Fare te Farfare - 88 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 88

Featured Books
Categories
Share

ફરે તે ફરફરે - 88

૮૮

"આજે સહુ પંજાબી જમણ કરશુ ..."કેપ્ટને એનાઉન્સ કર્યુ ...

“બહુ મોંઘુ નહી પડે ?"

“ના ના બધે એક સરખો જ ભાવ છે પણ આનુ 'રેટીંગ' સારુ છે"

આ રેટીગની બબાલ બહુ વધી ગઇ છે ગમ્મે તે લેવા જાવ ખાવા જાવ પીવા

જાવ બધ્ધા રેટીંગ ચેક કરે એ આ નવા જમાનાનો ટ્રેન્ડ છે...ચાલો આજે

રેટીગ પ્રમાણે જઇએ...

એડીસનના આડી ઉભી લેન પાર કરી એક હાઉસ પાંસે ગાડી પાર્ક કરી અંદર

પગ મુક્યો તો હું તો થીજી ગયો જે પીક્ચર મુંબઇમા ગઇકાલે રીલીઝ

થયુ હતુ એ સિંઘમ ચાલુ હતુ માલીક પાકીસ્તાની પંજાબી હતો મને યાદ આવ્યું કે પહેલાં સમયમાં લક્ઝરી બસમાં નવા નવા પીક્ચરો જોવા મળતા હતા અમારે ત્યાં મુંબઇમા કેબલની માયાજાળ હતી ત્યારે દર રવિવારે કે શનિવારે રાત્રે નવ જ રીલીઝ થાય એ મુવી રાત્રે અગીયાર પછી ચાલુ કરતા અને પછી છોકરાવને જલ્દી સુવડાવીને સીંગલ ડબલ એક્સ ફિલ્મો ચાલુ કરતા પણ અમારે તો અમારા બાને ટીવીનો બહુ ચસકો હતો એટલે એ ડ્રોઇંગરૂમમા સુવે હવે બાકી કપ્પલ માટે કાં રસોડુ કે એક બેડરુમ હોય એટલે સમયે અમારે પણ આવા શોખ કરવાની મનાઇ હતી....

હોટેલમાં દાઢીમુછવાળાને જોઇને ઘરવાળાના પેટમા વળ ચડવા માડ્યા હતા..પણ થોડીવારમા વેજ હાંડી વેજ મક્ખનવાલા ગરમ ગરમ પરોઠા નાન આવ્યા જીરા રાઇસ આવ્યા દાલ મખની જલસો થઇ ગયો ત્યારે સિંઘમ પુરુ થઇ ગયુ અને ગુરુદત્તના ગીતોનો વિડીયો ચાલુ થયો હતો... જે અમે સહુ જમતા જમતા માણ્યો.

“ભાઇ હોટેલની રુમ પર થોડો આરામ કરવો પડશે સારુ ખાવાનુ જોઇ મુનિવર

માપ બહાર ખાઇ ગયા છે ...જોકે હું બોલ્યો બાકી બધ્ધાની હાલત આવી જ 

હતી...”નમતી બપોરે કારમા નિકળ્યા અને કલાક પછી સેંટ્રલપાર્કના પાર્કીગ

ઝોનમા ગાડી પાર્ક કરી નદી ઉપરનો બ્રીજ પાર કર્યો..(ઘણા રસઘોયા

મિત્રો કઇ નદી એવા સવાલ પુછે છેતો કહી દઉ કે આ લોકોમા પાંચ પંદર નામ 

લેડીઝના અને પાચ પંદર નામ જેન્ટસના હોય એવુ જ ગામ નદી બધ્ધે

આ જ હાલત ...આપણે તો હાથમતિ એક હોય તો બીજી રૂપમતિ હોય

નામનો તુટો જ નહી એમા નાગરના હાથમા આવ્યા તો જીભનો કુચો વળી

જાય .....જોકે બે અમરેલી હોવાની વાત અમારા હજામ રવજીકાકાએ કરી

મારા ઉંચા થયેલા વાળ કાપીને ખુલાસો કર્યો કે સુરત પાંહે છે ઇ અમરોલી

છે હો ચંધરકાંતભાઇ અમરેલી બીજી હોતી હશે? હવે ૨૬ અક્ષરવાળા આ 

ભાષાગરીબ અમેરિકનોને માફ કર્યા ત્યારે સેંન્ટરલ પાર્કમા ગાઢ જંગલમા

પગદંડી પાસે નિશાની કરવા માંડી ત્યારે કેપ્ટને એરો દેખાડ્યા... 

“ તને યાદ છે તારા ડેડી મમ્મી સાથે આપણે કનકાઇ માતાજીનાં દર્શન કરવા જઈએ ત્યારે અચૂક એકાદ બે વાર ભુલા પડીયે જ.. ત્યારે આવા એરો નહોતા એટલે આપણે પાછા ત્રીભેટે આવી ત્યાંના લોકલ ગામવાસી નેસવાસીને પુછવા પડે કે કનકાઇ માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો કયો ? ત્યારે સાચી દિશા એ નેસડાવાળા બતાવે 

“ આંઇ કણેથી ઓમ જાહો એટલે મોટો સીંગલપટ્ટી રોડ મળહે પછી તમારું ઠાઠું ધમધમાવ્યો પણ તેં તમે આંઇ ક્યાં કેડે ગરી ગ્યાતા હેં?”

“ માડી દર વખતે એકાદ ગોથું તો ખવડાવેજ , ઇ તો ઇની કસોટી છે “

“ હમ હવે હાસુ કીધું હોં “

બાળકો સાથે વહુરાણી ખડખડાટ હસી પડ્યા .. અમારા ભોલુ એ પુછ્યુ “ દાદા મને કંઇ સમજાયું નહી ઇઝ ઇટ ગુજરાતી ..?”

“ હા બેટા એ થોડી ટર્ન ટ્વીસ્ટ વાળી કાઠીયાવાડી લેંગવેજ છે ઇટ ઇઝ એનસેન્ટ લેંગવેજ “

“ઓહો તો તમને એ પણ આવડે છે અચ્છા . દાદા યુ આર ગ્રેટ.” દાદો હરખથી ચારઇંચ ફુલી ગયો ..

આ નેચરપાર્કમાં મને એમ હતુ કે નક્કીવાઘ નહી તો દિપડો તો મળશે જ પણ એ ફડકો ખોટો પડ્યો અમે મ્યુઝીયમ નજીક પહોચ્યા ત્યાં મુવી સ્લાઇડ શોમા મારા પૌત્રને

મજા પડી ગઇ...નાના ક્રોકોડાઇલને ,ટોરટોઇઝને હાથમા પકડી રમાડવા 

મળ્યુ તેનો આનંદ સમાતો નહોતો...... આવી મજા બાળકોને નાનપણમાં 

ઘરડા ખ્ખખ ટેકે ટેકે શું સવાદ લેવા આવા જંગલમા ફરતા હતા તે સમજવા

અમેરિકનોનુ નેચર સમજવુ પડે ....પાછળથી પોકાર પડ્યો ચાલો ચાલો

મેં મારા બાપુનુ ગમતુ ગીત ઉપાડ્યુ "ચલ ચલ રે નૌ જવાન..."એ અલગ

વાત છે કે બાપાને ખબર પડી કે આતો ફિલમનુ ગીત છેએટલે ગાંધીવાદી

બાપુ ઘરમા ગણગણતા હતા..