આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથે ડાયરી વિષે થયેલી વાત યાદ આવે છે.
એક ઢળતી સાંજે અદિતિ અને આરવ ઘ-૪ના ગાર્ડનમાં બેસેલા હતા. આકાશ જાણે કુદરતના બધાજ કલરને આવરી લેવા માંગતું હોઈ એમ સંધ્યા સોળે કળાએ ખીલી ઉઠી હતી. અદિતિ એની ડાયરીમાં પોતાની ગમતી મોરના પીંછા વાળી કલમથી લખી રહી હતી. આ એ જ કલમ હતી જે આરવએ અદિતિને એના જન્મદિવસ પર ભેટ આપી હતી. આરવ થોડી વાર અદિતિ સામે અને થોડી વાર કુદરતની આ કળાને નિહાળતો હતો. આસપાસ નાના બાળકો રમતા હતા. એના વાલીઓ પોતાની જગ્યા લઈને લીલીછમ લોન પર બેસીને સોનેરી સાંજ વિતાવી રહ્યા હતા.
આરવ- ‘શું યાર અદી, માંડ થોડી વાર સાથે ટાઇમ મળ્યો છે આજે અને તું છે કે આમાં લખવા બેઠી છે. પછી લખજેને.’
અદિતિ- ‘હા હવે યાર, શાંતિ રાખ ને. તને ખબરતો છે કે આ મારી સૌથી પ્રિય વસ્તુ છે. મને અહિયાં મારી ફીલિંગ શેર કરવી ખુબ ગમે છે. મારા માટે તો ડાયરી એટલે હું અને હું એટલે ડાયરી. અમે બંને બેસ્ટફ્રેન્ડ છીએ અથવા કહી શકે કે સોલમેટ્સ છીએ.’
આરવ અત્યારે મસ્ત મૂડમાં હતો પણ સોલમેટ્સ શબ્દ સાંભળીને રીતસરનો અકળાય ગયો.
આરવ- ‘હા જા તું અને તારી આ સોલમેટ્સ રેજો સાથે. બેસ્ટફ્રેન્ડ તો કે મારી રુશી અને સોલમેટ્સ આ ડાયરી. આમાં હું તો ક્યાય છું જ નહિ. હુંહ’
અદિતિ આરવનો હાથ પોતાના હાથમાં લે છે અને પ્રેમથી એની સામે જોઇને કહે છે,’આરવ, તું તો મારી જાન છે જાન. મારા શરીરમાંથી મારી આત્મા જઈ શકે પણ એ પણ ભટકતી તારી પાસે જ આવાની. મારી આત્મા મને મૂકી શકે પણ તને નહિ.’
આરવ થોડું ગુસ્સામાં પણ ખીજાય ને આરોહીને,’બંધ કર. ચુપ બેસ આત્મા વાડી. મારે તું જોઈએ બસ. હવે આવું ફરી ક્યારેય ના બોલતી બાકી હું નઈ બોલું ક્યારેય તારી સાથે.’ એમ કહી અને ઉભો થઈને ચાલવા લાગે છે.’
આરોહી પણ ડાયરી ત્યાંજ નીચે મુકીને આરવનો હાથ પકડી લે છે,”આરવ, લે બસ આ ડાયરી મેં જો ત્યાંજ મૂકી દીધી હવે હું એમાં કઈ નઈ લખું બસ?”
આરવ નીચે પડેલી ડાયરી હાથમાં લે છે અને અદિતિના હાથમાં આપતા કહે છે,”અદી, તું ડાયરીમાં લખ એનો મને વાંધો નથી પણ મને એટલો તો પોતાનો માનજે કે તને ડાયરીની જરૂર હોઈ ત્યારે હું યાદ આવું. તું જે શેર તારી ડાયરીને કરે છે એ તું મને પણ કરી શકે છે.” અને થોડું મજાકમાં કહે છે,”તું મને તારો સોલમેટ્સ ભલે ના માને પણ હું તો તને માનું જ છું.”
અદિતિ થોડો ગુસ્સો જતાવીને,”જા હો આરવ, તું પહેલા પછી મારી આ ડાયરી.”
આરવ મજાકમાં,”ના આ તો મારી સૌતન છે તારી ડાયરી. હા હા હા હા”
અદિતિ- ‘સૌતન કેમ હે? સૌતન કોને કેવાય એ પણ તને ખબર છે કે ખાલી સીરીઅલમાં નામ સાંભળ્યું હોઈ એટલે બોલી દેવાનું બસ. તારે મને જે કહેવું હોઈ જે નામ આપવું હોઈ એ તું આપ પણ મારી આ ડાયરીને કઈ કેવાનું નહિ બસ.’ અદિતિ મોઢું ફુલાવીને ગુસ્સામાં ઉભી રહે છે.
