Prem ke Dosti? - 5 in Gujarati Classic Stories by PRATIK PATHAK books and stories PDF | પ્રેમ કે દોસ્તી? - ભાગ 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રેમ કે દોસ્તી? - ભાગ 5

સ્યૂસાઇડ તો કાયર કરેહજી હું એટલો પણ હારેલો નથી.વળી જેને હું જ સારી રીતે રાખી શક્યો નહીં અને ભૂલ મારી એ માટે હું સ્યૂસાઇડ કરું તો આખી જિંદગી બિચારી પ્રિયા પોતાની જાતને

મને મારી ભૂલ સમજાઈ ગઈ છેજ્યાં સુધી એ બંનેના લગ્ન ના થાય ત્યાં સુધી હું અહિજ રઇશ અને ફરીથી નોકરી પણ શરૂ કરી દઇશ.

*********

આ વખતે સુરજ ક્યાથી નીકળ્યો કે તમે અમારા ઘરે આવ્યા કેમ રવિએ ના પાડી તેના ઘરે જીવનમાં છોકરી આવી જાયને એટલે મિત્રોતો થોડા દૂર જ થઈ જાય. દર્શને ટોંટ મારતા કહ્યું,

તું સાલા સુધર્યો નહીં એમનો એમ જ છું ના રવિને મળીને જ આવ્યો હું અને પ્લીઝ મારો એક ફેવર કરજે રવિને કહેતો નહીં કે હું તારા ઘરે રહું છું. પ્રતિકે દર્શનને ગળે લગાવીને કહ્યું.

?

ના બધુ બરોબર છે બસ આટલું કામ કરજે મારૂ. પ્રતિકે કહ્યું

તું સાવ બદલાયેલો લાગે છે.દર્શને કહ્યું

અરે ના ના આતો નવી વાર્તાની તૈયારીમાં થોડો ચિંતા અને ડિસ્ટર્બ છું બસ.

ઓકે નો પ્રોબ્લેમ . તું તારે જેટલું રોકાવું હોય એટલુ રોકાજે અત્યારે હું ઓફિસ જાઉં છું અને જો બહાર જવું હોય તો ચાવી દરવાજા ઉપર મૂકીને જજે.દર્શને કહ્યું

દર્શનના ગયા પછી પ્રતિક તેની અને પ્રિયાની યાદોમાં ખોવાઈ ગયો.તેમની પહેલી મુલાકાત અદભૂત હતી.

પ્રિયા દેસાઈ એક સોફ્ટવેર કંપનીમાં ઇન્ટર્ન હતી અને પ્રતિક પોતાની સરકારી નોકરી ઉપરાંત એન્કરીંગ અને પાર્ટ ટાઇમ લેખન કાર્ય કરતો. એક ઉભરતા લેખક અને કવિના સંમેલન ની એક પ્રાઇવેટ ઇવેન્ટમાં પ્રતિક પણ ભાગ લેવા પહોંચ્યો હતો જેની સમગ્ર વ્યવસ્થા પ્રિયાની કંપની તરફથી કરવામાં આવી હતી.

કવિ લેખકો નું રજીસ્ટ્રેશન ક્યાં થાય છે ??પ્રતિકે એક ખુલ્લા વાળ અને કાળા રંગ નું ટીશર્ટ અને બ્લુ રંગ ના જીન્સ પહેરેલી ઉંધી ફરીને બેઠેલી છોકરીને પૂછ્યું

સામે થી કઈ જવાબ ના મળતા ,પ્રતીકે ટેબલ પર હાથ પછાડ્યો અને જોરથી બોલ્યો ઓહો મેડમ બહેરી છો ? સંભાળતું નથી? ટેબલ પર હાથ પછાડવાના અવાજે પ્રિયાએ પાછળ ફરીને જોયું તો પ્રતિક એક મોટા લેખક માફિક બ્લુ રંગનો જબ્બો પહેરીને ઉભો હતો.પ્રિયા ને જોતા જ પ્રતિકની અંદરનો રોમેન્ટિક કવિ બહાર આવી ગયો અને નરમાશ થી પૂછ્યું જી મેડમ કવિ લેખકોનું રજીસ્ટ્રેશન

તમે થોડા મોડા પડ્યા છો ,અને હા કવિ લેખક નહિ ઉભરતા કવિ લેખક નું રજીસ્ટ્રેશન અહી થતું હતું એમ કહીને પ્રતીકને પ્રિયાએ ટોન્ટ મારતા ફેક સ્માઈલ સાથે કહ્યું ,અને બબડતા બોલી કે લેખક બન્યા નહિ કે જબ્બા-બબ્બા ઠઠાડીને આવ્યા .

પ્રતિકને ગુસ્સો આવવો તો વ્યાજબી હતો પણ પ્રિયાની સુંદરતા સામે એ હારી ગયો.

મેડમ થઇ શકે તો મારું રજીસ્ટ્રેશન કરી મને અંદર જવાદો ,મેં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું છે પ્રતીકે ખુબજ વિનમ્રતા થી કહ્યું.

