Fare te Farfare - 82 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 82

Featured Books
  • जंगल - भाग 30

                        (  देश के दुश्मन )                     ...

  • BTH (Behind The Hill) - 3

    रात हो चली थी। रेन धीरे धीरे कराह रहा था। दर्द से आह भरता हु...

  • नफ़रत-ए-इश्क - 40

    विराट की गाड़ी अग्निहोत्री हाउस के सामने आकर रूकती है इससे प...

  • कारवाॅं - 5

    अनुच्छेद पाँचगनपति के प्रकरण की जानकारी अंजलीधर को भी हुई। र...

  • इश्क दा मारा - 68

    अपने पापा की बात सुन कर यूवी के पैरों तले जमीन खिसक जाती है...

Categories
Share

ફરે તે ફરફરે - 82

૮૨

 

મશીન બોટમા રાઇડ કરતી વખતે મારી મુળ આદત મુજબ ચારેબાજુ ડાફોરીયા

મારવા શરુ કર્યા..."ઓહોહોહો શું દરિયો છે !" થોડુ સ્વગત બોલ્યો કારણકે

મુળતો નાટકનો જીવને ?!આ જ્યાં હોય ત્યા ઓહોહો વાહ બાપુ વાહ,જીઓ

ખમ્મા ખમ્મા...આ બધુ શુળી ઉપર ચડાવતા પહેલા કે લડાઇમા લડવા જાય

ત્યારે દુહાના ઓપશનમા આવુ કહેવાતુ હતુ ..ટુંકમા કોઇકને કઠોડે ચડાવતા

પહેલા અત્યારે આ પ્રયોગો નો ટ્રેન્ડ આજે પણ ચાલે છે પણ તો દિન ગતા હા ..."ઠીક છે

પાણી તો એકદમ ચોખ્ખુ છે...જોકે મુંબઇવાળો અલીબાગ જાય તો ત્યાં પણ

આવુ જ ચોખ્ખુ પાણી મળે ચંદ્રકાંત પણ તમને તો અલીબાગ જ યાદ રહેશે "

(અલીબાગમાં મેંટલ હોસ્પીટલ છે એટલે મુંબઇગરા એકબીજા સાથે બાખડે તે વખતે ક્યા અલીબાગસે આયેલા સમજતા હે ? આવુ બોલે )

"ડેડી ઉતરો ..ડેસ્ટીનેશ આવી ગયુ ક્યાં આમ ખોવાઇ જાવ છો ?"

“અંદર "

સ્વાતંત્રદેવીને ચરણે અમે પહોંચ્યા ત્યારે ખબર પડી કે પીળુ એટલુ સોનુ નહી

સફેદ એટલે આરસ નહી આ પુતળુ કોણે બનાવ્યું ક્યારે બનાવ્યુ તેની અદ્દભુત ભુત કહાની વાંચીને વાહ નીકળી જાય.. મુળ ડીઝાઇન કોણે કરી પછી ક્યાં મુકવુ આ પુતળુ એનુ પ્લાનિંગ થયુ.મુળ ૧૮૬૫માં ફેંચ પોલીટીશયન એક્ટીવીસ્ટે ગુલામી વિરુદ્ધ માં આ દેશ સહુ સ્વતંત્ર લોકોનો દેશ છે માટે આવુ પુતળુ અમેરીકામાંજ હોવું જોઇએ.. એટલે ફ્રેંચ લોકોતરફથી અમેરિકા ઉર્ફે યુનાઇટેડ સ્ટેટ્સને દોસ્તીદાવે . ફેડરીક ઓગસ્ટમાં બાર્થોલ્ડી ( જીભના કૂચા કરી નાખ્યા )ભેટ આપ્યુ. છસો ટન સીસું તેની સ્ટીલની ફેનમાં ભરી ઉપર કાંસાની ચામડી બનાવી તેનો દેખાવ રોમની દેવી લીબર્ટી ઉપરથી લીધો હતો ..ઉપરનવી કહેવત) પ્યોર મેટલનાં બનેલા હજારો 

ટનના મહાકાય દેવીના દર્શન અદભુત હતા ..." હવે આના પ્રેમમાં બ્રિટનની આમન્ડાબેન એવા પડ્યા કે કે ૨૦૦૭મા તેમણે જાહેર કર્યું કે તે આ દેવીને જ પરણશે નહીંતર કુંવારી મરશે ?! કેવા કેવા ગાંડા લોકો દુનિયામાંપેદા થાય છે વિચારો ..હવે આ બધું વાંચીને થોડું માથું ચક્કર ભમ્મર થયું જ હતું..લે આતો મેટલની મુર્તી છે ધત્ તેરીકી.."

