Andhari Aalam - 5 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | અંધારી આલમ - ભાગ 5

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

અંધારી આલમ - ભાગ 5

૫ : બેતાજ બાદશાહ નાગરાજન

જંગલનો હિંસક દીપડો અચાનક જ પાંજરે પૂરાઈ જાય અને પછી ક્રોધના આવેશમાં, પાંજરામાં આમથી તેમ આંટા મારે એમ નાગરાજન શહેરની એક આલિશાન ગગનચુંબી અને ખૂબસૂરત ઈમારતના સૌથી ઉપરના માળ પર આવેલી એક સુંદર અને અપટુડેટ ઑફિસરૂમમાં ફર્શ પર બિછાવેલા કીમતી ગાલીચાને ખૂંદતો આંટા મારતો હતો.

ઝનૂને ચડેલા ગેંડાની જેમ એના ફૂલી ગયેલા નાકમાંથી છીકોટા નીકળતા હતા.

પારાવાર રોષ, બેચેની અને વ્યગ્રતાને કારણે એને ચહેરો કમાનની જેમ ખેંચાઈને વિકૃત થઈ ગયેલો દેખાતો હતો.

એની પીળી કોઠી જેવી આંખોમાંથી, સામે ઊભેલા હર કોઈને બાળી નાખવા હોય એવા રોષના તણખા ઝરતા હતા.

એક હોલ જેવી વિશાળ જગ્યા ધરાવતી એ ઑફિસના એક ખૂણામાં લાંબા, કાચજડિત ટેબલની પાછળ ઊંચી પીઠની, ગાદીવાળી ખુરશી પડી હતી અને એના પર બેસનારો-બેસીને અંધારી આલમ પર હકુમત ચલાવતો, એનો માલિક નાગરાજન કાશ્મીરી ગાલીચા પર ઝખ્મી સિંહની જેમ તરફડતો હતો.

બીજી દિશામાં દીવાલ સરસી પડેલી પાંચેપાંચ ખુરશીઓ પર પાંચ માણસો નિર્જીવ, પાષાણ-પ્રતિમાની જેમ સ્થિર બેઠા હતા. પાંચમાંથી ચાર પુરુષો અને એક બેહદ સુંદર યુવતી હતી.

એ યુવતીએ કોઈક રાજકુમારીને શોભે એવાં વસ્ત્રઓ પહેર્યા હતા. તે હતી જ સુંદર કે પછી એણે પહેરેલા પોશાકને કારણે તે ખૂબસુરત લાગતી હતી, એ પહેલી નજરે કળી શકાય તેમ નહોતું.

એ મનમોહક યૌવનાનું નામ રીટા હતું અને તે નાગરાજનની અંગત સલાહકાર હતી. નાગરાજનને તેના પર પોતાની જાત કરતાં પણ વધારે ભરોસો હતો.

બાકીના ચાર માણસોમાંથી ડાબેથી જમણી તરફ બેઠેલા માણસનું નામ જોસેફ હતું. જોસેફની વય લગભગ ત્રીસ-બત્રીસ વર્ષની માંડ હતી. અંડાકાર ચહેરો, ચહેરા પર જૂના ઝખમનું નિશાન... પહેલી જ નજરે એ પૂરો બદમાશ લાગતો હતો.

બીજો હતો રતનલાલ ! રતનલાલ નામના આ રતનને આપ સૌ “અંડર વર્લ્ડ ” ના પહેલા પ્રકરણમાં મળી ચુક્યા છો. દેવરાજ કચ્છી નામના એક રહસ્યમય માનવીની મદદથી રતનલાલે પોતાના ભાઈને ફાસીના માંચડેથી ઉગારી લીધો હતો... એ જ આ રતનલાલ હતો. દેવરાજ કચ્છીની, તેની સાથેની એ પહેલી મુલાકાત હતી અને એ પ્રસંગને મહિનાઓ વીતી ગયા હતા. બીજી વાર એને દેવરાજ કચ્છીનું એક બહુ જરૂરી કામ પડયું હતું પણ પુષ્કળ પ્રયાસો પછીયે એની મુલાકાત નહોતી થઈ શકી. દેવરાજનો સંપર્ક સાધવા માટે એણે ઘણી વખત ફોન કર્યા હતા. પરંતુ દરેક વખતે તેને કહેવામાં આવ્યું કે મિસ્ટર દેવરાજ વિદેશ ગયા છે અને ક્યારે આવશે તે નક્કી નથી.

રતનલાલની વય આશરે ચાલીસેક વર્ષની હતી.

ઘઉં વર્ણ, ગોળ પણ બરછટ ચહેરો... એકદમ કાળી આંખો...! એના માથાના પાછલા ભાગમાં ટાલ હતી.

ત્રીજા માનવીનું નામ હતું રહેમાન...।

આ રહેમાન પણ ભયંકર બદમાશ હતો. જાણે આફ્રિકામાં વસતી કોઈક જંગલી કોમમાં જન્મ્યો હોય એવો એ લાગતો હતો. એકદમ ઊંચો, કદાવર અને કાળા હબસી જેવો તે દેખાતો હતો. એના ચહેરા પર ઓછામાં ઓછા સાત-આઠ જેટલા જૂના ઘાનાં નિશાનો હતાં. વાંકા-ચુકા, આડા-ઊભા, પરસ્પરને ક્રોસ કરતાં આ ઝખમોનાં નિશાન એના ચહેરાની ભયંકરતાને વધુ ભયાનક બનાવતાં હતાં. ચોથો પણ આવો જ નંગ હતો.

