Prem ke Dosti? - 3 in Gujarati Classic Stories by PRATIK PATHAK books and stories PDF | પ્રેમ કે દોસ્તી? - ભાગ 3

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રેમ કે દોસ્તી? - ભાગ 3

પ્રિયાના વિચારોમાં ખોવાઈ ગયેલા રવિને અચાનક યાદ આવે છે અને દોડીને નીચે જાય છે, એક કલાક થઇ હજી પણ પ્રિયા ત્યાંજ
બેઠી હતી. તે રવિ તેને જોવે છે અને અચાનક રવિને જોતા પ્રિયા મનમાં થોડીક રાહત અનુભવે છે.
“”હજી અહીજ બેઠા છો ?”” રવિ એ પૂછ્યું
“ “હવે ક્યાંય જવું કોઈ નથી” .”પ્રિયા એ સાવ દુ:ખી અવાજે કહ્યું.
જો તમને ખોટું ના લાગે તો તમારી કંપનીના માલિકના ફ્લેટમાં એક રૂમ ખાલી છે અને તમે મારા પર વિશ્વાસ રાખી શકો છો. રવિએ ખુબજ આત્મ વિશ્વાસ સાથે કહ્યું.
પ્રિયાને થોડી ખચકાટ થઇ, બે ઘડી વિચાર્યું પણ તેના પાસે બીજો કોઈ રસ્તો ન હતો.
“પણ તમારે રૂમ નું ભાડું લેવું પડશે” પ્રિયાનુંએમ બોલતા બંને હસ્યા . એની ચિંતા ના કરો હું સેલરી માથી કાપી નાખીશ બોલી રવિ એ પ્રિયાનું બેગ લીધું,અને બંનેએ ફ્લેટમાં જવા માટે બસ સ્ટેન્ડથી ફ્લેટ તરફ આગળ વધ્યા.
ફ્લેટમાં પ્રવેશતાજ પ્રિયાથી બોલ્યા વગર ના રહેવાયુ
“ તમારી કંપની સારી કમાણી કરતી લાગે છે. નાઇસ ફ્લેટ .
“વેલકમ ટૂ માય ફ્લેટ ,મારી જેમ મારો ફ્લેટ પણ ખાલીપો ભોગવે છે.અને આ તમારો રૂમ,તમે ડ્રોઈંગરૂમ અને કિચનનો પણ ઉપયોગ કરી શકો છો.” રવિ એ પ્રિયાને પોતાનો ફ્લેટ દેખાડતા કહ્યું.

