7 Idea Safadtana - 1 in Gujarati Human Science by PANKAJ BHATT books and stories PDF | ૭ આઈડિયા સફળતા ના - પ્રકરણ 1

Featured Books
  • तस्वीर - भाग - 4

    सुरेश के मन में मकान बेचने के विचार ने उथल पुथल मचा रखी थी क...

  • भूत लोक -15

    तांत्रिक भैरवनाथ  जी एक बार फिर सभी की ओर देख कर इशारे से हा...

  • महाशक्ति - 5

    महाशक्ति – पाँचवाँ अध्याय: शिवतत्व गुफा की खोजअर्जुन और अनाय...

  • यह मैं कर लूँगी - भाग 4

    (भाग 4) क्षमा को सरप्राइज देने, जब बिना बताए मैं उसके घर पहु...

  • खोए हुए हम - 9

    खोए हुए हम - एपिसोड 9अयान बिस्तर पर बैठा था, उसकी आंखों में...

Categories
Share

૭ આઈડિયા સફળતા ના - પ્રકરણ 1

સાત આઈડિયા સફળતાના

પ્રકરણ ૧ જાદુ

મિત્રો થોડા વર્ષો પહેલા મને એક જાદુ ( The Secret ) વિશે સમજમાં આવ્યુ . આ જાદુ દરેક વ્યક્તિ કરી શકે છે અને પોતાના જીવનમાં બદલાવ લાવી શકે છે .જાદુ ખરેખર છે અને એ કામ પણ કરે છે એ વાતનો મને હવે વિશ્વાસ છે . 45 વર્ષની ઉંમરે મને આ જાદુ વિશે ખબર પડી . ત્યાં સુધીનું જીવન મેં આ જાદુની સમજ વગર જ જીવ્યું . 

જ્યારે મને જાદુ વિશે ખબર પડી તો એના વિશે વધારે જાણવા મેં ઘણી ચોપડીઓ વાંચી , ઘણા સેમીનાર એટેન્ડ કર્યા , જુદા જુદા ગુરુઓના વિચાર સાંભળ્યા, તેમની પાસે ટ્રેનિંગ લીધી .

સમજમાં આવ્યું કે આપણી પાસે બે મન છે .

 એક જાગ્રત ( ચેતન , Concious mind ) મન અને બીજું અર્ધજાગ્રત ( અચેતન , Sub Concious  mind ) મન . 

આ જાગ્રત મનની શક્તિ માત્ર ૧૦ ટકા છે અને અર્ધજાગ્રત મનની શક્તિ ૯૦ ટકા છે .

આ ૧૦ ટકા શક્તિ વાળું જાગ્રત મન માલિક છે . અને ૯૦ ટકા શક્તિવાળું અર્ધજાગ્રત મન એનુ ગુલામ છે . 

જાગ્રત મન અલ્લાદીન છે અને અને અર્ધજાગ્રત મન જીની છે . જે ફક્ત એક જ વાક્ય બોલે છે " ક્યા હુકુમ હે મેરે આકા " અને આ જીની તમારી ત્રણ નહીં પણ જેટલી પણ ઈચ્છાઓ હોય બધી પૂરી કરશે . હા પણ આના માટે તમારે ચિરાગ ( મગજ ) ને ઘસી જીન ( અર્ધજાગ્રત મન ) ને સાચા રસ્તા પર કામ કરાવતા શીખવું પડશે . બહ્માંડ ના નિયમો સમજવા પડશે .

સુખ , શાંતિ , સફળતા ,સમૃદ્ધિ , સ્વાસ્થ , સંબધો , જે માંગો એ બધું જ મળશે .આ અનલિમિટેડ શક્તિવાળુ અર્ધજાગ્રત મન સારુ કે ખરાબ , સાચું કે ખોટું એ વિશે ભેદ કરતું નથી . તમે એની પાસે જે માંગશો એ તમને આપશે .

આજે આપણે જે પણ જીવન જીવી રહ્યા છીએ . એ જાણે અજાણે આપણે જ આપણા જીવનમાં આકર્ષીત કર્યું છે . 

આપણા અર્ધજાગ્રત મનનું પ્રોગ્રામિંગ જાગ્રત મન દ્વારા થાય છે . માં ના પેટમાં હોઈએ ત્યારથી જ પ્રોગ્રામિંગ થવા લાગે છે . તમે જે જીવન જીવી રહ્યા છો . જો તમે એનાથી ખુશ છો તો તમારે કાંઈ કરવાની જરૂર નથી . તમે જાણે અજાણે બરાબર પ્રોગ્રામિંગ કર્યું છે . પણ જો કોઈ તકલીફો હોય તો એનો અર્થ  પ્રોગ્રામિંગ ખોટું થયું છે  . તો હવે સમજ અને મેહનતથી  જુનો પ્રોગ્રામ ડીલીટ કરી નવો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો પડશે . 

અત્યાર સુધી થયેલું પ્રોગ્રામિંગ ડીલીટ કરવા અને નવું પ્રોગ્રામિંગ ઇન્સ્ટોલ કરવા માટે મેં થોડા idea ગોતી કાઢ્યા છે . આ આઈડિયાઓ નો  ઉપયોગ કરી મને સફળતા મળી છે  . એ જ આઈડિયા હું તમારી સાથે શેર કરવા માંગુ છું . આમાં મારો એક સ્વાર્થ છે જે તમને આગળના પ્રકરણોમાં સમજાશે .

અર્ધજાગ્રત મનની એક ખાસિયત એવી છે કે એક વાર એમાં જે પ્રોગ્રામ નંખાઈ જાય છે તે હંમેશા અંદર રહે છે . આપણે જેટલું પણ નવું પ્રોગ્રામિંગ કરવાની કોશિશ કરીએ જૂનું પ્રોગ્રામિંગ અડચણ ઊભી કરે છે . આ એક ચેલેન્જ છે એને  પાર કરવા તમને આ આઈડિયા ઓ  મદદ કરશે  .


નવું પ્રોગ્રામિંગ કરવાના સાધનો છે હકારાત્મક વિચારો( positive thinking ), ધ્યાનમાં બેસવું  ( meditation ) , મનોચિત્રણ કરવું  ( visualization ), ખુશ રહેવું ( Being  Happy). , કસરત કરવી ( exercise ) , વિશ્વાસ મૂકવો ( belief ) , ધન્યવાદ કહેવું ( gratitude  ) , સ્વીકાર કરવો ( acceptance ) . . . . પણ આ સાધનો નો ઉપયોગ જ્યારે કરવા જઈએ ત્યારે જૂનું પ્રોગ્રામિંગ આડે આવે છે અને નવું પ્રોગ્રામિંગ થવા નથી દેતું .

મેં જે ૭ આઈડિયા નો ઉપયોગ કરી મારું નવું પ્રોગ્રામિંગ કર્યું એ હું અહીં તમને જણાવીશ .

તમને આ આડીયાઓ વિષે જાણવું હોય તો કમેન્ટ માં જાણાવજો .

૧ વિચાર 
ર વિશ્વાસ
૩ વિજ્ઞાન
૪ વિપુલતા
પ વાણી 
૬ વર્તન
૭ વળતર

કમશ :