અજીત ગુપ્તા... ! આ નામ એ ચોથા અને છેલ્લા માણસનું હતું. એની વય પણ ચાલીસ આસપાસ હતી. એનો દેખાવ પણ એકદમ કાળો હતો. બદામી આકારની લાલચોળ આંખો... વાંકળીયા વાળ...! હોઠ સ્થાયી રીતે ખેંચાયેલા રહેતા... વાત વાતમાં એને કાનની લટ ખેંચવાની ટેવ પડી ગઈ હતી.

નાગરાજનની અંગત સલાહકાર તરીકે ઓળખાતી રીટા, પોતાના બોસના આકુળ-વ્યાકુળ ચહેરાને તાકી રહી હતી અને વચ્ચે વચ્ચે તે બાકીના ચારેય બદમાશો સામે પણ ઉડતી નજર કરી લેતી હતી.

રતનલાલ, જોસેફ, રહેમાન અને અજીત ગુપ્તા...! ચારેયના - ખતરનાક ચહેરાઓ અત્યારે એકદમ ઊતરી ગયા હતા. ચારેયની આંખોમાં દહેશત હતી ખોફ હતો અને હૃદય કબૂતરની જેમ ફફડતાં હતાં.

રીટા સહિત આ પાંચેય વ્યક્તિઓ નાગરાજનની અંડરમાં હતા. આ પાંચેયના જોર ઉપર નાગરાજન અંધારી આલમમાં પોતાના નામનો ડંકો વગાડતો હતો.

કંઈક વિચારીને રીટા ખુરશી પરથી ઊભી થઈ.

પછી તે આગળ વધીને નાગરાજનની નજીક પહોંચી ગઈ.

'બોસ..'

'શું' છે...? 'નાગરાજનના મોંમાંથી નાગ જેવો ફૂંફાડો નીકળ્યો. પારાવાર રોષથી તે જાણે પાગલ થઈ ગયો હતો. 'તમે સ્વસ્થ થાઓ આરામથી બેસી જાઓ. ! આમ આંટા મારવાથી કંઈ જ નહીં વળે.’

'આંટા ન મારું તો શું કરું સાલ્લા લબાડો...!' ડૂબી મર.. ઢાંકણીમાં પાણી લઈને કમજાત ...! રતનાલ પોતાના મનમાં જ બબડ્યો.

'તમે શાંત થાઓ... ખુરશી પર બેસી જાઓ બોસ...!'' રીટા બોલી, 'ધીના ઠામમાં ઘી પડી રહેશે.’

'કમ-અક્કલ...!' નાગરાજન બરાડયો, 'અહીં કોઈ ઠામ જ નથી દેખાતું એનું શું? '

'દેખાશે...નહીં કેમ દેખાય...? જરૂર દેખાશે...પહેલાં તમે બેસો તો ખરા...'

નાગરાજનની વિસ્ફારિત બનેલી પીળી કોડી જેવી આંખો રીટાના ચહેરા પર સ્થિર થઈ. રીટાએ તેને બેસી જવાની-શાંત થવાની જે સલાહ આપી હતી એ તેને જરાયે ન ગમી હોય એવું એની આંખો પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું.

“આપણા માણસો એને ગમે તેમ કરીને પકડી પાડશે બોસ...' રીટા એની આંખોમાં છવાયેલા અણગમાના ભાવોની ઉપેક્ષા કરતી, એકદમ કોમળ અને મધુર અવાજે બોલી.

'એ હું જાણું છું રીટા...’ નાગરાજનનો ક્રોધ થોડો હળવો થયો, 'આપણા માણસો બધી રીતે તૈયાર છે અને આજ સુધીમાં તેઓ ક્યારેય નિષ્ફળ નથી ગયા. પણ આજે... આજે કોણ જાણે કેમ મને એવું લાગે છે કે તેઓ સફળ નહીં થાય. તું જોજે રીટા.... એ અક્કલના બારદાનો ખાલી હાથે જ પાછા આવશે.’ કહીને નાગરાજન ઓફિસની, દરિયાકિનારા તરફ ઉઘડતી બારી પાસે ગયો.. નીલ લાયો એણે બારીને પડદો ખસેડીને સામે દ્રષ્ટિગોચર થતા, હિલોળા લેતાં દરિયા તરફ દૂર દૂર નજર દોડાવી, રીટા પણ તેની પાછળ પહોંચી ગઈ હતી.

ઘૂઘવાટા મારતા દરિયામાં ખૂબ દૂર એક સ્ટીમરની ઝાંખી , પ્રકૃતિ દેખાતી હતી.

' આપણા માણસો...” એ સ્ટીમર તરફ તાકી રહેતા નાગરાજન બોલ્યો. 'સફળ નહીં થાય તો આપણા બારેય વહાણ ડૂબી જશે રીટા... આપણી આ સલ્તનત નેસ્ત-નાબૂદ થઈ જશે. એ...એ મચ્છર જેવો બળદેવ આપણી હકુમતના પાયા ઉખેડી નાખવાનો સામાન તૈવાર કરીને નાસી છૂટયો છે અને...”

એની વાત અધૂરી રહી ગઈ.

કારણ કે એ જ પળે ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી હતી. રીટાના ચહેરા પર રોનક ફરી વળી.

'જરૂર એ ઠીંગણાનો જ ફોન હોવો જોઈએ બોસ...' નાગરાજન ટેબલ પર પડેલા ઘેરા લાલ રંગના ખૂબસૂરત ટેલિફોન સેટને આશાભરી નજરે તાકી રહ્યો.

પછી તે હરણફાળ ભરતો ટેબલ પાસે પહોંચ્યો. એણે આવેશથી કંપતા હાથે રિસીવર ઊંચક્યું.

એ જ ફોનના ત્યાં જુદા જુદા પાંચ એકસ્ટેન્શન ફોન હતા. નાગરાજનના સંકેતથી એ પાંચેય જણ એકસ્ટેન્શન પર વાતચીત સાંભળવા તૈયાર થઈ ગયા.

