Prem ke Dosti? - 11 in Gujarati Classic Stories by PRATIK PATHAK books and stories PDF | પ્રેમ કે દોસ્તી? - ભાગ 11

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

પ્રેમ કે દોસ્તી? - ભાગ 11


रेत सी फिसलती रहीं
तेरी मोहब्बत मेरे हाथो से
वक्त को क्या कसूर दे
कंबक्त हम ही निभा ना सके
उम्र हमारी गुजरती रहीं
मन भरते रहे तेरी यादों से
दिल कहेता है एक मौका तो दे
जो निभा नही उसको निभा सके

રવિના દરેક મિત્રોએ રાત્રે રવિના ઘરે થી પોત પોતના ઘરે જવા માટે વિદાઈ લીધી અને આગળના રવિવારે પ્રિયાના ઘરે રાજકોટ જવાનું નક્કી કર્યું. જતા જતા પ્રતિક પ્રિયાની સામે જોઈ રહ્યો હતો,પ્રિયાથી વિખૂટું પાડવાનો પસ્તાવો હજી તેને ખૂંચી રહ્યો હતો.
“મેં તને ના પાડી હતી ને મારા વિષે રવિને કે કોઈ ને કંઈ પણ કહેતો નહિ પણ તું તો સાવ બૈરા જેવો,તારા પેટમાં કઇજ રહે નહિ.” પ્રતિકે દર્શને તેના બાઈક પાછળ બેસીને ઘરે જતા કહ્યું અને આખા રસ્તે તેને ખીજાતો રહ્યો.
દર્શન મૂંગો મૂંગો તેની વાત સંભાળતો હતો અને ફક્ત તેના ઘર પાસે આવીને બોલ્યો કે તો તું કેમ બધું છુપાવે છે રવિ થી અને અમારા બધા થી ? તને થયું છે શું?અને શા માટે તારી જોબ પર જતો નથી.??
ચલ મને બહુજ ઊંઘ આવે છે, કાલે વાત કરીએ,પ્રતિકે દર્શન ની વાત કાપતા કહ્યુ.
*********
તું તારા ઘરે વાત તો કરી લે કે આ રીતે અમે લોકો રાજકોટ આવી છી.રવિએ પ્રિયાને કહ્યું.
કાલે આપડા લગ્નની વાત નીકળી એટલે મેં મમ્મી જોડે વાત કરી હતી,જોકે મેં મારા અને તમારા વિશે તમામ વાત મમ્મીને કહી છે.પ્રિયા એ કહ્યું.
તું આટલી બધી મુંજવણ માં કેમ લાગે છે?કંઇ તકલીફ છે તને ?રવિએ પ્રિયાને પૂછ્યું.
ના ના બસ થોડું ટેનશન છે ,તકલીફ કંઇ નથી પ્રિયાએ જવાબ આપ્યો અને રવિએ તેને પોતાના આલિંગન માં લઈને કહ્યું તું ચિંતાના કર હું તારી સાથે છું.
એક અઠવાડિયું વીતી ગયું .રવિને પ્રિયાના ઘરે જવાનો સમય થઇ ગયો હતો.એવું આયોજન થયું કે શનીવારે સાંજે બધા લોકો અમદાવાદ થી રાજકોટ જવા નીકળશે.બધા થઇ ને કુલ છ લોકો હતા એટલે કારની જગ્યા એ વોલ્વો બસની ટીકીટ બૂક કરી હતી.
આ પતકો હજી સુધી આવ્યો કેમ નહિ બસનો સમય થઈ ગયો છે,તારી સાથે ઘરે થી નીકળ્યો ન હતો ?રવિએ દર્શનને પૂછ્યું.રવિ,પ્રજ્ઞેશ અને બાકી ના બધા લોકો રાજકોટ જવા માટે પ્રતિકની રાહ વિશાલા સર્કલ પાસે જોતા હતા.
અમે નીકળ્યા તો જોડેજ હતા પણ એને અચાનક કયાંક જવાનું આવ્યું અને મને કહે કે તું પહોંચ હું આવું છું,અને હવે મારા ફોન પણ નથી ઉપાડતો.દર્શને રવિને કહ્યું.
આજે એને ખબર ના પડે કે આટલા મહત્વના કામ થી જઈ છી તો સમય પર આવી જવાય ?આપડી પહેલી જ છાપ કેવી પડે પ્રિયા ના ઘરના લોકો સામે?
રવિને બિચારાને શું ખબર કે પ્રતિકના ના આવા થી નહિ પણ તેના આવા થી છાપ ખરાબ પડશે.
