Fare te Farfare - 69 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 69

Featured Books
Categories
Share

ફરે તે ફરફરે - 69

ફરે તે ફરફરે - ૬૯

 

માણસનુ ભાગ્ય બે ડગલા આગળ ચાલતુ હોય તો શું થાય તેનો નમુનો 

અમે બની ગયા...લીટલ નેપાળ ની લ્હાય એટલી વધી ગઇ હતી કે મોઢુ ખોલો 

તો માવાવાળાના મોઢા જેમ અમારા મોઢા લાળથી ભરાઇ ગયા હતા...તો બહાર

ટપકી પડે તેમ હતુ પણ...હાયે કિસ્મત... અમેરીકામાં આ કંઇ નવું નથી . મોટા સ્ટોર ખુલે બે પાંચ વરસ ચાલે પછી જેમના પૈસા લીધા હોય તેની ઢોંસ વધે એટલે  પહેલા સ્ટોક ક્લીયરન્સ સેલ લાગે.. પછી ડીસકાઉંન્ટ વધતું જાય એમા ખાવાપીવાના સ્ટોરમાં તો ચપોચપ બધું ઉપડી જાય પ્રવાસી ક્રોકરી કપડાવાળા બીગેસ્ટ સેલ કાઢે એટલે ઇંડીયનો તુટી પડે મોટા વાસણો કે ડબ્બા કે ચમચીકાંટા પછી કપડાં માપના મળે બુટ સંપલ લિપસ્ટીક કોસ્મેટિક ઉપર ઇંડીયનો તુટી પડે .. બસ પછી એક દિવસ સ્ટોર બંધ થઇ જાય ત્યારે રીપ્લેસમેન્ટવાળા માથુ કુટે  એમ હોટેલો પણ પહેલા બહુ ચાલતી હોય ત્યારે રસોયા એટલે કુકને કોઇ ઉંચાપગારે ઉપાડી જાય વેઇટર તો આમ પણ બિચારા ટીપ ઉપર જ જીવતા હોય પછી ટેસ્ટ બગડે એટલે ભાગ્ય બગડે એટલે નેપાળી નેપાળ ચાલ્યો જાય મેક્સીકન નોકરીએ લાગે પણ આપણ સરદારો લગભગ ઉઠે નહી .. પોતે બૈરી ને મેક્સીકન કામવાળી બધા લાગી પડે . હવેલિટલ નેપાળ બંધ થઇ ગઇ હતી,

તો હવે ક્યાં જવું એ વિચારતા હતા ત્યાં સામે જ ટાકોવાળો મેક્સીકન હોટેલ હતી એટલે ટાંકો ચીપ્સ  જે મળ્યુ તે “જે મળ્યુ તે ઘટ્ટક પી ગયા "

ફરી મેક્સીકન ખાઇને પેટ ભરી લીધુ ને હોટેલ જઇને ગોળમેજી પરિષદ

 ઉપર ફેમિલી મીટીંગ ચાલુ થઇ.ચોરસ ટેબલ આજુબાજુ   ગોળમેજી પરિષદ ભરાઈ હતી સહુ ગોઠવાયેલા સભ્યોને  કેપ્ટન દ્વારા મોટીવેશન સ્પીચ આપવામાં આવી જેથી લડાઇમાં જતા શુરવીરોની જમ ગઢવી પાના ચડાવતા તેમ કેપ્ટને અમારા ઉપર પ્રયોગ કર્યો ..જૂઓ સવારે વહેલા નિકળવાનું છે એને ચૌદ હજાર ફુટ ઉપર આપણે પહોંચવાનું છે  એટલે ઘાટ ટર્નિંગ બહુ આવશે પછી ઉલટી ન થાય એટલે પેટ ઠાંસી ને ભરતા નહી 

“કાલે બહુ ઠાસીને સવારે પેટ ન ભરતા .પચ્ચીસ માઇલ ગોળ ગોળ

ઘાટ ઉપર ચડતા ચડતા  ચક્કર ન આવે માટે  દવા લઇ લેજો .ઓક્સીજન

પણ ઘટી જશે ... બટ ડોન્ટ વરી બી હેપી..." ગુડ નાઇટ.