તો એમ કહોને,ઓનલાઈન કર્યું હોય તો સીધા જ અંદર જઈ શકો છો ,પ્રતિકની વિનમ્રતા જોઈ પ્રિયા આ વખતે શાંતિથી બોલી.

અને હા તમે પહેલી નજર ના પ્રેમ માં માનો છો ??જો માનતા હોય તો ઠીક અને ના માનતા હોય તો અંદર આવી મારી કવિતા સંભાળજો તમને પણ પ્રેમ થઇ જશે...

પ્રતિકનું આવું કહેવું પ્રિયાની સમજની બહાર હતું.

શું કહેવા માંગો છો ???

કશું નહિ તમારે અંદર નથી આવવું કવિ સંમેલન માં ??

Actually, I Don’t like poets and writers and their write-ups પ્રિયાએ જવાબ આપ્યો.

એટલે જ કહ્યું મારી કવિતા સંભાળજો પ્રેમ થઇ જશે ...

પ્રતિકની વાતો પ્રિયાને સમજાણી નહિ પરંતુ તેને અંદર જવા માટે જરૂર જીજ્ઞાશા જગાડી

પ્રતીકે ને આશા હતી જ કે પ્રિયા અંદર આવશેજ ,અને થયું એમજ.બંને ની નજરો મળી અને તે પ્રિયાની સામેજ જોઈ રહ્યો હતો .જેવો પ્રતિક નો કવિતા બોલવામાં વારો આવ્યો અને પ્રિયા ચિડાઈ ને બહાર જવા લાગી ત્યારે જ પ્રતિક બોલ્યો , ઐસે રૂઠ કે ના જાઓ ભરી મહેફીલ મેં સે , મહેફિલભી રૂઠ જાયેંગી...

પ્રિયા ત્યાજ ઉભી રહી ગઈ અને પ્રતિક આગળ કંઇક બોલે એની રાહ જોવા લાગી.

પ્રતિક પણ તેના શાયરના અંદાજ માં બોલ્યો ,હવે કવિતા મને થયેલા પહેલી નજરના પ્રેમ માટે....

“મળે તો એવા હમસફર મળે કે ના સ્વર્ગની ચાહના રહે

બાહ્ય સુંદરતા કરતા સ્વાભાવિક સૌન્દર્ય મળે

નથી ખબર કે લાયક છું તારા પ્રેમનો

બાકી તો તૈયાર છું વિષનો પ્યાલો પીવા

આખી કવિતા પ્રતિકે પ્રિયાની આંખોમાં જોઇને બોલ્યો.

ખરેખર તમારી કવિતા ગમી મને , પ્રિયા એ પ્રતીકને બહાર આવીને કહ્યું

અને હું ??? પ્રતિકે ફલર્ટ કરતા કહ્યું

તમે બધી છોકરીઓ સાથે ફલર્ટ કરો છો કે આવાજ છો?

જી મેડમ હું નાનપણ થી આવોજ છું,અને હા મેડમ ફલર્ટ કભી હર્ટ નહિ હોતા.પ્રતિકની આ વાત થી પ્રિયાને હસવું આવ્યું અને થોડા સમય પહેલા જે ગુસ્સો હતો એ ક્યાં જતો રહ્યો એને જ ખબર ના રહી.

સોરી ! સવારે મે તમારા પર ખોટો ગુસ્સો કર્યો ,હકીકત માં મારા બોસ નો ગુસ્સો તમારા પર ઉતારી ગયો. બાય ધ વે આઈ એમ પ્રિયા દેસાઈ.પ્રિયાએ કહ્યું.

ગુસ્સા થી થયેલી મુલાકાત ધીરે ધીરે ફેસબુક ચેટ,ઇન્સટાગ્રામ રીલ્સ સુધી આગળ વધી અને ધીમે ધીમે બંને નો સબંધ એક ખાસ મિત્ર તરીકે આગળ વધ્યો જે હજી સુધી ફક્ત મોબાઈલ પરની વાતો પુરતો સીમિત હતો .પ્રતિક દરરોજ પ્રિયાને પોતે બનાવેલી કવિતાઓ કહેતોધીરે ધીરે પ્રિયાને પણ પ્રતિકની કવિતાઓ ગમતી અને તેની જોડે સમય વિતાવવો પણ ગમવા લાગ્યો .

પ્રિયા આપણે મળી ના શકીએ ? લગભગ ૨ મહીંના વીત્યા હશે આપણી મુલાકાતને,એકજ શહેરમાં રહી છી એક વાર ના મળી શકીએ આપણે ??

પ્લીઝ ! પ્રતિક મને એવું ગમતું નથી. પ્રિયા એ કહ્યું

એક વાર તો મળો મેડમ રાજકોટની હવા માં ખુબજ પ્રેમ છે તમને પણ ગમવા લાગશે.પ્લીઝ તારા પર એક ઉપકાર કર થોડો ચેન્જ આપ તારી જાતને.પ્રતિકે તેને હસતા હસતા કહ્યું.

ઠીક છે પણ એકજ વાર મળીશ અને પ્લીઝ તું વારંવાર મળવાનો ખોટો દબાવ નહીં કરે પ્રિયા એ ખુબજ સ્પષ્ટપણે કહી દીધું.

હા બકા તું એક વાર મુલકાત તો કર ..

મેડમ થી સીધું બકા? મિસ્ટર.પ્રતિક બહુ ફાસ્ટ ચાલો છો હો બી કેરફુલ હા ... પ્રિયાએ હંસતા હંસતા જવાબ આપ્યો .

પ્રતિકના જીવનનો એ ઐતિહાસિક દિવસ એક પ્રેમી એની પ્રિયતમાને મળવા જેમ આતુર હોય એમ પ્રતિક પણ આતુર હતો,પ્રિયા માટે ચોકલેટ્સ,લાલ ગુલાબ અને એક ગીફ્ટ તેને બોલીવૂડ ના પિચ્ચર માફિક તૈયારી કરી હતી.

સાદગીથી તૈયાર થયેલી પ્રિયા આજે ખુબજ સુંદર દેખાતી હતી, કોઈ પણ જાતનો મેકઅપ નહિ કોઈ શણગાર નહિ આજે પણ જીન્સ અને ક્રોપ ટોપ પહેરેલું હતું.પ્રિયાને જોઈ પ્રતીકે તેની સાથે હાથ મિલાવ્યો અને ભેટવા જતો જ હતો ને પ્રિયા દુર જતી રહી અને બોલી, લીમીટમાં પ્રતિક લીમીટમાં”,

મને એમ હતું કે તું મને મળવા આવે છે તો ખુબજ તૈયાર થઇ ને આવીશ પણ હું શોક્ડ છું કે તું આપણી ફર્સ્ટ ડેટ માં આ રીતે આવીશ.પ્રતીકે કહ્યું.

જો પ્રતિક હું તને સ્પષ્ટપણે કહી દઉં કે આ આપણી કોઈ ડેટ તો નથીજ અને મેં વિચાર્યું કે હું જેવી છું એવીજ તારી સાથે તારી સામે આવું કોઈ પણ જાતનું ખોટું તને સારું લગાવવા દેખાડો ના કરું.

મને તારી પ્રમાણિકતા ગમી, વેલ ,આઈ એમ વેરી ઈમ્પ્રેસ્સ. સાચું કહું તો મને તારો આ લૂક ગમે છે.અને હા તારા માટે હું ચોકલેટ્સ લાવ્યો છું પ્રતિક તેને તેને ચોકલેટ્સ અને ગુલાબ આપે છે.

ચોકલેટ્સ સુધી તો ઠીક હતું પણ ગુલાબ ?? પ્રતિક મને આવું કઈ ગમતું નથી .તારે આવું કઈ મારા માટે લાવવું નહિ. પ્રિયા એ કહ્યું

તારે ના લેવું હોય તો ફેકી દેજે પણ હું તો લાવીસ ,તું તારુ હૃદય કહે એમ કરજે અને હું મારા હૃદયનું માનીશ.

પ્રિયા પાસે આ વાત નો કોઈ જવાબ નહતો.

બંને લોકોએ ખુબજ સમય સાથે વિતાવ્યો,એક બીજાની પસંદ નાપસંદ જાણી,એક બીજાની મસ્તી પણ કરી જાણે એ લોકો એકબીજાને ઘણા સમય થી ઓળખતા હોય. પ્રતિકે તો પ્રિયા સાથે પોતાના જીવનની કલ્પના કરી નાખી હતી અને આ બાજુ પ્રિયાને પણ પ્રતિક ગમવા લાગ્યો હતો.પણ શી ખબર એ જતવા ન હતી માંગતી કે તેને પણ પ્રતિક ગમે છે.

ચાલ પ્રતિક,હવે જઈએ ઘણો સમય થઇ ગયો ,અને થેંક યુ..

થેંક યુ ફોર વોટ ?? પ્રતીકે પૂછ્યું ..

બસ એમજ કારણ ના પૂછીશ..

પ્રિયા મારે તને એક વાત કહેવી છે , પ્રતીકે અચાનક ગંભીર થઇ ને કહ્યું

કહીને તેને લાવેલી ગીફ્ટ પ્રિયાને આપી અને કહ્યું હું આનો જવાબ પણ નથી માંગતો કે તને ફોર્સ પણ નથી કરતો કે તું પણ મને પ્રેમ કર. હું ફક્ત મારી લાગણીઓ તારા સમક્ષ રજુ કરું છું. અને તને એમ લાગતું હશે કે બધું બહુ જલ્દી થાય છે આપણે મળ્યા એને ફક્ત બે જ મહિના થયા છે તો પણ જોડી ઉપર બને છે આપણે ફક્ત નિમિત માત્ર છી.I Love you dear.

પ્રિયા પ્રતીકને ફક્ત જોઈ રહી કઈ બોલી શકી નહિ.પણ એની આંખોમાં પ્રતીક માટે ચોક્કસ પણે લાગણી દેખાતી હતી. ક્રમશ :