ઘણા દિવસથી વિચારું છું કે હું થોડા વર્ષ પહેલાની મારી હોસ્ટેલ લાઈફ વિશે લખું પણ સમયના અભાવના કારણે ઘણું બધું રહી જાય છે. પરંતુ, આજથી હું જ્યારે પણ સમય મળશે એ વિશે લખીશ......
હું કોશિશ કરીશ...
મારી હોસ્ટેલમાં ગેટમાં એન્ટર થતા જ ચાર ચિકુડી આવે અને ફરતી મેંદીની વેલ અને કટીંગ કરેલા ઘણા ખરા ઝાડ-છોડ પણ આ ચીકુડી સાથેની મારી યાદો હજુ પણ મારી આંખોમાં કેદ છે. હજી પણ એ દ્રશ્ય મારી આંખોના કેમેરામાં કેદ છે કેટલી નટખટ હશે એ મારી જિંદગીના દિવસો કે જેને યાદ કરીને પણ મારા મોઢા પર સ્મિત આવી જાય છે..મને એ વિશેની મારી યાદો ક્યારેય ભુલાશે જ નહીં.
દેખાવમાં હું એકદમ સાધારણ અને heightમાં પહેલેથી જ ઊંચી અને પાતળી એટલે ઝાડ પર ચડવું મારા માટે એકદમ સરળ.... જ્યારે અત્યારે મારી balcony માંથી સામે રહેલા વૃક્ષો પર ખિસકોલીઓ ને ચડતા ઉતરતા જોઉં છું ત્યારે આ યાદો વારંવાર અનુભૂતિ કરાવે છે તે સંસ્મરણોની.... મને યાદ છે એ મારા બાળપણના દિવસો કે ઝાડ ઉપર ચડવું એટલે એકદમ અમારા માટે તો સરળ ખબર જ ના પડે તમે ક્યારેય ઝાડની ટોચ પર ચડી ગયા હોય અને અત્યારના બાળકો તો ટેબલ પર ચડતા પણ ડરતા હોય છે મને તો એવું લાગે છે કે આ ઉંમરે પણ મારે બાળકની જેમ જ કામ કરવું પડે છે કોઈપણ જગ્યાએ ઉપર ચડતા મને સમય પણ નથી રાખવું અને ત્યારે મને એ દિવસો યાદ આવે છે કે જ્યારે હું જટ દઈને એ ચીકુડી ઉપર ચડી જતી અને એવા સરસ મજાના જે કુટપો ટપ વીણવા લાગતી અને એ ચીકુણવા કરતાં પણ મને એ ચીકુડી પર ચડવું અતિશય ગમતું. ખૂબ જ આનંદ આવતો અને જાણે હું સુપર હીરો હોય એવું મારી સખીઓને લાગતું કારણકે ચીકુડી ઉપર ચડીને ચીકુ ઉતારવાનું કામ તો મારે જ કરવાનું રહેતું તેઓ તો બસ હું જ્યારે ચીકુ ઉપરથી નીચે ફેકુ ત્યારે તેમને એકઠા કરવાનું કામ કરતા હતા...
અમારા હોસ્ટેલના "દીદી" ખૂબ જ કડક સ્વભાવના અને ગૃહ માતાઓ પણ. પરંતુ, મને ખબર નહીં ક્યાંથી એટલે હિંમત આવે કે ડરનો અહેસાસ જ નહીં....
મોટાભાગે હોસ્ટેલમાં જમવાનું ન ભાવે અથવા મોટા ભાગે ભૂખ્યું પણ રહેવું પડે. તો એના ઉપાય સ્વરૂપે હું આઠમા ધોરણથી જ સાંજના અંધારામાં કે જ્યારે બધા પોતાના કાર્યોમાં વ્યસ્ત હોય ત્યારે બે-ત્રણ સખીઓ સાથે ચીકુડી ના ઝાડ પર ચડી જાવ અને ફટાફટ ચીકુ ઉતારી લાવું અને એ લોકોનું કામ ચીકુ એકઠા કરવા. પાકા ચીકુ તો ટપોટપ પૂરા થઇ જાય પણ જે ચીકુ કાચા હોય તેને પકાવવા રાખી દેવાના.
પણ એક દિવસ મારું આ પરાક્રમ થોડું વધારે પડતું થઈ ગયું.... બન્યું એવું કે હું ચીકુડી પર ચડી ગઈ અને મારી સહેલીઓ દૂરથી આવતા દીદી ને જોઈ દૂર જતી રહી અને હું મારા કાર્યમાં વ્યસ્ત રહી.
હવે હું જે ઝાડ પર ચડી હતી એ જે ઝાડ નીચે દીદી આવી ને ઉભા તે એકદમ ઝાડની નીચે અને હું ઝાડની ઉપર બંને હાથમાં ઘણા બધા ચીકુઓ. એમના નામ માત્ર થી ડરતા અમે લોકો - પણ મારી પરિસ્થિતિ એ સમયે એવી હતી કે જો નીચે ઊતરું તો આકરી સજા નો ભોગ બનું અને જો ભૂલેચૂકે પકડાવ તો પૂરું." अब करे तो क्या करें?" એવી પરિસ્થિતિમાં સમય પણ જાણે થંભી જતો હોય એવું લાગે પણ થોડીક ક્ષણો પછી એ જ્યારે ત્યાંથી જતા રહ્યા ત્યારે જાણે જીવમાં જીવ આવ્યો હોય એવું મહેસુસ થયું.... ઓહો એ ઘટાદાર ચીકુડીએ મને બચાવી લીધી તેમ છતાં પણ ફરીથી હું તેમાંથી ચીકુ ઉતારવાનું તો ક્યારેય ચૂકતી નહીં એવી સરસની મીઠાશ ધરાવતી એ મારી હોસ્ટેલ યાદો...જય શ્રી કૃષ્ણ 🙏🏻