જય શ્રી કૃષ્ણ સૌને તો હોસ્ટેલ લાઇફનો પહેલો ભાગ તમે લોકોએ વાંચ્યો જ હશે આજે બીજી એક વાત મને યાદ આવે છે તો એ પણ હું અહીંયા તમારી સમક્ષ રજુ કરું છું અને હું આશા રાખું છું કે તમને પણ એ ગમશે કારણ કે મેં તો એ અનુભવેલું છે...
તો ચાલો વાત કરીએ ખુબ હાસ્યાસ્પદ કિસ્સો છે આ...
હોસ્ટેલમાં જ્યારે અમે ભણતા તો શિડ્યુલ પ્રમાણે રોજ સવારે અમારે પાંચ વાગ્યે ઊઠી જવાનું અને ઊઠીને તરત જ પ્રાર્થનામાં જવાનું ઘણી વખત વરસાદના કારણે બિલ્ડિંગમાં લોબીમાં જ ધોરણ વાઇઝ પ્રાર્થના બોલાવી લેવામાં આવતી તો ક્યારેક મેદાનમાં એટલે કે ચીકુડી ની સામેના મેદાનમાં પ્રાર્થના બોલાવવામાં આવતી અને જો ઠંડીની સિઝન હોય તો એ ઝાડ ફરતા 10 કે 12 રાઉન્ડ તો મરાવવામાં આવતા.
સવારે 5:00 પ્રાર્થનામાં પહોંચવા માટે આગલા રાતથી જ અમે લોકો તૈયારીઓમાં લાગી જતા જેમકે સવારના વહેલા ઊઠીને સ્નાન કરી તૈયાર થઈ નાસ્તા ના વાસણ તૈયાર રાખી સ્વાધ્યાય ના પુસ્તકો સાથે રાખવા રોજેરોજના યુનિફોર્મ ટુવાલ સાથે જોડીને પૂર્વ તૈયારી સ્વરૂપે બધું જ આયોજન કરી રાખતા. તે યાદ કરતા આજે હસવું આવે છે પરંતુ આગલી રાતથી જો તૈયારી માં ક્યાંય ભૂલ ચૂક રહી જાય તો બીજે દિવસે સમજી લેવું ક્યાંય પહોંચી શકાય નહીં માટે ધીરે ધીરે હવે અમે ઘડાઈ ગયા હતા એટલે આગલી રાતથી તૈયારીઓ શરૂ થઇ જતી બેલ વાગ્યા પહેલા તો અમે લોકો ઉત્સુકતાથી તૈયાર થઈ જતા આ ઉત્સુકતા એટલા માટે રાખતા કે કોઈ જાતની સજાના ભોગ ન બનવું પડે સજાઓ પણ આકરી આપવામાં આવતી માટે હંમેશા એ સજાથી બચવા માટે યોગ્ય રીતે દરેક કાર્યમાં હાજર રહેવાનો અનુગ્રહ રાખવામાં આવતો.
અમારી સાથે અંજુ નામની છોકરી ભણતી હા દેખાવમાં ગોળ મટોળ ખૂબ જ સુંદર ચહેરો મોટી મોટી આંખો પણ અવાજ થોડો જાડો (ઘોઘરો) એટલે તે બધાથી અલગ જ લાગતી આજે પણ તેનો ચહેરો યાદ છે મને અને હા વાળ તો એકદમ કર્લી અને તેમાં પણ બે ચોટલા વાળેલા... આજે જ્યારે લખું છું ત્યારે પણ તેનો ચહેરો આંખો સામે આવી જાય છે..
તો એક દિવસ સવારની પ્રાર્થનામાં હા સવાર કારણ કે સાંજે પણ સમૂહમાં પ્રાર્થના બોલાવાતી . તો સવારની પ્રાર્થનામાં બેલ વાગે છે અને અમે બધા જ મેદાનમાં પ્રાર્થનામાં જવા માટે એકત્રિત થાય છે. સવારની પ્રાર્થના ખૂબ જ ટૂંકી હોય કારણ કે ત્યાર પછી ઘણા બધા કાર્યો કરવાના હોય છે તો આ ટૂંકી પ્રાર્થના પૂરી કરીને અમે લોકો અમારા કાર્યોમાં જોડાઈ ગયા પણ આ અંજુ ત્યાં જાડવાના ખામણા પાસે જ સાલ ઓઢી અને સુઈ જાય છે પ્રાર્થનામાં મોટા ભાગે બધા સુતા જ હોય છે પણ બાજુવાળાની મહેરબાનીથી પ્રાર્થના પૂરી થયા પછી પોતાના કાર્યમાં આગળ વધે છે અને તે દિવસે એવું બને છે કે અંજુને કોઈ ઉઠાવવાનું ભૂલી ગયું તે દિવસે અમારા ગૃહમાતા બધી જ બાળાઓના ગયા પછી તે ગ્રાઉન્ડમાં ચાલતા હતા અને તેનું ધ્યાન ખામણા પાસે જાય છે અને તેને એવું લાગે છે કે મેદાનમાં કૂતરું આવી ગયું છે....😄😄
તેથી તે ખામણા પાસે જઈને તેને પગેથી કહે છે તમે બધા સમજી ગયા હશો કે એ શું કહે છે... વળી આ બાજુ અંજુને એવો ભાસ થાય છે કે એ તેના રૂમમાં છે અને તેને કોઈ ઉઠાળે છે અને પછી બંને વચ્ચે તકરાર થાય છે અને અંજુ આકરી સજાના ભોગ બને છે.... બીચારી અંજુ....
(આપ સહુના વાંચન અને પ્રોત્સાહન સ્વરૂપે લખવા માટે પ્રેરાઈ છું માટે આપ સૌનો ખુબ ખુબ આભાર)