‘હું મોહન... બ... બોલું છું બોસ...'

'બોલ.. જલદી બોલ...તું કઈ જાતના સારા સમાચાર આપવા માંગે છે ?' "

'બ...બોસ...' સામે છેડેથી બોલનારનો અવાજ ધ્રુજતો હતો.

'બોસ... બોસનાં રાગડા તાણવા મૂકીને જલદી જલદી ડાચાંમાંથી ફાટવા માંડ લબાડ...! બોલ, શું છે...?”

'એ.. ન... નાલાયક હજુ સુધી અમારા હાથમાં નથી આબ બોસ...'

'શું...?' જાણે કાચો ને કાચો ફાડી ખાવો હોય એવા રોષભર્યા અવાજે નાગરાજન ગર્જી ઊઠયો, 'એ...અદના પામર જંતુને તમે લોકો નથી પકડી શકયા ?’

‘વ... વાત એમ છે કે અમે એને ઝડપી લેવાની તૈયારીમાં હતા પણ.. પણ.. '

'પણ.. પણ.. શું...?'

'૫...પોલીસ આવી પહોંચી હતી બોસ...!'

'ઓહ... પણ એ કાળા ડગલાવાળા ત્યાં કેવી રીતે આઈ પર ચડ્યા ?” (મુંબઈની જેમ વિશાળગઢમાં પણ બદમાશો પોલીસને કાળા ડગલાવાળા કહે છે.)

"એ...બ...બળદેવ અમારા હાથમાંથી છટકી જાય તેમ હતો  એટલે ન છૂટકે અમારે રિવોલ્વરો ચલાવવી પડી હતી.”

'તું ક્યાંથી બોલે છે ?'

'અકબરના ફ્લેટમાંથી.'

નાગરાજનનો અકબર નામનો એક સફેદ બદમાશ દિવાન ચોકના એક ફલેટમાં રહેતો હતો અને તે નાગરાજનના એકેએક જાકુબીના ધંધાનો સુપરવાઈઝર હતો.

'સાલ્લા ઊંટ...!' નાગરાજન માઉથપીશમાં જોરથી બરાડયો 'અકબરના ફલેટમાં તારો ક્યો બાપ દાટી આવ્યો હતો કે તું ત્યાં ખોદવા દોડી ગયો?'

'હું.. હું માફી માગું છું બોસ..'

'શટ અપ...અને સાંભળ, જે કંઈ કહેવું હોય તે એકી સાથે જ કહી નાખ...વાતના ટૂકડા કરવાની જરૂર નથી, બોલ, તું અકબરના ફ્લેટમાં શા માટે ગુડાયો છે ?'

'બોસ...પોલીસના પંજામાંથી છટકતો છટકટતો હુ અહીં આવી ચડયો છું.”

'એ બળદેવ અત્યારે ક્યાં મૂઓ છે ?'

'એ.. એ..'

'શટઅપ...તને કહ્યું તો ખરું કે એક સાથે બધી હકીકત ઓકી નાખ..'

'હું..હું માફી માગું છું બોસ...!' સામે છેડેથી બોલી રહેલા મોહન નામના બદમાશના અવાજમાં અચાનક સ્થિરતા આવી ગઈ, 'અમે બળદેવનો પીછો કરતાં કરતાં વિલાસરાય રોડની પાછલી સડક પર પહોંચી ગયા હતા. એ અમારાથી સો-એક વાર જ દૂર હતો. પણ પછી અચાનક અમને એવું લાગ્યું કે અમે એને નહીં પકડી શકીએ એટલે અમારે ગોળીઓ છોડીને એને ઘાયલ કરવો પડયો. અમે એને પકડી પાડવાની તૈયારીમાં હતા કે અચાનક જ વચ્ચે પોલીસ આવી ગઈ.’

'ઓહ... તો એ જંતુ અત્યારે પોલીસના કબજામાં છે એમ ને ? '

'ના...' સામે છેડેથી આવતો અવાજ એ છ-એ-છ વ્યક્તિના કાને સ્પષ્ટ રીતે સંભળાતો હતો.

‘તે મુનલાઈટ હોટલની દીવાલ કૂદીને અંદર કંપાઉન્ડમાં પહોંચી ગયો હતો. પોલીસના ભયથી અમે એ વખતે ત્યાંસી નાસી છૂટ્યા હતા, પણ મેં હોટલના કારકુનને ફોનથી પૂછપરછ કરી જોઈ છે. બળદેવ હોટલમાં નથી.’

'નથી એની તને પૂરી ખાતરી છે ? ' નાગરાજને પૂછયું.

'હા બોસ..'

'તારી સાથે આવેલા બાકીના ચારેય ડોગ ક્યાં છે ? '

'પોલીસના ભયથી તેઓ આડાઅવળા નાસી છૂટ્યા છે.'

'ઠીક છે... હવે તું ફલેટમાંથી નીકળીને સીધો મુનભાઈટ હોટલમાં પહોંચી જા. ત્યાં રીસેપ્શન પર બેસજે અને કાન ખોલીને બરાબર સાંભળ સાલ્લા ગેંડા...' નાગરાજન ફરીથી ક્રોધાવેશમાં આવીને બરાડ્યો.

'હું હોટલના મેનેજરને ફોન કરી દઉં છું. એ ત્યાં તને બેસાડશે. તુ શરાબ પીતો પીતો ત્યાં આવ-જા કરનારા માણસો પર ચાંપતી નજર રાખજે. તારી ગોળીથી ઘાયલ થયેલો એ નાલાયક બળદેવ દૂર નહીં જઈ શક્યો હોય. જરૂર તે એ હોટલમાં જ ક્યાંક છૂપાયો હશે. કદાચ હરકોઈની નજર ચૂકવીને તે હોટલના કોઈક ખાલી કમરામાં પણ ભરાઈ બેઠો હોય ! જલદી કર હવે...' કહીને રિસીવરને ક્રેડલ પર મૂક્યા પછી નાગરાજન રહેમાન તરફ ફર્યો.

