૮૧
મેટ્રોથી ઉતરી અને પહેલા વલ્ડ ટ્રેડ સેંટર જોવાનુ હતુ...એ સમયે ન્યુયોર્કનુ
સૌથી ઉંચુ બિલ્ડીગ ન્યુ એમ્પાયર ને આંટી દે એવુ આ વલ્ડ ટ્રેડ સેંટર હતુ.
અમેરિકનની મોટી ઓઇલ કંપનીનો જુનો ભાગીદાર અમેરિકાએ જ માથે ચડાવેલો એટલે લાદેન . ઓસામાબીન લાદેનને શોધવા ને પતાવી દેવા અમેરિકા ફાંફાં મારતું હતું . આ એ જ લાદેન હતો જે બહુ મોટો ઓઇલનો ધંધો કરતો હતો એ પણ અમેરિકન કંપની સાથે ..અબજોનો વેપાર કરતો હતો હજારો કરોડ ડોલરમાં આળોટતો હતો પણ એને ઇસ્લામિક રંગ લાગ્યો અને આ અબજો ડોલરની માંથી હથિયારો ખરીદવા આતંકવાદીઓની ફોજ ઉભી કરવાના મકસદ સાથે આગળ વધતો હતો સાઉદી અરેબિયાના પહાડોમાં પછી અફઘાનિસ્તાન પછી પાકિસ્તાન એમ દરેક જગ્યાએ એમણે આતંકવાદી અડ્ડા બનાવ્યા હતા .. સતત છુપાતા ફરતા આ ખતરનાક એક અજીબોગરીબ કાવતરું રચી ..એક ખતરનાક ખેલ કરી ગયો...યુ.એસ.મા નાના પોતાના પ્લેન રાખવા એ થોડા વધારે પૈસાવાળા થાય એટલે સ્ટેટસ સિંબોલ ગણાય હવે બીજા ત્રીજા નામે પહેલા ટચુકડા પ્લેન ખરીદી પછી જેહાદી જે મરવા માટે તૈયાર હોય એવા લોકોને ટ્રેનિંગ આપી .. ન્યુયોર્ક એટલે અમેરિકાની આર્થિક રાજધાનીમાં જો કંઈક કરે તો આખા અમેરિકાનુ નાક દુનિયા મા વઢાઇ જાય ઇકોનોમી ખતમ થઇ જાય એટલે પહેલા આવા પ્લેન સાથે જીહાદીઓને તૈયાર કર્યા પછી સીક્રેટ પ્લાન સમજાવ્યો .. વોશિંગ્ટનથી બે પ્લેને ઉડાન ભરી પેન્ટાગોન ઉપર ચક્કર માર્યા.. પહેલા તો અમેરિકનો એમ સમજ્યા કે મસ્તી ચડી હશે પછી તપાસ ચાલુ થઇ સાવ નીકે બે ત્રણ હજાર ફુટ ઉપર રમકડા જેવા પ્લેન ઉડ્યા અને ન્યુયોર્ક કે રાડારમાથી ગુમ થયા એટલે અમેરિકાની હવા ટાઇટ થઇ ગઇ..પેંટેગોન પહેલા બચાવવાની મહેનતમા સ્યુસાઇડ પ્લેન ત્રાટક્યા વલ્ડ ટ્રેડ સેંટર ઉપર એક પછી એક અને આખું વર્લ્ડ ટ્રેડ સેંટર ઉડાવ્યું. હજારો માણસો મર્યા અમેરીકાની ઇકોનોમીની કરોડરજ્જુ પર આ હુમલો થયો હતો.. ધંધાથી ધમધમતી હજારો ઓફિસો સાવ અચાનક અમેરિકા હેબતાઈ ગયુ.. સાલું એક ઉંદરડીએ અમેરિકાની ધોતલી છોડાવી નાગું કરી દીધુ .. એક નહીને અમેરીકાને કળ વળી બધી ગુપ્તચર એજન્સીઓ કામે લાગી ગઈ હતી એટલે એટલી ખબર પડી કે આ ટેરરીસ્ટ એટેક હતો .. લાદેનને શેખી કરી યસ આઇ ડીડ ઇટ… સરકાર ઉપર લોકોએ માછલાં ધોયા .. કેવી બેદરકારી ? આવુ મચ્છર અમેરીકાને હરાવી ગયુ .. આ કોઇ સંજોગોમાં નહીં ચાલે.અમેરિકા માટે હવેલી ખોઇ "વાળી થઇ....આ વાતને એવી ચગાવીને કહેવી એની પહેલા ફિલમ બનાવવી મ્યુઝીયમ બનાવવુ અને ૫૦ કે ૧૦૦ ડોલર ચરકાવી લેવામા માહેર આ પ્રજાએ લોકોની લાગણીને એવી બહેકાવી કે લાખો અમેરિકન લોકો મોતનો સામનો કરવા તૈયાર થયા..એ એવુ અફલાતુન આયોજન કરેલુ છે કે આપણેતો આમને આમ જ ચક્કર ખાઇ જઇએ...