હમણાં આરામ કરો ,પછી સાંજે શાંતિથી વાત કરીએ કહીને રવિ પોતાના રૂમ માં ગયો.
હાલ બંનેની મન: સ્થિતિ ખુબજ નાજુક હતી.રવિ એક તરફ ખુશ હતો તો બીજી તરફ એના મન માં ડર હતો.
પ્રિયા તો સાવ મજબૂરીમાં એક અજાણ્યા માણસ જોડે રહેવાના પોતાના નિર્ણયને સારો સમજાવો કે ખોટો સમજવો એ સમજીજ ન હતી શકતી. એક અજાણ્યો માણસ તેના માટે આટલું કેમ કરતો હશે એ અને હજી પણ નતું સમજાતું? શું તેના પર ભરોશો કરવો ? કોણ છે આ રવિ પટેલ ? કેવો હશે ? મારો કંઈ ગેર ફાયદો નહી ઉઠાવે ને ? એવા કેટલાય સવાલો તેના મનને ઘેરીને બેઠા હતા.
રવિ પટેલ ની માહિતી તો સોસિયલ મેડિયામાં મળશે લાવ તેને હું ફેસબૂક કે ઇનસ્ટા માં શોધું, એવું વિચારી પ્રિયા પોતાનો મોબાઈલ ચાલુ કરે છે પણ અચાનક તેને યાદ આવે છે કે પોતે જ ગઈ કાલે રાત્રે પોતાના બધાજ સોશિયલ મીડિયા અકાઉન્ટ ડી-એક્ટિવેટ કરી નાખ્યા છે.
મોબાઈલ ચાલુ થતાં જ તે તેના જૂના પ્રેમીની યાદો માં બંને ના જૂના ફોટોસ જોવા લાગી અને અચાનક જૂની યાદો યાદ આવીને તે રડવા લાગી.
“મારે આમથી બહાર આવું જ પડશે, આગળ વધવું જ પડશે , બોલીને પ્રિયા એ પોતાના મોબાઈલના બધા જ ફોટોસ અને મોબાઈલ ના બધાજ મેસેજ ડિલીટ કરી નાખ્યા.”
મોબાઈલ પકડીને પ્રિયા ક્યારે સૂઈ ગઈ એને ખબરજ ના રહી.
સાંજ ના સાડા છ વાગ્યે પ્રિયા રૂમ માથી બહાર આવી ત્યારે રવિ કિચનમાં ચા બનાવતો હતો.
હું કઈ મદદ કરું તમારી ? પ્રિયા એ કહ્યું
હા કરી શકોને આ ચા ને ટેસ્ટ કરીને.રવિ એ હંસીને જવાબ આપ્યો
આટલી સરસ ચા બનાવો છો તો કીટલી પર કેમ ચા પીવો છો??

કિટલીની ચા આનંદ આપે છે એક સૂકુંન આપે છે. આ ખાલી જીવન માં બે પાંચ માણસો ને જોવુને તો થોડીક હળવાશ અનુભવાય છે, રવિ એ ખુલ્લા મને કહ્યું.
અને સિગરેટ????

