. શીર્ષક: "કર્મ નો હિસાબ"
> કોઈના જીવનમાં અંધકાર વણી શકાતો નથી,
> સ્મશાન પહોંચેલા પડકાર આપી શકતા નથી.
>
> તેના વારસ હાલ શું કરે તે કશું જ જાણતા નથી,
> દિલની આહ લાગશે, એ કોઈને છોડતા નથી.
>
> અંધારે પણ નિશાન લાગે, એ કાંઈ ચૂકતા નથી,
> સમય છે હજુ, પાપ પોકાર જો કદી મટતા નથી.
>
> ભૂલ પણ કરો જેના માટે, એ નિહાળતા નથી,
> શું ફાયદો? કોઈ નિર્દોષ આહ પણ કરતા જ નથી.
>
> આ હિસાબે હરકત આપવી પડે, માફ થતી નથી!!