" શ્રાપિત હવેલી "
- એક હોરર - સસ્પેન્સ - થ્રીલર વાર્તા ...
" - ભાગ - ૦ - ટ્રેલર ... "
ત્રણ યંગ કપલ કોલેજ પિકનિક નાં બહાને, પોતાની કાર લઇ ફરવા જતા રહ્યા છે... પાછા ફરતી વખતે, અણધાર્યા અને ખોટા રસ્તા પર આગળ વધવા લાગે છે... અને એક જંગલ માં ફસાઈ જાઈ છે... જ્યાં તે જંગલ માં એક હવેલી જોવે છે, અને એ હવેલી માં તે મદદ માંગવા પહોંચે છે... આ હવેલી માં તેમની સાથે શું થાય છે...? આ હવેલી માં ક્યાં પ્રકાર ની પરિસ્થિતિઓ ઉભી થાય છે...? હવેલી માંથી કોઈ બહાર આવી શકે છે કે કેમ...? અને બીજા અનેક સસ્પેન્સ થી ભરેલી આ હોરર - સસ્પેન્સ - થ્રીલર વાર્તા જરૂર આપને અંત સુધી પકડી રાખશે...
વાર્તા ની અમુક ઝલક, અમુક અંશ... અત્રે આપ વાંચી શકો છો....
****. ****. ****. ****. ****. ****.
*" હા "રુદ્ર".... એ જસ્ટ ટેડીબિયર જેવું બીજું કંઈ રમકડું જ છે... બીજું કંઈ નથી... જસ્ટ રિલેક્ષ... "
"આકાંક્ષા" એ "રુદ્ર" ને શાંત કરવા નો પ્રયત્ન કરતા કહ્યું...
" એ ટેડીબિયર કે કોઈ રમકડું નથી... મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધર.... એટલે કે મારા દાદા નાં પપ્પા... આ તંત્ર મંત્ર ની વિદ્યા જાણતા હતા... મે તેમણે લખેલા પુસ્તકો નાં અમુક પેજ રીડ કર્યા છે... તેમાં આવી અનેક કઠપૂતળીઓ વિશે લખેલું છે... ઘણી બધી કઠપૂતળીઓ નાં સ્કેચ બનાવેલા છે... મે જોયાં છે એ સ્કેચ... આ કઠપૂતળી જ છે... અને હવે તેના પર તારું લોહી પણ લાગી ગયું છે.... હું સાચું કહું છું.... નીકળીએ જલ્દી અહીંયા થી... ચાલો...."
****. ****. ****. ****. ****. ****.
" ઓહ્... આ શું છે....?"
"રુદ્ર" નો પગ... કોઈ પ્રાણી નાં કંકાલ માં ફસાયો હતો... આ કંકાલ કોઈ મોટા પ્રાણી નું હતું... કોઈ ભેંસ.. કે ગાય જેવા પ્રાણી નું..."
"વિકાસે " મશાલ નીચે જમીન તરફ રાખી ચારે તરફ નજર કરી તો બંને દંગ રહી ગયા...
" માય ગોડ.... ? "
નીચેનો નજરો જોઈ... બંને ની આંખો ફાટી રહી... ચારે તરફ જાનવરો નાં કંકાલ જ પડ્યા હતા... જેને સાંકળો થી દીવાલ સાથે બાંધી રાખ્યા હતા...
****. ****. ****. ****. ****. ****.
"દિવ્યા", "આકાંક્ષા" અને "રુદ્ર" આશ્ચર્ય માં પડી ગયા...
અને ફરી ધીમા ડગલે બારી તરફ આગળ વધ્યા....
તે વ્યક્તિ રડતાં રડતાં બડબડી રહ્યો હતો...
" હવેલી વાળા હેવાન છે... રાક્ષસ છે... મારી ફૂલજેવી દીકરી ને મારી નાંખી... પીખી નાંખી મારી દીકરી ને..."
આટલું કહી એ ફરી ગુસ્સા સાથે ઉઠ્યો....
