ત્યારે એક દાઢીધારીએ તેનું સ્વાગત કર્યુ હતું અને જણાવ્યું હતું કે સીજલ તેની રાહ જોઇ રહ્યાં છે તે વ્યક્તિ તેને રેસ્ટોરન્ટની પાછળનાં ભાગમાં લઇ ગયો હતો જયાં એક નાનો ઓરડો હતો જ્યાં એક ભરાવદાર ભુક્રુટી ધરાવતો ઇટાલિયન કંપારી સોડા પીતો હતો...
એ વ્યક્તિ જે ભારે ભરખમ શરીર ધરાવતો હતો તેણે કહ્યું કે ઓ કે બર્ની હવે તું મારા માટે સુઅરનું માંસ લઇ આવ...તેણે આરસરને સામે ખુરસી પર બેસવાનો ઇશારો કર્યો અને કહ્યું કે મારી પાસે વધારે સમય નથી આથી હું તારી સાથે સીધી જ વાત કરવા માંગું છું કે મારી પાસે અઢળક દોલત છે અને તે હું કોઇ સુરક્ષિત જગાએ રાખવા માંગું છું તે મામલે તું કોઇ વ્યવસ્થા કરી શકે છે...
એટલીવારમાં બર્ની માંસ અને સ્પેગેટી લઇને આવી ગયો હતો જે જોઇને સીજલ ચુપ થઇ ગયો હતો જ્યારે બર્ની ગયો ત્યારે આરસરે સીજલને પુછ્યું કે તમારા એ નાણાં રોકડ છે કે બોન્ડનાં રૂપમાં છે...
બધી રકમ રોકડ છે કહીને તે માંસ અને સ્પેગેટી પર તુટી પડ્યો હતો..
હું એક વિશ્વસનીય પ્રાઇવેટ બેંકમાં તમારા માટે એક અંકિત એકાઉન્ટની વ્યવસ્થા કરી શકું છૂું
તો તરત જ એ વ્યવસ્થા કર પૈસા મારી પાસે છે કહીને સીજલે એક જુની સુટકેશની તરફ ઇશારો કર્યો કે તેમાં પુરા પચ્ચીસ લાખ છે...
આરસર ખુશ થઇ ગયો અને કહ્યું કે હું આપનું કામ કરી શકું છુ મિસ્ટર સીજલ....
આ કામ કરવાનાં હું તને પચાસ હજાર ફ્રાંક આપીશ બોલ મંજુર છે....
આરસરે વિચાર કર્યો કે આ રકમ સીધા મારા ખિસ્સામાં જશે તો ભાગીદારોને કશું કહેવાની જરૂર જ નથી....
મને મંજુર છે મિસ્ટર સીજલ...
તો ફરી ડન...સીજલે સ્પેગેટીનો એક ટુકડો મોંઢામાં પધરાવતા કહ્યું કે તમે મારા પૈસા તમારી સાથે લઇ જાવ મે તમારી પુરી તપાસ કરાવી છે તું સારો વ્યક્તિ છે પણ જો મારી સાથે કોઇ છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો તો મારા માણસો તારી પાછળ પડી જશે...
આરસરે તેને આશ્વાસન આપતા જણાવ્યું કે એ વાત મનમાંથી કાઢી નાંખો તમે તમારા પૈસા મને આપો હું તરત તેની વ્યવસ્થા કરી દઇશ અને તમારૂ એડ્રેસ પણ આપો જ્યાં હું તમારો એકાઉન્ટ નંબર મોકલી શકું...
સીજલે સહમતિમાં માથું હલાવ્યું અને કહ્યું કે આ મારી પત્નીનું એડ્રેસ છે કહીને તેણે ખિસ્સામાંથી પાકિટ કાઢીને આરસરને એક કાર્ડ, નોટોનાં કેટલાક બંડલ આપ્યા હતા ત્યાં સુધી તે પોતાનું ખાવાનું પુરૂ કરી ચુક્યો હતો અને ઘડિયાળ પર નજર નાંખીને તેણે કહ્યું કે હું નિકળું છું...
ત્યારે બર્ની ત્યાં પહોંચ્યો અને તેણે પુછ્યું કે તમારા માટે કંઇક લાવું મિસ્ટર સીજલ....
