Quotes by Vidhi in Bitesapp read free

Vidhi

Vidhi

@vidhi6131
(192)

મનની સાચી મુક્તિ – નિયંત્રણ અને અપેક્ષાઓથી પરે
આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિના હોઠ પર એક જ સવાલ હોય છે કે મને માનસિક શાંતિ ક્યાં મળશે? આપણે એવું માનીએ છીએ કે દુનિયાની બધી જ બાબતોનું જ્ઞાન મેળવી લેવાથી અને દરેક પરિસ્થિતિ પર કાબૂ રાખી લેવાથી આપણે ખુશ રહી શકીશું. પરંતુ, વાસ્તવિકતા આનાથી બિલકુલ વિપરીત છે.
નાનું બાળક હોય ત્યારે તેને દુનિયાની કોઈ ચિંતા નથી હોતી કારણ કે તેનું મન નિર્દોષ અને અજાણ હોય છે. પરંતુ જેમ-જેમ વ્યક્તિ મોટો થાય છે, તેમ-તેમ તેને દુનિયાની વાતો, સ્પર્ધાઓ અને મુશ્કેલીઓ જણાતી થાય છે. આજે સોશિયલ મીડિયા અને માહિતીના આ યુગમાં આપણી પાસે માહિતીનો અતિભારો છે. બધું જ જાણી લેવાની આ ઘેલછા આપણી પાસેથી આપણી માનસિક શાંતિ છીનવી લે છે.
જેમ તળાવનું પાણી જો લાંબો સમય એક જ જગ્યાએ રોકાઈ રહે તો તે ગંદું થઈ જાય છે, બરાબર એ જ રીતે જ્યારે નકામા વિચારો અને ચિંતાઓ મનમાં જ ઘૂમરાયા કરે છે, ત્યારે મન પણ એ ગંદા પાણી જેવું બની જાય છે. વિચારો પર બળપૂર્વક અંકુશ રાખવાને બદલે તેને નદીના વહેતા પાણીની જેમ મુક્ત વહી જવા દેવા જોઈએ. વિચારોને પકડી રાખવાથી જ તણાવ વધે છે.
જીવનનું સૌથી મોટું સત્ય એ છે કે જ્ઞાન હોવા છતાં માણસ દુઃખી એટલા માટે થાય છે કારણ કે તે દરેક વસ્તુને પોતાના નિયમો અને નિયંત્રણમાં રાખવા માંગે છે. માણસ પોતાની જાત માટે કઠોર નિયમો બનાવે છે અને પરિવાર, મિત્રો કે પરિસ્થિતિઓ પર પણ પોતાના વિચારો થોપવા મથે છે. તે સારી રીતે જાણે છે કે વસ્તુઓને મુક્ત છોડી દેવાથી જ શાંતિ મળે છે, છતાં પોતાના અહંકાર અને અસલામતીના ડરને કારણે તે દરેકને બાંધવા પ્રયત્ન કરે છે. અને આ જ બંધન તેના દુઃખનું મુખ્ય કારણ બને છે.
માનસિક શાંતિ બધું જાણી લેવામાં નહીં, પરંતુ કેટલીક બાબતોથી અજાણ રહેવામાં, વિચારોને વહેતા મૂકવામાં અને પરિસ્થિતિઓ પરથી પોતાનું નિયંત્રણ છોડી દેવામાં છે. જે દિવસે આપણે દરેક બાબતને કાબૂમાં રાખવાનો આગ્રહ છોડીને કુદરતી પ્રવાહ સાથે જીવતા શીખી જઈશું, તે જ દિવસે મનની સાચી મુક્તિ અને શાંતિ અનુભવાશે.
-Vidhi

Read More

​મારે અર્થ બનીને ઉગવું છે,
રસ્તો બની તપવું છે.
મંજીલની મને આશ નથી,
મંજીલ બની પરખવું છે.
​દુનિયાની કોઈ આશ નથી,
ખુદને મારે ઘડવું છે.
દીવો બની કાલે ઓલવાવું,
મારે સુરજ બની ચમકાવવું છે!
-Vidhi

