સાત આઈડિયા સફળતાના
આઈડિયા નંબર વન વિચાર પર ધ્યાન આપો .
મિત્રો દરેક વસ્તુ આ દુનિયામાં બનતા પહેલા લોકોના વિચારોમાં બને છે .
એવરી થીંગ ઇસ એનર્જી એટલે દરેક વસ્તુમાં વ્યક્તિમાં કણ કણમાં ઉર્જા હોય છે . એવી જ રીતે દરેક વિચારમાં પણ ઉર્જા હોય છે . આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ કે વિચારવામાં શું જાય છે . વિચારવામાં ઉર્જા જાય છે અને એ ઉર્જામાં જો લાગણી પણ જોડાઈ જાય અને વિશ્વાસ બેસી જાય તો એ વિચાર સાચો થઈ જાય છે . એટલે કંઈ પણ વિચારતા પહેલા વિચાર કરવો જરૂરી છે . વિચાર વિચારી ને કરો દરેક વિચાર પર વિચારવા ની જરુર છે કે એ વિચાર ખરેખર વિચારવાની જરૂર છે .
ઘણા લોકો વિચાર કરતા હોય છે મને દુઃખ નથી જોઈતું , મને બીમારી નથી જોઈતી , મને એક્સિડન્ટ નથી જોઈતું , મને ધોકો નથી જોઈતો , મને નુકશાની નથી જોઈતી . . આવા અગણિત નકારાત્મક વિચારો કરવામાં આવે છે . અર્ધજાગ્રત મન શું જોઈએ છે શું નથી જોઈતું એની શબ્દો ની ભાષા સમજી શકતું નથી . તમે જયારે દુઃખ શબ્દ બોલો છો ત્યારે તમારી સામે આવતા દુ: ખ ના ચિત્રો ને અર્ધજાગૃત મન પકળશે . તમે જો દુઃખની માળા જપશો તો તમને દુઃખ મળે એવી સ્થીતી એ બનાવશે . દુઃખ નથી જોઈતું ! એમાં નથી જોઈતું એ શબ્દ પર અર્ધજાગ્રત મનનું ધ્યાન નથી હોતું એનું ધ્યાન દુઃખ શબ્દ થી બનતા ચિત્ર પર હોય છે . મને કેન્સર નથી જોઈતું પણ અર્ધજાગ્રત મનને કેન્સર શબ્દ દેખાય છે અને તમે પોતે જ તમારા જીવનમાં કેન્સર ને આવકારો છો . એટલે સૌથી પહેલા જરૂરી છે કે શું જોઈએ છે ફક્ત એ જ વિચારો ને માંગો . એ જ બોલો એના જ વિચારો કરો . એટલે હવેથી વિચારો મને સુખ જોઈએ છે , મને સમૃદ્ધિ જોઈએ છે , મને સ્વાસ્થ્ય જોઈએ છે , મને સારા સંબંધો જોઈએ છે .
તો આજથી પહેલું પગલું વિચાર બદલવાનું છે .
તમે જ્યારે વિચાર બદલવાનો પ્રયત્ન કરશો તો જૂનું પ્રોગ્રામિંગ એ કરવા નહીં દે એટલે તમારે વિચારો બદલવા માટે થોડા પ્રેક્ટીકલ આઈડિયાનો પ્રયોગ કરવો પડશે . અર્ધ જાગ્રત મન પર જબરજસ્તી નહીં થાય એને નાના બાળકની જેમ પ્રેમથી ફોસલાવું પડશે .
૧ - સૌથી પહેલા જ્યારે પણ આવા નકારાત્મક વિચારો આવે ત્યારે તારક મહેતા ના પોપટલાલની જેમ કેન્સલ કેન્સલ એમ બોલી ને એ વિચારને ભગાડો અને સારા વિચારો કરો.
૨ - બીજું એક બુક રાખો અને એમાં સારા વિચારો લખવા માંડો જે ધીરે-ધીરે તમારો જૂનો પ્રોગ્રામિંગ ડીલીટ કરી નવું પ્રોગ્રામિંગ કરવામાં મદદ કરશે . બને એટલો આપણી પાંચે ઇન્દ્રિયો નો ઉપયોગ કરો . જે પણ તમને જોઈએ છે એ શબ્દોના મંત્રો બનાવી લખવા માંડો દાખલા તરીકે " હું સ્વસ્થ સમૃદ્ધ અને સુખી છું " વર્તમાન કાળ માં લખો જાણે તમને જોઈતુ તમને મળી ગયું છે .
૩ - મોબાઇલમાં તમારા જ અવાજમાં આ મંત્રોને રેકોર્ડ કરી રાત્રે સૂતી વખતે આખી રાત વાગે એવી રીતે મોબાઈલ કે સ્પીકરમાં ધીમા અવાજે વગાડતા રહો . ( હેડ ફોન માં નહીં ) રાત્રે સુતા પેહલા અને સ્વારે જાગતા પેહલા આપણે આલ્ફા અવસ્થા માં હોઈયે છીએ જે અર્ધજાગૃત મનને પ્રોગ્રામ કરવા માટે નો શ્રેષ્ઠ સમય છે . રાત્રે આપણે ભલે સુતા હોઈએ પણ આપણું અર્ધજાગૃત મન સતત કામ કરતું હોય છે . ઉંઘમાં કે બેહોશી માં આપણા શ્વાસ અર્ધજાગૃત મન ચલાવે છે .
૪ - નકારાત્મક વાતો બોલતા મિત્રો અને સંબંધી ઓથી દુરી બનાવો . એવા લોકો જે હંમેશા ફરીયાદ કરતા હોય ' કોઈના પર વિશ્વાસ કરવા જેવો નથી , બધા ચોર છે , પૈસા કમાવા અઘરા છે , મોધવારી વધતી જ જાય છે , બધા સ્વાર્થી છે , ધંધો ખતમ થઈ ગયો છે , સારી નોકરી મળતી નથી . . . " દુર જવાનુ શક્ય ના હોય તો એમને આ પુસ્તક વાંચવા કહો .
૫ - રોજ સવારે વહેલા જાગી યોગા અને કસરત કરો . ઉંડા અને ધીમા શ્વાસ લેવાનું વધારો . સ્વર વિજ્ઞાન શીખો . શરીર માં ઓકરીજન નું લેવલ વધશે અને તમારી બોડી લેન્ગવેજ બદલાશે જે તમને આળસ થી દુર કરશે . તંદુસ્થ શરીર સાથે હકારાત્મક વિચારો વધશે .
૬ - કોઈ તમને પૂછે કે ધંધો કેમ ચાલે છે ? તો જવાબમાં , " ઠીક છે કે , બરાબર નથી " એવા જવાબ આપવાને બદલે " બધું જોરદાર છે આપણે તો જલસા છે " આવા વાક્યોનું પ્રયોગ બોલવામાં વધારો . યાદ રાખો તમારા બોલાયેલા દરેક શબ્દો અર્ધ જાગૃત મન સાંભળે છે અને એનુ ચિત્ર બનાવી રહ્યું છે .
૭ - તમારું ધ્યાન એટલે ફોકસ અછત તરફથી ફેરવીને બધું ભરપૂર છે એ તરફ વાળો . તમારું ધ્યાન જેના પર હશે એ તમારા જીવનમાં આવશે .
૮ - નકારાત્મકતા થી ભરેલી સિરીયલો , સમાચારો અને ફિલ્મો જોવાનું બંધ કરો . જોવાથી શું થાય ? જવાબ - જોવાથી વિચાર આવે અને યાદ રાખો તમારા વિચારો તમારુ જીવન બનાવે છે .
૯ - સફળ અને સમૃદ્ધ લોકો સાથે મિત્રતા કેળવો .
પ્રેરણાત્મક પુસ્તકો વાંચો અને પ્રેરણાત્મક ફિલ્મો જુઓ . સર શ્રી દ્વારા લખેલ પુસ્તક "વિચાર નિયમ " , ડો જીતેન્દ્ર અઠીયા લીખીત પુસ્તક " પ્રેરણાનું ઝરણું " ગોતો અને વાંચો .
વિચારો બદલવા તમારે આ રીતે પ્રેક્ટિક્લ પ્રયત્નો કરવા પડશે . આ બધું એક દિવસમાં નહીં થાય એટલે તમારે એને તમારા જુના પ્રોગ્રામિંગ પ્રમાણે સમય આપવો પડશે .
વિચાર એ બીજ સમાન હોય છે જે વાવશો એ જ ઉગશે . કેરી ખાવી હોય તો કેરીનો ગોટલો વાવો પડશે ધતુરાના બીજ વાવવાથી કેરીનું ઝાડ નહીં ઉગે .
વિચારો ઉપર કામ કરવાનું આજે અને અત્યારથી જ ચાલુ કરી દો .
વધુ આગળના ભાગમા .
કોઇ પ્રશ્ન હોય તો કોમન્ટ માં લખજો કે મેસેજ કરો જવાબ આપવા પ્રયત્ન કરીશ .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .