૮૯
સેન્ટ્રલપાર્ક થી બહાર નિકળતા હતા ત્યારે ગીરના જેવુ પાંખું નહી પણ ડાંગના
ગાઢ જંગલ યાદ આવી ગયુ ...સો ફુટ ઉંચા વૃક્ષોની એ હરિયાળી આપણને
આખા અમેરિકાના હાય વે ની બન્ને બાજુ જોવા મળે અમે જ્યાં રહીયે છીએ ત્યાં હ્યુસ્ટન ના દરેક મેનરોડ ની બન્ને બાજુ ભલે પ્રાઇવેટ લેન્ડ હોય પણ એવાજ ઉંચા સાંઇઠથીસો ફુટના વૃક્ષોની એવી વનરાજી હોય કેપાંચફુટ અંદર જઈ ન શકાય..રસ્તાની બન્ને બાજુ બોર્ડ લાગેલા હોય “બી સ્લો ડીયર એરીયા” ..અવારનવાર હરણાઓ
હાઇવે આજુબાજુ આરામથી ચરતાં હોય.. અમારા બંગલાની પાછળ બેકયાર્ડને અડીને છ સાત ફુટ ઉંચુ ઘાંસનુ મેદાન છે રોજ સવારે સોનેરી સોનેરી મૃગલા કહીયે એવા હરણા કુટુંબ સાથે ચરતા હોય અંહી તેને કોઇનો ભય નથી .. આખા અમેરીકામાં રખડતા કુતરા જ ન જોયા પાળેલાને પટ્ટા બાંધેલા હોય તેમા કરંટ મારીને મોટેથી ભસવાનું બંધ કરાવી દે ઘરમાં ભસે પણ બહાર બીજાને ડીસ્ટર્બ ન કરી શકાય. હા બિલાડા લોકો બહુ પાળે પણ ખરા અને કોમ્યુનમાં ક્યારેક જોવા મળે આપણા ખીસકોલા કરતા ત્રણ ગણી સાઇઝના આમથી તેમ દોડાદોડી કરતા જોયા હોલા કબુતર લવબર્ડ હમીંગ બર્ડ રંગબેરંગી પક્ષીઓના ઝુંડ ક્યારેય જોવા મળે.ઝેરી બિનઝેરી સાપ ચારે બાજુ જોયા હતા દરેક કોમ્યુનિકેશન એટલે બંગલા કોલોનીમાં મોટુમસ તળાવ હોય તેમા જાતજાતની માછલીઓ હોય મગર હોય ત્યાં બોર્ડ લાગે “ બી અવેર.. ક્રોકોડીઇલ એરીયા .. જબરા કાચબા રસ્તા ઉપર તળાવ બાજુ ટહેલવા નિકળ્યા હોય એ અમેરિકનોની લાઇફ છે .
અમારા હ્યુસ્ટન ઘર બહાર બગીચામા સાપ સામે તળાવમા મગર કાચબા સાવ
સ્વાભાવિક જોવા મળે કીડીઓ મચ્છરોનો પાર નહી મધમાંખીઓ પીળી ભમરીઓ પણ
એટલીજ ...પણ અમેરિકનો ડરે નહી 'હોય ઇ પણ જીવ છે'જેવી જૈનીક
ભાવના એ લોકોમાં જોવા મળે...
