Prem ke Dosti? - 8 in Gujarati Classic Stories by PRATIK PATHAK books and stories PDF | પ્રેમ કે દોસ્તી? - ભાગ 8

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

પ્રેમ કે દોસ્તી? - ભાગ 8

“પ્રતિકના આવે ત્યાં સુધી અમારી જોડે રમીલે થોડા હંમે ભી તો રંગ દો,” જે પ્રિયા પર રંગ ઉડાવવા આવ્યો હતો એ છોકરો બોલ્યો.
પ્રિયા તેના ઈરાદા સમજી ગઈ હતી અને તેને બાકીના બધા લોકો ને જોઈ એ પણ ખ્યાલ આવી ગયો હતો કે અહી દારૂની અને બગડેલા છોકરા છોકરીઓની મોજ મસ્તીની પાર્ટી થઇ રહી છે.પ્રિયાએ છોકરાને જવાબ દેવાને બદલે તે જગ્યા છોડી પ્રતિકને શોધવાનો પ્રયત્ન કરવા ચાલવા લાગી અને તેની પાછળ પાછળ પેલો છોકરો પણ ચાલવા લાગ્યો.
પ્રતિકને સામેથી આવતો જોઈ તેની પાસે દોડીને જતી રહી અને તેના ગળે લાગી ગઈ અને “બોલી ક્યાં જતો રહ્યો હતો હું તને ક્યારની શોધું છું,હું હવે એક મિનીટ પણ અહી રહેવા નથી માંગતી ચાલ ઘરે જતા રહી.”
“એવી ખબર હોત કે.... તમે મને શોધો છો તો...તો .. હું ખોવાત જ નહિ.’’પ્રતિક તુટક તુટક અવાજે બોલ્યો
“પ્રતિક તે ડ્રીંક લીધું છે ?? પ્રિયાએ પૂછ્યું
બુરા મત માનો હોલી હૈ,આતો થોડો દોસ્તારોએ પરાણે .. હોલી હૈ ભાઈ હોલી હૈ
તું તારા હોશમાં નથી પ્રતિક ચલ ઘરે.એટલુ કહેતા જ પેલો છોકરએ પ્રિયાને ઉપાડી સ્વીમીંગ પુલ માં નાખી.પ્રિયા પ્રતિક ..પ્રતિક રાડો પાડી રોતી રહી .અંતે પ્રતિકને ખબર પડી કે ખુબજ ખોટું થયું છે અને તેને પૂલમાં કુદીને પ્રિયાને બહાર કાઢી.
પ્રિયા સાથેના આ બનાવે પ્રતિકના દારૂનો નશો તરતજ ઉતારી દીધો હતો.એ સીધો પ્રિયાને લઇ રિસોર્ટની બહાર નીકળી ગયો.
“પ્રિયા આઈ એમ રીયલી વેરી સોરી,મને માફ કરી દે”
પ્રિયા રડતીજ રહી ,એની આંખોમાં ફક્ત આંસુ
“જસ્ટ લીવ મી અલોન,તું જા અહીથી અને જા દારૂ પી ,ભલે આજે મારી સાથે કઈ પણ થઇ જાત.તું જા પ્લીઝ મને બક્ષ”
મને માફ કરીદે પ્રિયા મને ખબર નતી કે અંદર તારી સાથે આવું થશે. પ્રતિકે કહ્યું
આ તારા દારૂ પીવાને લીધે થયું છે,મેં કહ્યું હતું તને તું ખોટી સંગત માં છે પણ તું તો મોટો લેખક, બે ચોપડી લખે કોઈ લેખક ના થઇ જાય,વિચારો અને વર્તન સારું હોવું જોઈએ અને તનેતો અભિમાન આવી ગયું છે.આ તરફ પ્રિયા રોતા રોતા બધું બોલતી રહી અને પ્રતિક ફક્ત મૂંગા મોઢે મૂર્તિ બનીને ઉભા ઉભો સંભાળતો રહ્યો.