આરવ અદિતિના આ ગુસ્સાને જોઈ રહે છે. અદિતિના સુંદર ચહેરા પર આવો ગુસ્સો ખુબજ સરસ લાગી રહ્યો હતો. ગુસ્સાથી એનું નાક અને ગાલ લાલ ટામેટા જેવા થઇ ગયા હોઈ છે. આરવ મનોમન જ એના આ ચહેરાને એની આંખોમાં ક્લિક કરી લે છે. થોડો ગુસ્સો શાંત કરવા એ અદિતિને કહે છે,”ઓય અદી, બસ હવે બાપા માફ કર મને. તારી આ ડાયરીને હું કઈ જ નહિ કવ હવે બસ? પણ સાચું કવ તો તું ગુસ્સામાં લાલ ટામેટા જેવી જ લાગે હો એકદમ. અને હવે જો ગુસ્સો ના કરતી. તે જ કહ્યું છે કે મને કેવાનું મારી ડાયરીને નહિ એટલે જો મેં તને જ કહ્યું.”
અદિતિ (થોડા ગુસ્સામાં)- ‘આરવિયા, તારે મને પણ નહિ કેવાનું હો. જે કહેવું હોઈ એ તું તારી જી.એફ. સ્તુતિને કેહ. મને ના કહીશ. મોટો આવ્યો લાલ ટામેટા વાળો હુંહ.’
આરવ (ગુસ્સામાં)-‘કોને કીધું એ મારી જી.એફ. છે. એ મારી ફ્રેન્ડ પણ નથી હો. સ્તુતિએ તો મારી પાસે ફક્ત નોટ્સ માંગી હતી એક-બે વાર બસ.’
અદિતિ આરવને પ્રેમ કરતી હોઈ છે પણ હજુ એને એની ફીલિંગને આરવ સામે ક્યારેય શેર નહોતી કરી. તેને એ પણ ખબર હોય છે કે આરવ પણ એને એટલોજ પ્રેમ કરે છે પણ ભણવાનું ના બગડે એ માટે બંનેએ હજુ આ દોસ્તીને પ્રેમનું સ્વરૂપ નથી આપ્યું હોતું. દોસ્તીના ભાગરૂપે બંને એકબીજાની આવી મશ્કરી કરી લેતા પણ બંને જાણતા હતાકે એ બંને ફક્ત મિત્ર નથી પણ મિત્ર કરતા ક્યાય વધુ છે.
અદિતિ (વધુ મશ્કરી કરતા)-‘હા હો! ફ્રેન્ડ પણ નથી વાળો! તો એ દિવસે તે મને પ્રોમિસ કર્યું હતું કે તું એ નોટ્સ મને આપીશ પણ તે એને આપી એટલે મારા કરતા પણ વધુ મહત્વની તો એ થઈને તારા માટે.’
આરવ અદિતિના હાથને પોતાના હાથમાં લે છે અને પ્રેમથી કહે છે, ‘અદી, યાદ કર તું, મેં એને મારી નોટ્સ આપી હતી પણ તારી માટેતો હું જ પોતે હતોને. તારું અસાયમેન્ટ મેં જાતે જ તને કરી આપ્યું હતું, યાદ છે?’
અદિતિ-‘હા હવે યાદ જ હોયને. આ તો બસ હું મજાક કરતી હતી. મુક બધું ચલ હવે આપડે જઈએ. હજુ એકઝામની કઈ સરખી પ્રીપેરેશન કરી નથી આપડે.’
એ સાંજ યાદ આવતા આરવની આંખ ભીની થઇ ગઈ. એ રુશીને પૂછે છે કે આ ડાયરી એની પાસે કેમ આવી?
રુશી-“હા આ મારી પાસે રહી ગઈ હતી. એ દિવસે એને મારી બેગમાં મૂકી હતી તને મળવા આવીને એ પહેલા એને આમાં કાઈક લખ્યું અને પછી ઉતાવળમાં ડાયરી સાથે લઈને જ બહાર આવી ગઈ. એટલે એને ડાયરી પછી મારી બેગમાં મૂકી. આટલા દિવસોમાં મેં પણ મારું બેગ ખોલ્યું નહોતું. આજે અહિયાં આવાનું થયું એટલે બેગ ખોલી વસ્તુ મુકવા માટે તો આ ડાયરી મળી. વિચારું છું કે પોલીસને આપું કે ના આપું.”
આરવ-“રુશી, તું આ ડાયરી મને આપીશ? મારી પાસે આદિની આ આખરી નિશાની રહેશે. એવું લાગશે તો હું જ આ સામે ચાલીને પોલીસને આપી દઈસ પણ અત્યારે પ્લીઝ મને આપને.”
***
શું રુશી આરવને ડાયરી આપશે કે પોલીસને સોપશે? એવું કશું હશે આ ડાયરીમાં જેનાથી ગુનેગાર સુધી પહોંચી શકાય? અદિતિ કેમ બધું ડાયરીમાં લખતી હતી? એને આરવ અને રુશીથી કશું છુપાવ્યું હશે? તમે આગળના ભાગમાં વાંચી શકશો.