સીગરેટ તો પીતે હૈ હમ ગમ ભૂલાને કે લિયે.. રવિ એ હસતાં હસતાં કહ્યું
તો સીધો દારૂ જ પીવાય ને ? દારૂ પણ પીતા હસો કેમ ને ? પ્રિયા નો આ સવાલ સીધો ગૂગલી હતો અને રવિ ક્લીન બોલ્ડ થયો .
ના ના દારૂ ને તો ક્યારેય હાથ જ નથી લગાડ્યો.રવિ એ કહ્યું
“I hate drink and I hate drinker” કહીને પ્રિયા થોડા ક્ષણો માટે ક્યાક ખોવાઈ ગઈ.
“ચા ફક્ત ચા પીવું છું અને પીવડાવું છું. અને આ આપણી ચા તૈયાર છે રવિએ પ્રિયાના હાથ માં ચાનો કપ આપીને કહ્યું.
ચાલો તો પછી તૈયાર થઈ જાઓ. આપણે આજે બહાર જમવા જાશું એમતો હરરોજ મારૂ ટિફિન આવે છે પણ આજે રવિવારે સાંજે ટિફિન મા રજા હોય છે.
આ થોડું વધારે નથી લાગતું તમને ? પ્રિયા થી નતું બોલવું છતાય બોલાઈ ગયું
શું કહ્યું તમે ?? રવિ એ પૂછ્યું
પછી પ્રિયાને યાદ આવ્યું કે હજી તેમની કંપનીમાં પણ રહેવાનુ છે અને બીજો કોઈ કઈ વિકલ્પ નથી .
તેમ છતાં થોડા વિરોધ પછી રવિએ પોતાની વાત મનાવી પ્રિયાને તૈયાર થવા રાજી કરી.
થોડી વાર પછી પ્રિયા તૈયાર થઈ ને બહાર આવે છે.મસ્ત જીન્સ ને ટોપ પહેરી પ્રિયા તૈયાર થઈ ને આવશે એની વિપરીત પ્રિયા કાળા રંગ ના ઢીચણ સુધીના ટોપ અને લાલ રંગ ની ચૂડીડાર પહેરીને આવે છે અને કપાળ પર એક નાનો કાળો ચાંદલો તેની સુંદરતા ખુબજ વધારતો હતો.
તેને જોઈ રવિ તેને જોતાં જ રહી ગયો. એક દિવસમાં રવિને બે વાર પ્રેમ થઈ ગયો હતો.
બંને સાંજે અમદાવાદના એ મોલમાં ફર્યા જે મોલ માં મોસ્ટ ઓફ યંગ કપલ પોતાનો સારો સમય વીતાવવા આવતા હોય છે. આજે રવિ અને પ્રિયાં પણ કપલ તરીકે નહીં પણ એક અજાણ્યા મિત્ર તરીકે સાથે આવ્યા. આ એજ જગ્યા હતી કદાચ રવિ કાવ્યા જોડે અને પ્રિયાં તેના જૂના બોય ફ્રેન્ડ જોડે આવતી.
અંદર આવતાજ રવિ પોતાની જૂની યાદો માં ખોવાઈ ગયો અને બોલ્યો અમે ત્યાં બેસતા એને… ચોકલેટ બહુ ભાવતી.
અને રવિ થોડો ભાવુક થઈ ગયો.
પ્રિયાને પણ પોતાની વિસરેલી યાદો યાદ આવી.
Wait wait આપણે અહી શા માટે આવ્યા છી એ? અરે જૂનું બધુ ભૂલવું પડસે લેટ્સ એન્જોય ધ મોમેંટ્સ રવિ એ કહ્યું
યસ યુ આર રાઇટ. ચાલો ગ્રોસરી ડિપાર્ટમેંટ માં જઈ એ. પ્રિયાએ કહ્યું.
કેમ ગ્રોસરી ડિપાર્ટમેંટ? આપણે ફરવા આવ્યા છીએ ને રવિ એ આશ્ચર્ય થી પૂછ્યું.
સાહેબ આવડો મોટો ફ્લેટ અને એમાં પણ આવડું મોટું રસોડુ અને એ સાવ ખાલી ખાલી લાગે એ કેમ ચાલે. ?કાલ થી તમે ઓફિસમાં ટિફિન જમશો પણ ઘરે બનાવેલું. એટલે મારે થોડો સામાન લેવો પડશે અને હા એના રૂપિયા બંને શેર કરીશું પણ અત્યારે તો તમે પૈસા આપજો સલેરી માથી કાપી નાખજો.
રવિ અને પ્રિયા જાણે કપલ હોય એમ ખરીદી કરતાં હતા. રાતે સારી હોટલમાં જમી બંને ઘરે આવ્યા.
રવિના પ્રિયા પ્રત્યનેના આજના વ્યવહારે તો પ્રિયાના મન નો એક સંદેહ કાઢી નાખ્યો હતો કે રવિ તેનો દૂર ઉપયોગ કરશે .
સવારે રવિ ઉઠ્યો અને તેની ચા તૈયાર હતી ,પ્રિયાએ વહેલા ઉઠી ઘર નું તમામ કામ પતાવી દીધું હતું અને બંને ની રસોઈ પણ બનાવી નાખી હતી.રવિ તો તેને જોતાં જ રહ્યો કે એક જ દિવસ ના પરિચય વાળી વ્યક્તિ કઈ રીતે આટલું બધુ પોતાનું કરી શકે ?
“સર શું વિચારો છો? જલ્દી તૈયાર થાઓ મારે મારી ઓફિસ ના પહેલા દિવસેજ મોડુ નથી થાઉં.”
શું કોઈ આટલી જલ્દી પોતાના પ્રેમ ને ભુલાવી શકે? પ્રેમમાં દગાના ઘાં આટલી જલ્દી રુજઈ શકે ??
પ્રિયા નું આટલું જલ્દી સ્વસ્થ થવું એમાં કઈ અચરજ જેવુ લાગતું હતું .
બસ આમને આમ એક થી દોઢ મહિનો ચાલ્યું,બંને સાથે કંપની માં જાય,અને સાથે ઘરે આવે. પ્રિયાની આવડતે રવિની કંપનીમા પણ પોતાનું સ્થાન સારું બનાવી લીધું હતું.રવિએ હવે ટીફીન છોડાવી પ્રિયાના હાથનું જમવાનું શરુ કરી દીધું હતું .હર વિકેન્ડ બન્ને મુવી જોવા કે આઉટીંગ માટે જતા .બંને ની મિત્રતા ધીરે ધીરે વધવા લાગી .બંને ના મનમાં ભર ઉનાળાની પાનખરમાં વસંતની કુપણો ખીલી ઉઠી,બંને ના મનમાં એક બીજા માટે પ્રેમ પાંગરી રહ્યો હતો પણ બંને ના મનમાં ડર હતો ,જો પ્રેમ થશે તો જુદા થવાનો ડર ,જે મિત્રતા બંધાઈ છે તે તૂટવાનો ડર,ભૂતકાળ જેવી પરિસ્થિતિ ના આવે એનો ડર,બન્ને ભૂતકાળમાં તૂટ્યા છે એ ખબર બંને ને હતી પણ એકબીજાના ભૂતકાળ થી અજાણ હતા.