પ્રતિકની સાથે ઘરે જવામાં પ્રિયા માની ખરી પણ અખા રસ્તે તેની સાથે એક શબ્દ પણ ના બોલી.પ્રિયાનું ઘર આવ્યું તે કાર માંથી નીચે ઉતરી અને પ્રતિક પણ નીચે ઉતરીને તેના ઘરની અંદર જવા ગયો તો ત્યાજ પ્રિયાએ રોક્યો,થોડી ઘણી પણ શરમ બાકી રહી હોય તો ઘરમાં ના આવતો મોઢામાંથી દારૂની વાસ આવે છે,મારા પપ્પાને તારા પ્રત્યેની લાગણી સાવ ખતમ થઇ જશે અને બને તો હવે મને ભૂલી જાજે.”
પણ પ્રિયા.... પ્રતિકે હજી એટલુજ કહ્યું એને પ્રિયાએ ઘરનો દરવાજો ધડામ દઈને બંધ કરી નાખ્યો.
હું પછી તને માનવી લઈશ એવું બોલી પ્રતિક ત્યાંથી નીકળી ગયો.
બે દીવસ સતત પ્રતિકના કોલ પ્રિયાએ ના ઉપાડ્યા અને તેના એક પણ મેસેજનો જવાબ આપ્યો નહિ,અંતે તેને પ્રિયા ના ઘરે જવાનું નક્કી કર્યું.
પ્રિયાના ઘરે તેના પપ્પા અને મમ્મી હાજર હતા. “આંટી પ્રિયા નથી દેખાતી? ક્યાં છે ?પ્રતિકે પૂછ્યું
એ તો અમદાવાદ જતી રહી છે તેનું ઈન્ટરવ્યું હતું અને સિલેક્ટ પણ થઇ ગઈ,કેમ તારી સાથે વાત નથી થઇ?
મેં ના પાડી હતી,આવા હરામખોર માણસો સાથે સબંધો રાખવાની. પ્રિયા સાથે જે બન્યું એ મને બધી ખબર છે,તારા લીધે પ્રિયાને આ ઘર છોડવું પડ્યું છે.તને ખબર પણ છે પેલા છોકરાએ તેને પુલમાં નાખી એનો વિડીઓ ફરે છે.તું જા અહી થી અને હવે તેને મળવાની અને સંપર્ક કરવાની કોશિશ પણ ના કરતો.જાય છે કે ધક્કા મારીને બહાર કાઢું ? અનુરાગ દેસાઈ ખુબજ ગુસ્સેથી બોલ્યા.
પ્રતિક પાસે ત્યાંથી બહાર નીકળવા સિવાય કઈ રસ્તો નહતો.
“આ મારા થી શું ભૂલ થઇ ગઈ ? હવે હું શું કરીશ?
બે-ચાર દિવસ તેને પ્રિયાને સંપર્ક કરવાના પ્રયત્નો ચાલુ રાખ્યા પણ સામે થી કંઈપણ જવાબ આવ્યો નહિ.
એક તરફ પ્રતિક ના મનની સ્થિતિ બેકાબુ હતી તો બીજી તરફ સમગ્ર વિશ્વમાં કોરોના બેકાબુ થઇ રહ્યો હતો.સમગ્ર ભારત લોક ડાઉન માં સપડાયું હતું.પ્રતિકનું હવે પ્રિયા પાસે રૂબરૂ અમદાવાદ જવું હાલના તબક્કે મુશ્કેલ હતું.હવે તેની મદદ તેનો એકજ સહારો તેનો મિત્ર રવિજ કરી શકે એમ હતો.
પ્રતિક રવિને સઘળી હકીકત જણાવવા કોલ કરે છે,પહેલી રીંગ રવિએ એ ના ઉપાડી પણ બીજી રીંગ રવિએ ઉપાડી, તો એ હિબકે હિબકે રડતો હતો ,અને બોલતો હતો “હું એકલો થઇ ગયો પતકા એકલો થઇ ગયો,મમ્મી પપ્પા બંને કોરોનામાં મૃત્યું પામ્યા.એમનો અંતિમ સંસ્કાર પણ મને કરવાનો નસીબ નથી થયો.હું શું કરું હવે ??”
