Quotes by Varsha Shah in Bitesapp read free

Varsha Shah

Varsha Shah

@varshashah223831


#ચા
ચા મેળાવડાની સાથી
અને એકાંતની પણ

ચા શોખથી પીવાય ત્યારે મજા આપે
ચા શોકમાં રાહત આપે
ચા ઉંઘતાને ઉઠાડે
જાગેલાને જગાવે
ચાહ ગરીબ-અમીર બંનેની સહેલી

Read More

પાંપણનાં દ્વારે દે ટકોરા સપનાં,
ને અધખુલા કમાડેથી પુછે કોક;
કોણ છો ને ક્યાંથી આવ્યાં તમે?

આજણ જેમ અંજાયા'તાં અમે,
આજ ઓળખાણનો ખપ પડે?
ઓળખું ! પણ સરભરા કરું કેમ?

હરીભરી ચેતના પણ અંગો શિથિલ !
જાઓ ! ભરો કોક યૌવનની છાબ,
તોરણ બાંધ્યાં જેણે ઉગમણે પાસ!

--વર્ષા શાહ

Read More

સ્વપ્ન

આજ દિવસભર ચેતના વિચારો માં ખોવાયેલી રહી.એની નજર સમક્ષ સપનામાં જોયેલો એક નદીનો પહોળા પટમાં ફેલાયેલો ધસમસતા પાણીનો પ્રવાહ તરવરતો હતો.બે કાંઠા ની ભેખડો ની ઊંચાઈ ને આંબવા મથતો એ પ્રવાહ ! શું સૂચવતો હતો ? કાળની ગતિ ?
પોતાને અને મયૂર ને એણે એ પ્રવાહ ના કાંઠે એક બાળક સાથે ભેખડ પર આવેલા મંદિર ના પ્રવાહ સુધી લંબાયેલા ઓટલા પર ઉભેલા જોયા. ઓટલાના છેડે પહોંચી એ જળપ્રવાહ ને જોતાં એની ભયાનકતા એને ડરાવી ગ‌ઈ, "મયૂર ! જલ્દી જલ્દી ચલ " એ ત્યાંથી બાળકને ખેંચી પાછી વળી. પણ મયૂર ! એ તો ત્યાં સ્થિર થઈ ગયો ,એ બૂમો પાડતી હતી પણ મયૂર જાણે સાંભળતો જ ન હતો.કોઇ અનંત લયમાં એકાકાર થતો જતો હતો. એ જ્યાં ઉભો હતો એ ખૂણા ઉપર પાણી ની છોળ આવતાં જોઇ ચેતનાની ની ચીસ ગળામાં જ થીજી ગ‌ઇ એ શું થાય છે એ સમજે તે પહેલાં મયૂર એ પ્રવાહ માં ગરક થઇ ગયો. આજુબાજુ કોઈ જ આ જોનાર હતું નહીં.
એ જ વખતે બાજુમાં સૂઈ રહેલા મયૂર નો હાથએના હાથ પર પડ્યો એ જાગી ગ‌ઇ.
દિવસ દરમ્યાન આ દ્રશ્ય સ્મૃતિપટ પર આવ્યા જ કરતું રહ્યું. આ સ્વપ્ન શું સૂચવતું હશે. મયૂર જાણે મને સાંભળતો જ ન હતો. કોઇ પ્રતિક્રિયા કેમ ન બતાવી? બીજી
દુનિયામાં એકાએક સરી ગયો.સ્વપ્ન માં પતિથી થયેલી આ જુદાઈ ચેતનાને કંપાવતી રહી.વાસ્તવિકતા તો ન હતી પણ એ
દ્રશ્ય એને વારંવાર દેખાતું હતું.ભવિષ્યમાં મયૂર મને આમ છોડીને જતો રહેશે તો? અને આ જુદાઈ શાશ્વત કાળની થ‌ઇ જાય તો ! ના ,ના ! હું એના વગરની જિંદગી જીવી શકીશ?
ધીરે-ધીરે એ માત્ર સપનું હતું વાસ્તવિકતા નથી એમ એ મનને સમજાવતી રહી પણ હવે આ સ્વપ્ને એને બીજી રીતે વિચારતી કરી. જો હું સપનામાં પણ મયૂરથી જુદા થવાનું સહી શકતી નથી તો મારા માટે મયૂર કેટલો અભિન્ન છે,મારી પોતાની જાત જેટલો એ મારામાં સમાઇ ગયો છે.
સમર્પણ કોનું વધારે કહેવાય?મારા પોતાના કરતાં દરેક બાબતમાં એ મારાથી ચઢિયાતો છે છતાં દરેક બાબતમાં મારા અભિપ્રાય ને માન આપે છે મારી જીદ, મારી માગણી, મારી ઈચ્છા પુરી કરતો રહ્યો છે એ તો મને કેટલીય વાર જણાતું હતું
પણ મેં એને ક્યારેય જણાવા જ ન દીધું . હંમેશા મારી મરજી ચલાવી.એની ઇચ્છા, એની સ્પેસ, એની અભિવ્યક્તિને સ્થાન જ ન‌ આપ્યું. એના વ્યક્તિત્વ ને મેં દાટી દીધું છે ક્યાંક એવો ઇશારો તો આ સ્વપ્ન કરતું નથી ને ?
હું મયૂરને ખોવાવા નહીં દ‌ઉ . મને મળેલા આ અતિશય પ્રેમાળ સાથીની કિંમત હું મારી સામે ઓછી નહીં આંકુ.હવે આપીશ અઢળક પ્રેમ એન્ડ નૉ પઝેસીવનેસ!
અને આ વિચારને અમલમાં મૂકવાની શરૂઆત પોતાને ગમતા નહીં પણ મયૂર ને ગમતાં સાડી બ્લાઉઝ પહેરીને મયૂરને ભાવતી મકાઈની ખીચડી બનાવવા થી કરી દીધી.

Read More

સંબંધોનું તો એવું હોય,
ઝોકાં હવાના આવે જાય
સંબંધ કોઇ દીર્ઘજીવી હોય,
પણ ના શાશ્વત કોઇ સંબંધ થાય!
અબોલ જીવ વહાલ વર્ષા કરતાં હોય,
પાંગરવા જગતમાં સંબંધ જરુરી થાય !
સંબંધ ઉછળકૂદનો, ક્યારેક ગંભીર હોય,
નિત નવાજૂની સંબંધોમાં પણ થાય !
માનવ એક સંબંધો અનેક હોય,
સત્વમય પ્રેરણાથી સંબંધો આલોકિત થાય!
-- વર્ષા શાહ

Read More

कोई भी फुल इतना नहीं खूबसूरत है जितना ये मुखड़ा तेरा