Soulmates - 5 in Gujarati Short Stories by Priyanka books and stories PDF | સોલમેટસ - 5

Featured Books
Categories
Share

સોલમેટસ - 5

આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એસપી ઝાલાને મળે છે તથા આ કેસને લગતી માહિતી પોલિસને આપે છે. તેના ગયા પછી કોન્સ્ટેબલ અર્જુન એસપી ઝાલાને સીસીટીવી ફૂટેજ વિષે પૂછે છે. હવે જાણીએ આગળ:

એસપી ઝાલા (હસીને)- ‘કોન્સ્ટેબલ અર્જુન, માન્યું કે તમે એક જાબાઝ પોલીસ છો. યુપીએસસીની એકઝામમાં હવે મૌખિક બાકી છે પણ મારી પાસે એના પછીનો પણ એક્સપીરિયંસ છે. મારે હજુ આ કેસમાં તપાસ કરવી બાકી છે.’ એમ કહી એ મુંબઈ સાયબર ઓફિસમાં ફોન ડાયલ કરે છે.

સામે છેડે થી, ‘હેલ્લો’

એસપી ઝાલા-‘હેલ્લો સર. હું એસપી ઝાલા વાત કરું છું. અદિતિના કેસને લગતી કોઈ ઇન્ફોર્મેશન મળી?’

કોન્સ્ટેબલ અર્જુન એસપી ઝાલાના બદલાતા જતા પ્રતિભાવો જોઈ રહ્યા હતા. એસપી ઝાલા એવી રીતે વાત કરી રહ્યા હતા જાણે કોઈ મહત્વની ઇન્ફોર્મેશન મળી હોઈ પણ એ બસ હમ હમ કરીને વાત કરી રહ્યા હતા એટલે શું વાત થઇ એ કોન્સ્ટેબલ અર્જુનને સમજમાં નહોતું આવી રહ્યું.

ફોન મુકીને એસપી ઝાલા કોન્સ્ટેબલ અર્જુનને-‘અર્જુન, આપડા માટે એક એક કપ ચા મંગાવો. આજે આખો દિવસ આપડે બહાર જ રહેવાનું છે.’

કોન્સ્ટેબલ અર્જુન-‘ઓકે સર. ચા માંગવું.’ એમ કહી એ ફોન કરી અને ચા મંગાવે છે. થોડી વાર માં બે ગરમ ગરમ છલોછલ કપ ટેબલ પર હાજર હોઈ છે.

ચાણી ચુસ્કી લેતા લેતા કોન્સ્ટેબલ અર્જુન- ‘સર, એક વાત સમજમાં ના આવી. હું પૂછું?’

કોન્સ્ટેબલ અર્જુન શું પૂછશે એ જાણે એસપી ઝાલા પહેલેથી જાણતા હોઈ એમ કોન્સ્ટેબલ અર્જુન સામે જુએ છે. ચાના કપ માંથી એક સીપ લઇ અને ટેબલ પર રાખેલા કોસ્ટર પર મુકે છે.

‘કોન્સ્ટેબલ અર્જુન, તમે એ જ પૂછવા માંગો છો ને કે મેં રુશીને કાઈ પણ પૂછ્યા વગર કેમ જવા દીધી? અને આવેલા ફોનકોલ માંથી મને એવી શું મહત્વની માહિતી મળી?’

કોન્સ્ટેબલ અર્જુન-‘હા સર. મારૂ મગજ હજુ ત્યાંજ અટવાયેલું છે કે તમે રુશીની વધુ પૂછપરછ કેમ ના કરી? પૂછ્યું હોત તો ખબર પડી જાત કે એમાં એનો કશો હાથ છે કે નહિ?’

એસપી ઝાલા મંદ મંદ મુસ્કુરાઈને કોન્સ્ટેબલ ઝાલાને-‘અર્જુન, જયારે કોઈ એક સબુત મળતાની સાથે તમે કેસ સોલ્વ થઇ ગયો એવું માની લેશો તો ક્યારેય એક સફળ પોલીસ ઓફિસર નઈ બની શકો અને કેસના મૂળ સુધી નઈ જઈ શકો તથા સાચા અપરાધીને સજા અને કેસને સાચો ન્યાય નઈ અપાવી શકો.’