આ તરફ પ્રતિક આરામથી વિશાલા ચાર રસ્તા પરના એક બાંકડે બેથીને સમય પસાર કરતો હતો,એ ફક્ત રવિ અને પ્રિયા ના રાજકોટ જવાની રાહ જોતો હતો.એને ખબર હતી કે જો તે રવિની અને પ્રિયાની સાથે રાજકોટ જશે તો નીશંદેહ રવિ અને પ્રિયાના લગ્ન થશે જ નહિ. મારું તેમની સાથે રાજકોટ ના જવું જ બધા માટે હિતાવહ છે.
પ્રતિક દુર થી આ બધા લોકો ને જોઈ શકે એ રીતે બસ સ્ટેન્ડ ની સામે છુપાઈને બેઠો હતો.બસ નો ઉપડવાનો સમય થઇ ગયો હતો અને હવે પ્રતિકે સામે થી જ રવિને ફોન કરે છે ,રવિએ તેનો ફોન તરતજ ઉપાડી લીધો જાણે તે પ્રતિકના ફોનની જ રાહ જોતો હોય.
“અરે યાર ક્યાં છે તું? તને ખબર ના પડે આવાની ?બસ ઉપાડવાનો સમય થઇ ગયો છે તું જલ્દી આવ.”રવિ થોડું ખીજાઈને બોલ્યો .
“સોરી ભાઈ,અત્યારે મારે ખુબજ અગત્યનું કામ આવી ગયું છે એક મોટા સ્પોન્સર બુક પબ્લીશ કરવા માટે મળ્યા છે એટલે મારે તેમને મળવા જવું પડ્યું,તમેં લોકો નીકળો હું રાતે મોડે થી નીકળું છું .”પ્રતિકે ખોટું બોલીને સમજાવ્યું
તારે અત્યારેજ આ બધું કરવાનું સુજતુ હતું ?રવિ ચિડાઈને બોલ્યો
હાં પણ મારી પરિસ્થિતિ ને સમજ.હું રાત્રે ત્યાં આવવા નીકળી જઈશ તું ચિંતા ના કર પ્રતિકે કહ્યું.
સારું બહુ મોડું ના કરતો,વહેલો આવી જજે કહીને રવિએ ફોન કાપ્યો.
શું કહ્યું પતકા એ?પ્રગ્નેશે પૂછ્યું.
અત્યારે આપડી સાથે નથી આવતો કંઇક કામ આવી ગયું છે રાત્રે મોડો નીકળશે એમ કહે છે.
મને ખબર જ હતી એ કંઇક રોન કાઢશે જ દર્શેને કહ્યું.
ચાલો આપડે બસમાં બેસો બસ ચાલુ થઇ છે.
પ્રતિકના ના આવાથી જેટલો રવિ દુ:ખી હતો એટલીજ ખબર નહિ પ્રિયા ખુશ હતી તેના ચહેરા પરની મુંજવણની માયા થોડી ઓછી થઇ હોય એવું લાગતું હતું. પ્રિયા પ્રતિક સાથે છૂટી પડી એ પછી પહેલી વાર રાજકોટ જતી હતી, રવિ તેના ખોળામાં માથું રાખીને સુતો હતો અને પ્રિયાની આંગળીઓ તેના વાળ પર ફરતી હતી તેનું શરીર તો રવિ ની સાથે હતું પરંતુ તેની નજરો અમદાવાદ થી રાજકોટ વચ્ચેના રસ્તાઓમાં પોતાના ભૂતકાળની જાંખી જોતું હતું તેના મનમાં તેની અને પ્રતિક સાથે ની સારી અને ખરાબ યાદોનું ફ્લેશ બેક ચાલી રહ્યું હતું.
રાત્રીના લગભગ સાડા નવ વાગ્યે બધા લોકો રાજકોટ પ્રિયાના ઘરે પહોચ્યા પ્રિયાના મમ્મી એ બધાને મીઠો આવકારો આપ્યો.પ્રિયાના પપ્પા અનુરાગ દેસાઈ સોફા પર બેઠા રહ્યા અને વારાફરથી રવિ,પ્રગ્નેશ,ખુશી અને દર્શન અનુરાગ દેસાઈ ને પગે લાગ્યા.પ્રિયા તેમને ગળે લાગવા ગઈ ત્યારે ,” બધા દુર થી આવ્યા છો, થાકી ગયા હશો, પહેંલા જમી લઈએ પછી શાંતિ થી બેસીએ. અનુરાગ દેસાઈ બોલ્યા.”
પ્રિયા કે તેના મમ્મીએ હજી સુધી અનુરાગ દેસાઈ ને લગ્ન માટેની વાત નતી કરી તે લોકો ફક્ત બે દિવસ ફરવા આવે છે એવી જાણ કરી હતી.
