બન્ને મિત્રો એવી વાતોએ ચડ્યાતા કે જાણે બન્ને ને રિવરફ્રન્ટની એ પાળીએ બેઠા બેઠા જ આખેઆખા સંસારનો સાર આજે જ શોધી લેવો હોય એવુ લાગી રહ્યુ હતુ.આરાધના અને અનંતની વાતોનો દૌર ચાલુ જ હતો. અનંત માટે આરાધનાના લગ્ન હવે અટપટો વિષય બની ગયો હતો.અનંત બધુ જાણતો હોવા છતા તેની દોસ્તને જુગારી જેવો અમન સાથે જીંદગીની સોદાબાજી કરવા જઈ રહેલી આરાધનાને જોઈ રહ્યા સિવાય કોઈ ઊપાઈ સુજી રહ્યો ન હતો.અનંત એક પુરૂષ તરીકે એ સ્વાર્થી અમનના મનમાં રમાતી દરેક રમતને સમજી શકતો હતો અને તેમાં આરાધના પોતાની જાતની જે રીતે કલ્પના કરી રહી હતી.તે જોતા તો એવુ લાગી રહ્યુ હતુ કે , હવે આ વાત બે ધારી તલવાર જેવી બની ચુકી હતી.અનંત અને આરાધના રિવરફ્રન્ટની એ પાળીએ બેસીને વાતો કરી રહ્યા હતા ત્યાંજ આરાધનાના મોબાઇલમાં અમનનો ફોન આવી રહ્યો હોય છે.આરાધનાનો ફોન સાઈલન્ટ પર હોવાથી તેનુ ધ્યાન મોબાઇલ પર જતુ નથી, 3 કોલ મીસ્ડ થયા બાદ અચાનક આરાધનાનુ ધ્યાન મોબાઇલ ફોન પર જાય છે, તેમાં અમનનો ફોન આવી રહ્યો હતો એ આરાધનાને જાણ થાય છે.અમન આરાધનાનો થનારો લાઈફપાટૅનર હતો.આરાધના અને અમન વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડસ્ટેન્ડીંગ હોવુ ખૂબ જરૂરી હતુ.ઈનફેક્ટ દરેક હસ્બન્ડ એન્ડ વાઈફ વચ્ચે એટલુ તો બોન્ડીંગ કે અન્ડરસ્ટેન્ડીંગ લેવલ હોય હોવુ જ જોઈએ કે તેઓ વગર કહ્યે એક બીજાના મનની વાત સમજી શકે.અમનના મિસ્ડ કોલ પછી આરાધના થોડે દૂર જઈ અમન સાથે મોબાઇલ પર કોલબેક કરે છે, અને...
આરાધના, તું એક નંબરની કેરલેશ છોકરી છો.હું ક્યારનો તને કોલ પર કોલ કરી રહ્યો છુ અને તું મારો કોલ ઊપાડતી કેમ નહોતી? અને જો ફોન રિસીવ કરવો જ ન હોય તો ,તારા જેવી છોકરી એ ફોન રાખવો જ ન જોઈએ .અમનનો ગુસ્સો ફોન ઉપાડતાની સાથે જ આરાધના પર ઊતરવા લાગ્યો.
અરે, અમન થોડો શાંત થા,અને શાંતિથી મારી સાથે વાત કરીશ તો તને પણ મજા આવશે અને મને પણ તારી સાથે વાત કરવી ગમશે.થોડુ આજુબાજુ જો....ક્યાંય ઠંડુ પાણી પડ્યુ છે, જો હોય તો પી લે અને ઠંડો થા.તું મને ખૂબ પ્રેમ કરે છે, એની મને ખબર છે, જો હું ફોન ન ઊપાડુ તો તુ અકડાઈ જાય છે.એની પણ મને ખબર છે.પણ અમન ...હું પણ એક માણસ છું એ પણ પાગલ...તારી યાદોમાં જ ખોવાયેલી હતી.માટે કોઈ મને ડિસ્ટર્બ ન કરે એટલે મે ફોન સાઈલન્ટ કરી રાખ્યો હતો.મારી દરેક વાતોમાં પણ હવે તું જ હોય છે.
આરાધનાની વાતો એ અમનના ગુસ્સા પર જાણે ઠંડુ પાણી રેડી દીધુ હોય એવો ઘાટ થયો.આરાધનાએ ખૂબ સારી રીતે પોતાનાથી થયેલી ભૂલને સુધારી લીધી હતી.આરાધનાને આ રીતે પરિસ્થિતિને સંભાળી લેતી જોઈ આરાધના માટે અનંતને ખરેખર માન થતુ હતુ , કારણકે આટલી કોઠાસૂઝ સાથેની પરિપક્વતા આવતા આવતા ધણા લોકોનો જન્મારો પૂરો થઇ જતો હોય છે, પરંતુ આરાધનાની ધીરજ અને સ્વભાવસિદ્ધિ માટે અનંતને તો 'ગોલ્ડન ગર્લ' લાગી રહી હતી.અનંતને મનમાં એક હાશકારો થયો કે, ચલો, આજે જે રીતે આરાધનાએ આખી પરિસ્થિતિને સંભાળી લીધી છે ,આગળ જતાં અકબંધ જ રહેશે.છતાં...છતાં...છતાં....આરાધના સામે ઘણા છૂપા , વણદીઠા પડકારો તેની રાહ જોઈ રહ્યા હતા.
દરેક સ્ત્રીના જીવનની હકીકત કદાચ આ જ હોય છે.સાસરે જતી આરાધના માટે અનંતની લાગણીઓ વર્ણવવા માટે આજ શબ્દો ખૂટી પડ્યા હતા.ચિંતા, કાળજી, વણઅનુભવેલી લાગણીઓનુ ખેડાણ.....કેવુ...કેવુ....કેટલુ...કેટલુ...અદભૂત બંધન
ઢળતો કેસરીયો સૂરજ હવે, લાલ ચટક થવા જઈ રહ્યો હતો. બન્ને મિત્રો પાસે આજ વાતો કરવા માટે સમય ખૂટી રહ્યો હતો.ઈચ્છા બન્નેની એ જ હતી કે આ સમય અહીં થંભી જાય અને આ ક્ષણમાં બન્ને કેદ થઈ, આઝાદ થઇ જાય...મિત્રતા આબાદ થઈ જાય.
પવિત્ર મિત્રતાનો પર્યાય કદાચ અનંત અને આરાધના થતો હશે.
લોકો વાંચશે ત્યારે વાંચતી વખતે પોતાના મનમાં એક પવિત્ર, સુંદર, મિત્રતાના આરાધકો માટે એક બન્ને મિત્રોની છબી બનતી લાગશે, એ જ આજની સાંજનો સાર ....હશે કદાચ
અનંત અને આરાધનાના જીવનની વાતો, વળાંકો જાણવા વાંચતા રહો.. શ્યામ રંગ....લગ્ન ભંગ....21