જય શ્રી કૃષ્ણ આપ સૌ ક્ષેમ કુશળ હશો..
આપ સૌના આશીર્વાદથી જ હું ફરીથી લખવા માટે પ્રેરાઈ રહી છું એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપ સહુનો..
તો ચાલો આજે વાત કરશું આપણે મારી હોસ્ટેલ લાઇફની એક એવા પ્રકારની કે જે મારા માટે ખૂબ હાસ્યસ્પદ છે તમને પણ વાંચીને એવું લાગશે
આથી વર્ષો પહેલા આઠમું ધોરણ એ માધ્યમિકમાં જ આવતું અને હું આઠમા ધોરણમાં જ્યારે હોસ્ટેલમાં પ્રવેશી ત્યારે પહેલા તો અમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવેલું હતું અને પછી અમને પ્રવેશ મળેલો હતો મને એ દિવસ પણ યાદ છે મારા હાલમાં જે મિત્ર છે તેમના ચહેરાઓ પણ હું ભૂલી નથી શકતી કેવા લાગતા હતા અમે..
આઠમા ધોરણમાં હોસ્ટેલમાં તમને પ્રવેશ મળી ગયું હતું તેમાં તો હોશિયાર ઠોઠ એવું કંઈ હતું નહીં પણ જ્યારે અમે શાળામાં પ્રવેશ લીધો ત્યારે અમારી એક પરીક્ષા લેવામાં આવી હતી જે 7 ધોરણ સુધી અમે ભણેલા હતા તેમાંથી જ પૂછવામાં આવેલા પ્રશ્નો હતા તેના આધારે અમારી બહેનોને વર્ગ ફાળવવામાં આવેલા હતા પહેલા ધોરણથી જ સરકારી શાળામાં ભણેલી છું ભણવામાં ખૂબ હોશિયાર પણ નહીં પણ સાવ ઠોઠ પણ નહીં માટે હું તો વર્ગ આઠ અ માં જ પ્રવેશ મેળવી ચૂકી હતી આમ અ ,બ,અને ડ એવા અમારા વર્ગખંડના નામ આપવામાં આવ્યા હતા અને તેમાં પણ આઠ ડ માં બે વિભાગ રાખવામાં આવ્યા હતા. તેમાં આઠ ડ A અને આઠ ડ B એવું નામ આપવામાં આવ્યું હતું
હવે આઠ અ, બ આ વર્ગખંડના વિદ્યાર્થીનીઓને તો શાળાના સમય મુજબ જ જવાનું હતું પરંતુ અમારા શાળામાં જે નબળા વિદ્યાર્થીઓ હતા તેમના માટે ઝીરો લેક્ચર નું આયોજન કરેલું હતું એટલે કે એને શાળાના સમય કરતા કલાક વહેલું જવાનું થતું તો એના માટે હોસ્ટેલમાં પણ સરસ મજાની સુવિધા હતી કે જેથી કરીને તે લોકો તેના સમયસર જમી કરીને શાળાએ પહોંચી જાય અને તેમને શિક્ષકો વધારે શીખવી શકે એમના માટે શાળા વધારે સમય ફાળવતી જેથી કરીને એ બાળાઓ સરખું વાંચતા લખતા તો શીખી જ જાય બાકી જે લોકો માનસિક રીતે નબળા છે તેના માટે તો કોઈ કરી શકાય તેમ છે નહીં પણ તેમ છતાં અમારી શાળામાં દરેક બાળાઓને વાંચતા લખતા આવડી જાય તેવો પ્રયત્ન કરવામાં આવતો આપ સૌ જાણીએ છીએ કે ઘણી બધી પ્રાઇમરી શાળાઓમાં બાળકો છે એ જ્યારે માધ્યમિકમાં પ્રવેશે છે ત્યારે તેઓને કશું જ આવડતું હોતું નથી આ મારો શિક્ષક થયા પછીનો પણ એક અનુભવ રહ્યો છે કે ધોરણ 11 માં પ્રવેશી ગયા હોય છતાં પણ તેને વાંચતા લખતા આવડતું નથી મને ખ્યાલ જ નથી કે આપણી શિક્ષણ પ્રણાલીમાં ક્યાં એવી ખોટ છે કે જેના કારણે કેટલાય બાળકો છે એ શિક્ષણથી વંચિત રહી જાય છે હું એ કહેવા માગું છું કે શિક્ષણ એટલે એ નહીં કે તમે કેટલી ડિગ્રી મેળવી છે પણ શિક્ષણ એટલે તમે કેટલું વાંચી લખી સમજી શકો છો ગ્રહણ કરી શકો છો..
આતો મારા વિચારો અહીંયા રજૂ કરું છું પણ હવે જે મહત્વની વાત છે તે અહીંયા પ્રસ્તુત કરું છું તો આ રીતે ડ માં ડ એ અને ડ બી આવા બે વર્ગ ફાળવવામાં આવ્યા હતા. જેમને ઝીરો લેક્ચર ફાળવવામાં આવેલો હતો તો અમારી સાથે પોરબંદર જિલ્લાની એક વિદ્યાર્થીની ને જ્યારે પૂછવામાં આવતું કે તું કયા ક્લાસમાં છો ત્યારે તે ખૂબ સરસ રીતે પોતાની કાલી ઘેલી ભાષામાં કહેતી જે અત્યારે પણ મને યાદ કરીને હસવું આવે છે કે "હું સે ને ડબીમાં શું ડબીમાં...."
પછી તો અમારા હોસ્ટેલમાં એ વાત ઉપર ખૂબ અમે લોકો હસતા કારણ કે આપણી ગુજરાતી ભાષામાં ઘણા દ્વિઅથો પણ થાય છે તે જ્યારે પણ બોલતી કે હું ડબીમાં છું ત્યારે અમે લોકો ખડખડાટ હસતા અને એ ભોળીને એ પણ ન સમજાતું કે શું કહે છે એટલે કે કોઈ ડબ્બો કે એવું કંઈક પણ તે એનો સમજી શકતી અને મને યાદ છે કે ઘણા એવા વિદ્યાર્થીઓ હતા જે ડબ્બીમાંથી પણ અમાં પ્રવેશી ચૂક્યા હતા. જેના માટે અમારા શિક્ષકો અને પ્રિન્સિપાલની હું ખૂબ ખૂબ આભારી છું જય શ્રી કૃષ્ણ..