આજનો દિવસ અને આજની સાંજ બંને મિત્રો માટે એક યાદગાર સાંજ બનવા જઈ રહી હતી.અનંતને શરૂઆતથી જ લાગી રહ્યુ હતુ કે આરાધના અમન જેવા છોકરા વિશે શું અને કેટલુ જાણતી હશે ? અને જો તે અમનની અસલીયત જાણતી હોય તો વાત લગ્ન સુધી કઈ રીતે પહોંચી શકે.
પણ અનંત એ પણ જાણતો હતો કે આરાધના તરફથી અમન માટે જે પ્રેમ મહેસુસ કરી રહી છે, એ ખરેખર સાચો હતો, છળકપટ વગરનો હતો.આરાધના ખરા દિલથી અમનને ચાહી રહી હતી, જ્યારે અમન માટે આરાધના એક સ્વિચ વગરના રૉબોટથી વિશેષ કંઇ ન હતી.અમનનો આરાધના સાથે લગ્નનો ઈરાદો એક પેપરરહીત કોન્ટ્રાક્ટ વાળા લગ્ન જ ઈચ્છી રહ્યો હતો, જેમાં આરાધના એક જીવતી જાગતી કઠપૂતળી બનવા જઇ રહી હતી.અમન ખૂબ પહોંચતી માયા( પૈસાને હાથનો મેલ) હતો.
અનંત અત્યારે જો કદાચ ઈચ્છે તો આરાધનાને અમન વિશે બધીજ હકીકત કહી શકે એમ હતો, પરંતુ અનંત એ પણ જાણતો,હતો કે જો તે આવુ કરશે તો આરાધના અંદરથી બિલકુલ તૂટીને વિખેરાઈ જશે, કારણ અમને જે આરાધનાના મનમાં, દિલમાં જે સપનાંઓનુ નગર રચ્યુ હતુ , તેમા હવે આરાધના પોતાની જાતને અમનની દુલ્હન માનવા લાગી હતી.હા, તેને અમુક ચિંતાઓ થતી હતી, પણ લગ્ન પહેલા જે દરેક કુંવારી છોકરીઓને, જે સાસરે જતી વખતે લાગે એ ડર જ હતો.અત્યારે આરાધના ખરી પ્રેમીકાની માફક અમનના પ્રેમમાં અંધ બની ચુકી હતી.
અનંતે અત્યારે તો આરાધના સાથે ખૂબ ધીરજપૂર્વક અને શાંતિથી વાત કરી, આરાધનાને રાજી રાખવાના પ્રયત્નો કરી રહ્યો હતો, કારણ અનંતને એવુ એક મોટુ આશાનુ કિરણ દેખાય કહ્યુ હતુ, અને તે હતો આરાધનાનો અમન માટેનો પ્રેમ. પ્રેમમાં એક અજીબ જ તાકાત હોય છે, આરાધનાના નશીબ સારા હશે તો અને અમન પર પણ આરાધનાનો જાદુ કે આરાધનાના પ્રેમનો અહેસાસ થશે તો કદાચ બધીજ બુરાઈ કે બધાજ નશા છોડી આરાધના સાથે એક પ્રેમાળ જીંદગી જીવી શકે છે.પરંતુ અમન એ પણ જાણતો હતો કે આરાધના માત્ર અમન સાથે લગ્ન નથી કરી રહી, અમનનો પરિવાર પણ સમાજમાં અમનની જેમજ ખુદગર્જ અને ઝધડલુ સ્વભાવ ધરાવતો હતો, પણ અમુક બાબત જે લગ્ન જેવી ખૂબજ લાગણીસભર બાબત કહેવાય તે સમયે અમનના પરિવારે આરાધનાના પરિવાર થી છૂપાવી રાખવાના પ્રયત્નો થઈ રહ્યા હતા.
અનંતના મનમાં આરાધના ના ભવિષ્ય માટેની ચિંતાનો જુવાળ ફાટીને શાંત થઇ રહ્યો હતો.અનંત ધડીભર આરાધનાને જોતો હતો અને ઘડીભર અહીં રિવરફ્રન્ટ પર ફરવા આવતા લોકોને જોતો હતો.
બસ, આરાધનાના ચહેરા સામે જોઈ એકજ વિચાર આવતો " આ ખુદગર્જ, સ્વાર્થી અને મતલબી દુનિયાના દરિયા વચ્ચે , પોતાને ખૂબ કાળી, શ્યામવર્ણ, સમજતી અને તેના ચામડીના આવા શ્યામ અને બહારી દેખાવને લીધે, પોતાના જિંદગીભરના નિર્ણય જે રીતે લઈ રહી છે તે જોતા તો એમ લાગી રહ્યુ છે કે , આરાધનાનો પોતાનો કોઈજ વાંક ન હોવા છતા જીવવા માટે મોટી મોટી કિંમત ચૂકવવી પડશે.
આરાધના સંસારના ચક્કરમાં એવી ફસાઈ જશે કે પછી એમાથી નીકળવાના કોઈ જ રસ્તો નહી હોય અને એ રસ્તા પર ચાલતી વખતે તેનો સાથ આપનાર કોઈ હશે એ પણ ક્યાં ખબર છે?
અનંત માટે તો અત્યારે એક બાજુ આરાધના જે અમનના પ્રેમમાં બધુ જ કુરબાન કરવા તૈયાર થઈ હતી.આરાધનાની આંખમાં એક અજીબ આત્મવિશ્વાસ હતો, એ આત્મવિશ્વાસ પર વિશ્વાસ કરવા સિવાય અનંત આજે કશુ કરી કે કહી શકે એમ ન હતો.
તો વાંચક મિત્રો તમને શું લાગે છે બન્ને મિત્રો માંથી કોની લાગણી જીતશે આ સંબંધમાં, અનંતનો અમન પ્રત્યેનો અંદરનો ડર કે પછી આરાધનાની આંખમાં દેખાતો આત્મવિશ્વાસ.હા, કાલ સગાઈ છે અને થોડા દિવસમાં લગ્ન, તો આવો છો ને ....વાંચતા રહો આગળના વળાંકોને.. શ્યામ રંગ....લગ્ન ભંગ....ભાગ- 20