હું આજેજ તારી પાસે આવું છું તું ચિંતા ના કરીશ હું છું. પ્રતિકે કહ્યું.
ના ભાઈ અહી પરિસ્થિતિ ખુબજ ખરાબ છે તું અહી આવાનું વિચારતો પણ નહિ. હું તને ખોવા નથી માંગતો.રવિએ કહ્યું.
પણ તું ત્યાં ...
પણ બણ કઈ નહિ તું અહી નથી આવતો બસ.
ઠીક છે થોડી સારી પરીસ્થિતિ થાય એટલે હું ત્યાં આવીશ.
અત્યારે રવિને પ્રિયાની વાત કરવી યોગ્ય ના કહેવાય યોગ્ય સમયે હું તેને જણાવીશ.
સમય વીતતો ગયો પ્રતિક પ્રિયા વગર અધીરો બની ગયો હતો,ખરેખર તેનીજ ભૂલ હતી એવી ખબર પ્રતીકને પડી ગઈ હતી તેની રચના પાછળ પ્રેરકબળ તો પ્રિયા જ હતી.પ્રતિકને કારણે તેનું સ્વમાન ઘવાયું હતું.એક તરફ પ્રતિક તેને ભૂલી શકે તેમ ન હતો તો બીજી તરફ તે પ્રતિકને ભૂલવાના તમામ પ્રયાશો કરી ચુકી હતી.પ્રતિકના કોલ અને મેસેજ ના જવાબ તેને ઘણા મહિનાઓ સુધી નતા આપ્યા.
કોરોના મહામારી પછી જન જીવન થોડું સ્થિર થયું અને પ્રતિકે રૂબરૂ અમદાવાદ જઈ એક વાર પ્રિયાને મનાવવા અને પોતાની માફી માંગવાનું નક્કી કર્યું એના માટે તેને ફરીથી રવિને બધી વાત કરવાનો નિર્ણય કર્યો.અને તેને ફોન લગાવી..........(પ્રકરણ ૧)
“”રવિ મારે તને એક વાત કહેવી છે”, “ હા બોલને પણ તારો અવાજ આજે કેમ સાવ ઢીલો ઢીલો છે.?? કઈ થયું છે??” પ્રતિક કઈ બોલે એ પહેલા જ અચાનક રવીની નઝર સામે ની મોબાઈલની દુકાન માંથી બહાર આવતી એક યુવતી પર પડી, એક હાથ માં બેગ અને પર્શ લટ્કાવેલું અને બીજા હાથ માં નવું ખરીદેલું સીમ કાર્ડ હોય એમ લાગતું હતું . દુકાન માથી બહાર આવતા ચહેરો ભલે એ છોકરીનો દુપ્પટા થી બાંધેલો હતો તેમ છ્તાં તેને રોતા જોઈ રવિ એ પ્રતિક ને કહ્યું, “પતકા હું તારી સાથે પછી વાત કરું”,એમ કહી ને રવિ એ ફોન કાપી નાખ્યો.

કેમ મારો ફોન કાપી નાખ્યો હશે?? કઇક કામ હશે , એક છેલ્લી વાર પ્રિયાને પણ કોલ કરી જોવું.
પ્રિયાનો ફોન એકજ રીંગ માં ઉપડી જતા પ્રતિક ખુબજ ખુશ થઇ ગયો પણ સામે થી પ્રિયાનો અવાજ આવ્યો, ““પ્લીઝ! હવે મને કોલ ના કરતો.તું મને સમજે છે શું ?,હું તારા માટે રમકડું નથી,તે મારી ફિલિંગ્સ ને હર્ટ કરી છે.આ વખતે તો હદ જ થઈ ગઈ છે, હવે આપણે જીવનમાં ક્યારેય નહિ મળીએ” ”. અને પ્રિયાએ કોલ કટ કરી દીધો.ત્યાર બાદ તેનો નંબર બંધ જ આવ્યો.
********
પ્રિયા સાથેની પહેલી મુલાકાત અને જુદાઈના વિચારો માં ખોવાયેલો પ્રતિક દર્શનના ઘરે ક્યારે સુઈ ગયો તેની તને ખબર જ ના હતી.