8 જૂન 2017
વાતાવરણમાં આજે ઘણું બધું પરિવર્તન છે. ઘણા સમય પહેલા જૂન માં તો વરસાદ વરસવાનું ચાલુ થઈ જતુ હતુ . પણ આજે જૂન-જુલાઈ શરૂઆત થઈ ગઈ હોવા છતાં પણ વરસાદ વરસ્યો નથી.કચ્છ ની સૂકી જમીન પાણી માટે તરસી રહી છે.
થોડા વર્ષ પેહલા ની જૂન 2011 વરસાદ ધીમો ધીમો વરસી રહ્યો હતો. પ્રો.એસ.એમ.ચૌહાણ geology નું લેકચર લાઇ રહ્યા હતા વર્ગ નો પ્રથમ દિવસ ની સામાન્ય મુલાકાત સાથે પૃથ્વી ની ઉત્પતિ વીશે સામાન્ય માહિતી અને ચર્ચા કરી રહ્યા હતા.
પ્રથમ દિવસ હોતા સ્ટુડન્ટસ સામાન્ય જરૂરી માહિતી નોટ કરી રહ્યા હતા.અચાનક પ્રો.ચૌહાણ નું ધ્યાન બારી પાસે બેસી વરસાદ ની ધાર જોઇ રહેલી મેઘા જોશી પર જાય છે.મેઘા વરસાદ જેવીજ ચંચળ ,પાણીદાર આંખ ,એકવડીયો બાંધો બંધેજ ની સરસ કુરતી અને જીન્સ પહેરી વરસાદ નેજ એકીટશે જોયા કરતી હતી. સર શું ભણાવે, શું બોલે, લેકચર દરમિયાન એનું કાઈ ધ્યાન જ નહી.
ચોમાસાની મીઠી મીઠી સોડમ પાણી ન। ટીપ ટીપ અવાજ માંજ ધ્યાન. મેઘા તો વર્ગ ની આખી દુનિયા ની બહાર ચોમાસા ની દુનિયા માં જ રસ લઈ રહી હતી.પ્રો.ચૌહાણ કડક અવાજે થર્ડ રો સેકન્ડ લાસ્ટ બેન્ચ what are you doing in my class?
સોરી સર .બોલ તે શું નોટ કર્યું આજ ના લેકચર દરમિયાન ?અચાનક જ ક્લાસ માં પવન વેગે દોડતો અડધો ભીંજાયેલો 18 વર્ષ નો બ્લુ જિન્સ એન્ડ ઓરેન્જ t shirt અને પરવાનગી માંગે છે સર may i com in? what's your name? this is first year બી.એસ.સી geology class?are you in geology?
sorry sir આજ વરસાદ અને મારી bike માં પેટ્રોલ પણ પૂરું થઈ ગયું હતું.આખી ક્લાસ આવા ચીલા ચાલુ બહાનો ઘણી હસવા લાગ્યા સર ગુસ્સા માં સાઈલેન્સ.નેક્સટ ટાઈમ બહાના જરાક સમજી ને લાવજે આવા બહાના સાંભળી ને મારી જિંદગી ગઈ છે આ કોલેજ માં.
તન્મય ભટ્ટ હજુ ક્લાસમાં પ્રવેશે ત્યાં તો થોડીજ વાર માં બેલ વાગે છે ,અને લેકચર પૂરું થાય છે.તન્મય બહાર નીકળી ને ફ્રેંડસ સાથે વાતો માં લાગે છે ત્યારે અચાનક જ એક મધુર સ્વર excuse me કરી ને thanks કહે છે,
કેમ આજે અચાનક thanks મેં તો એવું કશું કર્યું જ નહી! કે તમે thanks કહો છો.ના ખરેખર આજે પ્રો.ચૌહાણ મને નોટસ માટે પૂછતા હતા ,પણ વરસાદ ને જોવા માં મારુ ધ્યાન બારી ની બહાર જ હતું .જો તમે ક્લાસ માં વચ્ચે ના આવત તો હું બરાબર ની આંટા માં આવત so thanks કહું છું તમને મને સર થી છોડવા માટે.
તન્મય ને મેઘા કચ્છ સાયન્સ કોલેજમાં નવા નવા જ હતા. હજુ બસ 12 સાયન્સ માં પાસ કરી ને કૉલજ માં ઉત્સાહ ભેર addmission લીધું હતું.તન્મય હોશિયાર હતો માટે સામાન્ય રીતે કૉલેજની છોકરીનો મુખ્ય વિષય તેની વાતો અને બસ તેની જોડે મિત્રતા કરવાનું હતું.પણ તન્મય સ્કુલ ની જેમ કૉલેજ માં પણ બધીજ એકટીવીટી અને સ્ટડી ના અવ્વલ જ રહે.ફ્રી થઈ સીધો લાયબ્રેરી માં જાય અથવા તો સીધો વોલીબોલ ના મેદાન બસ આ બે જગ્યાએ સીવાય તન્મય ક્યાંય મળેજ નહી કૉલેજમાં.ભલે science નો સ્ટુડન્ટ હોવા છતાં પણ કલામાં પણ એટલો જ રસ ધરાવે નોવેલ સાયન્સ ફિકશન એન્ડ અધ્યાત્મ માં ખાસ્સો રસ સાથે ધાર્મિક જ્ઞાન તો ખરુજ.