નાં અત્યારે નહિ અત્યારે મારી ફ્લાઇટનો સમય થઇ ગયો છે અને તેણે જેક આરસર તરફ ઇશારો કરીને કહ્યું કે તે મારા પૈસાની દેખરેખ રાખશે અને તે મારા પર ઉપકાર છે અને જો ક્યારેક જરૂર પડે તો આ અહેસાનનો બદલો ચુકવી દઇશ...ત્યારે સીજલે આરસરને કહ્યું હતું કે બર્ની આ શહેરનો સંકટ નિવારક છે જો તને ક્યારેય કોઇ કામ હોય તો સીધો બર્ની પાસે આવી જજે તે તરત જ તારી પ્રોબ્લેમનું સોલ્યુશન કરી દેશે કહીને સીજલ ત્યાંથી નિકળી ગયો...
આરસરને આ બધું યાદ હતું...
જિનેવા એરપોર્ટ પહોંચ્યા બાદ તેણે ટેક્સી કરી અને ડ્રાઇવરને બર્નીનાં રેસ્ટોરન્ટનું સરનામુ આપ્યું હતું.ટેક્સીમાં બેઠા બાદ તેને યાદ આવ્યું કે તેણે સીજલની રકમ એક સ્વિસ બેંકમાં જમા કરાવી હતી અને તેનો એકાઉન્ટ નંબર તેની પત્નીને મોકલી આપ્યો હતો જો કે બે મહિના બાદ તેણે હેરાલ્ડમાં વાંચ્યું હતું કે સીજલને ઠાર કરાયો હતો.
ટેકસી ડ્રાઇવરને ભાડુ આપીને આરસર રેસ્ટોરન્ટમાં ગયો જ્યાં બર્ની તેને જોતા જ ઓળખી ગયો હતો.
મિસ્ટર આરસર તમે...
હા ...બર્ની કેમ છે....
આવો ભોજન લો....બર્નીએ કહ્યું અને તેને દોરીને અંદર ઓરડામાં લઇ ગયો અને તે જાતે જ ખાવાનું લેવા માટે ગયો અને સ્પેગેટી અને વ્હીસ્કીની બોટલ આરસર સામે લાવીને મુકી હતી...
આરસરે તેને કહ્યું કે બર્ની બેસ હું તારી સાથે વાત કરવા આવ્યો છું.
બર્નીએ કહ્યું જરા એક મિનિટ અને તેણે દરવાજો બંધ કર્યો અને ત્યારબાદ આવીને આરસર સામે બેઠો અને પુછ્યું કે શું વાત છે ....
મારે એક પ્રોબ્લેમ આવી છે જેનો ઉકેલ તું કરી શકે તેમ છે...
જો મારાથી થયું તો જરૂર કરીશ તમે જણાવો...
મારે બે વિશ્વાસુ માણસોની જરૂર છે હું તેમને કામ કરવાનાં પૈસા આપીશ પણ કામ કર્યા બાદ તેમણે તે અંગે કોઇને પણ કશું જ જણાવવાનું નથી...
બર્નીએ માથુ હલાવીને પુછ્યું કામ શું છે મિસ્ટર આરસર....
કામ એ છે કે બર્ની એ બે લોકોએ મારા એક જાણીતા વ્યક્તિનું અપહરણ કરવાનો અભિનય કરવાનો છે સાચી વાત તો એ છે કે એ વ્યક્તિ જાતે જ ચાહે છે કે તેનું અપહરણ કરવામાં આવે તે જેની સાથે રહે છે તે તેના માથા પર ચડી રહી છે તે માણસો એ માત્ર એટલું જ કરવાનું છે કે પેલી મહિલાનાં ઘેર જઇને તે વ્યક્તિને કારમાં બેસાડીને ત્યાંથી લઇ આવવાનો છે...
બર્નીએ માચિસની ડબ્બીમાંથી એક સળી કાઢીને તેનાથી દાંત ખોતરતા પુછ્યું ત્યારબાદ....
આરસરે કહ્યું કશું જ નહિ પેલી મહિલાને વિશ્વાસ થઇ જશે કે મારા બોયફ્રેન્ડનું અપહરણ થયું છે તે વ્યક્તિ જાણી જોઇને કેટલાક દિવસ તેનાથી દુર રહેશે અને ત્યારબાદ તેની પાસે પાછો ચાલ્યો જશે આ દરમિયાન તેની અક્કલ પણ ઠેકાણે આવી જશે...
બર્નીએ માથુ હલાવ્યું અને કહ્યું કે મિસ્ટર આરસર આ કામ માટે તો ખર્ચો થશે...
ખર્ચો હું આપી દઇશ તમે મને બે વિશ્વાસુ માણસોની વ્યવસ્થા કરી આપો હું તમને પાંચસો ફ્રાંક આપીશ...
બર્ની થોડીવાર સુધી દાંત ખોતરતો રહ્યો અને ત્યારબાદ તેણે સંમતિમાં માથુ હલાવ્યું અને કહ્યું કે પાંચસોમાં તો મુશ્કેલ છે મિસ્ટર આરસર જો તમે એક હજાર ખર્ચવા તૈયાર હો તો હું બે વિશ્વાસું માણસો આપી શકું છું....
મને મંજુર છે હું એક હજાર આપીશ....
બાર્ની પણ ખુશ થઇ ગયો અને કહ્યું કે તમે મજાથી ભોજનનો આનંદ માણો હું હમણાં જ વ્યવસ્થા કરીને આવું છું કહીને તે ઓરડામાંથી બહાર નિકળી ગયો પંદર મિનિટ બાદ તે પાછો ફર્યો અને આરામથી આરસર સામે બેઠો અને કહ્યું કે મે તમામ વ્યવસ્થા કરી દીધી છે તે બે છે અને સો ટકા વિશ્વાસુ છે તે એક સ્ટીમર પર સાથે કામ કરે છે અને અંગ્રેજી પણ સારી રીતે બોલી શકે છે તેમાં મોટાનું નામ મેક્સ સેજેટી છે અને નાનાનું નામ જૈક્રાસ બેલમોન્ટ છે બંને ગે છે જો તમે પૈસા ખર્ચવા તૈયાર હો તો તેમનાં પર પુરો વિશ્વાસ કરી શકાય તેમ છે.
આરસરે માથુ હલાવીને સંમતિ આપી અને કહ્યું કે હું તેમને જોવા માંગું છું
કોઇવાત નહિ તમે તેમને સારી રીતે જોઇ લો અને તે પસંદ ન પડે તો હું બીજા કોઇની પણ વ્યવસ્થા કરી શકું તેમ છું.
આરસરે પુછ્યું કે આ સમયે તેઓ અહી જ છે....
બીજે ક્યાં જવાનાં છે તેમ કહીને બર્નીએ આરસર સામે આશાભરી નજરે જોયું આરસર પણ તેનો અર્થ સમજી ગયો અને ખિસ્સામાંથી પાકિટ કાઢીને એક હજાર ફ્રાંકની નોટ કાઢીને બર્નીને આપી...જેવા તમે સીજલનાં મિત્ર હતા તેવા જ મારા પણ છો તેમ કહીને તે ત્યાંથી ઉઠ્યો અને દરવાજા પાસે જઇને બે માણસોને અંદર આવવાનો ઇશારો કર્યો.
તેમાંથી એક લાંબો અને શરીરે પાતળો હતો અને ઉમ્મરમાં પણ નાનો હતો જ્યારે બીજો ઠિંગણો અને શરીરે હૃષ્ટ પૃષ્ટ હતો તેણે પોતાના વાળ પર ડાઇ લગાવી હતી તે ઉંમરમાં મોટો હતો.બંનેએ મેલી જીન્સ અને સ્વીટ શર્ટ પહેર્યા હતા અને આરસરને જરા પણ પસંદ પડ્યા ન હતા પણ સીજલે તેને જણાવ્યું હતું કે બર્ની વિશ્વાસપાત્ર છે તો આરસરે કોઇ વાંધો ઉઠાવ્યો ન હતો...
આરસરે બંનેને બેસવા જણાવ્યું તો તે બંને બેસી ગયા હતા..
શરીરે જે હૃષ્ટ પૃષ્ટ હતો તેણે કહ્યું કે મારૂ નામ સેજેટી છે અને આ મારો સાથી બેલમોન્ટ છે....
બર્નીએ મને જણાવ્યું છે કે તમારા પર વિશ્વાસ કરી શકાય તેમ છે જો કે હું તમને ઓળખતો નથી પણ વાત એમ છે કે મારો એક મિત્ર પોતાની ગર્લફ્રેન્ડને ધમકાવવા માટે પોતાનું અપહરણ કરાવવા માંગે છે તમારે એવી એક્ટિંગ કરવાની છે કે તે રિયલ લાગે.તમારૂ કામ એ હશે કે લુગાનો જઇને વિલામાં ઘુસવાનું છે તે વ્યક્તિ તમારો સામનો કરવાની એક્ટિંગ કરશે તમારે તેને પકડીને વિલાની બહાર લાવવાનો છે અને કારમાં બેસાડીને અહી પહોચાડવાનો છે અને આ મામલે કોઇને કશી જ ગંધ આવવી ન જોઇએ...
સેજેટીએ માથુ હલાવીને હા પાડી અને પુછ્યું કે પૈસા કેટલા મળશે....
બે હજાર તને અને બે હજાર તારા સાથીદારને..સાંભળીને સેજેટીએ મ્હોં વાંકુ કર્યુ અને કહ્યું કે બે બે હજાર તો બહું ઓછા છે પાંચ પાંચની વાત કરો....
ચાર ચાર હજારથી એક કોડી પણ વધારે નહિ મળે જો મંજુર હોય તો હાં કરો આરસરે પણ શુષ્કતાથી જવાબ આપ્યો...
સેજેટીએ કહ્યું કે મંજુર છે પણ ખર્ચો અલગથી આપવો પડશે.
આરસરે પણ વાત કબૂલ કરી...
સેજેટીએ કહ્યું કે અરધા પૈસા હમણાં આપવા પડશે...
આરસરે દૃઢતાથી કહ્યું કે હમણા એક એક હજાર મળશે બાકીનાં કામ થયા બાદ મળશે કહીને તેણે એક એક હજારની બે નોટ ખિસ્સામાંથી કાઢીને ટેબલ મુકી દીધી....સેજેટીએ એ ઉઠાવીને ખિસ્સામાં મુકી દીધી...
આરસરે પુછ્યું કે તમારી પાસે માથા પર ઢાંકવા માટે હેલ્મેટ અને ડરાવવા ધમકાવવા માટે બંદુક તો છે ને....
સેજેટીએ આશ્વાસન આપતા કહ્યું કે તેમની પાસે દરેક વસ્તુ હાજર છે....
તો તમારે અપહરણ આજથી ત્રણ દિવસ બાદ એટલે કે અઠ્ઠાવીસ તારીખની સાંજે કરવાનું છે તે દિવસે બપોરે બે વાગે તમે સ્વિસ હોટલમાં મારી પાસે આવવાનું છે જ્યાં તમને હું વિગતે તમામ વાત સમજાવીશ તમારે હેલ્મેટ અને બંદૂક સાથે લાવવાની રહેશે...સમજ્યા....સેજેટીએ હકારમાં માથુ હલાવ્યું...
આરસરે પુછ્યું કે તમારી પાસે કાર તો હશેને...
સેજેટીએ કહ્યું કે છે....
ત્યારે આરસરે તેમને પાંચસો ખર્ચ માટે આપ્યા હતા જ્યારે તેઓ વાત કરતા હતા ત્યારે આરસરે નોંધ્યું હતું કે વાતચીત દરમિયાન સેજેટીનો સાથીદાર બેલમોન્ટ તદ્દન ખામોશ બેઠો હતો અને મોઢામાંથી એક શબ્દ પણ બોલ્યો ન હતો આથી જ આરસરે તેને પુછ્યું હતું કે અને બેલમોન્ટ તને વાત મંજુર છે ને...જો કે જવાબ સેજેટીએ આપ્યો હતો અને કહ્યું કે જો હું સંમત છું તો બેલમોન્ટ પણ આપોઆપ સંમત હોય છે અને બંને પોતાના સ્થાન પરથી ઉભા થયા અને કહ્યું કે અમે નિકળીએ છીએ અને તેઓ ત્યાંથી બહાર નિકળી ગયા...
બંને ગયા બાદ બર્ની અંદર આવ્યો અને પુછ્યું કે તમને સંતોષ છે ને મિસ્ટર આરસર...
આરસરે કહ્યું કે મને તો તમારા સંતોષમાં જ મારો સંતોષ જણાય છે તમને એ ખાતરી છે ને કે બંને વિશ્વાસુ છે..ક્યાંક ઉંચનીચ ન થઇ જાય...
બર્નીએ આશ્વાસન આપતા જણાવ્યું કે તમે બિલ્કુલ બેફિકર રહો તમે પૈસા આપી દીધા છે તો તમારૂ કામ પણ પુરૂ થશે વધારે કોઇ સેવા હોય તો જણાવો....
બસ હવે હું જવા માંગું છુ એક ટેક્સીની વ્યવસ્થા કરી આપો...
બહાર જ ઉભી છે
આરસરે બર્નીને ગુડબાય કહીને ટેક્સીમાં બેઠો અને ત્યાંથી પોતાની હોટલમાં પહોંચી ગયો...
જ્યારે ટેક્સી તેની નજર સામેથી ઓઝલ થઇ ત્યારે બર્ની બારની પાછળ આવીને ઉભો રહ્યો ત્યારે સેજેટી ત્યાં પહોંચ્યો અને તેણે બર્નીને પુછ્યું કે વાત શું છે...
વાત બહુ રસપ્રદ છે અને લાભદાયક છે હમણાં અહી જે આવ્યો હતો ને આરસર તે એક સમયે હરમન રોલ્ફનો નાણાંકીય સલાહકાર હતો હરમન પોતાની પાછળ અખુટ દોલત મુકતો ગયો છે તું મારી સાથે કોન્ટેક્ટમાં રહેજે મેક્સ હું જાણવા માંગુ છું કે તે વ્યક્તિ કોણ છે અને તેની ગર્લફ્રેન્ડ કોણ છે જેવી એ ખબર પડે કે અપહરણ ક્યાંથી કરવાનું છે મને ફોન કરીને જણાવી દેજે સમજી ગયોને....
મેક્સ સેજેટીએ કહ્યું સમજી ગયો પણ હેલ્મેટ અને બંદુકની વ્યવસ્થા ક્યાંથી થશે અમે તો તેની સામે કહી દીધું કે અમારી પાસે દરેક વસ્તુની વ્યવસ્થા છે...
બર્નીએ કહ્યુૂં કે ચિંતા કરવાની શું જરૂર છે બસ તમારે મને એ માહિતી આપવાની છે જે હું ચાહું છું...
ગ્રેનવિલની આગળ ચાલતા હેલ્ગા જેવી એરપોર્ટથી બહાર નિકળી કે તેણે હિકલને ત્યાં રાહ જોતા જોયો...
હિકલની ઉંમર માત્ર બાવન વર્ષની હતી પણ તે ઉંમર કરતા વધારે જ મોટો લાગતો હતો જો કે તે ઠિંગણો અને શરીરે ગોળમટોળ હતો.તેણે પંદર વર્ષ સુધી પોલિયોગ્રસ્ત હરમનની સેવા કરી હતી અને તેમના મોત બાદ એટલી નિષ્ઠાથી હેલ્ગાની પણ ચાકરી કરતો હતો.હેલ્ગાને પણ તે પસંદ હતો..
ફોન પર જ્યારે હેલ્ગાએ તેને એક વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયાની અને તેની સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે તે સાંભળીને તે પરેશાન થઇ ગયો હતો કારણકે તે જાણતો હતો કે હેલ્ગાને હટ્ટાકટ્ટા મરદો પસંદ હતા પણ જ્યારે તેણે હેલ્ગાનાં ચહેરા પર પ્રસન્નતા જોઇ ત્યારે તેને લાગ્યુંં કે હેલ્ગાએ કોઇ યોગ્ય પુરૂષ પર પોતાની પસંદગી ઉતારી હશે પણ જેવી તેની નજર ગ્રેનવિલ પર પડી તેની આશાઓ પર ઝાકળ ફરી વળ્યું તે ગ્રેનવિલનાં આકર્ષક વ્યક્તિત્વને જોઇને તેના મગજમાં ખતરાની ઘંટડી વાગવા માંડી હતી.
હેલ્ગાએ તેને જોતા જ કહ્યું કે ઓ હિકલ મે તને ખાસ્સો મિસ કર્યો હતો..તેણે ગ્રેનવિલનો પરિચય આપ્યો અને કહ્યું કે આ હિકલ છે જેના બારામાં મે જણાવ્યું હતું.
જો કે ગ્રેનવિલને એક નોકરનાં બારામાં વિચારવાનો સમય ન હતો તેણે કહ્યું કે આ મારો સામાન પકડ અને હિકલે એ રીતે તેની સુટકેશ પકડી જાણે કે તેના પર તે ઉપકાર કરી રહ્યો હતો.જો કે ઉત્તર તો તેણે આદરપુર્વક આપ્યો હતો અને તેનો સામાન પણ સંભાળ્યો હતો પણ એ ઘડીથી જ બંને એકબીજાનાં શત્રુ બની ગયા હતા.