આ પાર્કમા રીંછથી સાવધાન લખેલુ વાંચ્યુ હતુ પણ દેખાણા નહી હરણા ડોકીયા કરતા હતા પણ સહુ પોતાની મસ્તીમા જીવે...માણસની જેમ...એને પણ જીવવાનો અધિકાર છે એવી ભાવના ખરી ..અમારી ગાડી સ્ટાર્ટ
થઇ એટલે કેપ્ટન દિકરાએ પ્રવચન શરુ કર્યુ " હવે આપણે વોલસ્ટ્રીટ
નજીકના દસ પંદર માઇલની ઘેરાવામા રાઉંડ મારવાના છીએ ત્યાં
સેન્ટ કેથેડ્રલ ચર્ચ છે યુનો નું હેડ ક્વાટર છે નેચરલ હિસ્ટ્રી મ્યુઝીયમ છે
લિંકન સેન્ટર ફોર પરફોર્મીગ આર્ટ છે મોટા ભાગે તેમા ક્યાંય જવા નહી મળે અને
જ્યાં જોવા મળશે ત્યાં માથાદીઠ દસ પંદર ડોલર ચરકાવશેજ...અને આપણે
આ ગધેડાને પાર્ક કરવાના દર વખતે વીસ પચાસ ડોલર લાગશે બોલો શું કરવુ
છે?ચારે બાજુ ઉંચી વાડ બનાવીને ચિરજીવીએ અમને છુટ્ટા છોડ્યા હતા ...મને મુંબઇના મ્યુઝીયમની વાત યાદ આવી ગઇ જ્યાં એક વખત સાવ નવરો આ મુમુક્ક્ષુ
આત્મા ઘુસી ગયો પછી પાંચ કલાકે નિકળ્યો હતો પણ એ તો ઉન દિનોકી
બાત હૈ..હવે સ્થિતપ્રગ્ન દશા નજીક હતી એટલે જાતને આશ્વાસન આપ્યુ
“હે જીવ આ વલ્ડટુર કે અમેરીકન ટુર વાળા આ એરીયામા ટુરીસ્ટોને
છુટ્ચા મુકી ને કહે 'ફેન્ડઝ યુ આર ફ્રી ટુ ગો યુ મે લાઇક 'આ લીસ્ટ છે બધે
ચાલવુ પડશે ...એંજોય...."એટલે કથા સાર એટલો કે કે ગાડીમા આ બધ્ધા
દેવોના દર્શન દુરથી કરી નમસ્કાર કરી આપણને પોતાને ભોગ ધરાવીશુ..."
અમે ટુરવાળાની જેમ માથા વગરની લાલ ઓપન બસ જોઇ હતી જે આ બધ્ધી
જગાએ લઇ જાય પછી ગાઇડ એનાઉન્સ કરે "યુ હેવ થર્ટી મીનીટસ ટુ સી
યુનો હેડ ક્વાટર પછી દસ મીનીટ એના ગુણગાન ગાય પછી કહે પણ ખરો
ઓકે..!યુ કાન્ટ ગો ઇનસાઇડ એઝ ચાઇનીઝ રશિયન્સ નાવ ફાઇટીંગ ઇન યુનો એસેંબલી..જો ઇંડીયન દેખાય ટુરીસ્ટ બસમા તો બોલે ઇંડીયન એન્ડ પાકીસ્તાની
નાવ ફાઇટીંગ .ઇટ્સ ફ્રી ગ્રાઉન્ડ ફોર એવરી ફાઇટર્સ...હા હા હા પછી પોતે
ખડખડાટ હસે બધ્ધા ચીયર્સ કરે... ઇંડીયન અધિરીયાવ ટુરવાળાને ઘેલાને એમાં પૈસા વસૂલીવાળા ગુજરાતી લોકો ખાસ..
“ સ્ટેચ્યુ ઑફ લિબર્ટી પાંહે અમને છોડો પછી આમથી તેમ હોડીમાં બેસી જઇને હાથ ખાલી અડાડી પાછા આવીએ તો પણ બે કલાક એમાં જાય જ છે પછી આ યુનો જોવા જઇએ તો બીજી કલાક થાય પછી નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ પાછી ઓરીજનલ ઇંડીયન મ્યુઝિયમ અમે કંઇ રીતે જોઇ શકીએ..? ના બતાડવું હોય તો ના પાડી દો..”
ટુરવાળો સહુને સાથે એક જ કહી દે “ પછી મુળ ટાઇમ સ્ક્વેર રહી જશે મને શું વાંધો હોય કરો જલસા .. રાતના આઠ વાગે હોટેલથી એરપોર્ટ પહોંચી જવાનું છે ..બધ્્ધા ગુજરાતી ચુપચાપ પાછા બસમાં બેસી જાય “ ભાઇ આવી ટાંટિયાની કઢી આમ હડી હુગડકત્તીવત્તી હવે નો થાય .. આ બહારથી જોયું બસ ભયો ભયો …આવતા યાદ આવી એટલે ચંદ્રકાંત બોલ્યા હાલો વિહંગાવલોકન કરીએ જેને બર્ડ વ્યુ પણ કહેવાય..ઉર્ફે ઉડતી મુલાકાત.. સમજે..?
“આપણે એ ગાઇડના ચક્કરમા પચા ડોલરની ટીકીટ અને દસની ટીપ
ગુણ્યા પાંચ જણનો ટોટલ માર ખાવાનો ? અને તારું ગણીત સુધાર...હે રામ હેરામ...
દેશી વોરન બફેટની હાય લાગી એટલે કેપ્ટન મુછમા હસ્યા... એમનું ધાર્યું નિશાન પાર પડ્યું હતું.