મેઘા શહેર માં હોસ્ટેલ માં રહેતી જે કૉલેજ થી લગભગ 2 3 km ની દૂરી પર હતી.મેઘા રૂપાળી એકવડીયો બાંધો,પાણીદાર આંખો સાથે શોભતું ઉપસેલું નાક અને સામાન્ય કદ સાથે આકર્ષક લાગે એવી જોત જોતામાં મોહિત થઈ જવાય એવી કાયા.રોજ પાર્કિંગમાં પોતાના ટુ વ્હીલર થી આવે ત્યારે પાર્કિંગ માં છોકરાઓ જોત જોતામાં આંખ નું મટકું મારવાનું પણ ભૂલી જાય અને છોકરી પણ તેની ઇર્ષ્યા કરવા લાગે.
તન્મય ને મેઘા રોજ ના ક્લાસ થી ધીમે ધીમે સારા ફ્રેન્ડ બની ગયા.નોટસ ની આપ લે કરવી .મેઘા ને બહુ ધ્યાન હોય જ નહી ને બહુ સમજાય પણ નહી માટે કૉલેજ પછી રોજની કલાક તન્મય ને મેઘા ને શીખવવામાં ને સમજવા માં કાઢવાની સાથે સાંજે ને તન્મય વોકિંગ માં અને સીધો કોલ આવે નોટસ કેમ બનવું કેમ કેટલો લખું માટે સાંજ ના ટાઈમ એ તન્મય ને મેઘા નો કલાકો સુધી call પાકોજ કઈ રેંફ્રેરેન્સ બૂક? ક્યાં writer? ની અને કયા પેજે ?છે ત્યાં સુધી બધું જ કહી દેવાનું પ્લસ માં વળી કોઈ નવો શબ્દ તો એ પણ સમજાવાનું.
ધીમે ધીમે ચોમાસાના જવાના એંધાણ હતા પણ બે હૃદય ની જમીન પ્રેમ ના ટીપા સતત પડવાથી ભીંજાય ગઈ હતી.હવે બે હૃદય ની વચ્ચે પ્રેમ સીવાય બીજો કાઈ અવકાશ જ નહતો.
મેઘા અવારનવાર મૂવી નું પ્લાન કરે પણ તન્મય માંડ એક વાર હા પાડે. ઘણી વાર મેઘા તન્મય ને મજાકમા કહે વધુ જીઓલોજી મગજ માં ના લેજે નાઈ તો ભૂકંપ આવી જશે.તન્મય નો સ્વભાવ બઉ ગુસ્સા વાળો માટે ગુસ્સા માં કેસે ઓકે બાય જાઉં છું મેસેજ કરજે કોલ કરજે જોઉં છું કોણ હવે કલાકો સુધી સમજાવી શકે અને કૉલજ પછી પણ કોણ તને લેકચર નો મોરલ સમજાવે છે.ત્યાં તો પાછળ થી ટપલી મારી ને મેઘા કહે શાંત થઇ જાઓ માંરા ગુસ્સા રાજ એક મારા બોયફ્રેન્ડ છો તો એટલો પણ હક નહી કે હું તમારી મજાક મસ્કરી કરી શકું.?
તન્મય પણ મેઘા ને અતિશય પ્રેમ કરતો પણ શુન્ય માંથી સર્જન નું એનેજ કરવાનું હતું માટે તેના પાસે ભણી ને આગળ વધવાનું એ મુખ્ય રહેતું.આખરે પિતા ની છત્ર છાયા તો બાર વરશ પેહલાજ ગુમાવી હતી બસ હવે પિતા નો સામન્ય પેન્શન માં જ માં દિકરા ને જીવવાનું હતું.કોઈ વાર મેઘા અને તન્મય બગીચા માં એકાંત માં મળતા અને ભવિષ્ય ની ચર્ચા કરતા.
મેઘા અને તન્મય આમ ને આમ બી.એસ.સી ત્રણ વર્ષ ફીનોલપથેલીન ના ગુલાબી રંગ જેમ બને ના હૃદય પણ સંપૂર્ણ ગુલાબી થઈ ગયા હતા.આખરે હવે છુટા પડવાનો સમય આવ્યો હતો .મેઘા ની હવે કૉલજ પૂરું થઇ ગયું હતું .હવે સમય આવ્યો હતો ઘરે જવાનો !!બધી પેકિંગ હોસ્ટેલમાં પુરી કરી ને બસ આજ રાત્રી ની બસ માં નિકળવાની હતી.
અંતે તન્મય ને કોલ કરવાનો હતો .આ શહેર માં રહી ને બસ તન્મય ને કહેવા કે આજે હું નીકળું છું.ઘેર જવા માટે સાડા 8 ની બસ છે આવી જજે મળવા આખરી વખત આમ કહેતા કહેતા રડું રડું થઇ ગઇ. તન્મય કહે શાંત થા ડિયર આપણે સંપર્ક માં રહીશુ ,મોબાઈલ વડે ચિંતા ના કર. હવે પ્રેક્ટીકેલ થિઅરી એક્ઝામ બધું પૂરું થઈ ગયું હતું બસ હવે 2-3 અઠવાડિયા માં રિઝલ્ટ પણ આવાનું હતું .રાત્રી ના સમય એ તન્મય પહોંચી .જાય છે બસ સ્ટેશનમાં અને મેઘા રડી પડે છે.અને બસ પુરપાટ વેગે દોડતી જાય છે શહેર ને કાપતી કાપતી .ભુજીયા ને છોડતી આખરે બસ મૂકી દે છે સરહદ ભુજ શહેર ની.