The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સામાજીક સંકેત આર્થીક સંકેત અને ઐશ્વર્ય સંકેત ત્રણ સંકેતો માણસની હયાતી નો પુરાવો આપે છે માણસ એનકેન પ્રકારે પોતાની સામાજિકતા ને મજબુત કરવા પોતાની આર્થિકતા નો ઉપયોગ કરી આ બંનેને મજબૂતાય આપી શકે પણ આ મજબુતાય આપતા જો સારા નરસા નું ધ્યાન ના રહે તો ઐશ્વર્ય સંકેતો મલતા હોય છે જે હોશિયાર માણસ જાણતો જ હોય છે કે સામાજીક અને આર્થિક તા મજબુત કરવામાં ક્યાં ભુલ આવી જેથી આ ઐશ્વર્ય સંકેતો મલી રહ્યા છે !!
સાચું બોલવું સહેલું નથી સારા કામ કરવા જેમ અઘરા છે એમ સાચું સમજવું પણ મુશ્કેલ છે જ પણ કોઇ સદકાર્ય વિશે બોલવું તો અંજામ આપવા કરતાં સહેલું જ છે પણ એ અંજામ આપવામાં મદદ કરવી બહુ અઘરી છે કોઇ ને મહેનત કરો તો સુખી થાસો એમ કહેવું સહેલું છે પણ એ મહેનત કેટલી અઘરી છે ? એ તો મહેનત કરનાર જ જાણે છે એક નાહકની ઉત્થાન માટે કોઇ મતલબી ની ભલામણ અસ્થાને છે એમ એ નાહકના ઉત્થાન માટે વિચાર પણ યોગ્ય નથી પણ આવો વિચાર એકજ કરી શકે છે જે પોતાના સ્ટેટસ વિશે વિચાર ન કરી ફક્ત સારું જીવવા ટાઇમપાસ માટે આ જરુરી સમજે છે કારણ સમય જ્યારે સાથ નથી આપતો ત્યારે એ ગુજારવો ખુબ મુશ્કેલ હોય છે !!🙏👍🙏
🙏🏻🙏🏻 કૃષ્ણ એટલે શું જે માટી ખાઈ શકે એજ બ્રહ્માંડ પણ બનાવી શકે.કણ કણ એજ મણની સમજણ એટલે કૃષ્ણ. જે મહાભારત જીતાડી શકે એજ રણ પણ છોડી શકે ક્યારે જીતવું એ નહિં, પણ ક્યારે ના લડવું એની સમજણ એટલે કૃષ્ણ! જે વાંસળી વગાડી શકે એજ સુદર્શન પણ ચલાવી શકે કોમળતા અને કઠોરતા વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ ! જે માખણની માટલી ફોડી શકે, એજ સુદામાની પોટલી માંથી તાંદુલ પણ ખાઈ શકે સમય અને જગ્યા જોઇ વર્તવાની સમજણ એટલે કૃષ્ણ ! જે મથુરા ને ત્યાગી શકે, એજ દ્વારકા ને બાંધી શકે ક્યાં ન થોભવું ને ક્યાં અટકી જવું એની સમજણ એટલે કૃષ્ણ ! જે ગોપીઓના ચિર ચોરી શકે, એજ દ્રોપદીને ચિર આપી શકે. નટખટતા અને ગંભીરતા વચ્ચે સમજણ એટલે કૃષ્ણ! 🌹💞🙏🏻🙏🏻
. શીર્ષક: "કર્મ નો હિસાબ" > કોઈના જીવનમાં અંધકાર વણી શકાતો નથી, > સ્મશાન પહોંચેલા પડકાર આપી શકતા નથી. > > તેના વારસ હાલ શું કરે તે કશું જ જાણતા નથી, > દિલની આહ લાગશે, એ કોઈને છોડતા નથી. > > અંધારે પણ નિશાન લાગે, એ કાંઈ ચૂકતા નથી, > સમય છે હજુ, પાપ પોકાર જો કદી મટતા નથી. > > ભૂલ પણ કરો જેના માટે, એ નિહાળતા નથી, > શું ફાયદો? કોઈ નિર્દોષ આહ પણ કરતા જ નથી. > > આ હિસાબે હરકત આપવી પડે, માફ થતી નથી!!