જમીને બધા લોકો ફરી પાછા ડ્રોઈંગ હોલ માં બેઠા અને પ્રિયા વારાફરથી બધાની ઓળખાણ કરાવતી હતી,પપ્પા આ અમારી કંપની ના માલિક છે રવિ સર,તેમને મને ખુબજ સપોર્ટ આપ્યો છે.
હમમ ઠીક છે.અનુરાગ દેસાઈ ફક્ત એટલુજ બોલ્યા.
તે પ્રિયાની સાથે હવે પહેલાની જેમ બોલતા ના હતા,પ્રિયાનો સ્વિમિંગ પૂલ વાળો વિડીઓ જોઈ તેની હાલત અને ઘરની આબરૂ જવામાં તે પ્રિયાને ભારોભાર જવાબદાર ગણતા હતા.આટલા સમય માં એક વાર પણ તેની સાથે વાત નતી કરી.
પ્રિયા તે અંકલ જોડે વાત કરી આપડી ?રવિએ કહ્યું.
શું વાત ?દેસાઈ થોડા ચિડાઈ ને બોલ્યા
અંકલ હું સીધે સીધી વાત કરૂ છું હું પ્રિયાને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગું છું,અને પ્રિયા ને પણ હું પસંદ છું.
પ્રિયા ના પપ્પા પ્રિયાની સામે જોઈ રહ્યા હતા અને પ્રિયાએ પોતાની આંખો અને ગરદન નીચે જુકાવી.
હું પ્રિયા સાથે વાત કરીશ પછી આપડે એ વાત પર ચર્ચા કરીશું.મહેમાનો નું ઉપરના માળ પર સુવાની વ્યવસ્થા કરી દો પ્રિયાને એવું કહી દેસાઈ ઉઠીને પોતાના રૂમ માં ગયા.
પ્રિયાએ બધા ના સુવાની વ્યવસ્થા કરી અને નીચે તેના પપ્પા પાસે આવીને તેમના પગ દબાવતા બોલી,”મને માફ કરી દો પપ્પા,હું જે પરિસ્થિતિમાં હતી એનો તમને અણસાર પણ નહિ હોય.ઘરે પાછુ આવી શકાય તેમ નહતું.ઘર અને નોકરી બંને જતી રહી હતી એક અડધો દિવસ રોડ પર વિતાવ્યો. ત્યારે ખબર નહિ પણ કઈ રીતે રવિ અચાનક મારા જીવનમાં આવ્યા અને મને નોકરી અને આશરો આપ્યો. હું તો સાવ ડીપ્રેશનમાં મરવા જેવી થઇ ગઈ હતી.”
તે એક વાર ભૂલ કરી છે બેટા ખોટા વ્યક્તિને પ્રેમ કરીને અને હવે બીજી વાર પણ અજાણ્યા પર કઈ રીતે ભરોસો કરવો ??
એ પ્રેમ મારી ભૂલ ને કારણે થયેલો પ્રેમ હતો,અને અત્યારે પ્રેમ પરિસ્થિતિને કારણે થયો છે,મારા રવી ને પ્રેમ કરવા ના કરવા એ હવે ફરક નથી પડતો પણ એ મને ખુબજ સારી રીતે રાખે છે.પ્રિયાએ કહ્યું
અને તારો ભૂતકાળ ?કાલ સવારે તેની ખબર પડશે તો એને ?તો પણ શું એ તને આટલીજ સારી રીતે રાખશે ?
મેં તેમને બધી વાત કરી છે પણ એમને કહ્યું કે જીવન માં આગળ વધવાનો બધાને હક છે.એમને મારા ભૂતકાળથી કંઈજ વાંધો નથી.
તો શું તે પ્રતિક વિષે બધી વાત કરેલી છે? પપ્પા એ પ્રિયાને પૂછ્યું.
ના પણ એક મોટો પ્રોબ્લેમ છે.રવિને મારા અને પ્રતિક વિષે કંઈજ ખબર નથી પણ પ્રતિક રવિનો બેસ્ટ ફ્રેન્ડ છે,બંને સગા ભાઈઓ કરતા પણ વિશેષ છે.પ્રતિક મને ગોતવા અમદાવાદ આવ્યો અને તેને રવિના ઘરે મને જોઈ એટલે તને મને ભુલી જવાનું મન મનાવી લીધું છે અને એ અમારા બંને માટે ખુશ છે.પ્રિયાએ કહ્યું
તારે તારી નવી શરૂઆત સત્ય હકીકત થી કરવી જોઈએ,તારે રવિને બધી વાત કરી દેવી જોઈએ.પ્રિયાના મમ્મીએ કહ્યું.
મેં ઘણી વાર રવિને કહેવાની કોશિશ કરી પણ એ મને ભૂતકાળ ભૂલવાનું કહે છે,અને પ્રતિકે મને કહ્યું છે કે જો હું રવિને કઈ પણ કહીશ તો એ આપઘાત કરી બેસશે.પ્રિયાએ જવાબ આપ્યો.
એનો ખાસ મિત્ર એના જેવોજ હશે.મને હવે બીજી વાર બદનામી સહન કરવાની હિંમત નથી.અનુરાગ દેસાઈ એ ગુસ્સાથી કહ્યું.
હું જાણું છું પપ્પા તમને મારા લીધે ખુબજ તકલીફ થઇ છે.સમાજ માં તમારું નામ બગડ્યું છે. પણ હવે આવું કંઇજ નહિ થાય.હું જાણું છું તમે પ્રતિકને નફરત કરો છો પણ એની અસર રવિ પર નહિ થાય.રવિ અલગ છે.અને પ્રતિક પણ ખુબજ પસ્તાય છે.પ્રિયાએ કહ્યું.
તમે પ્રિયાને સાચું કેમ નથી કઈ દેતા ??પ્રિયાના મમ્મી બોલ્યા.
શું સાચું મમ્મી?પ્રિયાએ આશ્ચર્યથી પૂછ્યું.
કંઈ નહિ .તને રવિ પસંદ છે ને બસ હવે તું સુઈ જા બાકીની વાતો કાલે બધી સાથે કરીશું.અનુરાગ દેસાઈ કડકાઈ થી બોલ્યા.
નાં પપ્પા મને ક્હો તમે મારા થી શું છુપાવો છો?
એ જાણવું તારા માટે જરૂરી નથી.અનુરાગ દેસાઈ બોલ્યા.
ના જાણવું જરૂરી છે.આજે તમે નહી કહો તો હું કહીશ પણ પ્રિયાને એ વાત જાણવી જરૂરી છે.પ્રિયાના મમ્મી બોલ્યા.
શું વાત મમ્મી ?
બેટા,તું અમદાવાદ ગઈ પછી રોજ પ્રતિક ઘરે આવતો અને મારી અને તારા પપ્પાની માફી માંગતો.જયારે મને અને તારા પપ્પા બંનેને કોરોના થઇ ગયો હતો.સગા લોકો આવી પરિસ્થિતિથી દુર ભાગે પણત્યારે પ્રતિકે મારી અને તારા પપ્પાની કોરોના ની તમામ સારવાર લેવામાં ખુબજ મદદ કરી છે. એ રાત રાત અહી જાગી મારી અને તારા પપ્પાની સેવા કરતો હતો. બદલામાં બસ એને તારી અને અમારી માફી જ જોતી હતી. પ્રિયાના ,મમ્મીની આટલીજ વાત સંભાળતા પ્રિયા ત્યાજ રડીને બેસી પડી.
તમે મને એક વાર પણ આ વાત ની જાણ કેમ ના કરી?પ્રિયાએ રડતા રડતા પૂછ્યું
તારા પપ્પા એ મને તારા સમ આપ્યા હતા અને એમને ડર હતો કે ફરી એ તારા જીવનમાં પાછો નાં આવે.પ્રિયાના મમ્મીએ કહ્યું.
તું હવે સુઈ જા બાકીની વાત કાલે કરીશું.દેસાઈ બોલ્લ્યા.
કંઈ રીતે ઊંઘ આવશે પપ્પા હવે.......એવું કહી પ્રિયા તેના રૂમમાં જતી રહી અને હવે તેને રવિએ અને બાકીના લોકો પાસે જઈ બેસવાની હિંમત ના થઇ.
તેને મારા મમ્મી પપ્પા માટે આટલું બધું કર્યું અને મેં તેની સાથે આટલું ખરાબ વર્તન કર્યું ? પ્રિયા મનોમન વિચારતી હતી.
અને ઉપર બાકીના બધા પ્રતિકના રાજકોટ આવવાની રાહ જોઈ રહ્યા હતા.
ફોન પણ સ્વીચ ઓફ કરીને બેઠો છે આ સાલો.મને ખબર છે કાલે બધું નક્કી પણ થઇ જશે તો પણ નહિ આવે તે અહી.રવિએ નીસાશો નાખતા કહ્યું .
*****************************************************************************************************
“આજે પણ હું તેને એટલોજ પ્રેમ કરું છું જેટલો પહેલા કરતો હતો,હું એના વગર નહિ રહી શકું,હું એને મારા જીવન માં પાછી લઈને જ રહીશ.......એના લગ્નતો મારી સાથે જ થશે.પ્રિયા ફક્ત મારી જ છે. અમદવાદના શીવરંજની પાસે ના ફૂટપાથ પર ચા પીતા પિતા પ્રતિક બોલતો હતો .
ક્રમશ: