Does being bullied make a child stronger? in Gujarati Philosophy by Aghera books and stories PDF | જુલમ ગુજારવાથી બાળક મજબૂત બને ?

The Author
Featured Books
  • તું પહોંચી વળીશ

    જો તમે તમારા આજ સુધીનાં જીવનમાં કોઈપણની સાથે જાણી જોઈને ઈરાદ...

  • Old School Girl - 6

    અમારી સાથે આવતો બાજુના ગામનો રોહન આપણી ભાષામાં કહીએ તો પારૂલ...

  • ભાગવત રહસ્ય - 242

    ભાગવત રહસ્ય -૨૪૨   વસુદેવ ગોકુળમાં આવ્યા છે,યોગમાયાના પ્રભાવ...

  • અભિષેક - ભાગ 5

    અભિષેક પ્રકરણ 5અભિષેકને એનાં કાન્તાફોઈએ કન્યા જોવા માટે અમદા...

  • બિલ્લી બંગલો - ભાગ 1

                   આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છેજેમાં બીજી...

Categories
Share

જુલમ ગુજારવાથી બાળક મજબૂત બને ?


એક હતો મહાન નેતા. અને થયું કે મારે મારા રાષ્ટ્રને છે આદર્શ બનાવવું છે. આવો વિચાર આમ તો કોઈ પણ મહાન નેતાને આવી શકે. પરંતુ આ ભાઈ પોતાના વિચાર બાબતે અતિ ગંભીર અને ઉત્સાહી હતા. એને સમજાયું કે શ્રેષ્ઠ રાજય માટે શ્રેષ્ઠ બંધારણ જરૂરી છે અને શ્રેષ્ઠ બંધારણ રચવું હોય તો જગતનાં અન્ય બંધારણોનો પણ અભ્યાસ કરવા જોઈએ.

એટલે આ નેતા, નામે લાયકરગસ નીકળી પડયો અન્ય રાજ્યોનો અભ્યાસ કરવા. એનું પોતાનું રાજ્ય આજના ગ્રીસ દેશનો હિસ્સો એવું સ્પાર્ટા હતું. તો લાવકરગસ પહેલાં ગયો નજીકના કીટ નામના એક ટાપુની મુલાકાતે. કીટના કાયદા વાયકરગસને ગમ્યા. એને લાગ્યું કે આ કાયડાઓ એકદમ સ્પષ્ટ અને કડક છે. પછી એ ગયો આયોનિયા નામના રાજ્યમાં, ત્યાંના કાયદા એને છીછરા અને પ્રજાને મિથ્યાભિમાની બનાવનારા લાગ્યા. અહીંથી એ પછી ગયો ઇજિપ્ત, ત્યાંની મુલાકાત દરમિયાન તે એ શીખ્યો કે સૈનિકોને બાકીની પ્રજાથી એકદમ અલગ રાખવા સારા

આ બધું જોયા-જીણ્યા બાદ એ સ્પાર્ટા પાછોઆવ્યો અને એણે ઘડયું એક નવું. વિશિષ્ટ બંધારણ. જગતના ઇતિહાસમાં એક બહુ જ મહત્ત્વના બંધારણકાર તરીકે લાયકગસનું નામ નોંધાયેલું છે. લાયકરગસના જીવનકાળ વિશે ઝાઝી સ્પષ્ટતા નથી. પરંતુ ઓવરઓલ એવું માનવામાં આવે છે કે ઈસુથી અંદાજે નવૅક સદિ પહેલાં એ થઈ ગયો. એને સ્પાર્ટા જે રીતે આકાર આપ્યો એની થોડી વાત કરીએ. આમ તો અગાઉના લેખોમાં સ્પાર્ટાની પ્રચલિત છાપ વિશે નાંખ્યું જ છે, પરંતુ અહીં મુખ્યત્વે ફિલોસોફર પ્લુટાર્કએ એમના પુસ્તક 'લાઈફ લાઈકરગસ' માં સ્પાર્ટા અને લાયકરગસ વિશે શું લખ્યું છે એની જ વાત કરીએ, જેમાં કદાચ થોડું રિપિટેશન લાગી શકે, છતાં વાતો મહત્ત્વની હોવાથી નોંધવી રહી.

તો એ પુસ્તક મુજબ અનેક પ્રદેશોના પ્રવાસ પછી સ્પાર્ટા  પાછા ફરેલા લાયકરગસે સ્પાર્ટા માં નવા ક્રાંતિકારી નીતિ-નિયમ-કાયદાઓ લાગુ કર્યા. એણે સ્પાર્ટા મા જેટલી પણ જમીન હતી તે તમામે તમામ નાગરિકો વચ્ચે સમાન ભાગે વહેચી દીધી. આવું કરવા પાછળનું લોજિક એવું હતું કે આવી રીતે સંપત્તિ ની વહેચણિ કરવાથી બિનજરૂરી સ્પર્ધાભાવ, લોભ, ઈર્ષા વગેરેથી બચી શકે.

લાયકરગસે બીજું એક મહત્વનું પગલું એ લીધું કે એણે સોના-ચાંદીના સિક્કાના ચલણ પર સંપૂર્ણ અને ચુસ્ત પ્રતિબંધ મૂકી દીધો. એણે નવી કરન્સી વહેતી મૂકી.

આ કરન્લી હતી, લોખંડના સિક્કા, આ સિક્કા એટલા સસ્તા હતા કે અગાઉ જે લેવડદેવડ દસ મોંઘા સિક્કાથી પતી જતી એટલી જ રકમ ચૂકવવા માટે એક આખો ઓરડો ભરાય એટલા બધા લોખંડના સિક્કાનું આદાનપ્રદાન કરવાનું, સંઘરવાનું અને ઊંચકવાનું કોઈને ફાવે નહિ. સરવાળે, લાયકગસ જે ઈચ્છતો હતો એ જ બન્યું. રાજ્યમાં પૈસાની 'લોકપ્રિયતા' તેમજ ઉપયોગ ખાસ્સા ઘટી ગયા.

લાયકરગસ એ એક નવો ફતવો એવો બહાર પાડયો કે રાજ્યના તમામ લોકોએ સાથે જ જમવું, જેથી સંઘભાવના અને સંપભાવના વધે. સ્પાર્ટા મા એવો એક રિવાજ શરૂ કરાયો કે બાળક જન્મે કે તરત પિતા બાળકને લઈને ઘરના વડીલો પાસે જાય. વડીલોને જો એ બાળક તંદુરસ્ત લાગે તો પિતાને પાછું આપે અને જો તંદુરસ્ત ન લાગે તો ઊંડા પાણીમાં ફેંકી દે. વિશ્વના અન્ય સમાજસુધારકોની માફક લાયકરગસને પણ લાગ્યું કે રાજ્યમાં સૌથી મહત્ત્વની અને મહાન બાબત બાળકોની કેળવણી છે. એવો બાળકોનું ઘડતર એકદમ આકરી ઠબે કરવાના કાયદા ઘડવા. છોકરો સાત વર્ષનો વાવ એટલે એને ઘરમાંથી કાઢીને બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દેવાનો. ત્યાં બધા બાળકોને મૂળભૂત થિયોરેટીકલ શિક્ષણ તો અપાતું, પરંતુ મુખ્યત્વે જે બાબતો શીખવવામાં આવતી તે આ હતી. આજ્ઞાંકિત બનવું, પીડા વેઠી લેવી, આકરી શારીરિક કસરતો કરવી, લડાઈમાં ગમે તે ભોગે પણ અડગ રહેવું. જજુમતા રહેવું.

છોકરાઓ બરછટ બની રહે એ માટે એમને ઉઘાડા જ ફરવાનું રહેતું. વર્ષના કેટલાક ગણ્યાગાંહ્યા દિવસે જ છોકરાઓ સ્નાન કરતા. બાકીના દિવસોમાં નહાવાનું નહી. છોકરાઓએ ઘાસની પથારીમાં જ સૂવાનું રહેતું, ઠંડી બહુ હોય ત્યારે ઘાસમાં થોડી અણીદાર ડાળખીઓ ભેળવી દેવામાં આવતી, જેથી એની ખૂંચતી અણીની પીડામાં ઠંડીની અનુભૂતિ દબાઈ જાય. નવાઈ લાગે તેવી વાત છે કે છોકરાઓને શિક્ષણના ભાગ રૂપે ચોરી કરવાની કળા પણ શીખવવામાં આવતી. પછી કોઈ છોકરો જો ચોરી કરતો પકડાય તો અને સજા કરવામાં આવતી. સજાનું કારણ એ નહીં કે એને ચોરી કરી. કારણ એ કે તું એવો તે કેવો ડોબો કે ચોરી કરતાં પકડાઈ ગયો!

પ્લેટર્સના પુસ્તક 'લાઈક ઓફ લાઈકરગસ'માં સ્પાર્ટા વિશે તથા એના બંધારણના ઘડવૈયા લાયકરગસ વિશે નોંધાયેલી બીજી કેટલીક વાતો આવતા લેખમાં પૂરી કરીશું. મૂળ તો આપણે પ્લેટોની ફિલોસોફિ સમજી રહ્યા છીએ, પણ એ ફિલોસોફીની કેટલીક મહત્ત્વની બાબતો સમજવા માટે સ્પાર્ટા અને એના ઘડવૈયા લાયકરગસની વાતો જાણવી જરૂરી છે. (ક્રમશઃ)