'રહેમાન..'

'હુકમ...સર...' રહેમાન આદરસૂચક ભાવે માથું હલાવીને નમ્ર અવાજે બોલ્યો.

“તેં બધી વાતો સાંભળી ને ?'

‘અને છતાંય તું અહીં ઊભો છે ? શરમ નથી આવતી તને ?'

'આવે છે બોસ...' રહેમાનનો અવાજ ભાવહીન હતો.

'તો પછી...?'

'હુકમની રાહ જોઉં છું બોસ...’

'તું મારો હુકમ હજુ પણ નથી સમજ્યો ?'

“સમજ્યો છું સર...પણ આપના મોંએથી મેં હજુ સુધી નથી સાંભળ્યો !’ રહેમાને પહેલાં જેવા જ નમ્ર અવાજે કહ્યું.

'મનમાં ને મનમાં હુકમ કરે એ કોણ તારો બાપ સાંભળે સાલ્લા વડ-વાનર...' રતનલાલ સ્વગત્ બબડયો.

'સારું, તો હવે મારા મોંએથી સાંભળ...! મોં મારું અને કાન તારા...!' નાગરાજન બોલ્યો, 'તુ તાબડતોબ આઠ-દસ ચુનંદા માણસોને લઈને મુનલાઈટ હોટલમાં પહોંચી જા...

ત્યાં બહુ મોટો બખેડો કરવાની જરૂર નથી. એટલું યાદ રાખજે. આપણી સિન્ડીકેટમાં ઘૂસી ગયેલો બળદેવ નામનો એ માનવી જરૂર પોલીસનો જાસૂસ હોવો જોઈએ. એનું સાચું નામ જે હોય તે, એ તો પકડાયા પછી આપણને ખબર પડશે. તે જરૂર હોટલમાં જ ક્યાંક ભરાઈ બેઠો હોવો જોઈએ. ખૂબ શાંતિથી એને શોધી કાઢવાનો છે... અને આ કામમાં તને હોટલનો મેનેજર પૂરેપૂરી મદદ કરશે.'

'એ તો ઝખ મારીને કરશે સર...! નહીં કરે તો ક્યાં જવાનો છે...બાપડો તમારા નામથી જ એટલો બધો ભડકે છે કે...’

'શટઅપ...' નાગરાજન એને બોલતો અટકાવીને ગર્જી ઊઠયો, 'ચાંપલૂસી છોડ...અને બરાબર સાંભળ...પોલીસ ત્યાં પહોંચી જ ગઈ હશે... અને જો એમ જ હોય તો તારે તારું અમિતાભ બચ્ચન જેવું મોં કોઈનેય બતાવવાની જરૂર નથી. અત્યારે ત્યાં શું પોઝીશન છે એની હું હમણાં જ તપાસ કરાવું છું.' એની પીળા પીળા સર્પ વિષ જેવી આંખો રીટા તરફ ફરી.

'રીટા..'

'યસ બોસ..'

નાગરાજનનો સંકેત સમજીને એણે ફોનનું રિસીવર ઊઠાવ્યું. શહેરની આગળ પડતી એકેએક હોટલના ટેલિફોન નંબરો તેને હંમેશા યાદ જ રહેતા હતા.

એણે મુનલાઈટને નંબર મેળવ્યો અને સામે છેડે ઘંટડી વાગતા જ એણે સમીપ આવી ઊભેલા નાગરાજનના હાથમાં રિસીવર પકડાવી દીધું.

' હોટલ મુનલાઈટ...' સામેથી એક અત્યંત શિષ્ટ પુરુષ-સ્વર સંભળાયો.

'તારા મેનેજર સાથે વાત કરાવ...'

'તમે છો કોણ...?' નાગરાજનના કાને સામે છેડેથી ક્રોધિત અવાજ અથડાયો, 'કોઈની સાથે વાત કરવાનું ભાન છે કે..'

'ઓહ...યુ શટ અપ... ગેંડા...’ નાગરાજન જોરથી બરાડ્યો. 'તારા મેનેજરને કહે કે નાગરાજન તેની સાથે વાત કરવા માગે છે. હું નાગરાજન છું....અને નાગરાજન શું છે એની તને ખબર હોવી જ જોઈએ.'

"બ.. બ.. સ..સોરી સર ! મ.. મ.. માફ કરજો સર.. આપને મેં ઓળખ્યા નહોતા.'

'ભાષણ બંધ કર અને એને લાઈન આપ...'

'જી..' અને પછી લગભગ તરત જ લાઈન જોડાવાનો અવાજ નાગરાજનને સંભળાયો.

'મેનેજર.. મુનલાઈટ હોટલ સર...'

‘સાંભળ...’ જાણે લોખંડ પર કાનસ ઘસાતી હોય એવો અવાજ નાગરાજનના ગળામાંથી નીકળ્યો, 'તારી હોટલના પાછલા ભાગમાંથી અમારો એક કૂકડો અંદર આવ્યો છે. તે તારી હોટલમાં જ કયાંક છૂપાઈ બેઠો હોવાની અમને શંકા છે.'

‘પેલો ગોળીબાર...'

'મારા જ માણસોએ કર્યો હતો...' નાગરાજન બરાડ્યો, 'અમારો કૂકડો ગોળીથી ઝખ્મી થયેલી હાલતમાં હોટેલની અંદર કયાંક ભરાઈ બેઠો છે. સાંભળ, હવે જ્યાં સુધી મારા માણસો તારી હોટલમાં ન આવે ત્યાં સુધી એ કૂકડો હોટલમાંથી ન છટકવો જોઈએ... અને જો છટક્યો તો પછી હું તને જ આ દુનિયામાંથી છટકાવી દઈશ સમજી ગયો ?'