. આજ નો ઇતિહાસ તારીખ ૨ સપ્ટેમ્બર ૧૯૩૯ આજ ના દિવસે જર્મનીએ પોલેન્ડ પર જે આક્રમણ કર્યું ને બીજા વિશ્વયુદ્ધ ની શરુઆત થઈ આજ મોડ પર હાલ અમેરિકા ઇરાન ચાલી રહ્યા છે
--- લોકસત્તા ધર્મસત્તા અને રાજસત્તા, એકબીજા સાથે મળીને, લોકસત્તા ને છિન્�-ભીન કરી રહ્યા છે. રાજસત્તા બરકરાર રાખવા, ધર્મસત્તાનો ઉપયોગ કરી રહેલા, લોકસત્તાને નજરઅંદાજ કરી રહ્યા છે. આમ જ ચાલે આ સત્તાના હવન, જો લાગે પવન, તો ધર્માધિકારી બેઠા જ છે, બની ફાનસ. અને લાગે જ નહીં, લોકજવાળા ધર્મ-ધજાના રહેતા, બાકી બધું રાજસત્તા સંભાળે, આ લોકસત્તા ના રહેતા. - સુરૂભા જાડેજા (નિવૃત્ત) ટેગ: #ધર્મસત્તા #રાજસત્તા #લોકસત્તા ---
નિવૃત્તિ અંત નથી એક નવી શરૂઆત છે નિવૃત્તિ એક જામ છે જે એ નશાની જેમ હળવે હળવે ચડે છે પછી અહેસાસ થાય કે આતો એક નવી જ શરુઆત છે - Surubha Jadeja
જીંદગી માં તમે શું છો ? એ જવાબ બીજા આપે એ ઘણા કારણો સબબ ખોટા હોય શકે પણ એ જવાબ તમે ખુદ તમને આપો એ પરફેક્ટ હોય છે !! - Surubha Jadeja
--- પ્રસ્તાવના - છુપાયેલ જોયા છે જય માતાજી, જય હિન્દ! હું સુરુભા જાડેજા, મોરબી. GSRTC માંથી નિવૃત્ત. નિવૃત્તિ એટલે શું એ હું લખી ચૂક્યો છું - "નિવૃત્તિ એક જામ છે, જે હળવે હળવે નસાની જેમ ચડે છે." પહેલા એવું લાગે કે હવે કંઈ કામ નથી, પણ પછી સમજાય કે હવે ફક્ત જીવવાનું જ છે. મને નાનપણથી લખવાનો શોખ. જે દિલમાં આવે એ કાગળ પર ઉતારી દઉં. ક્યારેક હાસ્ય, ક્યારેક કટાક્ષ, ક્યારેક મોરબીની માટીની વાત. વોટ્સએપ પર લખું તો એ અંગત થઈ જાય, ફેસબુક પર લખું તો એ ધંધાદારી લાગે. મને એવું પ્લેટફોર્મ જોઈતું હતું જ્યાં મારા શબ્દોની ગહેરાઈ સમજાય. મિત્રોના કહેવાથી હું માતૃભારતી પર આવ્યો, અને આજે પહેલી વખત મારા બધા લખાણોને એક પુસ્તકમાં બાંધવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકમાં કંઈ મોટા સાહિત્યના દાવા નથી. આ તો મારી પાછલી બેન્ચથી લઈને સિનિયર બેન્ચ સુધીની સફર છે. મેં ઊંચા હોદ્દા પર અભિમાની છુપાયેલ જોયા છે, અને નાનકડા માણસોમાં સ્વાભિમાની જોયા છે. એ જ વાત આ બુકમાં છે - જે દેખાય છે એની પાછળ શું છુપાયેલું છે. હવે આ પુસ્તક છપાયું તો ખરું, પણ હવે વંચાય તો કહેજો મને! ઉપરછલ્લું વાંચશે બધા જ, ઉંડેથી કોઈ વાંચે તો કહેજો મને. આપનો જ, સુરુભા જાડેજા મોરબી -- આ પુસ્તકમાં શેર બજારની લાલ-લીલી નથી, પણ જીવનની લાલ-લીલી છે. એક નિવૃત્ત કર્મચારીની કલમે લખાયેલ હાસ્ય, અનુભવ અને સત્ય. મોરબીની ગલીઓથી લઈને વોટ્સએપના ગ્રુપ સુધીની વાતો. હસાવશે પણ, વિચાર કરાવશે પણ.
--- શીર્ષક: વિરોધાભાસ વચ્ચેનું વ્યક્તિત્વ ૐ શાંતિ કહેવું સહેલું છે, પણ એટલા જ નકોર ભાવથી હેપ્પી બર્થ ડે કહેવું અઘરું છે. કારણ કે આ બન્ને વિરોધાભાસ છે. એકમાં અંત છે, બીજામાં શરૂઆત છે. એકમાં શોક છે, બીજામાં ઉત્સવ છે. અને આ વિરોધાભાસના વહેણમાં ન તણાવું, તણાયા વગર પોતાના જેવા રહેવું... એ જ વ્યક્તિત્વ છે !! --- ટેગ્સ / #વ્યક્તિત્વ #જીવન_ફિલસૂફી #વિરોધાભાસ #સત્ય #વિચાર
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser