૭૩
એક બાજુ રીમઝીમ વરસાદ તડાતડ થઇ ગયો બીજીબાજૂ ગાડી નીચે
ઉતરતી વખતે સ્કીડ ન થાય એ માટે ધીરે ધીરે ચલાવવી પડે. મને ગીત
(ધીરે બહો ધીરે બહો ધીરે બહો નદીયાનુ )ધીરે ચલો ,ધીરે ચલો ,ગાડીયા હૈયા
હો હૈયા રે...નવુ વરઝન બહાર પાડ્યુ...બહાર ફુલ સ્પીડ વાઇપર કામ કરતુ
નહોતુ..અંતે હારી થાકીને ગાડી સાઇડમા ઉભી કરી કે વરસાદ અટકી ગયો !
“અત્યાર સુધી બંબઇ કી બરસાત કા ક્યા ભરોસા કહેતા હતા હવે ?"
“ડેડી બંબઇ કી બીબીકા ક્યા ભરોસા સાંભળ્યુ હતુ તમે ખરેખર નવા નવા
શબ્દોની કહેવતોની બુક લખો ...!"
“હે મુર્ખ બાલક તે પોતાના પગ ઉપર કુહાડો ચલાવ્યો છે ...પાછળની સીટ
બાજુ જોતો નહી ...ભગાવ.."
“ભાઇ જે નુ કામ જે કરે ...તારે આ શબ્દોના અખાડામા પડવાની શી જરૂર
પડી ?અંહીયા ઓલરેડી વૈકુંઠ નાનુ ને વૈષ્ણવ જાજા જેવી હાલત છે.ફીરભી
કુછ નહી કહેતે અપની તો યે હાલત હૈ કી હમ કુછ નહી કહેતે....ફેસબુકમા,
બસ લખી ને મોજ કરો...
બે કલાકે નીચે આઠ હજાર ફુટે પહોચ્યા ત્યારે હાલત આસમાનસે ઉતરે
ઔર ખજુરપે લટકે જેવી હતી...
સાંજના પાંચવાગે આઇડોહો પહોચ્યા...હાઇવે ઉપર અંતરિયાળ ગાઢ જંગલ
વચ્ચે સુમસામ જગ્યા પર આ હોટેલ હતી .. "આને કેબીન હોટલ કહેવાય."
પાંચ કેબીનો હતી લાકડાની ..દરેકમા બે બેડરુમ એક ટોઇલેટ-બાથ.
નાનકડુ કિચન લાઇટ હતી .એસી નહી પંખા નહી ! કાચની બારી ઉપર
ખડખડ પંચમ જેવા વેનિશીંગ બ્લાઇન્ડ..મુળ બુકીંગ પ્રમાણે દિકરો
રાત્રે જંગલ ટેન્ટમા તેના દિકરા સાથે રહેવાનો હતો અને ઉપર આકાશના
તારા બન્ને ગણવાના હતા ...અમે કેબીન રૂમનો કબજો લીધો. બહાર નજર કરી
સામે એક આર.ઓ. કેબીન હતી.ટુંકમા કહીયે તો અમિતાભ બચ્ચન કે
કેટરીના કેફના વેનિટી વહાન કહીયે તેવી વિહીકલ કેબીન હતી.અમને
જોઇને ફટાફટ પડદા ખેંચીને બંધ કરી દીધા. કોને ખબર અંદર રણવીર ને
આલીયા કે માલીયા હશે કે નિરવ મોદી હશે? કેબીનની એક બાજુ રોડ ઉપર
ગાડી મુકી હતી કેબીન પાછળ જ દસ ફુટને અંતરે બીજી કેબીન હતી .એ
કેબીન પાછળ જે પહાડ હતો તે પાંચેક હજાર ફુટ ઉંચો હશે કારણકે બાપાની
કેપ ઉંચે જોતા પડુ પડુ થઇ ગઇ હતી...દિકરાનો ટેંટ અમારાથી સોફુટ દુર હતો જેમા
સોલાર લાઇટ હતી બે પલંગ હતા ઉપર ટ્રાંસપરન્ટ છત હતી જેમાથી
જંગલ કમ તારામંડળનુ દર્શન કરવાના હતા..કેપ્ટનના મમ્મી આ આખી વાતમાં જરાયે રાજી નહોતા.”એકતો અવાવરુ જગ્યા એમા લાઇટ નહી ને આવા નાના છોકરાવને
લઇને સુઇજાવને કોઇ રીંછડુ આવ્યુ તો? તારા આવા ધખારા ક્યારે બંધ
કરીશ?" પણ આવા સહાસવીર દિકરાને મેં ઇશારાથી બિરદાવ્યો.. કકડીને ભુખ લાગી હતી પણ કીચનમા જઇને વહુરાણીએ રેડી ટુ કુકની કાલી દાલ એટલે રાજમા અને ચાવલ એક મીક્સ વેજીટેબલ કેબીન કિચનમા બનાવી ને બધ્ધાએ પેટ ભર્યુ.. દિકરો એના દિકરાને લઇને ટેંટમા જતો હતો ત્યારે વહુરાણીનું "મારા કેસરભીના કંથ હો સિધાવો જી રણવાટ જેવુ મોઢુ હતુ ...વાતાવરણ હળવુ કરવા મેં કહ્યુ "ખોના જાયે યે તારે ઝમી પર તું ગાજે અમે "આ નીલે ગગન તલે પ્યાર હમ કરે ગાઇશુ ,કીપ ઇટ
અપ.."
પાછળની કેબીન બાજુની બારી સજ્જડ બંધ કરી આગળનો નબળો દરવાજો
જોઇ વિચાર આવે કે અમેરીકામા કાચની બારી બહાર ગ્રીલ જ નહોય દરવાજા
પણ સમજ્યા મારા ભાઇ" જેવા.કોઇ પાસે ઘરમા ચોરી કરવા આવે તો અમેરીકન બાઇ કે ભાઇએ પહેરેલી ડાયમંડ રીંગ સિવાય કપડા અને ઇમીટેશન (સોરી ફેશન )જ્વેલેરી માંડ મળે પછી ઉધારીયાના ધરમા "ઉપાશ્રયમા આંટો ન મળે " જેવા હાલ
હોય.કપડા કોસ્મેટીક જોડા ટોપીયુ ગ્લાસીઝ વોચ એમા જ આ લોકો પૈસા નાખે...
એ ચોર બધા કાળીયા મોટાભાગે સાડાછ ફૂટના હોય એટલે કંઇ ફીટ ન થાય પછીઆપણી આઇટમોને આમતેમ ફેંકીને જે ફ્રીજમા હોય ક્લોઝેટમા એટલે આપણી ભાષામાં કોઠારમાંથી જે મળે તે ઉંચકીને રવાના થાય .. અમેરિકન લોકો ગન રાખે પણ અમેરીકાની પોલીસ ચોર ઉપર ફાયર કરવાની ના પાડે .. “લઇ જવા દો જેમ " એમ કહે નક્કર માલ કે નોટુ અમેરિકનનાં ઘરેથી ન મળે પચાસ સો ડોલર માટે એમા જીવ ન બાળો એવી એડવાઇઝરી છે .. બાકી ઇન્સોરંસ તો હોય જ એટલે બસોનો માલ ચોરાઇ જાય ને પાંચસો માંગે .. કુતરા બધે કાળા..!