'બરાબર સમજી ગયો સર... ! મારે આ દુનિયામાં રહેવું છે... એટલે મને કોઈ છટકાવે એવું હું કંઈ જ કરવા નથી માંગતો. આપ બેફિકર રહો... હું મારા આખા સ્ટાફના માણસોને...'

'સાંભળ ...બોકા..' નાગરાજન ફરીથી બરાડ્યો, 'તારે બહુ ધમાધમી કરવાની જરૂર નથી. તારા માણસોની નજરમાંથી એ ઝખ્મી કૂકડો છટકવો ન જોઈએ એટલી જ વ્યવસ્થા તારે કરવાની છે. પછી બાકીનું બધું મારા માણસો ત્યાં આવીને સંભાળી લેશે.’

'જી.'

'એવો કોઈ શંકાસ્પદ કુકડો તને દેખાયો નથી ને ?'

'ના... કોઈપણ ધાયલ કૂકડો મારા માણસોની નજરે નથી ચડયો. એની હું ખાતરી આપું છું.”

'ગુડ...સાંભળ... મારો એક માણસ હમણાં જ તારી હોટલમાં આવશે. એ ત્યાં જ બેસીને આવ-જા કરનાર માણસો પર નજર રાખશે.'

'જી, ભલે આપના માણસો ખુશીથી મારી હોટલમાં પધારે...'

'અવળચંડાઈ રહેવા દે! ઉપરથી તું જી...જી... કરે છે પણ અંદરખાનેથી મને જાતજાતની ગાળો ભાંડે છે એ હું જાણું છું.'

'ગાળો ન આપે તો શું તને ફૂલના હાર પહેરાવે સાલ્લા કરમચંડાળ…!' રતનલાલ પોતાના સ્વભાવ પ્રમાણે મનોમન બબડ્યો.

'સાંભળ, મેનેજરના પૂંછડા... મારો માણસ આવે ત્યાં સુધી તારા માણસો મારફત ચાંપતી નજર રખાવજે.'

'જી... અને હવે હું એક અરજ કરી શકું...?'

'કર...'

‘હું મનમાં ને મનમાં ખરેખર જ આપને ગાળો નથી આપતો. ..હું તો મારા નસીબને દોષ દઉં છું.”

'કેમ...?'

'ક્યા કાળ ચોઘડીયે મેં આ શહેરમાં પગ મૂક્યો કે...'

'શટ અપ...સાલ્લા...મજાક ઉડાવે છે મારી...'

'એવી મારી હેસિયત જ ક્યાં છે કે હું આપ નામદારની મજાક ઉડાવુ...!'

જવાબમાં શટઅપ કહીને નાગરાજને રિસીવર મૂકી દીધું પછી બોલ્યો :

'મેનેજરનો બચ્ચે જીભડો ચલાવતો હતો...'

'બોસ..…!' રીટા બોલી, ‘એ માણસને હું ઓળખું છું. તે એકદમ ગરીબ ગાય જેવો છે.”

'છોડ એ વાતને...” કહીને નાગરાજને રહેમાન સામે જોયું.

'તું હવે ઉપડ..'

જવાબમાં માથું નમાવીને રહેમાન પ્રવેશદ્વાર તરફ આગળ વધી વીસ-પચીસ મિનિટમાં જ તે આઠ-દસને બદલે વીસેક જેટલા માણસોને લઈને મુનલાઈટ હોટલમાં પહોંચી ગયો. એના તમામ માણસો જીવલેણ શસ્ત્રોથી સજ્જ હતા.

હોટલનો મેનેજર નીચે જ રિસેપ્સન પર નાગરાજન નામના કાળમુખાની મોકલેલી ફોજની રાહ જોતો આકુળ-વ્યાકુળ હાલતમાં ઊભો હતો.

નાગરાજનનું નામ સાંભળતા જ એના હૃદયના ધબકારા વધી જતા હતા.

મેનેજરની સાથે બળદેવ ઊર્ફે રાજેશની પાછળ પડેલો મોહન નામનો બદમાશ ઠીંગુજી પણ ઊભો હતો. એની ગોળીથી જ બળદેવ ઘાયલ થયો હતો.

‘તમે લોકો હોટલને ઘેરી વળો...' રહેમાને પોતાના માણસને હુકમ ધણધણાવ્યો.

આંખના પલકારામાં તેના માણસો લોબીમાંથી બહાર નીકળી ગયા. 'અને તું કમજાત..! મારી સાથે ચાલ...’ એણે મોહનને ઉદ્દેશીને કહ્યું.

'ચાલો...' મોહન પ્રત્યક્ષમાં બોલ્યો. પછી મનમાં બબડયો. 'તું કેવો ઊંચજાત છો એની મને ખબર છે.'

રહેમાન આગળ વધ્યો.

'ક્યાં જવું છે ?' મોહને પૂછયું.

'પાછલા ભાગમાં...! તારા હાથમાંથી એ જે સ્થળે છટક્યો, ત્યાં મને લઈ જા.'

મોહને હકારાત્મક ઢબે માથું હલાવ્યું. હોટલનો મેનેજર પણ તેઓની પાછળ ચાલ્યો. થોડી વારમાં જ તેઓ હોટલના પાછલા ભાગમાં પહોંચી ગયા. મોહન કમ્પાઉન્ડની દીવાલ પાસે ગયો.

'અહીંથી તે...' એ રહેમાન સામે જોઈને બોલ્યો, 'કૂદીને છટક્યો હતો.’

જાણે ટાંકણી શોધવી હોય એવી સચેત નજરે રહેમાન એ સ્થળનું નિરીક્ષણ કરવા લાગ્યો.

લોહીની લાંબી...વાંકી-ચૂંકી રેખા એણે જોઈ. એના હોઠ પર કુટિલ હાસ્ય ફરક્યું. પછી તે લોહીની રેખા, ધાબા અને ચિહ્નોનો પીછો કરતો આગળ વધ્યો. એ બધા નિશાનો તેને ફાયર એસ્કેપની સીડી પાસે લઈ ગયા. ગોળાકાર પગથિયાં પર લોહી ખરડાયેલું જોઈને એની આંખો ચમકવા લાગી. પછી એ માતેલા આખલા જેવો, આફ્રિકન હબશીના અવતાર સમો કદાવર શયતાન પગથિયાં ચડવા લાગ્યો.

કેટલાંય ગોળાકાર પગથિયાં વટાવ્યા પછી છેવટે તે એક રૂમની બારીના પ્રોજેકશન પાસે અટકી ગયો. પ્રોજેકશન પર લોહી ખરડાયેલું હતું. બારી બરાબર એની ઉપર જ હતી. એણે અર્થસૂચક નજરે બંધ બારી સામે જોયું.

તે કેટલીયે વાર સુધી ત્યાં ઊભો રહીને પ્રોજેકશન તથા બારી વચ્ચેની લોહીથી ખરડાયેલી દીવાલ સામે તાકી રહ્યો. ફરી એક વાર એની આંખ ચમકી.

પછી તે તરત જ ફંગોળાતા ફજર ફાળકાની જેમ ગોળ ઘુમરાવો લેતો પગથિયાં ઊતરીને નીચે પહોંચી ગયો.

'ઉપર...' રહેમાને આઠમા માળની બારી તરફ આંગળી ચીંધી મેનેજરને પૂછ્યું, ' પેલી બારીવાળા રૂમમાં કોઈ પેસેન્જર છે કે પછી || એ રૂમ ખાલી પડી છે ? '

'એ એકસો-બે નંબરની રૂમ છે સાહેબ...'

‘મેં તને નંબર નથી પૂછ્યો સાલ્લા ખડૂસ...!' રહેમાન તેના પર વિફરી પડતો જોરથી બરાડયો.

'મ... માફ કરો સાહેબ... ભૂલ થઈ ગઈ મારી...'

'લેકચર બંધ... અને જે પૂછયું એનો જવાબ આપ...'

'એમાં પેસેન્જર છે સાહેબ...' મેનેજર ઉતાવળા અવાજે બોલ્યો.

'કોણ છે એ...?’

“કોઈક પર્યટક છે... મેં સાંભળ્યું છે એ પ્રમાણે તે અહીં હીરો બનવા આવ્યો છે.’

'ક્યાંથી આવ્યો છે ?'

'મુંબઈથી...'

‘મુંબઈની ફિલ્મનગરી મૂકીને તે અહીં વિશાળગઢમાં હીરો બનવા આવ્યો છે ? વાત ગળે નથી ઊતરતી મેનેજર... હીરો બનવા માટે તો મુંબઈ જ તેને અનુકૂળ પડે...'

'ખાસ ખબર નથી સાહેબ, પણ મુંબઈ કરતાં અહીં ચાન્સ મળવા ખૂબ જ સહેલા કે એવું એણે કોઈકને કહ્યું હતું.'

'સમજ્યો...' રહેમાન માથું હલાવીને વિચારમાં ડૂબી ગયો.

'હું....' છેવટે તે મેનેજર સામે જોઈ, ગળામાંથી હુંકાર કરતો બોલ્યો 'ફિલ્મ સ્ટાર બનવા આવેલો એ માણસ અત્યારે એની રૂમમાં છે કે પછી ક્યાંય બહાર ગુડાયો છે?'

‘હશે, રૂમમાં જ હશે.'

'એટલે?'

'એટલે એમ કે એ ગમે ત્યાં ગયો હોય પણ રાતના દોઢ વાગ્યા સુધીમાં તો પાછો આવી જ જાય છે... અને અત્યારે તો રાતના અઢી વાગવા આવ્યા છે.'

'સારું...ચાલો, એ છે કે નહીં એની તપાસ કરીએ.'

‘અને હોય તો...?’ મેનેજરે પૂછ્યું, ‘હોય તે આપણે એનું શું કામ છે? '

'તો એની રૂમ ઊઘડાવવાની છે!'

‘અને એ ઊંઘી ગયો હોય તો ?’

‘તો એને જગાડવાનો છે.'

રહેમાને આગ ઝરતી નજરે મેનેજર સામે જોયું. મેનેજરની બોબડી બંધ થઈ ગઈ. કચવાતે મને તે આગળ વધ્યો. રહેમાન પણ તેની સાથે જ હતો. 'બોસ...' ચાલતા ચાલતા રહેમાન સામે જોઈને મેનેજર બોલ્યો, 'એ ફિલ્મી હિરોનું શું કામ છે તમારે ?'

'અમારો કૂકડો એની રૂમમાં જ છૂપાઈ બેઠો છે.’ મેનેજર મનોમન કંપી ઊઠ્યો.

કમલ જોશીને એ મળી ચૂક્યો હતો. નક્કી હવે અમિતાભ બચ્ચન બનવા આવેલા એ ગરીબ-બાપડા યુવાન પર અંડર વર્લ્ડનો ક્રોધ કાળો કેર બનીને વરસવાનો હતો.

