સોલમેટસ - 1 in Gujarati Short Stories by Priyanka books and stories PDF | સોલમેટસ - 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સોલમેટસ - 1

‘અદિતિ ફોકસ કર ફોકસ. તારૂ ડ્રીમ, હજુ એના માટે તારે ભણવાનું છે. એક છોકરાના ચક્કરમાં તારું ભણવાનું ના બગાડ’ આવું અદિતિ પોતાની જાતને કહી રહી હતી. અદિતિ એકદમ નીડર અને ભણવામાં અવ્વલ આવતી છોકરી છે જેને આરવ નામના એક છોકરા સાથે પ્રેમ થઇ જાય છે.

ત્યાં જ એના ફોનની રીંગ સંભળાય છે. ફોનને જોતા જાણે પોતાને કહેલી વાત છુમંતર થઇ જાય છે. ફેસપર પ્યારી મુસ્કાન સાથે ફોન ઉપાડે છે.

સામે છેડેથી આરવ,’આદિ, કેટલી વાર હોય ફોન ઉપાડવામાં? આજે ક્લાસમાં આપડે લેકચર બંક કરીએ તો? આમેય હવે કલ્ચરલ વિક શરુ થવામાં છે તો કોઈ આવશે પણ નઈ. પછી વેકેશન પડી જશે તો મળાશે પણ નહિ, એના કરતા આજે લેકચર બંક કરી અને પેલા મુવી જોવા જઈએ અને પછી કોઈ સારી જગ્યાએ જમી અને ઘ-૪ ના ગાર્ડનમાં બેસીશું. બોલ કેવો છે પ્લાન?’ એક જ શ્વાસમાં આરવ બોલી જાય છે.

અદિતિ-‘અરે આરવ, શ્વાસ લઈલે પહેલા. બોલે જ જાય છે બસ. બધાથી આપડે સાવ ઊંધું જ છે. આપડામાં તું બોલે અને મારે સાંભળવાનું. સારું ચલ હું રેડી થઈને આવું, ૧૦ મિનીટ પછી તું મને લેવા આવ.’ એમ કહી અને બંને ફોન મુકે છે અને ક્યાં કપડા પહેરું એવી અવઢવમાં એનો અને એની રૂમમેટ રુશીનો કબાટ ખોલી અને ઉભી રહે છે.

રુશી-‘ઓહો! તૈયાર થવાની સેજેય શોખીન નહિ એવી મારી અદી આજે મારોય કબાટ ખોલીને ઉભી છે. નક્કી આજે આરવ તને પ્રપોઝ કરવાનો લાગે છે. અને જો એવું કરે તો પ્લીઝ ભણવાનું છે મારે અને આ બધામાં હજુ નથી પડવું એવું બધું કહીને ના નો પાડતી.’

આદિનું મોં શરમથી ટામેટા જેવું થઇ ગયું. એને ફટાફટ રુશીના કબાટમાંથી એની ફેવરીટ લાઈટ યેલો કલરની શોર્ટ કુર્તી અને જીન્સ કાઢી અને ચેન્જ કરવા ગઈ. છુટા વાળ, કપાળે કાળા કલરની નાની બિંદી, કાનમાં ઓક્સોડાઈઝ ના નાના ઇઅરરીંગ અને હાથમાં એવી વોચ પહેરી અને રુશીને પૂછે છે,’રુશ્લા હું ઓકે તો લાગુ છું ને?’

રુશી પણ આદિના ઓવરણા લઈને આદિને કહે છે,’આજે તો મારી આદિ એકદમ હિરોઈન લાગે છે. આજે તો આરવને પ્રપોઝ નહિ કરવું હોઈ તો પણ કરી જ દેશે. કોઈની નજર ના લાગે મારી આદિ પર.’

અદિતિ કે રુશીને ક્યાં ખબર હતી કે અદિતિને કોઈની નજર લાગેલી જ છે.

આ બાજુ આરવ પણ અદિતિના ફેવરીટ વ્હાઈટ શર્ટ અને લાઈટ બ્લુ જીન્સમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. એ આજે અદિતિને પોતાના દિલની વાત કહેવાનો હતો. એટલે રસ્તામાંથી અદિતિની ફેવરીટ ડેરીમિલ્ક લઈને ખિસ્સામાં મૂકી જ્યાં એક ચાંદીનું નાનું બ્રેસલેટ પણ હતું જે આજે અદિતિને આપવાનો હતો. એ આમતો એક રીંગ લેવા માંગતો હતો પણ થોડું વધુ લાગશે એટલે બ્રેસલેટ પર પસંદગી ઉતારી.

બંને જણા મુવી જોઈ, ગ્રીન એપલમાં જમી અને શાંતિથી ઘ-૪ ના ગાર્ડનમાં બેસે છે. બપોરનો સમય હતો એટલે એક-બે પ્રેમી-પંખીડા સિવાય લગભગ ગાર્ડન ખાલી હતું. બંને એક શાંત જગ્યા શોધી અને લીલીછમ લોન પર બેસે છે. થોડી ઘણી વાતો કર્યા પછી આરવ અદિતિનો હાથ પોતાના હાથમાં લઈને બ્રેસલેટ પહેરાવે છે અને અદિતિની આંખમાં જોઇને કહે છે,”અદિતિ, આઈ લવ યુ”.

અદિતિ આંખ ઢાળીને પોતાના પ્રેમ તથા બ્રેસલેટનો સ્વીકાર કરે છે અને આરવના ખભા પર પોતાનું માથું ઢાળે છે. સુર્યાસ્તને જોઈ અને અદિતિ એના રૂમે આવે છે.

રુશી હજુ રૂમે આવી નહોતી એટલે એ બેડ પર જ આડી પડીને ફોન જુએ છે અને આજે ક્લિક કરેલા તેના અને આરવના ફોટા જોઇને આજનો દિવસ યાદ કરે છે. ત્યાંજ એના વ્હોટસએપ પર એક મેસેજ આવે છે. મેસેજ જોતાજ એની મુસ્કાન ગાયબ થઇ જાય છે અને કપાળે પરસેવો આવવા માંડે છે. એને ફોનમાં ઝૂમ કરીને બધું ચેક કરી લીધું. હજુ ફોટો જોતીજ હોઈ છે ત્યાં નીચે બીજો મેસેજ આવે છે જેમાં લખેલું હોઈ છે,’અદિતિ, આરવને હા પાડીને તે ખોટું કર્યું છે. આ તારા બાથરૂમના ફોટોસ છે. મારી પાસે વિડીઓ પણ છે. આરવને ના પાડી દે નહીતર તારા આ જ ફોટોસ એવી વેબસાઇટસ પર મુકીસ કે તું કોઈને મોઢું બતાવવા લાયક નહિ રહે.’

આ બાજુ આરવ પોતાના પ્રેમના સ્વીકારથી એકદમ ખુશ હોઈ છે. ભવિષ્યના સપનામાં ખોવાઈ જાય છે ને અદિતિને ફોન કરે છે. સામેબાજુથી ફોનનો જવાબ ના મળતા ટેન્શનમાં આવી જાય છે. રુશીને પણ ફોન કરે છે પરંતુ તે પણ ફોન નથી ઉપાડતી એટલે જાતે જ જઈને મળી આવવાનું વિચારીને એના રૂમ તરફ જવા બાઈક કાઢે છે.

તે જેવો અદિતિના રૂમ આગળ પહોચે છે ત્યાં જ પોલિસની વાન આવતી દેખાય છે અને અદિતિના રૂમ તરફ રહેલું ટોળું થોડું થોડું વિખેરાય છે. પોલીસ બધાને બહાર કાઢીને રૂમમાં જાય છે. આરવ ધડકતા હૈયે બહાર રડતી રુશી તરફ જાય છે. રુશી આરવને જોઇને ભેટીને રડવા માંડે છે. આરવ હજુ પણ શું થયું એની અસમંજસમાં હોઈ છે ત્યાં જ એક પોલીસ આવીને રુશીને અંદર બોલાવે છે. આરવ પણ રુશી સાથે અંદર જાય છે અને અંદરનું દ્રીશ્ય જોતાજ આંખો પહોળી થઇ જાય છે. અદિતિના પંખે તંગાયેલ મૃતદેહને પોલીસના બે માણસો નીચે ઉતારે છે. બીજા ત્રણ પોલીસવાળા આખા રૂમને સીલ કરીને મૃતદેહનું પંચનામું કરવાની વિધિ કરે છે. આરવને તો હજુ સમજ નથી પડતી આ બધું શું થયું? અદિતિને જોઇને તે અદિતિને ભેટવા જાય છે પણ ત્યાં ઉભેલા કોન્સ્ટેબલ તેને રોકે છે. આરવ ચોધાર આંસુએ રડી પડે છે.

***

અદિતિએ કેમ સ્યુસાઈડ કર્યું તે તો તમે જાણી જ ગયા હશો પણ ફોનમાં આવેલો મેસેજ કોનો હતો? અદિતિ શું એ વ્યક્તિને પહેલેથીજ ઓળખતી હશે? કેમ અદિતિએ આટલું મોટું પગલું ભર્યું? શું આરવ બધું જાણી શકશે?

મિત્રો, આ મારી પ્રથમ નવલકથા છે. જો પસંદ આવી રહી હોય તો બીજો ભાગ જલ્દીથી આપની સમક્ષ રજૂ કરીશ. તમારા પ્રતિભાવો મને જણાવશો. આભાર.