" કોઈ ને નહિ છોડુ... કોઈ ને નહિ છોડુ... મારી નાંખીશ... બધા ને મારી નાંખીશ... સળગાવી દઈશ, અહીંયા આ આગમાં જ સળગાવી દઈશ...... હા હા હા... હાઆઆઆ..."
****. ****. ****. ****. ****. ****.
" ભાગ - ૧ - ઘનઘોર "
" યાર "વિકાસ".... આ આપણે ખોટા રસ્તા પર આવી ગયા છીએ... આતો આખો જંગલ વિસ્તાર છે... આપણે જ્યારે ગયાં...ત્યારે આવું તો કંઈ આવ્યું જ ન હતું...
"આકાશે" કાર ની વિંડો માંથી બહાર નજર કરતા કહ્યું....
" નાં... બરાબર જ જઈએ છીયે... મે રસ્તો જોયો છે... આ શોર્ટ કટ છે... આ રસ્તો આગળ જતાં હાઇવે પર મળી જશે ..."
" વિકાસે " કાર ચલાવતા જવાબ આપ્યો...
" વિકાસ "... તું શ્યોર છે ને... મને તો આ બહું ઘનઘોર જંગલ જેવું દેખાઈ છે... અને દિવસ પણ આથમવા લાગ્યો છે, અંધારામાં જો અંદર અટવાઇ જઇશું... તો ......
" નાં "આકાંક્ષા"..... આગળ પણ હું આ રસ્તા પર થી આવ્યો છું...આઇ એમ શ્યોર અબાઉટ ધેટ... ડોન્ટ વરી.... મને રસ્તા ની પૂરી માહિતી છે... ૧૦ - ૧૫ મિનિટ નો જ રસ્તો છે... આગળ હાઈવે આવી જશે.... "
"વિકાસે", તેની ડ્રાઈવિંગ સીટ ની, બાજુ ની સીટ પર બેઠેલી "આકાંક્ષા" ને જવાબ આપતા કહ્યું...
( જંગલ વચ્ચે લગાતાર ૩૦ મિનિટ સુધી ગાડી ભાગતી રહી... પણ હાઇવે નો કોઈ અત્તો પત્તો મળી રહ્યો ન હતો... )
" વિકાસ" યાર ... હાઇવે તો શું... કોઈ બીજા રસ્તા નું નામો નિશાન પણ નથી મળી રહ્યું.... એક પછી એક અંદર રસ્તાઓ પડી રહ્યા છે... તું જો જે.... "
" આકાશ " હવે ગંભીર થઈ રહ્યો હતો....
" ગાઇસ... જે પણ કરો... સમજી વિચારી ને કરજો... કેમકે અહીંયા નેટવર્ક નથી આવી રહ્યું.... "
" રુદ્ર " એ ફોન ને હવા માં લહેરાવી... નેટવર્ક શોધતા કહ્યું....
" વિકાસ " યાર તું પાકું શ્યોર છે ને... નહિ તો કોઈ ને પૂછી લઈએ.... "
" વંદના" એ બેક સીટ પર થી મીરર માં "વિકાસ" સામે જોઈ કહ્યું...
" પૂછી લઇએ....? કોને પૂછીશુ...? અહીંયા જંગલ છીવાઈ બીજું છે શું...? માણસ તો કોઈ દેખાતું જ નથી.... "
હવે "દિવ્યા " પણ ગંભીર થઈ રહી હતી....
" આકાશે" ફટાફટ, તેનો ફોન, પોકેટ માંથી કાઢી મેપ માં સર્ચ કર્યું...
"વોટ ધ હેલ.... મારા માં પણ નેટવર્ક નથી... "
"આકાશ", "રુદ્ર"... યાર... તમે લોકો આ છોકરીઓ ને ડરાવી રહ્યા છો... શાંતિ રાખો ને ભાઈ...."
આપણે બરાબર જઈએ છીએ.... "
"વિકાસે" મિજાજ થોડો ગરમ કરતા કહ્યું...