Read More

રાતના બેડરૂમની ચારેય બાજુ ઘનઘોર શાંતિ ફેલાયેલી હતી. થાકી-પાકીને ઘરે પહોંચી, દરવાજાનું તાળું ખોલ્યું, અંદર પ્રવેશીને ફ્રિજમાંથી પાણી પીધું અને બેડ પર બેસીને ફોન હાથમાં લીધો. સ્ક્રીન પર આંગળી ફેરવતાં આખું કોલ લિસ્ટ અને કોન્ટેક્ટ્સની યાદી સામે આવી ગઈ.
​આ યાદીમાં મોટા-મોટા બિઝનેસમેન, સેલિબ્રિટીઝ અને દુનિયાભરના વીઆઈપી લોકોના નંબરો સેવ હતા. આખી દુનિયા એક નાના ફોનમાં સમેટાયેલી હતી—પરંતુ વિડંબના એ હતી કે જેની દુનિયામાં હું હતી, એ 'મમ્મી' નામનો એક પણ નંબર આ ફોનમાં નહોતો. કારણ કે, જ્યારે હાથમાં સ્માર્ટફોન આવ્યા અને દુનિયા ડિજિટલ થઈ, ત્યારે મમ્મી તો એ બધા વગર જ હંમેશ માટે આ દુનિયા છોડીને જતી રહી હતી. મોબાઈલની સ્ક્રીન પર એ નામનો નંબર સેવ કરવાની કે ક્યારેય ફોન કરવાનો મોકો જ નહોતો મળ્યો.
​આ અહેસાસ થતાં જ હૃદય ભારે થઈ ગયું અને આંખોમાં ભરાયેલા ભેજ વચ્ચે હોઠ પર આવી જતું એક મુસ્કાન સાથે ફોન સાઈડમાં મૂકી દીધો, ચૂપચાપ ઊભી થઈ અને મનને વેરવિખેર યાદોમાંથી બહાર કાઢવા માટે રસોઈ તરફ વળી ગઈ.

​"મોબાઈલની સ્ક્રીન પર ભલે આખી દુનિયા વસી ગઈ,
પણ જેની દુનિયા હતી એ નામ વગરનું સરનામું રહી ગયું."

-Vidhi

Read More

સાંજનો સમય હતો. એક છોકરાને ખાવાનું મન થયું અને હોટેલવાળાને કહ્યું, તો દિવસભરની પ્લેટ ધોવડાવી અને જમવા બેસાડ્યો.
​એ જમતો જ હતો, ત્યારે તેની સામે એક માતા પોતાના બાળકને પ્રેમથી જમાડી રહી હતી. પેલાના હાથમાંથી કોળિયો પડી ગયો, ગળા નીચે કોળિયો ઉતાર્યો જ નહીં, બસ આંસુ આવી ગયા કારણ કે તે અનાથ હતો. તેને સમજાયું કે તને ખાવાની ભૂખ નથી, પણ લાગણી અને મમત્વની ભૂખ છે.

કેટલાક દર્દ એવા હોય છે જે સમજાવી શકાતા નથી, માત્ર અનુભવી શકાય છે.

Read More

સફળતાનો અસલી રસ્તો: ત્યાગ, કમ્ફર્ટ ઝોન અને વાસ્તવિક સંઘર્ષ
​સફળતા મેળવવી હોય તો સૌથી પહેલાં ઘરનો ત્યાગ કરવો જ પડે છે, કારણ કે જે ઘરનો ત્યાગ નથી કરતા એ સામાન્ય માણસ રહી જાય છે.
​બાળપણમાં બાલમંદિર જવા માટે ઘર તો છોડવું જ પડે છે, અને હા, પછી ત્યાગ તો કહેવાય ને! જેમ ભગવદ્ ગીતા પ્રમાણે કંઈક પામવા માટે કંઈક ખોવું પડે છે, તેમ જ હા, ઘર (કમ્ફર્ટ ઝોન) નો ત્યાગ કર્યા વગર આગળ વધી શકાતું નથી.
​આજના જમાનામાં દુઃખની વાત એ છે કે બાળકોને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢવા સૌથી પહેલાં પેરેન્ટ્સે પ્રયાસ કરવો જોઈએ, આજના જમાનામાં બાળકોનું સૌથી મોટું સ્પીડબ્રેકર પેરેન્ટ્સ બની જાય છે. મારા અનુસાર જ્યાં સુધી બાળક માંગે નહીં ત્યાં સુધી પેરેન્ટ્સે એમને કમ્ફર્ટ ફીલ ન કરાવવું જોઈએ. કારણ કે હા, જ્યાં સુધી ખાડામાં પડીએ નહીં ત્યાં સુધી ખાડામાંથી બહાર નીકળતાં ન આવડે.
​ટૂંકમાં, જો જીવનમાં ખરેખર સફળ થવું હોય તો આરામ અને કમ્ફર્ટ ઝોન છોડવો જ પડશે.
- Vidhi

Read More

પ્રેમ અને સ્વતંત્રતા: દીકરીઓના હકો પર એક સળગતો સવાલ
​સ્વતંત્રતા એ ભીખ કે કોઈની મહેરબાની નથી, પણ દરેક માનવીનો જન્મસિદ્ધ અધિકાર છે. પરંતુ જ્યારે પરિવાર કે સમાજ એમ કહે કે, "અમે તો દીકરીઓને છૂટ આપેલી છે," ત્યારે આ વાક્યમાં જ એક અદ્રશ્ય માલિકીભાવ છુપાયેલો હોય છે. જે લોકો "છૂટ આપવા"ની વાત કરે છે, તેઓ અજાણતા જ એ સ્વીકારે છે કે તેઓ સ્વતંત્રતાને એક એવી ભેટ માને છે જે તેઓ ગમે ત્યારે પાછી પણ ખેંચી શકે છે. સાચી સ્વતંત્રતા કોઈના પ્રમાણપત્રની મોહતાજ નથી હોતી.
​પ્રેમ અને લગ્ન: એક વ્યક્તિગત નિર્ણય
આ સમાજમાં જ્યારે કોઈ છોકરી પ્રેમ કરે છે અથવા પોતાના જીવનસાથીની પસંદગી જાતે કરે છે, ત્યારે તેને તરત જ "રસ્તે ભટકવું" કે "બગડી જવું" નામ આપી દેવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે પ્રેમ કરવો એ કોઈ અપરાધ કે રસ્તે ભટકવું કઈ રીતે હોઈ શકે? જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે વ્યક્તિગત છે, જેમાં પરિવાર કે સમાજનો કોઈ અંકુશ ન હોવો જોઈએ. જો છોકરાઓ માટે આ બધું સામાન્ય ગણવામાં આવતું હોય, તો દીકરીઓ માટે તે જ બાબત ગુનાહિત કેમ બની જાય છે?
​પિતૃસત્તાક માનસિકતા અને દોષનોટોપલો
જ્યારે દીકરી પોતાના જીવનનો કોઈ મોટો નિર્ણય લે છે, ત્યારે સૌથી પહેલા તેનો પરિવાર જ વિરોધ કરવા ઊભો થઈ જાય છે. "સમાજ શું કહેશે?" અને "આબરૂ જતી રહેશે" જેવા ડર આગળ ધરીને સમગ્ર દોષનોટોપલો દીકરીના જ માથે ઢોળી દેવામાં આવે છે કે તેણે જ બધું બગાડ્યું છે. જો કોઈ દીકરી આ અન્યાય સામે અવાજ ઉઠાવે કે સવાલ કરે, તો તેના ચારિત્ર્ય પર સીધા સવાલો ઉઠાવી દેવામાં આવે છે કે તે માર્ગથી ભટકેલી કે ચારિત્ર્યહીન છે. આ માત્ર દીકરીનો અવાજ દબાવવાની એક માનસિક ચાલ છે.
​ભાવનાત્મક બ્લેકમેલ અને અદ્રશ્ય બેડીઓ
દીકરીને રોકવા માટે અને તેના હકોને કુચલવા માટે સૌથી મોટું હથિયાર એ વાક્યનું વાપરવામાં આવે છે કે: "મા-બાપ ક્યારેય તમારું ખરાબ ન ઇચ્છે!" આ લાગણી અને પ્રેમની આડમાં દીકરીને ભારે અપરાધભાવ અનુભવવામાં આવે છે. ભલે મા-બાપ ખરાબ ન ઇચ્છતા હોય, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ દીકરીની ઓળખ અને તેના સ્વતંત્ર નિર્ણયો છીનવી લે. અંતે પરિસ્થિતિ એટલી હદે વણસી જાય છે કે દીકરીઓએ પોતાના જ પરિવારથી અંતર જાળવી લેવું પડે છે, અને તેમ છતાં દોષ તો દીકરીના જ ફાળે જાય છે.
​નિષ્કર્ષ
વાસ્તવમાં, આ સમાજ સ્ત્રીઓની સ્વતંત્રતાથી ડરે છે. તેઓ જાણે છે કે જો સ્ત્રી પોતાના નિર્ણયો જાતે લેતી થઈ જશે, તો સદીઓથી ચાલતી ગુલામીની પ્રથા ખતમ થઈ જશે. જ્યાં સુધી પરિવાર અને સમાજ દીકરીઓને કોઈની મિલકત કે પોતાની મરજીથી ચાલતી કઠપૂતળી માનવાનું બંધ નહીં કરે અને તેમને એક સ્વતંત્ર તથા સમાન માનવી તરીકે સ્વીકારતા નહીં શીખે, ત્યાં સુધી આપણી આધુનિકતાની બધી જ વાતો પોકળ રહેશે.

Read More

ચાલતા ચાલી જીવનના વનમા,
ઈચ્છા ઉડવાની ઉભી થઈ મનમાં...
​પગ ભલે રહ્યા આ જમીન પર,
પણ ઊચા આકાશ ને અડવાની જીદ થઈ.
​નથી મારે પાંખો કુદરતી
મારા સપનાઓની ઊંચાઈ જ હવે મારી પાંખ થઈ.

Read More

​નથી હાથમાં ગાંડીવ કે નથી કોઈ રણમેદાન,
છતાં રોજ લડે છે એ, રાખી ખુદનું સન્માન.
​વધે છે આગળ ભલેને પગમાં હોય કાંટા,
નસીબના ભરોસે નહીં, મહેનતથી બદલે છે ફાંટા.
​દુનિયા કહેશે 'હાર માની લે' દરેક વળાંક પર,
પણ યોદ્ધા એ જ જે જીતે, ભરોસો રાખી પોતાની જાત પર.

Read More

નથી અહીં કોઈ વકીલ કે નથી કોઈ તારીખ,
ખુદ જ લડવી પડે છે પોતાની આ બારીક;
સીલ હોય ખુશીનું કે પીડાનો પેગામ,
મારી સહી વિના તો બધું જ છે નકામું.
​સુખનું સોગંદનામું જ્યારે રજૂ કરું છું,
ત્યારે હસ્તાક્ષર કરવામાં ગર્વ અનુભવું છું;
પણ દુઃખનો દસ્તાવેજ જ્યારે સામે આવે છે,
ત્યારે એ જ સહી મને મારી હિંમત બતાવે છે.

Read More

રણ હું, રાણી હું,
યુદ્ધની મરદાની હું.
​હાથમાં તલવાર ને હૈયે હિમાલય રાખું છું,
ઝુકાવે દુનિયાને એવો હું ઠાઠ રાખું છું.
​ડરને મેં ક્યારનોય દરિયામાં ડુબાડ્યો છે,
હિંમતનો દીવો મેં આ જગમાં પ્રગટાવ્યો છે.
​નથી અબળા, હું તો અગ્નિની જ્વાળા છું,
અન્યાય સામે લડતી હું વિજયની માળા છું.
💐🙏

Read More