“ડેડી એટલે જ અમે તમારી સાથે ચર્ચા નહોતા કરતા કે તમે એકવાર અંહી પહોંચ્યા પછી ખાંખાંખોળા તો કરવાનાં જ "

પછી તો ઉતર્યા હતા ત્યાંના ગ્રાઉન્ડમાં સરસ બગીચામા હજારો માણસોના ટોળા

લાઇનસર આગળ ધપતા હતા .જેટલા ઇંડીયનો હતા તેના નેવુ ટકા

ગુજરાતી હતા પણ હરામ બરોબર એકેયે ઘુસ ન મારી ! બાકીના ચપટા હતા..

હવે થોડુચપટા પુરાણ પણ ખોલવુ જ પડશે આ ચપટા એટલે છૂંછા આંખ ચપટા નાકવાળા પીળી સ્કીન વાળા મોંગોલિયન ..કારણકે આ પ્રવાસમા 

અવારનવાર આ ચપટાનો ઉલ્લેખ આવશે તે મોંગોલીયનોને ગોરીયા લોકો

યેલો અને ઇંડીયનોને બ્રાઉન કહે કાળીયાને બ્લેક પોતે વાઇટ..પણ

આ ચપટાઓનુ નામકરણ ગુજરાતીઓ એ નામકરણ કરવાના શોખથી

નથી કર્યું પણ કોઇને ખબર જ નથી પડતી કે તેની આંખો ખુલ્લી છે શું જુએ છે .. હજી સુધી અમેરિકાની વાટ આ તમામ ચપટાઓએ જ લગાવી છે ..પણ આપણા ગુજરાતીઓ સાવ સીધા સાદા એટલે ફટ નક્કી કરી નાખ્યું ચપટા ..કર્યુ પછી ફઈબા બની પોતાને બકા કહેવરાવ્યા ...જય હો....ફરીથી મુળવાત ઉપર...

.. ચારેબાજુ ફરતા છુંછા ચપટાઓ એલ્યુમીનીયમની લાકડી લઇને ફરતા જોઇને

મારાથી રહેવાયુ નહી આ લોકો ચાલતા થાકે ત્યારે વાપરવાની લાકડી સાથે લાવ્યા

છે કે શું ...?!

ત્યાં તો લાકડીમા મોબાઇલ ખોસીને મોબાઇલમાં સામે જોઇ સેલ્ફી લેતા હતા

“ડેડી એને સેલ્ફી સ્ટીક કહેવાય" મારાથી ઓહ થઇ ગયુ..."જુઓ સ્ટીકના

હેંડલ પાંસે સ્વીચ છે એ દબાવે એટલે ક્લીક થાય ફોટા પડી જાય.."

ચારેબાજુ ચપટાઓને છુછા મોઢા કરીને સ્વાતંત્રદેવીને કીસ કરતા હોય

એવા મોઢા કરતા જપાજપ ફોટા પાડતા હતા,અમે પણ કંઇ કમ નહોતા

એ બતાવવા મારા દિકરાએ હસતા હસતા કહ્યુ "ડેડી કાનુન કે હાથ બડે લંબે હૈ

તમે વચ્ચે આવી જાવ..."અમે પણ સ્વાતંત્રદેવીને હડફેટમા લીધા અને ધડધડ

ફોટા ક્લીક કર્યા

“ડેડી પહેલા તો દેવીજીની આંખ સુધી લીફ્ટમાં જવા દેતા હતા પણ આ બીન 

લાદેને બુચ માર્યુ એટલે અમેરિકાનો બી ગ્યા એટલે લીફટ બંધ કરી દીધી આપણાતો ૧૦૦ ગુણ્યા ૫ ,

એટલે કુલ ૫૦૦ ડોલર બચ્યા...કેમ હવે ડેડી ખુશને ?"

મારા દિકરાએ મારી ટેર લીધી...આપણે તો એમા યે ખુશ ....