( જંગલ વચ્ચે એક સેવન સિટર કાર લગાતાર જંગલ માં અંદર જઈ રહી હતી... આ કાર માં ત્રણ યંગ કપલ સવાર હતા... અને હવે જંગલ માં અંધકાર છવાઈ ગયો હતો....)
"વિકાસે " હેડ લાઈટ શરૂ કરી....
વિકાસ ના કપાળ પર થી... પરસેવા નું એક ટીપું... તેના ગાલ પર ઉતરી આવ્યું....
"આકાંક્ષા" એ "વિકાસ" નાં કપાળ પરથી ઉતરી આવેલા પરસેવા નાં ટીપાં પર આંગળી ફેરવતા કહ્યું...
"વિકાસ" આ એસી કાર માં તને પરસેવો કેમ વળી રહ્યો છે....?"
" નાં એવું કંઈ નથી... એમજ.... "
"વિકાસ"... "આકાંક્ષા" સામે આંખ નાં મિલાવી શક્યો... અને કાર ચલાવતો રહ્યો...
"આકાંક્ષા" ને કઈ અજીબ લાગ્યું....
" "વિકાસ".... સ્ટોપ ધ કાર...."
"વોટ....?"
"વિકાસે "આશ્ચર્ય સાથે કહ્યું....
"વિકાસ" આઇ સેડ... સ્ટોપ ધ કાર... નાઉ..."
"આકાંક્ષા" એ ચેહરા પર ગુસ્સો લાવતા કહ્યું....
"વિકાસે" કાર માં બ્રેક મારી... કાર જંગલ નાં અંધકાર વચ્ચે... કીચડ થી લદાયેલા કાચા રસ્તા ની બરાબર વચ્ચે થોભી ગઈ....
" વોટ હેપેન... આકાંક્ષા....? "
બેક સીટ પર થી "વંદના" એ પૂછ્યું....
"વિકાસ" તું આ રસ્તા ને લઈ ને કંફ્યુઝ છે... રાઈટ...?
"આકાંક્ષા" એ કહ્યું....
"વિકાસ" ખામોશ રહ્યો....
"આકાંક્ષા" એ ફરી કહ્યું....
" શું વિચારે છે તું.....?"
"ગાઇસ.... આઇ એમ સોરી.... પણ..... હવે મને પણ ટેન્શન થઈ રહ્યું છે... લાગે છે ખરેખર આપણે કોઈ ખોટા રસ્તે આવી ગયા છીએ...."
"વોટ....? તું પાગલ છે... "વિકાસ"...?"
"આકાંક્ષા" એ કહ્યું....
" યાર ક્યાર નો કહું છું હું.... કે આ ખોટો રસ્તો છે.... પણ સમજે કોણ....?"
"આકાશે" કહ્યું....
" છોડો હવે.... જે પણ થયું... યુ ટર્ન લઈ ભગાવ ગાડી...."
લાસ્ટ સીટ પર થી "રુદ્ર" એ કહ્યું....
"વિકાસ" ચુંપ ચાપ બેસી રહ્યો... અને કઈ વિચારી રહ્યો હતો....
"વિકાસ" ફટાફટ કાર.... યુ ટર્ન કર.... લેટ થઈ ગયા તો મરી જઇશું અમે..."
લાસ્ટ સીટ પર થી "દિવ્યા" એ કહ્યું....
"વિકાસ" હજુ ખામોશી સાથે કઈ વિચારી રહ્યો હતો....
"વોટ હેપેંન "વિકાસ"....?"
"આકાંક્ષા" એ "વિકાસ" નાં ખભાં પર હાથ મૂકતા કહ્યું....
"વિકાસ" થોડી સેકન્ડ ખામોશ રહ્યો...
" આપણે આ જંગલ માં બહુ અંદર સુધી આવી ગયા છીએ.... હજુ સુધી પાછળ કોઈ પેટ્રોલ પંપ નથી ગયો.... જો યુ ટર્ન લઈ ને પાછા જઈશું તો... જંગલ પૂરું થયા પહેલા જ... ફ્યુલ પૂરું થઈ જશે.... નાઉ વીઆર ઈન બિગ ટ્રબલ.... "
"વિકાસે " કહ્યું....
