Fare te Farfare - 74 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 74

Featured Books
Categories
Share

ફરે તે ફરફરે - 74

૭૪

કેબીન હોટલમાં કોઇ પુછવા યે ન આવે કે જીવો છો કે ઢબી ગયા...નાસ્તા

ચા કોફી કેવા ?રામ રામ કરો...અમારા થેલાઓ ઘરના નાસ્તાઓ પુરા થવા 

આવ્યા હતા નાસ્તાનાં થેલાઓની ગરીબાઈ પછી વધારે માઠીદશા તો અમારા બે જણની હતી .. છોકરાવ અમેરીકન થઇ ગ્યા છે એટલે એકલી બ્ડબટર ચીઝ જમકાવે કેપ્ટન અને વહુરાણીપણ જો મીલા સો બિસમિલ્હા કરે પણ અમને ભાખરી રોટલી રોટલા યાદ બહુ આવે અમેરિકામાં જ્યાં જૂઓ ત્યાં ઇંડીયન સ્ટોરમાં રેડી ટુ કુક પંજાબી કુલચા રોટી થેપલા જાતજાતના નાસ્તા શાકનાં પેકેટ મળે પણ મારો જુલ્મો દિકરો એક જરા પકડીને બેઠો હતો કે જે મળે તે ખાવાનું પછી પીઝો મળે કે પાસ્તો કે બર્ગર ખાવ પણ મારા ઘરવાળા નેપથ્યમાં રહીને મને બહુ ઉશ્કેરે “ હવે તો આ મોઢામાં નાખો ને પાછું વળે છે તું કંઇ નથી કહી શકતો ? તને મારો વિચાર પણ નથી આવતો? “ એના કરુણ મોઢાનીલાચારી હવે મારા લોહીમાં ઉશ્કેરાટ કરાવી ગઇ ... હવે કોઇ મોટુ સીટી આવે ત્યારે મોલમાં જઇને ઇંડીયન પડીકા લેવા પડશે.. આમ પણ નાસ્તા પણ પુરા જ થઇ ગ્યા છે . 

“ ઓકે ડેડી હવે તમે પણ મમ્મીની સાઇડમાં જતા રહ્ય છો એવુ તમારી વાતનાં ટોન ઉપર થી લાગે છે “

“ વાહ મારા ત્રિકાળ જ્ઞાની દિકરા “

અમે અહીયા અમેરિકામા આવ્યા ત્યારે એક કીલો રેડી મિક્સ ચા

લાવ્યા હતા .સોસાઇટીવાળાનો ટેસ્ટ જામતો નહોતો .છેવટે વાઘબકરીની

અદરખ રેડી મિક્સ ના દસના પેકેટ પાંચ ડોલરના હિસાબે પડે તે લીધા હતા.

પણ દેશી વોરેન બફેટદાદાએ શોધી કાઢ્યુ કે જો અડધી ચમચી ખાંડ

ચાર ચમચી મોટી દુધમાં વાઘબકરી નાખીને બે કપ ચા બને એટલે ટંકે

પા ડોલરની થઇ...!મુંબઇમા હવે દસ પંદરની એક કપ ચા મળે છે એટલે

આવા દસ દસ બોક્સ લઇ આવુ છું.હવે આ પ્રવાસમા અમારે ગરમ પાણી મળે

ને ક્યાંક દુધ ખાંડ ન મળે તો પોણી પોણી ચા સવારમા પી લઇએ...ચા પીવા

બેઠા ત્યાં કેપ્ટન સાથે જુનિયર કેપ્ટન નાહીને તૈયાર થઇને આવ્યા..

“કેમ મારા કુશ ભોલુ ,ટેંટમા મજા આવી ?"જુનિયર કેપ્ટન ખુશ હતા કે રાત્રે તારા

દર્શન શિતળ ચાંદનીના અજવાળે જંગલમા તંબુમા રહ્યા..કોમન બાથરૂમમાં નાહ્યા ..!

આવા કોમન બાથરૂમની અંદર ગરમ પાણીનાં શાવર નીચે સાવ નંગધડંગ થઇ જાતજાતની ચેષ્ટા કરતા પુરુષોને જોઇને આ પામર માનવી શરમથી લાલ થઇ ગયો હતો એ યાદ આવ્યુ .. 

હવે અમે સફરમાં ગોઠવાયા અને ગાડી હીલ્લી એરેયાથી આગળ સરકતી હતી.