“મુંબઇ પહોચીએ પછી પંચાતીયાઓ આગળ ડંફાશ મારવાના આ બધ્ધા
સાધનો છે ભાઇ,જવાદેને..મફત જેટલુ દેખાડ્યુ એટલુ બસ થઇ ગયુ"
“ડેડી આપણે અંહી મુંડાવા જ આવ્યા છીએ તો એંજોય કરો ને !"
મારા દિકરાએ અટલો તળપદો શબ્દ પ્રયોગ કર્યો ને મારી છાતી ફુલી ગઇ...
“વાહ વાહ દિકરા જનની જણતો ભક્ત જણ કાં દાતા કાં શુર...તું તો
પોતાને પછવાડે લુમ લગાડી ધડાકા કરીશ એમ હવે લાગે છે વાહ વાહ"
“ ડેડી આપણે હવે આ વલ્ડ વન હમણા ન જવાય એની મજા સાંજે છે... અત્યારે આપણે પહેલા તુરનો ટાર્ગેટ પુરો કરવાનો છે ..કમ ઓન ડેડી જલ્દી
હરીઅપ...જેમ બળદીયાને આર ભરાવે તેમ આ ખખડધજ બાપાને દિકરાએ
દોડાવ્યા..." અરે ભાઇ ક્યાં લઇ જાય છે ? આમ દોડાવ દોડાવ ન કર ..એટલુ તો ક્યે ભાઇ ...આ જો મને શ્વાસ ચડી ગયો "
“સ્ટેચ્યુ ઓફ લીબર્ટી જવા માટે ....બોટની ટીકીટ લઇને હું આવુ છુ. અંહીયાથી બોટમાં આપણે બેસીને ત્યાં જવાનું..”
“ એટલે પહેલા બોટના પૈસા ચરકાવશે પછી આ માતાજીના સ્થાનક જોવાના પૈસા લેશે પછી ..?”
“પછી માતાજી નાં મુગટસુધી પહોંચવાની લીફટનાં પૈસા..પણ એ કદાચ બંધ આ ટેરરીસ્ટને કારણે તો આપણા ભાગ્ય…
શીપમાં બેસીને દુરથી સફેદ આરસની મઢી હોય એવી રૂપાળી એકલી અટુલી માતાજીને વિશાળ હડસન નદી અને સમુદ્ર વચ્ચે મશાલ ધરીને ઉભેલી જોઇ અને
વિચાર ઝબક્યો કેટલા સંઘર્ષોની આ દેવી સાક્ષી હશે ?મારાથી ભુલથી
જય માં ભવાની બોલાઇ ગયુ ત્યારે ઘરના બધ્ધા મેંબરોએ એકબીજાને
સ્માઇલ આપ્યુ...હું પણ ગરજ્યો"જય સ્વાતંત્ર દૈવી"