" થઈ ગયું કલ્યાણ...."
"રદ્ર" એ કપાળ પર હાથ મારતા કહ્યું....
"ટ્રબલ....? "વિકાસ".... ટ્રબલ નઈ.... અમારી ત્રણે ની વાટ લાગી જશે... અમે ઘર પર કોલેજ પિકનિક નું જૂઠું બોલી ને... ત્રણેયે એક બીજા ના પેરેન્ટસ ને મનાવ્યા છે.... જો ટાઈમ પર અમે ત્રણેય ઘર પર નાં પહોચિયું તો......
"વંદના" ખૂબ ગભરાઈ ગઈ હતી....
" મારા ડેડી ને ખબર પડી કે... કોલેજ બંક કરીને.... હું બોયફ્રેન્ડ સાથે, તેમની સામે જૂઠું બોલી ને ગઈ હતી.... તો મને તો જીવતી સળગાવી દેશે...."
"દિવ્યા" એ "રુદ્ર" નો હાથ તેના હાથ માં લઇ, ખૂબ ડરેલા અવાજ માં કહ્યું....
"વંદના", "આકાશ" ની બાહો માં સમેટાઈ રડવા લાગી....
"તો હવે... શું કરીશું....?"
"આકાંક્ષા" એ "વિકાસ" સામે જોઈ કહ્યું....
"આગળ જ વધીએ.... કદાચ કોઈ ગામ કે... કોઈ બીજો રસ્તો મળી જાય... કે કોઈ બીજી સહાય મળી જાય.... "
"વિકાસે" કહ્યું....
"અને નાં મળ્યું કંઈ તો...? આ જંગલ માંથી બહાર કેવી રીતે નિકળીશું....? એક તો વચ્ચે ફસાયા છીએ.... અને હજુ તું અંદર જવા ની વાત કરે છે..."
"આકાશે" કહ્યું....
" આપણી પાસે બીજો ઓપ્શનસ નથી "આકાશ".... પાછા જઇશું... તો કાર અટકવાની જ છે.... અને ત્યાં રસ્તા માં આપણે જોયું ને... કઈ પણ નથી.... આગળ કદાચ કંઈ મળી જાય.... "
"વિકાસે " કહ્યું....
"પણ પાછા જઈએ.... તો અડધો રસ્તો તો આ જંગલ માંથી કપાઈ જશે.... પછી કરીશું કઈ...."
"રદ્ર" એ કહ્યું ...
"પછી શું થશે....? કઈ પણ નહિ થાય.... એના કરતા આગળ જઈએ.... કોઈ ગામ કે બસ્તી... કઈ નજરે પડી જશે તો કામ આસાન થઈ જશે.... આ જંગલ માં કોઈ તો હશે જ.... કોઈ ફોરેસ્ટ ઓફિસરો, કે કોઈ ફોરેસ્ટ ઓફિસ... કોઈક તો હશે જ ને.... પાછળ તો કોઈ દેખાયું નથી, કદાચ આગળ કોઈ મળી જાય...."
"વિકાસે" કહ્યું...
"હા... "વિકાસ" બરાબર કહે છે.... પણ જલદી કંઈક કરો... મને હવે ટેન્શન થાય છે.... પ્લીઝ...."
"દિવ્યા" એ કહ્યું....
"વિકાસ" કાર સ્ટાર્ટ કરતો જ હતો કે....
"એક મિનીટ...."
"આકાંક્ષા" એ "વિકાસ" ને અટકાવતા કહ્યું....
" શું થયું....?"
"વિકાસે" પૂછયું....
" આ સાઈડ પર નાં કોઈ ઊંચા ઝાડ પર ચડી ને આસપાસ ચેક કરી જુઓ.... જો કોઈ ગામ હશે... તો અંધકાર માં દૂર ક્યાંક પ્રકાશ જરૂર દેખાશે... અને નાં દેખાઈ.... તો અહી થી જ પાછા વળીશું.... એમ જ આંખો વિચી ને... આગળ વધવું મૂર્ખામી છે...."
"આકાંક્ષા" એ બધા સામે એક નજર ફેરવી કહ્યું....
" હા... "આકાંક્ષા" ની વાત સાચી છે.... પહેલા ચેક કરી જોઈએ... નહિ તો કોઈ ગામ કે બસ્તી આસપાસ હશે, તો પણ આપણે ઉલ્ટી દિશા માં ભટકતાં રહીશું.... હું ચેક કરી લઉં છું...."
"આકાશે" કહ્યું....
" સંભાળી ને "આકાશ"...."
"વંદના" એ "આકાશ"નો હાથ પકડી, ચિંતા વ્યક્ત કરતા કહ્યું....
"આકાશે", "વંદના" સામે હલકું સ્મિત આંપ્યું.... અને કાર માંથી બહાર નીકળી.... બાજુ નાં એક ઝાડ પર ચડ્યો....
થોડીવાર બાદ તે નીચે ઊતર્યો.... અને ડ્રાઇવિંગ સીટ ની વિંડો પર... "વિકાસ" પાસે જઈ કહ્યું....
" આગળ થોડે દૂર.... ડાબી બાજુ... થોડો પ્રકાશ અંને ધુવાડા જેવું દેખાઈ છે... પણ કંઈ ગામ કે બસ્તી હોય... કે નાં હોય... એ તો કહેવું મુશ્કેલ છે..."
" કેટલું દૂર લાગે છે....?"
"વિકાસે" પૂછ્યું....
" કોઈ ખાસ નઈ...."
"આકાશે ટૂંક માં જવાબ આપ્યો...."
"વિકાસે", "આકાંક્ષા" સામે જોયું....
"આકાંક્ષા" એ આંખો થી ઈશારો કરી... હા માં માથું હલાવ્યું....
" ચાલ બેસ ફાટફાટ.... આગળ વધીએ...."
"વિકાસે", "આકાશ" ને બેસવા કહ્યું અને ગાડી સ્ટાર્ટ કરી....
આગળ વધ્યા....
આગળ જતાં... ફરી બે રસ્તા પડી રહ્યા હતા...
"વિકાસે" કાર રોકી....
"વિકાસ".... લેફ્ટ સાઈડ લઈલે.... પ્રકાશ રસ્તા ની લેફટ સાઈડ તરફ થી જ દેખાઈ રહ્યો હતો...."
"આકાશે" કહ્યું....
"વિકાસે" કાર લેફ્ટ સાઇડ નાં રસ્તા પર આગળ વધારી....
થોડે દૂર કાર ચાલ્યા બાદ... "વિકાસે" કાર રોકી....
એ કાચા રોડ થી અંદર.... એક બીજો કાચો રસ્તો અંદર જતો હતો... સામે એક હવેલી દેખાઈ રહી હતી.... હવેલી ના દરવાજા સામે આગ સળગી રહી હતી....
દરવાજા ની દીવાલ પર.... કાતર બંધ રીતે મશાલો સળગી રહી હતી....
કાર માં બેસી રહી બધાયે એક બીજા ની સામે જોયું....
અને "વિકાસે" કાર હવેલી તરફ લીધી...
..... ક્રમશઃ .....
આ વાર્તા જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ વાર્તા માં નવા વળાંકો આવતા જશે...
આશા રાખું છું આપને મારી આ નવી વાર્તા પસંદ આવશે, અને આપ સર્વે વાચક મિત્રો નો સાથ સહકાર મળી રહેશે...
જો આપ આ વાર્તા માટે ઉત્સુક હોય, અને મારું લેખન આપને પસંદ આવી રહ્યું હોય...
તો આપના પ્રતિભાવો, ટિપ્પણી કે સ્ટીકર થી આ વાર્તા ને પ્રોત્સાહન જરૂર આપો...
આપના પ્રતિભાવો મને આપના માટે વધુ યોગ્ય લખવાં પ્રેરિત કરશે...
વાર્તા માં કોઈ ખોટ કે ભૂલ જણાય તો મને જરૂર જણાવો...
આપનો સહકાર, મારા માટે વરદાન છે...