આંતરિયાળ રસ્તાની અવાવરૂ જગ્યામાથી મુક્તી મળી .અમે સામાન લોડ કરી

આજનો પ્રોગ્રામ પુછ્યો હતો “નેક્સટ ?..."

 કી સ્ટોન રિસોર્ટ ..."ઓ કે ..અને ગાડી સ્ટાર્ટ

કરી...કેપ્ટને આગળની કી સ્ટોન કથાનો પ્રારંભ કર્યો" આ રિસોર્ટ પીક સિઝનમા

બે ત્રણ મહીના પહેલા બુક કરો તો જ જગ્યા મળે .બહુ સરસ જગ્યા છે

કેબલકાર છે તેમા બેસીને વૈકુંઠધામ જવાનુ છે ..."

“હેં અટલુ ઉંચુ ? "ઘરવાળા લપેટમા આવી ગયા ..પોતાની મજાક ઉપર 

કૈપ્ટન પહેલીવાર હસ્યા...

આ અમેરિકાનુ સ્વર્ગ છે એમ એ લોકો કહે છે બાકી ઇશ્વર મહેરબાન તો 

અમેરિકન ગધા પહેલવાન..જેવો ઘાટ છે ...મુંબઇ કે હિમાચલની જેમ પહાડો

થી ઘેરાયેલી હરિયાળી ...ઠંડા હવામાનને લીધે દેવદાર ચીડ પાઇનના ઉંચી

હરિયાળી ભુમિ કોલોરાડો ડેનેવરમા સોનાની ખાણો...અમારી ચારે બાજુ 

એક પીળો તો એક કાળો તો એક લાલ તો એક કથ્થાઇ પહાડો ના રંગ

જુઓ તો "યે કૈન ચિત્રકાર હૈ ?કીસને ફુલ ફુલ પર કીયા સિંગાર હૈ"ગીત

અચુક યાદ આવે જ.અમારે માટે આંખ ભરીને માણી લેવાનો અવસર હતો.

બે કલાકે અમે તાો વિંધી વન ચાલો કરતા કી સ્ટોન રિસોર્ટ મા ગાડી પાર્ક

કરી .બાળકો માચેના પ્લે એરીયામા રમતા કરી અમને વિશાળ શહેર જેવડા

રિસોર્ટમા શોપીંગ મોલ હોટલો રહેવાના ક્વાટરો બાજુ ફર્યા.મરવા જેવી મીઠીં

સુગંધના પાન મસળીને આનંદ લીધો .નાના મોટા બે પૈડા ત્રણ પૈડા (આગળ

બે પાછળ એક) ચાર છ જણની કપ્પલ સાઇકલો ચલાવતા ટોળાના ટોળા

નિકળ્યા કરે . કેપ્ટન ઓફિસમા જઇ "ગુડગુડ" કરી બહાર આવ્યા "સોરી

સેટર-ડે ,સન્ડે બે દિવસ જ કેબલ કાર ચાલે છે ..." હોટેલમા થોડો નાસ્તો કરી

અમારા પ્રવાસના આંતિમ પડાવ તરફ ગાડી હંકારી...

રસ્તામા કેટલાયે ગાડા અમેરિકનોએ જંગલમા એક આખો પહાડ ખરીદીને

 ટોચ ઉપર બંગલો બનાવે તેમા હુતો હુતી રહે ને રોજ વાઉ વાઉ કરે કાં કંટાળે

એટલે હાઉ હાઉ કરે એમા એના ચાર પાંચ કુતરા બન્ને એક બીજાને બથંબથી

કરે...આને કોણ સમજાવે કે એક તો મદિરા ઓછી છે ને જામ ગળતુ છે!

બપોરના શુચવજી મેક્સીકન હોટેલમા બહુ સરસ જમવા મળ્યુ...

હવે રોકી માઉંટનના નેશનલ પાર્કમા હરણા સાબર રીંછ ને એવા બધાથી

ભરેલા જંગલમા ફરવા નિકળ્યા ત્યારે હરણા  મોટા ઘોડા જેવા સાબર

નાના ટીપકીવાળા ચંચળ હરણા નાના સીંગ વાળા પણ રસ્તાની બાજુ ના

ઘાંસ ખાવા નિકળ્યા હતા..મેં પુછ્યુ "કેમ છો "પણ તેણે મને "ઘાંસ"ન આપ્યુ

ચલ હટ્ટ કરી છાશીયા કરતા પાછા જંગલમા અલોપ થઇ ગયા.