કોન્સ્ટેબલ અર્જુન થોડું મૂંઝવણમાં મૂકી જાય છે. એમને હજુ સમજાતું નથી કે એસપી ઝાલા શું કહેવા માંગે છે. કોન્સ્ટેબલ અર્જુનને અસમંજસમાં જોઇને એસપી ઝાલા થોડું મુસ્કુરાય છે અને કોન્સ્ટેબલ અર્જુનને કહે છે, ‘અર્જુન, તમે મારી સાથે ચાલો. તમે પ્રત્યક્ષ જોશો તો તમને જરૂર સમજાઈ જશે કે હું શું કહેવા માંગુ છું.’

બાકી બચેલી ચા પૂરી કરી અને બંને પોલીસજીપ માં બેસે છે. એસપી ઝાલા ગાડીને સેક્ટર-૨૮ ના ગાર્ડનમાં લઇ જવા કહે છે.

કોન્સ્ટેબલ અર્જુન- ‘શું સર તમે પણ. આટલો મોટો કેસ મૂકી અને તમે સેક્ટર-૨૮ ના ગાર્ડનમાં બેસેલા પ્રેમી પંખીડાઓને હેરાન કરવા જશો?’

એસપી ઝાલા-‘કોન્સ્ટેબલ અર્જુન, હું અત્યારે અદિતિને ન્યાય આપવા સિવાય એકપણ બીજા કેસને હેન્ડલ નથી કરી રહ્યો. અત્યારે પણ આ કેસને લગતી એક કામગીરી માટે જ આપડે જઈ રહ્યા છીએ.’

કશુક યાદ આવતા એ ગાડી પથિકાશ્રમ તરફ લઇ જવાનું સુચન કરે છે અને કોન્સ્ટેબલ અર્જુનને પૂછે છે, ‘અર્જુન તમે ગાડીમાં સિવિલ ડ્રેસ રાખ્યો છે ને? કેમકે આપડે આપડા પોલીસના ડ્રેસમાં ત્યાં જઈશું તો કોઈને શક પડી શકે. આપડે કપડા ચેન્જ કરી અને પછી સેક્ટર-૨૮ જઈશું.’

એસપી ઝાલા કોન્સ્ટેબલ અર્જુનને પૂરી માહિતી આપતા નહોતા એટલે કોન્સ્ટેબલ અર્જુન આમપણ ખુબ અકળાયા હતા. એમાં પણ કપડા ચેન્જ કરવાનું કહ્યું એટલે ચુપચાપ કશું બોલ્યા વગર ગાડીમાંથી ઉતરી અને ફટાફટ કપડા ચેન્જ કરી ગાડીમાં પાછા બેસી ગયા.

એસપી ઝાલાએ ગાર્ડનથી થોડે દુર ગાડી ઉભી રખાવી અને બંને જણા ચાલતા ગાર્ડનમાં પ્રવેશ્યા. ગાર્ડનનો માહોલ ખુબ જ રોમેન્ટીક હતો. કપલ્સ એકબીજાનો હાથ પકડીને તો કોઈ તેની પ્રિયતમાના ખોળામાં માથું નાખીને સમયને માણી રહ્યા હતા.

બંને જણા ચાલતા ચાલતા ગાર્ડનની વચે આવેલા ખુલ્લા મેદાન તરફ ગયા. ત્યાં પણ ઘણા લોકો પીકનીક માણી રહ્યા હતા. થોડે દુર ઝાડ નીચે ત્રણ જણા થોડા ચિંતિત હતા અને કાઈક અગત્યની વાત કરી રહ્યા હતા.

એસપી ઝાલાએ એ તરફ જોવા કોન્સ્ટેબલ અર્જુનને ઈશારો કર્યો. કોન્સ્ટેબલ અર્જુનનું તો એ દ્રીશ્ય જોઇને મોઢું ખૂલું જ રહી ગયું.

કોન્સ્ટેબલ અર્જુન-‘અરે આ તો આરવ અને રુશી છે. બંને જણા હાથમાં હાથ રાખીને બેઠા છે!’

***

શું આરવ અને રુશી સાથે છે? આરવ અને રુશી બંને શું આ કેસમાં સંડોવાયેલા હશે?