“”આજે પ્રિયાને હિંમત કરીને કહી દઉં કે તું મને પસંદ છે,હું તને પ્રેમ કરવા લાગ્યો છું.પણ કઈ રીતે કહું?એ ગલત સમજશે તો ? પણ હું હવે તેના વગર રહી શકું એમ નથી. જે પરિણામ એ જે જોયું જશે. આજે તો કહી ને જ રહીશ.””
“રવિ રાત્રે ૧૧ વાગે રવિ પ્રિયાનો રૂમ ખખડાવે છે. મેં આઈ કમ ઇન પ્રિયા ?” અરે આવોને તમારુ જ ઘર છે પ્રિયા એ કહ્યું .પ્રિયા મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે,પણ પ્રોમિસ કર કે તું મને ગલત નહિ સમજે,ખોટું નહિ લગાડે.”રવિએ કહ્યું.
હા કહોને એમાં ખોટું શું લાગે .
પ્રિયા ....હું... પ્રિયા હું તને પ્રેમ કરવા લાગ્યો છું.આપણે પહેલી વાર મળ્યા ત્યારથી મને તું ગમી ગઈ હતી.ખબર નહિ કેમ પણ તારા વગર મારું જીવન હવે અધૂરું લાગે છે.શું મારા ફ્લેટ પાર્ટનર માંથી મારી લાઈફ પાર્ટનર બનીશ?” રવિ બધું એકજ શ્વાસે બોલી ગયો.એટલું કહી તેને પ્રિયાનો હાથ હાથ માં પકડી તેના જવાબ ની રાહ માં તેની આંખોમાં જોયું.પ્રિયાની આંખોમાં આંસુઓ સિવાય કઈ જ નહિ.રવિના આવા અચાનક પ્રપોઝલ નો તે જવાબ આપી ન શકી.”સોરી પ્રિયા મેં તારું દિલ દુભાવ્યું હોય તો પણ મારે તને આ વાત ઘણા દિવસ થી કહેવી હતી આજે હિંમત કરીને કહુ છું.અને જો તું ના પડીશ તો પણ કોઈ વાંધો નથી તારા પર કોઈ જાતનું દબાણ નથી.આપણે હંમેશા મિત્રો તો રહેશુંજ...

રવિ ના અચાનક આવા પ્રપોજલની અસર પ્રિયા પર શું પડી હશે? પ્રિયા નો જવાબ હા હશે કે ના હશે ? રવિની સારી છબી જે પ્રિયા પાસે ઊભી થઈ છે એ છબી શું ખરડાશે????

ક્રમશ ......