જય શ્રી કૃષ્ણ
તો આપ સહુએ મારી હોસ્ટેલના પાર્ટ વન પાર્ટ ટુ તો વાંચી લીધા હશે આજે પણ હું એક એવો જ રસપ્રદ કિસ્સો અહીં આપ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહી છું અમે જ્યારે નાના હતા ત્યારે એ વાત પર એટલું હસવું ન આવતું પણ હવે જ્યારે પણ ભીંડા ને જોઈએ છે ત્યારે એ વાત ભુલાતી નથી અને ખૂબ હસવું આવે છે કેવું હોય છે આપણું બાળપણ એકદમ નિર્દોષ પણ છતાં પણ તેમાં પણ ઘણી બધી બાબતો હોય છે તો એવો જ એક સરસ મજાનો કિસ્સો હું તમારી સમક્ષ રજૂ કરું છું હું આશા રાખું છું કે આપ સૌને એ ગમશે
(અને આપ સૌ નો ખુબ ખુબ આભાર કે તમે મને આટલી પ્રોત્સાહિત કરો છો લખવા માટે...)
તો ચાલો એ કિસ્સા વિશે જ વાત કરીએ... તો એ..
આઠમા ધોરણમાં દર અઠવાડિયે ટુકડીઓ બદલાય... એટલે કે દસ-બાર જણાનું ગ્રુપ બે-ચાર નવમા વાળા અને બે અગિયારમાં વાળા આ પ્રમાણે જુદી જુદી ટુકડીઓ જુદા જુદા કાર્ય કરે જેમ કે મેદાન સફાઈ, લાકડાં લાવવાં, લોબી સફાઈ, શાક સમારવું......
હવે એકવાર શાક સમારવા ની ટુકડીમાં અમારો વારો આવ્યો જેમાં. 11માં વાળી બેનો કયું શાક સુધારવું, કેટલું સુધારવું અને દેખરેખ રાખે અને બે બાળાઓ સાક ભરાઈ જાય એટલે રસોડામાં રાખેલ ટોપમાં એને ઠલવવા જાય ૫,૦૦૦ ની સંખ્યા થી પણ વધારે સંખ્યા એટલે શાક પણ એટલી માત્રનું જ હોય.
અને અમને લોકોને "હેમમાસી" કે જે અમારા રસોઈયા હતા એમના હાથનુ ભીંડા-બટેકા નું શાક અનહદ ભાવે. અમે લોકો - શાંતિ, જીગના બાલાસરા, જીગના ગરસર અને મારી ટબુડી ભારતી સોનારા, શીતલ ચાવડા, અને ઊર્મિ અને હું તો રાહ જોઈએ કે તેમના હાથ નું ભીંડા બટાકા નું શાક ખાવાની અને કોઈને ન ભાવે તો એના ભાગનું પણ લઈ લઈએ કારણકે બહુ ઓછી માત્રામાં જ તે શાક પીરસવામાં આવતું.
પણ તે દિવસે અમારી ટુકડીના મેમ્બર કે જે અમારા ધોરણમાં શાળા અને હોસ્ટેલ માં બંને જગ્યાએ કેપ્ટન હતા તે "ડોલ" ઠાલવવામાં રહ્યા કામની આળસ કે ખબર નહીં શું ?પણ,અમુક ટુકડીની સાથીદારીઓને દેખીતો ખાર કે હવે આનો પાવર ઉતારવો છે એમ જાણે નક્કી કરી લીધેલું....
હવે શાકને ટોપમાં ઠાલવ્યા બાદ જેમકે રીંગણા બટાકા.... તો દરેક મા ડૂબડૂબા પાણી રાખવું કે જેથી કરીને એ શ્યામ ન થઈ જાય....
સામેથી બધું રોજ એ છોકરી (કેપ્ટન) રોજ પૂછે પાણી ડૂબડૂબા નાખું ને ? હવે આવ્યો ભીંડા ના શાક નો વારો. અગાઉથી જાણે નક્કી જ હોય એમા હોશિયાર કેપ્ટનની હોશિયારી ઓગાડી દેવાનું ષડયંત્ર.....
ભીંડા નું શાક બે ટોપ થી પણ વધારે એટલે ગણી લો ને કે વીસ-પચ્ચીસ ડોલ (મોટી) ભરીને સુધાર્યું અને આ કેપ્ટનએ એમાં ડુબડુબા પાણી રેડી દીધું. 9:00 કે 9:30 જ્યારે રસોઈ બનાવનાર માસી આવ્યા અને જુએ છે કે ભીંડામાં તો લાંબી-લાંબી લાડો અને ચિકાસ જોઈએ નો મગજ ગરમ થઇ ગયો અને તાત્કાલિક ગૃહમાતા ને બોલાવ્યા હવે 12 વાગ્યા પહેલા તો જમવાનું પીરસાઈ જાય તો હવે આજે તાત્કાલિક શું કરવું કોઠાર રુમવાડા ગૃહ માતાના સુચવ્યા મુજબ દરેક ને આજે ગોળ પીરસી દેવો અને રોટલી-ગોડ, દાળ ભાત સંભારો ને છાશ આપવામાં આવ્યા....
તે દિવસે અમે બધી જ સખીઓ જે આતુરતાથી રાહ જોતી બેઠી હતી કે આજે આપણું પ્રિય ભીંડા નું શાક મળશે... પણ થાળીમાં ગોળ પીરસાતા પહેલા આખી હોસ્ટેલમાં ડુબડુબા ભીંડા ની વાતો ચકડોળે ચડી હતી આમ બધાને ખૂબ મજા પડી કારણ કે સાંજે દીદી પ્રાર્થનામાં સજા ફરમાવશે એ આતુરતા હતી....
પણ વર્ષો પછી પણ આજે જ્યારે પણ એ વાત યાદ આવે છે ત્યારે હસવાનું રોકી શકાતું નથી.....