અનંત આખી રાત સવાર પડવાની રાહ જોતો રહ્યો.આખી રાત એ મનમાં ને મનમાં એ જ વિચારતો રહ્યો કે આ આરાધના ક્યા અમનના ચક્કરમાં પડી.હવે પડી તો પડી પણ જાણે આંખને , દિમાગ બધુ બંધ કરી દીધુ હોય તેવુ લાગે છે.હવે દુનિયામાં ક્યાંય શ્યામ રંગની કે ભીનાવાન ની છોકરીઓ શું આમ આરાધનાની જેમ આંખ બંધ કરીને છોકરાઓ પસંદ કરતી હશે!! જીવનસાથીની પસંદગીના કોઈ માપદંડ હોય કે નહિ??આપણા આ સમાજમાં શું છોકરી કે સ્ત્રી હોય તો રૂપાળું કે સુંદર જ દેખાવૂ આટલુ બધુ અગત્યનુ કેમ હશે? આમ તો મને ગવૅથી કહેતી હોય છે કે પોતે ભણવામાં હોશિયાર ,ને મ્યુઝિકમાં આટલુ અચિવ કર્યુ!!આમ કર્યુ ને તેમ કર્યુ,કેટલુ સંભળાવતી હોય છે.એક વખત તો જ્યારે સિંગીગમાં તેના અવાજના ખૂબ વખાણ થયા ત્યારે કેવુ માન સાથે કહેતી હતી કે,
' આ સંગીત તો મારા માટે સાધના છે, હું જીવનમાં ક્યારેય આ સાધનાને છોડીશ નહીં '.અને મિત્ર તરીકે મે પણ કહ્યુ હતુ કે આ સંગીત જ તને જીવનનો સાર સમજાવશે. બસ, સંગીતનો સાથ ન છોડતી.અમન વ્યકિત તરીકે કેવો છે ઈ આરાધનાને દેખાતુ નહી હોય કે જાણવાની કોશિશ જ નહી કરી હોય. અત્યારે તો આ અમનના ચક્કરમાં સંગીતને બધુ છોડી દીધુ છે.અમને એકવખત એમ શુ કીધુ કે, આ સંગીત એને શોર...દેકારો લાગે છે,ત્યાંતો સંગીતને સાધના માનનારી આરાધના એ તો બધુ છોડી દીધુ ને અમનના ગીત ગાવા લાગી છે.જાણે મગજના દરવાજા બંધ કરીને બેસી ગઈ છે.ક્યારે સમજશે આ બધુ , પાગલ આરાધના!
આરાધના એક વખત મારી સાથે સરખી રીતે અમન બાબતે ખુલ્લામને વાત કરે તો ખબર પડે કે આરાધના અને તેના કુટુંબીજનો અમન વિશે કેટલુ જાણે છે.કારણ કે, હું આરાધનાને ખૂબ નજીકથી જાણુ છુ.મને તો ખબર જ છે કે આરાધના અને અમન એકબીજા સાથે જે પ્રેમનો દાવો કરે છે ,તે તો ખરેખર મોહ છે, માત્ર આકર્ષણ છે.પણ, હવે આ બધુ ભોળી આરાધનાને સમજાવવાનુ છે.
આમ, પણ આરાધના છે તે બધા લોકો પર આંધળો વિશ્વાસ મૂકી દે છે. એ હજુ માણસોને પારખી શકતી નથી.એને માણસો ઓળખતા આવડતુ જ નથી.એને લાગે છે આ દુનિયા અને અહીના લોકો તેની જેમ બહુ સિધા છે.પણ, ખરેખર આ હકીકત કંઈક અલગ જ છે.પોતાના સ્વાથૅની પૂર્તિ માટે આ દુનિયાના લોકો કોઈ પણ હદ સુધી જાય છે. અનંત આરાધના જેવી છોકરી
આવા દુનિયાદારીના વિચારોમાં ને વિચારોમાં અનંત પોતાની મિત્ર આરાધના સાથે આખી દુનિયા જોઈ આવ્યો હોય ને, જે વિચારોનો થાક લાગે એ થાકના અહેસાસ સાથે પોતે ક્યારે ઊંઘમાં સરી પડ્યો તેની તેને ખબર જ ન રહી.
હા, સૂવા માટે આંખ બંધ કરી ત્યારે એક અલગ જ હકારાત્મકતાની આભા હતી કે ,કાલનો સૂર્યોદય કોઈ સામાન્ય સૂર્યોદય નહી જ હોય. કાલે સવારે તે તેની નાનપણથી જ સિક્રેટસાથી તેની ક્યૂટ ફ્રેન્ડની ઘરે જશે અને આટલા બધા દિવસથી રિસાય ને પોતાનાથી દૂર બેસેલી પોતાની ફ્રેન્ડને મનાવી લેશે. અનંતને તેની મિત્ર આરાધના ને ઓળખતો હતો અને પૂરો વિશ્વાસ હતો કે ભલે આરાધના અત્યારે આમ, નાના બાળકની જેમ મોંઢુ ફૂલાવીને બેઠી હોય, પરંતુ તેણી પણ અનંતની રાહ તો દરરોજ જોતી જ હશે. તેને પણ ધણુ બધુ અનંત સાથે ધણુ શેર કરવુ હશે.
એકબીજાથી રિસાયને દુર બેઠેલા મિત્રોને ખરેખર તો આવા સમયે જ એકબીજા સાથે વાતો કરી પ્રોબ્લેમ્સના સોલ્યુશન લાવવાની, ખૂબી અને ખામી સમજાવવાની જરૂર હોય છે.મિત્રતા એ માત્ર લખવાનો કે બોલવાનો વિષય છે જ નહીં ,આવી મિત્રતા તો સાચા દિલથી નિભાવવાનો અને જીવવાનો વિષય છે.
શું અનંત આરાધનાને મનાવવામાં સફળ થશે? જો તમને પણ અનંત અને આરાધનામાં ખરી મિત્રતા અને બન્ને ખરા મિત્રો લાગતા હોય, આ મિત્રતાના ટનૅ એન્ડ ટ્વિસ્ટ માટે વાંચતા રહો.... શ્યામ રંગ.....લગ્ન ભંગ....11