હિકલે જણાવ્યું કે તેમની રોલ્સરોય મળી ગઇ છે અને વિલા કાલ સુધી તૈયાર થઇ જશે આથી મે તમારા અને મિસ્ટર ગ્રેનવિલ માટે હોટલમાં જુદા જુદા રૂમ બુક કરી દીધા છે..
ઓ હિકલ તું કેટલો સમજદાર અને સ્વીટ છે તે નવી રોલ્સરોય જોઇને આનંદિત થઇ ગઇ હતી અને તે ગ્રેનવિલ સાથે પાછળની સીટ પર બેઠી અને હિકલ ડ્રાઇવ કરીને કાર હોટલ સુધી લઇ ગયો હતો જ્યાં પહોંચીને હેલ્ગા અને ગ્રેનવિલ પોતપોતાનાં રૂમમાં ગયા હતા.ગ્રેનવિલ તેના રૂમમાં ગયો અને તેણે અંદરથી સ્ટોપર ચઢાવી દીધી અને ફોન પાસે જઇને સ્વિસ હોટલમાં ઉતરેલા આરસરનો નંબર ડાયલ કર્યો હતો.આરસરે તેને જણાવ્યું કે મે પુરી વ્યવસ્થા કરી લીધી છે ત્રણ દિવસ બાદ આપણું કામ શરૂ થશે તારે ચિંતા કરવાની જરૂર નથી. જો કે ગ્રેનવિલે વ્યગ્રતાથી કહ્યું કે મારે ચિતા કરવાની જરૂર છે મને એ માણસ શું નામ છે તેનું હિકલ તેની બહું ચિતા થાય છે.
હિકલનું નામ સાંભળીને આરસર પણ ચોંકી ગયો અને તેણે પુછ્યું કે હિકલ અહી છે..
તે અહીં જ છે અને તે જાણે કે કર્તા ધર્તા છે મારા પર નજર પડતા જ તેની આંખમાં ધૃણા પેદા થઇ હતી હું આ હાઉસ મેનેજરોને સારી રીતે ઓળખું છુ તે જુના નિષ્ઠાવાન બહુ ખતરનાક હોય છે.
આરસરે પણ ચિંતાતુર સ્વરે કહ્યું કે તારો અંદાજો ખોટો નથી તે હિકલ તો હેલ્ગાનો પણ બાપ છે...
ગ્રેનવિલે કહ્યું કે તે તારો માથાનો દુઃખાવો છે અને તેનો કંઇક રસ્તો તારે જ કરવો પડશે..
આરસરે કહ્યું કે તેનો પણ ઉકેલ મળી જશે તું માત્ર એટલું કર કે હેલ્ગા સાથે ભરપુર પ્રેમ કર જ્યારે તેે નિશ્ચિત થઇ જશે કે તું તેની સાથે લગ્ન કરવા માંગે છે ત્યારે તે જાતે જ હિકલને કાબુમાં રાખશે બાકી હું ફોડી લઇશ...
જો કે ગ્રેનવિલ તેનો જવાબ સાંભળીને ચિડાઇ ગયો હતો અને કહ્યું હતું કે જો તારાથી એ થાય તેમ હોય તો...
આરસરે તેને કહ્યું કે તું માત્ર તેની સાથે સારો વ્યવહાર દાખવજે તેની પ્રસંશા કરતો રહેજે તેને મસ્કો મારતો રહેજે...
આગામી સવારે જ્યારે ગ્રેનવિલ હોટલની બહાર ગયો હતો જ્યાં હિકલ રોલ્સરોયને સાફ કરી રહ્યો હતો તો ગ્રેનવિલે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ હિકલે તેની વાતમાં કોઇ રસ લીધો ન હતો અને લુખાસુકા જવાબ આપ્યા હતા ગ્રેનવિલને સમજાઇ ગયું હતું કે હિકલ તેના માટે પ્રતિકુળ બની રહે તેમ છે.જો કે ત્યારે જ ત્યાં હેલ્ગા પણ પહોંચી હતી અને ગ્રેનવિલનાં ગાલ પર ચુંબન કર્યા બાદ હિકલને પુછ્યું હતું કે કોઇ પ્રોબ્લેમ તો નથીને ....હિકલે કહ્યું કે મે તમામ સામાન કારમાં મુકી દીધો છે તમે જ્યારે ચાહો ત્યારે અહીંથી નિકળી શકાય તેમ છે...
તો ચાલો ક્રિસ હું તને મારો વિલા બતાવવા આતુર છું...