મને રાત્રે શંકરભગવાન  કૈલાસ પર્વત  અમરનાથ  કેદારનાથ બદરીનાથના

સપનામાં દર્શન થયા  .મને બધ્ધાએ કહ્યુ "એક ન એક દિવસ તારે  અંહીયા

આવવાનુ છે  એ સમય હવે બહુ દૂર નથી એટલે તો હવે જરા પ્રેક્ટીસ કરી લે"

 અમેરીકાની કમાલ આખી દુનિયામાં અજાયબી જેવી મુળ બે ડબ્બાની ટ્રેન  આ ચૌદ હજાર એકસોફુટ ઉપર જાય છે   એ ટ્રેનના વિડીયો જોઇને ઓહોહો થઇ ગયુ હતુ .. રેલ્વે સ્ટેશન પહોંચ્યા તો બહાર બોર્ડ લાગેલું હતુ  તે બુકીંગ તો  છોડો સ્ટેશન  જ બંધ...૧૨૬ વરસમા પહેલીવાર રેલવે બંધ..!હવે નસીબ કેટલા આગળ કહેવાય? ઓપશન જ નથી ચાલો  હવે ડ્રાઇવ જ કરવુ પડશે .. બસ અધ્ધર અધ્ધર હે રામ.. ...હું કંઇક જોડકણુ

બનાવવા જતો હતો પણ કેપ્ટને અનંતકડી ચાલુ કરવા કહ્યુ..

ગાડી ઘાટ ચડતી ઉપર સરકતી હતી..."અપની તો યે હાલત હૈ કે હમ કુછ 

નહી કહેતે " તમારી ઉપર ત..."તુઝે ક્યા સુનાઉં એ દિલરુબા,તેરે સામને

મેરા હાલ યે..."

અનંતકડી બંધ થઇ ગઇ .સીક્યોરીટી ચેક આવ્યુ  જ લોકોની ગાડી ટુ વીલ

ડ્રાઇવ હતી તેમને કંપલસરી બ્રેક ચેક હતુ અમારા ફોરેસ્ટ પાસ ને લીધે

કંઇ પૈસા ભરવા ન પડ્યા. પણ ઓફિસરે અમારી અઢાર મહિનાની સોનબાઇ

જોઇ ને ઓર્ડર કર્યો "જસ્ટચેક આફટરટેન થાઉઝંડ ફીટ ઇઝ શી બ્રીધીગ

ઓકે ? શી શુડ નોટ સ્લીપ ...ડોક્ટર દસ હજાર ફુટ પછી મળશે ટેઇક કેર..

હવે ઢાળ ઉભોથતો ગયો અને અમારા જેવા પિત્તીયા જીવોએ બહાર ખીણ

બાજુ જોવાની મનાઇ હતી...કાનમા તમરા  ધીમે ધીમે બોલતા હતા  પછી ધાક પડી ગઇ..

ઠંડા પવનોના સુસવાટા બારીમાંથી સંભળાયા પણ મજાલ છે કે કોઇ બારી ખોલે ?દુરના પર્વતપર બરફ દેખાતો હતો .કોલોરાડોના કેટલાક અવગતિયા જીવો સાઇકલ સવારી કરતા અમને જોવા મળ્યા..અચાનક

બાઇકર ગેંગવાળા ધોળીઓ ધોળીયાઓ ડેવીડસન હર્લીની બાઇક ઉપર

ફદફદાટી કરતા અમને જલાવતા નિકળ્યા...

“હશે ગયા ભવના પાપીયાવ એટલે દસબાર લાખની મોટરસાઇકલને

સુખથી માણવા નથી મળ્યુ ને આમ બચારા  રગડાય છે "

“ડેડી ઇટઝ ક્રેઇઝ...".....

મારા ઘરવાળાને" નદી કિનારેએક બંગલો રે બાઇ અઇ જો ઐઇ" ગમે મને

એક બંગલા બને ન્યારા નુ સાઇગલી સપનુ હતુ તે અમે દસ મિત્રોએ

મહાલમીરા નામનુ અલીબાગના રસ્તે પહેલુ હીલ સ્ટેશન  બનવાનુ હતુ

દરેક મિત્રે દસહજાર ફુટનો પ્લોટ લેવાનો. ગુજરાતી દેસાઇ કરીને તિથલ

અને મહાલમીરાની જબરજસ્ત જાહેરાતો કરી એ જમાનામા અમારા 

પાંત્રીસ હજાર લુટી ગયો .પ્રિયેશ લેન્ડ ડેવલપર ને હાર્ટ ફેલમા મરી ગયો

અમારો બંગલો કબર બની ગયો....જ્યારે આવા ઉંચા પહાડો પર બંગલો

જોઉ ત્યારે  મારા સ્વપ્નની કબર યાદ આવે...

“હાયે હાયે યે જાલીમ જમાના "આંમે નાક વહેવા મંડ્યુ હતુ એટલે મનમા

ગીત ગણગણ્યો....