—અને ઉપર, આઠમે માળે રૂમ નંબર એકસો બેમાં બળદેવ ઉર્ફે સી. આઈ. ડી. ના જાસૂસ રાજેશના મૃતદેહ સામે ખૂબ જ ગમગીન ચહેરે બેઠેલા કમલ જોશીને રજ માત્ર પણ આભાસ નહોતો કે થોડીવારમાં જ પોતાને અંડર વર્લ્ડના માણસૌથી બચવા ભયંકર નાસભાગ કરવી ૫ડશે. અલબત્ત, એણે એટલું જરૂર વિચાર્યું હતુ કે સવાર પડતાં જ મૃત માનવીને શોધવા માટે ગુંડાઓ હોટલમાં ધસી આવશે.

અહીંથી જેમ બને તેમ વહેલાસર નીકળી જવાનો તેનો વિચાર હતો જ.

એણે ચારે તરફ અસ્તવ્યસ્ત પડેલા પોતાના સર સામાન તરફ નજર દોડાવી.

એકાએક તે ચમક્યો.

એના સરવા કાને કંઈક વિચિત્ર અવાજ આવ્યો હતો. કોઈક અજ્ઞાત આશંકાથી તે ઊભો થઈ ગયો.

કોણ જાણે કેમ, પણ હવે એને અહીં રોકાવામાં સાર ન લાગ્યો. સર-સામાન સમેટીને લઈ લેવામાં પણ પૂરેપૂરું જોખમ છે એવો તેને ભાસ થયો. એનું હૃદય પોકારી પોકારીને કહેતું હતુ ભાગ.. કમલ...ભાગ...અહીં રોકાઈશ તો પછી મરતા માણસને આપેલું વચન તું નહીં પાળી શકે...એની અમાનત...કેમેરો લઈને જલ્દીથી નાસી છૂટ... તારે હજુ છેક દિલ્હી સુધી પહોંચીને એને સહી-સલામત, યોગ્ય હાથમાં પહોંચાડવાનો છે.’

આગળ વધીને એણે બંધ દ્વારની વધારાની, ઉપર-નીચેની સ્ટોપરો બંધ કરી દીધી. પછી તે ઝપાટાબંધ તૈયાર થયો. કેમેરો એણે પેન્ટના ગજવામાં મૂકીને ઉપર રૂમાલ ખોસી દીધો. કદાચ દોડંદોડીનો પ્રસંગ આવે તો પણ રૂમાલને કારણે કેમેરો બહાર નીકળી ઊડીને પડી ન જાય એની એણે ખાતરી કરી લીધી. પછી પોતાની હેન્ડબેગ તૈયાર કરીને બાકીનો સામાન પડતો મૂકી દીધો. બળદેવે આપેલ વૈજ્ઞાનિક બટન પણ એણે ખૂબ સાચવીને પેન્ટના બીજા ગજવામાં મૂકી દીધું હતું. પછી સહસા એની નજર લોહીથી ખરડાયેલા, પોતા પહેરેલાં વસ્ત્રો પર ગઈ. લોહીવાળાં કપડાં પહેરેલી હાલતમાં હોટલમાંથી બહાર નીકળવામાં પૂરું જોખમ હતું. એણે અનહદ સ્ફૂર્તિથી વસ્ત્રો બદલાવી નાખ્યાં.

કેમેરો તથા વૈજ્ઞાનિક બટન પહેલાંની માફક જ નવા પહેરલા પેન્ટના ગજવામાં મૂકી દીધા. હેન્ડબેગમાં એણે ચલણી નોટો અને પૈસા ભરી દીધા.

રૂમનું ભાડું એણે અગાઉથી જ ડિપોઝીટ કરાવી દીધું હતું એટલે હોટલ છોડતી વખતે કોઈને કંઈ જ કહેવા-કરવાની જરૂર નહોતી. જરૂર પડે તો નીચે લોબીમાં રિસેપ્શનીસ્ટને તે કહી શકે તેમ હતો કે પોતે એક જરૂરી ટેલીગ્રામ કરવા માટે તાર ઑફિસે જાય છે. હેન્ડ બેગ ઊંચકીને એ બારણા તરફ આગળ વધ્યો.

અચાનક એના રૂમની ડોર બેલ ટન ટનનો મધુર ઝંકાર કરતી રણકી ઊઠી.

તે કંઈ વિચારે એ પહેલાં જ ઘંટડીનો ગુંજારવ પૂરો થયો અને પછી તરત જ કોઈએ જોરથી દ્વાર ખટખટાવ્યું.

કમલ જોશીનો દેહ જોરથી કંપ્યો. ભયથી એના રૂંવાડા ઊભા થઈ ગયા. પછી દબાતે પગલે બારણા પાસે પહોંચીને એણે આઈ-ગ્લાસમાંથી બહાર નજર કરી.

બહાર એણે એક આફ્રિકન હબસી જેવા દૈત્યાકાર અને ચહેરા પરથી જ ભયંકર બદમાશ દેખાતા માનવીને પોતાના સાથીઓ સાથે ઊભેલો જોયો.

‘બારણું ઉઘાડો...' એણે પેલા દૈત્યાકાર માનવીને ક્રોધથી બરાડો પાડતો સ્પષ્ટ રીતે જોયો. આ બધા ગુંડાઓ જ પેલા જાસૂસની પાછળ પડયા હતા એ વાત કમલ તરત જ સમજી ગયો. એના દિમાગમાં પોતાને માથે મંડરાઈ રહેલા ખતરાની ઘંટડી જોરથી રણકી ઊઠી.

દહેશતના કારણે એ પસીનાથી લથપથ થઈ ગયો.. એને પોતાના પ્રાણ કરતાંય વધુ ચિંતા પેલા કેમેરાની હતી. પળભરમાં જ એણે હવે પછીનું પગલું વિચારી લીધું. એના ચહેરા પર અડગતા ને મક્કમતાની રેખાઓ અંકાઈ ગઈ એ ખૂબ જ દબાતા પગલે બારી પાસે પહોંચ્યો. સ્ટોપર નીચે સરકાવીને એણે બારી ઉઘાડી અને પછી નીચેના ભાગમાં નજર દોડાવી. નીચેનો દેખાવ જોઈને એના ગાત્રો થીજી ગયાં.

ફાયર એસ્કેપની સીડી નીચે એણે કેટલાંય માનવ ઓળાઓ આમથી તેમ આંટા મારતા જોયા.

એ સપડાઈ ગયો હતો. બારણા પર હજુયે ધમધમાટ ચાલુ હતો. વચ્ચે વચ્ચે બારણું ઉઘાડો... ઉઘાડોની બૂમો પણ તેને સંભળાતી હતી. બદમાશો કદાચ બારણું તોડીને અંદર ધસી આવશે એવું બને તેનો ભય પણ તેને લાગ્યો. તે એક અખબારનવેશ હતો.

મુંબઈની અંધારી આલમમાં રખડપટ્ટી કરીને એણે સનસનાટી ભર્યા સમાચારો મેળવ્યા બાદ તેને આકર્ષક હેડીન્ગો આપીને ઝમકદાર ચરુ રોલિમાં ચમકાવ્યા હતા. પણ એ જ અંધારી આલમથી પોતાને નાસભાગ કરવાનો સમય આવશે એવું તો એણે સ્વપ્નેય નહોતું વિચાર્યું. જિદગીમાં આજે પહેલી જ વાર એને વાસ્તવિકતાનો સાક્ષાતકાર થયો હતો. એનું હૃદય નિરાશાથી ભરાઈ ગયું. થોડી પળો માટે આંખો મીંચાઈ ગઈ અને પછી જ્યારે તે પુનઃ ઊઘડી ત્યારે સામે પડેલા બળદેવ ઉર્ફે રાજેશના મૃતદેહ પર જઈને સ્થિર થઈ ગઈ.

એ માનવી પોતાની ફરજનું પાલન કરતો કરતો મોતને ભેટ્યો હતો. હસતાં હસતાં એણે મોતને વધાવી લીધું હતું !

- એનું હૈયું ભરાઈ આવ્યું. નહીં. પોતે એ દેશભક્તનું બલિદાન વ્યર્થ નહીં જવા દે. એનું અધૂરું કામ પોતે પૂરું કરશે.

એનામાં સાહસનો સંચાર થયો. નવું ચેતન ઊભરાયું. આવનારી દરેક મુસીબતોનો સામનો કરવા માટે એણે કમ્મર કસી. આંખના પલકારામાં જ તે બારી કૂદીને સીડી પર ઊતરી ગયો. બરાબર એ જ પળે એણે પોતાની રૂમનું બારણું તૂટી પડવાનો અવાજ સાંભળ્યો.

પરંતુ હવે એને કોઈનોય ભય નહોતો રહ્યો. હેન્ડબેગને હાથમાં લટકાવીને એ પળભર માટે પગથિયાં પર ઊભો રહ્યો.

એને બારીમાંથી કૂદીને સીડી પર પહોંચી જતા નીચેના બદમાશોએ પણ જોઈ લીધો હતો અને તેથી તેઓ નીચેથી જ સીડી તરફ ધસતા હતા.

નીચે જવાનો કોઈ અર્થ જ નહોતો.

કમલ જોશીએ દાંત કચકચાવ્યા અને પછી પીઠ ફેરવીને ઉપર ચડવા લાગ્યો. તે બનતી ત્વરાએ છત પર પહોંચી જવા માંગતો હતો કેમ કે નીચે ઊતરીને નાસી છૂટવાનો માર્ગ બંધ થઈ ગયો હતો.

રહેમાનના જલ્લાદ જેવા બદમાશો તેને પકડવા માટે સીડીના પગથિયાં ઝડપભેર વટાવતા, પીછો કરતા હતા. કમલ જોશી ખૂબ જ સ્ફૂર્તિથી ગોળાકાર પગથિયાને ફલાંગતો ચક્કર ચક્કર ફરતો ઉપર ચડતો હતો. હોટલના બાર માળ પૂરા થઈ ગયા. અહીંથી સીડી ગોળાકારને બદલે એક પ્લેટફોર્મ પર પૂરી થઈને ત્યાંથી સીધી ચઢાણ ઉપર છતમાં પહોંચીને પૂરી થતી હતી.

ક્રમશ: એકી સાથે બબ્બે-ત્રણ ત્રણ પગથિયાં કૂદતો છતના બંધ દ્વાર પાસે પહોંચ્યો.

પાછળ આવી રહેલા બદમાશોની ફોજના પગલાં, નીચે સીડી પર ગુંજતા હતા. કમલે સ્ટોપર ખોલીને બારણાને ધક્કો માર્યો. બારણું છત તરફ ઉઘડી ગયું. તે વંટોળિયાની જેમ છતમાં પ્રવેશી ગયો. આજુબાજુમાં બારથી પંદર માળના બિલ્ડીંગોની સમાંતર હારમાળા ચાલી જતી હતી. સામેના ભાગમાં પણ ગગનચુંબી ઈમારતો હતી. ઈમારતોની ઈમારતો હતી. ઈમારતોની બહાર સાઈડમાં મોટી મોટી કંપનીઓની નિયોન ટયુબલાઈટો સળગતી હતી અને તેનો પ્રકાશ મુનલાઈટ હોટલની છતમાં રેલાતો હતો.

કમલ જોશી દ્વાર બંધ કરવાને બદલે દીવાલ સરસો છૂપાઈને ઊભો રહી ગયો.

દીવાલની ઓથમાંથી એની નજર નીચેના પ્લેટફોર્મ પર શકરાની જેમ મંડાઈ હતી અને એના કાન નીચેથી ધસી આવતા બદમાશોનાં ધીમે ધીમે નજીક આવતા જતાં પગલાંના અવાજને ઝીલતા હતા.