અનંત ને મનમાં તો અમન તરફ આકર્ષિત થયેલી અને અમનમય બનતી જતી આરાધના પર ગુસ્સો આવી રહ્યો હતો. આ જે આરાધના અત્યારે અનંત સામે બેઠી હતી, તે આરાધના તેની નાનપણની આરૂ....જેવી જરાય લાગી રહી ન હતી.અનંત ની આંખો એ આરાધનાને શોધી રહી હતી.આરાધનાની વાતો, વાતોનો મર્મ, બધુ જાણે બદલાઈ ગયુ હોય એવુ અનંતને લાગી રહ્યુ હતુ.
પરંતુ, એક વાત અજીબ બની રહી હતી, જે અનંત આરાધનામાં નોટ કરી રહ્યો હતો.આરાધનાના ચહેરા પર ક્યારેક નકલી સ્માઈલ આવી જતી હતી.એ સ્માઈલમાં કોઈ અજ્ઞાત દર્દ કે કોઈ ડર છુપાયેલો હોય એવુ લાગી રહ્યુ હતુ.અનંતે આરાધનાને વાતોમાં ને વાતોમાં કહ્યુ,
આરાધના, તુ અમન અને તારા સંબંધને લઈને કોન્ફિડન્ટ છો ને??? તને પૂરેપૂરો વિશ્વાસ છે જ ને કે અમન જ તારો ખરો જીવનસાથી બની શકશે? કાલ તારી સગાઈ છે ને પછી થોડા જ દિવસમાં તારા લગ્ન અમન સાથે થઈ જશે.
અનંત નો આવો પ્રશ્ન સાંભળી , હસતી આરાધનાને જાણે વિજળીનો શોક લાગ્યો હોય, એમ ચૂપ થઈ ગઈ. અને અનંતનો હાથ પોતાના હાથમાં લઈ બોલી
અનંત, હવે મને પૂરેપૂરી શંકા છે કે , તુ કોઈ પાસેથી જાણે માઈન્ડ રીંડીગ શીખ્યો છે.તારી આંખોમાં કોઈ સ્કેનર ફીટ કરેલુ છે કે શુ? કે તને મારો ચહેરો વાંચતા આવડે છે કે શુ?
તને ,આમ કેવી રીતે ખબર પડી જાય છે કે હું શું વિચારી રહી છૂ? મારે તને કઈક કહેવુ છે પણ ખચકાટ થઈ રહ્યો છે.તે મારા બ્રેઈન સાથે કોઈ ઈન્વિઝિબલ વાયર કનેક્ટીવીટી કરી છે કે શું?આરાધનાના પ્રશ્નોનો મારો અનંત પર થવા લાગ્યો.
અનંત (મનમાં બોલ્યો, આટલી ભોળી કેમ છો, આરાધના તું, આપણે છેક નાનપણથી અત્યાર સુધી જીવનના બધા ઊતાર ચઢાવ સાથે જોયા છે) મજાકના ભાવ સાથે બોલી પડ્યો...હે...હા...હા....એ મે તારા જેવા દોસ્તો માટે મારે મે એવુ બધુ શીખી લીધુ છે,
एक दोस्त का ख्याल रखना दुसरे दोस्त का फजॅ हे,
एक तूट जाए तो दूसरे को समेटकर जीना सीखाना,
एक रोए तो दूसरे को हसाना, दोस्त का फजॅ हे।
અને બન્ને હસી પડ્યા, હસતાં હસતાં આરાધનાની આંખમાં આસું આવી ગયા, પરંતુ તેણે અનંતથી છૂપાઈને ,તે જોવે નહી એ રીતે એ આંસુ લૂછી નાખ્યા.
જે ખરેખર તો અનંતની બેચેનીનુ કારણ હતા.
અનંત તરત જ બોલ્યો,અરે આરાધના આ તારી આંખમાં આંસુ કેમ આવ્યા કહે તો મને ચલ .. તારા આ દોસ્તને એટલો દૂર ન કરતી કે પછી કોઈ વાતચીત માટે અવકાશ જ ન રહે.
અરે, ના...ના...એવુ કઈ નથી.તારી આ દોસ્તી વાળી લાઈન્સ મારા દિલને ખૂબ ગમી ગઈ, તુ બોલતો હતો ત્યારે એવુ લાગતુ હતુ, જાણે મારી આત્મા તારી અંદર પ્રવેશી ગઈ હોય.આ આંસુ તો ખરેખર ખુશીના આંસુ છે, જે તારા માટે મારી આંખમાં આવ્યા છે. તારા જેવા દોસ્તને છોડીને મારે સાસરે જવુ પડશે.આરાધના એ કહ્યું.
, હવે કહી પણ દે તારા મનમાં જે ચાલી રહ્યુ છે.હું એ વાતની રાહ જોઈ રહ્યો છુ આરાધના.અનંતે કહ્યુ
અનંત સાચુ કહુ તો મને મારા આગળના જીવનને લઈ મનના વિચારો ચકડોળે ચડ્યા છે. જો કે હું જે અનુભવી રહી છુ, તે કદાચ દરેક છોકરીને તેના લગ્ન પહેલા મહેસુસ થતુ જ હશે. અમનના સ્વભાવને લઈ મારા મનમાં ધણી મુંઝવણ ઉઠી રહી છે. ઘણીવખત તો હું ખૂબ ડરી જાઉ છું.આરાધના અનંતને પોતાના મનની વાત કહી રહી હતી.
રિવરફ્રન્ટની એ બેન્ચ પર બેઠા બેઠા અનંત આરાધનાની મનની વાતો ખૂબ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો.અનંતનુ મિશન જાણે સફળ થતુ જણાઈ રહ્યુ હતુ. અનંત એ જ જાણવા માંગતો હતો કે ,આરાધના અમન વિશે શું મહેસુસ કરી રહી છે.ધીમે ધીમે વાતમાં ને વાતોમાં અનંત આરાધનાના મન પર પડેલા પડદા હટાવી રહ્યો હતો..એવી મહત્વની વાતો જે એક મેઈલ બેસ્ટ ફ્રેન્ડ સાથે જ થઈ શકે
અનંત ,અને તેની દોસ્ત આરાધનાની અમનના સ્વભાવને લઈ, તેના આગળના લગ્ન જીવનને લઈ શું વાતચીત કરશે, શું સલાહ હશે અનંતની....આરાધનાને
જાણવા માટે વાંચતા રહો, શ્યામ રંગ......લગ્ન ભંગ....19